Last Update : 02-August-2012, Wednesday

 

''ગાર'' પર ભારત સરકારનું કુણું વલણ જોઈને
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટઃ સિંગાપોરનું ઓળીયું ઘટયું

 

મુંબઈ, તા. ૧
ઘણા રોકાણકારો અને ખેલાડીઓએ તેમની નિફટી ટ્રેડિંગ પોઝીશન્સ અને ઓળીયા કરવેરાને સંબંધિત સ્થાનિક ચિંતાઓને પગલે સિંગાપોરની એસજીએક્સ નિફટીમાં શીફટ કર્યા હતાં તેઓ હવે ધીમે ધીમે ભારતમાં પાછાં ઓળીયા શીફટ કરવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જુલાઈ મહિનામાં સિંગાપોર નિફટીની એવરેજ ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન માત્ર પાંચ ટકા જ વધુ એનએસઈની પોઝિશનની સરખામણીએ રહી હતી, જે જૂનમાં તો એનએસઈ કરતાં ૪૦ ટકા જેટલી વધુ હતી. આમ ત્યાંની પોઝિશન ૪૭ ટકાની વૃદ્ધિ પરથી ઘટી માત્ર ૫ ટકાની વૃદ્ધિ સુધી આવી જતાં ઓળીયા ઘર આંગણે શીફટ થયા હોવાનું જણાય છે. નિષ્ણાતોનું માનવું છે કે જનરલ એન્ટી એવોઈડન્સ રુલ્સ (ગાર) અંગેનું સરકારનું વલણ પ્રમાણમાં કુણું પડતાં વિદેશી રોકાણકારોની પણ તે અંગેની ચિંતા ઘટતા તેઓ ભારત તરફ પાછા ફરી રહ્યા છે. સરકારે ''ગાર''નો અમલ આવતા નાણાકીય વર્ષથી કરવાનો અને તેનાં અમલ માટેનો રોડ મેપ તૈયાર કરવા એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધા છે.
જૂન મહિનામાં એનએસઈ ખાતે ઓપન ઇન્ટરેસ્ટ ૭ મહિનાનાં તળિયે પહોંચી ગયા હતાં તેમાં જુલાઈ દરમિયાન સારો સુધારો જોવા મળ્યો છે. માર્કેટ ઓબઝર્વર્સનું માનવું છે કે જુલાઈમાં એનએસઈ ખાતે સારા પ્રમાણમાં પોઝિશન લેવાઈ ગઈ છે અને ધીમે ધીમે સિંગાપોર ખાતેનાં ઓળીયામાં જુલાઈથી ઘટાડો શરૃ થવાનો ટ્રેન્ડ દેખાવા લાગ્યો છે.
એનએસઈ ખાતે માર્કેટનું વધુ સારું ઊંડાણ અને પ્રવાહીતા જોતા વિદેશી રોકાણકારો આ સ્થાનિક એક્સચેન્જમાં જ સોદા કરી પોઝીશન બનાવવાને અગ્રક્રમ આપે કેમ કે તેમ કરવાથી ટ્રેડિંગ માટેની તકોમાં પણ વધારો થતો હોય છે. વચગાળામાં જોકે ''ગાર''નો હાઉ આવી જતાં કેટલીક એફઆઈઆઈએ સિંગાપોર ખાતે સોદા શીફટ કરવાનું શરૃ કર્યું હતું.
અંદાજપત્રમાં વિવાદાસ્પદ બજેટ પ્રપોઝલ્સ આવી અને ''ગાર''નો અમલ પાછલી તારીખથી કરવાની વાત આવી તેથી ભારતીય બજાર પર બેટ લેવાનું ઘણી વિદેશી નાણાં સંસ્થાઓએ એસજીએક્સ નિફટી મારફત શરૃ કર્યું હતું. પરિણામે જૂન મહિનામાં એનએસઈ ખાતેનાં નિફટીનાં ઊભા ઓળીયા કરતાં એસજીએક્સ નિફટીમાં ઓપન ઇન્ટરેસ્ટનું પ્રમાણ લગભગ દોઢ ગણુ હતું. માત્ર એટલું જ નહીં અમુક દિવસોએ તો આ પ્રમાણ સ્થાનિક એનએસઈ ખાતેનાં પ્રમાણ કરતાં ૮૦ ટકા વધુ હતું. આ તમામ સરખામણીના હેતુસર નિફટી ફ્યુચર અને એસજીએક્સ નિફટી ફ્યુચરની કોન્ટ્રાક્ટ સાઈઝ એડજસ્ટ કરીને ઓપન ઇન્ટરેસ્ટ કાઢ્યાં હોવાનું એનાલિસ્ટોએ જણાવ્યું હતું. સિંગાપોર ખાતેનો ૧ કોન્ટ્રાકટર નિફટીની વેલ્યુને ૨ ડૉલરથી ગુણીને મળે છે. જ્યારે એનએસઈ ખાતે નિફટીનો લોટ ૫૦નો છે તેથી ૫૦ ગુણા નિફટી દ્વારા મળતી વેલ્યુ બરોબર એક કોન્ટ્રાક્ટરની વેલ્યુ થાય.
ભારતીય અર્થતંત્રનું પ્રતિબિંબ પાડતા શેરબજારોની પારાશીશી જેવી નિફટીનાં ફ્યુચર સોદા એનએસઈ ઉપરાંત સિંગાપોરની એક્સચેન્જમાં અને યુએસએની શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જમાં પણ થાય છે. સિંગાપોર ખાતે વધુ ટ્રેડિંગ સમય, ઓછા વેરા અને સોદાના ઓછા ખર્ચને કારણે એસજીએક્સ નિફટીને ઘણી લોકપ્રિયતા મળી છે. પરિણામે વિદેશી નાણાં સંસ્થાઓ એસજીએક્સ નિફટીનો ઉપયોગ પોઝીશનલ બેટ માટે વધુ કરે છે અને તથા ઇન્ટ્રાડે ટ્રેડિંગ તો નહીંવત્ પ્રમાણમાં કરે છે. બીજું તેમની આ ટ્રેડિંગ પદ્ધતિનાં કારણે ટ્રેડિંગ ટર્નઓવરનું પ્રમાણ એસજીએક્સ નિફટીમાં ઘણુ ઓછું રહે છે. આમ ત્યાં ઓપન ઇન્ટરેસ્ટનું પ્રમાણ વધુ રહે છે પણ તે એનએસઈ ખાતે થતાં ટર્નઓવરની સરખામણીએ ઘણુ ઓછું હોવાનું નિષ્ણાતો જણાવે છે. જોકે ઉપર જણાવ્યાનુસારનાં કારણોને લીધે વિદેશી સંસ્થાઓમાં એસજીએક્સ નિફટી લોકપ્રિય હોઈ તેમાં સોદા થતા રહેશે એવું પણ આ વર્ગે જણાવ્યું હતું. ઉપરાંત એસજીએક્સ નિફટી ડૉલર ડિનોમીનેટેડ હોઈ તે હિસાબે પણ તેનું આકર્ષણ જળવાઈ રહેવાની વકી છે.
નિફટી ઓપન ઇન્ટરેસ્ટ ઃ એનએસઈ અને સિંગાપોર ખાતે

મહીનો

સિંગાપોર

એનએસઈ

એસજીએક્સનું

-

એસજીએક્સનું ઓળીયું

ખાતેનું ઓળીયું

કેટલા % વધારે?

એપ્રિલ

૫,૩૪,૦૨૫

૪,૨૯,૨૨૬

૨૪

મે

૬,૫૧,૨૩૦

૫,૨૮,૮૧૦

૨૩

જૂન

૬,૦૬,૯૪૧

૪,૧૩,૩૩૦

૪૭

જુલાઈ

૫,૫૩,૨૯૨

૫,૨૫,૨૯૦

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved