Last Update : 02-August-2012, Wednesday

 

જૂનના નિકાસના નબળા આંકડા છતાં પી. ચિદમ્બરમના નાણા પ્રધાન તરીકે પુનરાગમને
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
નાણા પ્રધાન તરીકે પી. ચિદમ્બરમના પુનરાગમન સાથે આજે મુંબઇ શેરબજારોમાં ફરી અફડાતફડીના મંડાણ થઇ તેજીનો સળવળાટ વધતો જોવાયો હતો. આર્થિક સુધારાની ત્રણ વર્ષથી અટકેલી ગાડી હવે ચિદમ્બરમના આગમનથી ફરી આગળ ધપશે એવી એફઆઇઆઇ વિદેશી સંસ્થાકીય રોકાણકારોને અપેક્ષા અને અર્થતંત્રની નબળી પડેલી આર્થિક વૃદ્ધિને પુનઃ ઝડપી વૃદ્ધિના પંથે લાવવા પગલાં લેવાશે એવી ઉદ્યોગ જગતને અપેક્ષા સાથે ચિદમ્બરમને આવકારવામાં આવતા સેન્સેક્ષ અફડાતફડીના અંતે ૨૧.૨૦ પોઇન્ટની મજબૂતીએ ૧૭૨૫૭.૩૮ અને નિફ્ટી સ્પોટ ૧૧.૫૦ પોઇન્ટ વધીને ૫૨૪૦.૫૦ બંધ રહ્યો હતો. કોર્પોરેટ ઇન્ડિયાના જૂન ૨૦૧૨ અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોના અંતિમ દોરમાં ગઇકાલે સિપ્લાના ઉત્કૃષ્ટ પરિણામે આજે ટ્રેડીંગના આરંભથી જ ફાર્મા શેરોમાં લેવાલીના આકર્ષણે અને પાવર- કેપિટલ ગુડઝ શેરો ભેલ, ટાટા પાવર, લાર્સનની મજબૂતીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૨૩૬.૧૮ સામે ૧૭૨૪૪.૪૪ મથાળે ખુલીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં લેવાલીએ ૬૫થી ૭૦ પોઇન્ટનો સુધારો બતાવતો હતો. જે ભારતમાંથી જૂન ૨૦૧૨માં ડોલરના મૂલ્યમાં નિકાસોમાં ૫.૪૫ ટકાનો ઘટાડો થયાના આંકડા જાહેર થતાં સુધારો ધોવાઇ જઇ સેન્સેક્ષે શરૃઆતના કલાકમાં સુધારો ગુમાવીને અને કોલ ઇન્ડિયા અને કોલસા મંત્રાલયને સુપ્રિમના આદેશથી નેગેટીવ અસરે મેટલ- માઇનીંગ શેરો કોલ ઇન્ડિયા સામે ટાટા સ્ટીલ, સ્ટરલાઇટમાં વેચવાલી અને ઓએનજીસી, હીરો મોટોકોર્પ, ટીસીએસ, ભારતી એરટેલમાં વેચવાલી સાથે ઓટો કંપનીઓ મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના જુલાઇ ૨૦૧૨ મહિનાના વાહનોના વેચાણમાં સાધારણ વૃદ્ધિએ ઓટો શેરોમાં વેચવાલીએ ૪૭.૦૨ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૭૧૮૯.૧૬ સુધી આવી ગયો હતો. જે ત્યારબાદ બે-તરફી ચંચળતા બતાવતો રહી ફરી સુધારાની ચાલે ૫૫.૮૧ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૭૨૯૧.૯૯ સુધી પહોંચ્યો હતો. જે સુધારો ફરી ધોવાઇ ક્ષણિક ૧૫થી ૧૮ પોઇન્ટ ઘટી આવ્યા બાદ અંતે ૨૧.૨૦ પોઇન્ટ વધીને ૧૭૨૫૭.૩૮ બંધ રહ્યો હતો.
પી. ચિદમ્બરમના આગમન સાથે નિફ્ટીએ ચંચળતા બતાવી ઃ ૫૨૪૦ થઇ ૫૨૧૨ થઇ ૫૨૪૬
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૨૯ સામે ૫૨૨૦.૭૦ ખુલી આરંભમાં સિપ્લા, કોટક મહિન્દ્રા બેંક, અંબુજા સિમેન્ટ, રિલાયન્સ ઇન્ફ્રા., ભેલ, ટાટા પાવર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, લાર્સનની મજબૂતીએ ૫૨૪૦ નજીક શરૃઆતની ૧૫ મીનિટમાં જ પહોંચી ગયો હતો. જે જૂનના નબળા નિકાસ આંકડાએ ધોવાઇ જઇ ટીસીએસ, ઇન્ફોસીસ, ઓએનજીસી, કોલ ઇન્ડિયા, હીરો મોટોકોર્પ, સિમેન્સ, બીપીસીએલની નરમાઇએ કલાકમાં જ નીચામાં ૫૨૧૨.૬૫ સુધી ઘટી આવ્યો હતો.
નિફ્ટી સપોર્ટ ૫૧૫૦ ઃ ઓગસ્ટ ફ્યુચર ૫૨૪૦થી ૫૨૬૬ થઇ ૫૨૫૪ ઃ ૫૩૦૦નો કોલ ૫૯થી ઉછળી ૭૦
ટેક્નીકલી નિફ્ટી બેઝડ નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાઇ રહ્યો છે. નિફ્ટી સ્પોટ ૫૧૫૦ નીચે બંધ આવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે. ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૧,૮૮,૪૫૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૯૪૬.૨૬ કરોડના ટર્નઓવરે ૫૨૪૦.૫૫ સામે ૫૨૩૯ ખુલી નીચામાં ૫૨૨૯ અને ઉપરમાં ૫૨૬૬.૮૦ થઇ અંતે ૫૨૫૩.૯૦ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૩,૧૬,૩૫૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૪૮૪.૧૩ કરોડના ટર્નઓવરે ૫૯ સામે ૫૭ ખુલી નીચામાં ૫૫.૯૦ થઇ ઉપરમાં ૭૦.૪૫ સુધી જઇ અંતે ૬૬.૭૦ હતો.
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨૭થી ઉછળી ૩૨ ઃ ૫૨૦૦નો પુટ ૭૨થી ઘટીને ૬૧.૬૦ થઇ ૬૮
નિફ્ટી ૫૨૦૦નો પુટ ૩,૦૩,૯૪૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૦૦૬.૯૨ કરોડના ટર્નઓવરે ૭૨.૦૫ સામે ૭૧.૯૫ ખુલી ઉપરમાં ૭૭.૨૫ થઇ નીચામાં ૬૧.૬૦ સુધી જઇ અંતે ૬૮ હતો. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૪૧.૭૦ સામે ૪૨.૬૦ ખુલી ઉપરમાં ૪૪.૫૦ થઇ નીચામાં ૩૫ સુધી જઇ અંતે ૩૮.૯૫ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨,૨૧,૨૪૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૦૦૬.૫૪ કરોડના ટર્નઓવરે ૨૭ સામે ૨૮.૫૦ ખુલી નીચામાં ૨૫.૪૦ થઇ ઉપરમાં ૩૪.૪૦ જઇ અંતે ૩૨.૦૫ હતો.
સિપ્લાનો નફો ૫૮ ટકા વધતા શેર રૃા. ૧૫ ઉછળ્યો ઃ ઓરોબિન્દો ફાર્મા, વોખાર્ટ, કેડિલા પણ ઉંચકાયા
ફાર્મા જાયન્ટ સિપ્લા દ્વારા ૩૦, જૂન, ૨૦૧૨ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ૫૮.૨ ટકા ઉછળીને રૃા. ૪૦૦.૭૬ કરોડ અને આવક ૨૩.૬ ટકા વધીને રૃા. ૨૦૧૨.૪૪ કરોડ હાંસલ કરતા અને સ્થાનિક વેચાણમાં ૩૦ ટકા તેમજ નિકાસમાં ૧૮ ટકા વૃદ્ધિ નોંધાવતા શેરમાં આરંબથી જ લેવાલીએ રૃા. ૩૬૦ ખુલી અંતે રૃા. ૧૪.૯૦ વધીને રૃા. ૩૫૩.૪૫ રહ્યો હતો. અન્ય ફાર્મા શેરોમાં પણ લેવાલીએ ઓરોબિન્દો ફાર્મા રૃા. ૪.૭૫ વધીને રૃા. ૧૧૩.૩૫, વોખાર્ટ રૃા. ૨૯.૪૫ વધીને રૃા. ૧૦૦૪.૮૦, કેડિલા હેલ્થકેર રૃા. ૨૬.૪૫ વધીને રૃા. ૯૦૩.૫૫, ઇપ્કા લેબ. રૃા. ૯.૩૫ વધીને રૃા. ૪૦૯.૬૫, પિરામલ હેલ્થકેર રૃા. ૯.૮૫ વધીને રૃા. ૫૨૫.૨૦, ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૧૭.૫૫ વધીને રૃા. ૧૬૩૨, સન ફાર્મા રૃા. ૬.૮૫ વધીને રૃા. ૬૫૮.૬૦, સ્ટ્રાઇડ આર્કોલેબ. રૃા. ૬.૧૦ વધીને રૃા. ૭૧૮.૧૦, દિવી'ઝ લેબ. રૃા. ૭.૭૦ વધીને રૃા. ૧૧૦૩, બાયોકોન રૃા. ૧.૧૦ વધીને રૃા. ૨૪૧.૬૫ રહ્યા હતા. બીએસઇ હેલ્થકૅર ઇન્ડેક્ષ ૯૪.૩૫ પોઇન્ટના ઉછાળે ૭૨૩૫.૯૬ રહ્યો હતો.
જુલાઇ ઓટો વેચાણમાં સાધારણથી નબળી વૃદ્ધિ ઃ મારૃતી સુઝુકી, મહિન્દ્રા, હીરો મોટોકોર્પ ઘટયા
ઓટોમોબાઇલ કંપનીઓના જુલાઇ ૨૦૧૨ મહિનાના વાહનોના વેચાણના આંકડા નબળીથી સાધારણ વૃદ્ધિના આવતા ઓટો શેરોમાં એકંદર નિરસતા જોવાઇ હતી. મારૃતી સુઝુકીનો ત્રિમાસિક નેટ નફો ૨૩ ટકા ઘટયા બાદ હવે જુલાઇમાં વેચાણ માત્ર ૯.૨ ટકા વધારાએ ૮૨૨૩૪ વાહનોનું થતાં જેમાં સ્થાનિક વેચાણ ૬.૮ ટકા વધીને ૭૧૦૨૪ અને નિકાસ ૨૭.૪ ટકા વધીને ૧૧૨૧૦ વાહનોની થતાં શેરમાં નરમાઇએ રૃા. ૮.૮૦ ઘટીને રૃા. ૧૧૨૪.૨૫, હીરો મોટોકોર્પ રૃા. ૩૪.૨૦ ઘટીને રૃા. ૧૯૭૧.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું જુલાઇમાં વેચાણ ટ્રેક્ટરનું ૧.૦૨ ટકા ઘટીને ૧૬૫૨૧ થતાં, જેમાં સ્થાનિકમાં ટ્રેક્ટર વેચાણ ૧.૨૯ ટકા ઘટીને ૧૫૪૯૫ ટ્રેક્ટર અને નિકાસ ૩.૩૨ ટકા વધીને ૧૦૨૬ ટ્રેક્ટરની થતાં તેમજ ઓટો વેચાણ ૧૯ ટકા વૃદ્ધિએ ૪૭૦૫૯ થતાં શેરમાં નરમાઇએ રૃા. ૨.૨૦ ઘટીને રૃા. ૬૯૮.૨૫, બોશ રૃા. ૧૩૫.૨૦ ઘટીને રૃા. ૮૮૧૪.૫૦, આઇશર મોટર્સ રૃા. ૨૫.૫૦ ઘટીને રૃા. ૧૯૨૫.૪૦ રહ્યા હતાં.
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં કરંટ ઃ ભેલ, લાર્સન, એઆઇએલ, હવેલ્સ ઉંચકાયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ પસંદગીના આકર્ષણે ભેલ રૃા. ૪.૬૦ વધીને રૃા. ૨૨૦.૩૦, એઆઇએલ રૃા. ૧૯.૨૫ વધીને રૃા. ૩૮૩.૫૫, ભારત ઇલેક્ટ્રોનિક રૃા. ૫૮.૫૦ વધીને રૃા. ૧૨૧૯.૦૫, પ્રાજ ઇન્ડસ્ટ્રી રૃા. ૧.૫૦ વધીને રૃા. ૫૩.૮૦, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૭.૫૦ વધીને રૃા. ૫૪૫.૯૫, બીઇએમએલ રૃા. ૪.૪૦ વધીને રૃા. ૩૨૩.૪૦, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૧૧.૩૫ વધીને રૃા. ૧૩૮૧ રહ્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૦૨.૭૪ પોઇન્ટ વધીને ૯૭૦૨.૯૪ રહ્યો હતો.
સ્ટેટ બેંક, એચડીએફસી શેરોમાં આકર્ષણ ઃ આઇડીબીઆઇ, ઇન્ડિયન બેંક, ફેડરલ બેંક ઘટયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગઇકાલે ધિરાણ નીતિની સમીક્ષામાં રેપો, રીવર્સ રેપો સહિતના પ્રમુખ દરો જાળવી રાખઈને નિરાશ કર્યા છતાં ફુગાવાના જોખમે આ ઘટાડો નહીં થયાને અર્થશાસ્ત્રીઓ - સમીક્ષકોના આવકારે બેંકિંગ ફ્રન્ટલાઇન શેરોમાં વેચવાલી અટકી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૨૭.૫૦ વધીને રૃા. ૨૦૩૨.૭૦, એચડીએફસી રૃા. ૮.૮૫ વધીને રૃા. ૬૯૯.૫૦ રહ્યા હતાં. જ્યારે આઇડીબીઆઇ બેંક રૃા. ૧.૩૫ ઘટીને રૃા. ૮૬.૬૦, ઇન્ડિયન બેંક રૃા. ૨.૪૦ ઘટીને રૃા. ૧૭૫.૨૦, ફેડરલ બેંક રૃા. ૩.૭૫ ઘટીને રૃા. ૪૦૯.૯૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૩.૧૦ ઘટીને રૃા. ૩૩૦.૫૦ રહ્યા હ તા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૯.૯૦ વધીને રૃા. ૫૫૫.૬૫, બેંક ઓફ બરોડા રૃા. ૮.૧૫ વધીને રૃા. ૬૬૪.૨૫ રહ્યા હતાં.
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજીનો કરંટ ઃ રિલાયન્સ ઇન્ફ્રા., પાવર, કેપિટલ વધ્યા
અનિલ ધીરૃભાઇ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આકર્ષણે રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૫.૧૦ વધીને રૃા. ૫૦૮.૫૫, રિલાયન્સ કેપિટલ રૃા. ૭.૬૫ વધીને રૃા. ૩૪૧.૫૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૫૬.૬૦, રિલાયન્સ પાવર રૃા. ૧.૩૦ વધીને રૃા. ૯૨.૫૦ રહ્યા હતાં.
રીયાલ્ટી ક્ષેત્રે પરિસ્થિતિ સુધરવાની અપેક્ષાએ લેવાલી ઃ એચડીઆઇએલ, પ્રેસ્ટિજ, ગોદરેજ વધ્યા
રીયાલ્ટી ક્ષેત્રે હવે નવા નાણા પ્રધાનના આગમને આર્થિક સુધારાના પગલાં થકી ફરી માગ વધવાના અંદાજો પાછળ શેરોમાં પસંદગીની લેવાલી થઇ હતી. એચડીઆઇએલ રૃા. ૩.૪૫ વધીને રૃા. ૮૨.૬૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃા. ૪.૧૦ વધીને રૃા. ૧૧૫.૯૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૪૫ વધીને રૃા. ૪૮.૯૦, ઇન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૧.૦૫ વધીને રૃા. ૫૬.૮૫, ગોદરેજ પ્રોપર્ટી રૃા. ૮ વધીને રૃા. ૫૧૫.૮૫ રહ્યા હતાં.
ચોમાસુ નબળું ઃ એફએમસીજી શેરોમાં તેજી ઃ હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસી, ડાબર વધ્યા
ચોમાસુ નબળું રહેતા ફરી ખાદ્ય ચીજોમાં ભાવો વધવાના અંદાજો પાછળ એફએમસીજી શેરોમાં આકર્ષણ હતું. યુનાઇટેડ બ્રીવરીઝ રૃા. ૨૨.૪૫ ઉછળીને રૃા. ૫૮૦, આઇટીસી રૃા. ૧.૦૫ વધીને રૃા. ૨૫૮.૭૫, હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૩.૩૦ વધીને રૃા. ૪૭૦.૨૫, ડાબર ઇન્ડિયા રૃા. ૧.૭૫ વધીને રૃા. ૧૨૦.૯૫ રહ્યા હતાં.
સારા પરિણામે સેન્ચુરી ટેક્સટાઇલ રૃા. ૧૮ ઉછળ્યો ઃ આરઇસી, ગોદરેજ, પાવર ફાઇનાન્સ વધ્યા
સેન્ચુરી ટેક્સટાઇલ સારા પરિણામે રૃા. ૧૭.૫૦ ઉછળીને રૃા. ૩૦૭.૭૫, આરઇસી રૃા. ૧૦.૮૫ ઉછળીને રૃા. ૧૯૮.૯૦, ગોદરેજ ઇન્ડસ્ટ્રી રૃા. ૯.૩૦ વધીને રૃા. ૨૪૭.૧૫, પાવર ફાઇનાન્સ રૃા. ૬.૨૫ વધીને રૃા. ૧૭૯.૫૦, ગુજરાત ફ્લોરોકેમ રૃા. ૧૩.૫૦ વધીને રૃા. ૩૬૦.૭૫, ડીશ ટીવી ઇન્ડિયા રૃા. ૨.૩૦ વધીને રૃા. ૭૧.૬૫, સન ટીવી નેટવર્ક રૃા. ૮.૧૫ વધીને રૃા. ૨૭૨.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૦.૨૫ વધીને રૃા. ૬૮૮ રહ્યા હતાં.
માર્કેટબ્રેડથ પોઝિટીવ ઃ ૧૭૨૩ શેરો વધ્યા ઃ ૨૩૩ શેરોમાં તેજીની ઉપલી સર્કિટ
સ્મોલ-મિડ કેપ, 'એ' ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણે આજે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૫૬ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૭૨૩ અને ઘટનારની ૧૧૦૫ રહી હતી. ૨૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની નીચલી સર્કિટ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved