Last Update : 02-August-2012, Wednesday

 

ઝવેરી બજારમાં તહેવારો પૂર્વે ભાવો ઘટતાં રાહત ફેલાઈ
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો

ચાંદી તૂટી રૃ.૫૪૦૦૦ની અંદર જતી રહી ઃ વિશ્વ બજારમાં ભાવો તૂટયા ઉપરાંત ડોલર પણ ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૪૧૦ ઘટી રૃ.૫૪૦૦૦ની અંદર જતા રહ્યા હતા જયારે સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૧૩૫થી ૧૪૦ તૂટયા હતા. વિશ્વ બજારનાં ચાંદીના ભાવો ઔંશના ૨૮.૩૪ ડોલર વાળા આજે ઝડપી ઘટીને નીચામાં ૨૭.૧૧ થઈ સાંજે ૨૭.૩૩ ડોલર રહ્યાના સમાચારો હતા.મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૪૩૭૦ વાળા રૃ.૫૪૦૨૦ ખુલી રૃ.૫૩૯૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૫૩૪૫૦થી ૫૩૫૦૦ તથા કેશમાં રૃ.૫૩૨૦૦ થી ૫૩૨૫૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૯૮૦ વાળા રૃ.૨૯૮૦૦ ખુલી રૃ.૨૯૮૪૫ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૧૧૫ વાળા રૃ.૨૯૯૪૫ ખુલી રૃ.૨૯૯૭૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૬૨૬થી ૧૬૨૬.૫૦ ડોલરવાળા ઝડપી તૂટી નીચામાં ૧૬૦૩.૧૦ ડોલર થઈ સાંજે ૧૬૦૬.૭૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં મુંબઈ બજારમાં આજે આયાત પડતર નીચી આવતાં હાજર બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ઉછાળે વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. રક્ષાબંધનના તહેવારો પૂર્વે સોના ચાંદીના ભાવો ઘટતાં આજે મોસમી ખરીદદારોમાં રાહત જણાઈ રહી હતી. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૫.૬૪ વાળા ઉંચામાં રૃ.૫૫.૭૫ થયા પછી નીચામાં રૃ.૫૫.૪૨ થઈ છેલ્લે ૫૫.૪૭ રહ્યા હતા, ડો રના ભાવો ઘટતાં તેના કારણે પણ ઝવેરી બજારોમાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૨૦૦ ઘટી રૃ.૫૩૮૦૦ જયારે વિકલી ડિલીવરીના રૃ.૪૧૦ ઘટી રૃ.૫૩૭૮૫ રહ્યા હતા જયારે ત્યાં સોનાના ભાવો રૃ.૨૨૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૩૦૦ રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved