Last Update : 02-August-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨-૦૮-૨૦૧૨, ગુરૂવાર
શ્રાવણ સુદ પૂનમ - રક્ષાબંધન, બળેવ, શ્રાવણી.
સૂર્ય આશ્વ્લેષામાં - વાહન મોર, વરસાદ થાય!
શેર બજારમાં તેજી! અનાજના ભાવ વધે!

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૦ મિ. (સૂ) ૭ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૦૫ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શ્રવણ રાત્રે ૯ ક. ૧૬ મિ. સુધી પછી ઘનિષ્ઠા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મકર
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષાૠતુ રા.દિ.શ્રા./૧૧
માસ-તિથિ-વાર ઃ શ્રાવણ સુદ પૂનમને ગુરુવાર.
- રક્ષાબંધન, બળેવ, શ્રાવણી. અમરનાથ યાત્રા, કોકીલાવ્રત. ઈષ્ટિ.
- સૂર્ય આશ્વ્લેષામાં રાત્રે ૮ ક. ૧૯ મિ.થી વાહન મોરનું છે.
- રસ કસ, ઘી મોંઘા?
- ઘઉં, ચણા, અળસી, તેલ, તિલ, ગોળના ભાવ વધે?
- શેરબજારમાં તેજી?
- પૂર્વ અને ઉત્તર દિશામાં કુદરતી આપત્તિ, લોકોને કષ્ટપીડા.
- આજે રાત્રે ૯ ક. ૧૬ મિ. સુધીમાં વરસાદ થાય તો સુર્ભિક્ષ. પૃથ્વી પર અનાજ ઘણું થાય. સંઘ્યા સમયે ચંદ્ર વાહનથી ઢંકાયેલ હોય તો વરસાદ વધારે થાય.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેંર્દામંદ માસનો ૨૦ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ રક્ષાબંધન, શ્રાવણી પર્વ આનંદમાં પસાર થાય. બહાર જવાનું થાય. પુત્ર પૌત્રાદિક, પરિવારના કામની વ્યસ્તતા રહે.

 

વૃષભ ઃ આપના આનંદ ઉત્સાહમાં વધારો થાય. વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામ અંગે ખર્ચ થાય. બહાર જવાનું થાય.

 

મિથુન ઃ રક્ષાબંધનના પર્વે ખાવાપીવામાં, હરવા ફરવામાં ઘ્યાન રાખવું પડે. હરો ફરો કામકાજ કરો પરંતુ આંતરિક મનોવ્યથા ઉચાટ રહે.

 

કર્ક ઃ આપના ઘર પરિવારના કામમાં સાનુકૂળતા રહે. દેશ, પરદેશના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો થાય.

 

સંિહ ઃ આપના રોજીંદા કામ સિવાય અન્ય કામની વ્યસ્તતા, ચંિતા ખર્ચ, દોડધામ અનુભવાય. શારીરિક માનસિક શ્રમ થાક જણાય.

 

કન્યા ઃ રક્ષાબંધન-શ્રાવણી પર્વ પરિવારના કામની વ્યસ્તતાનું રહે. આનંદ રહે પરંતુ સાંજના સમયે શ્રમ-થાક અનુભવાય.

 

તુલા ઃ વ્યવહારિક, સામાજીક જવાબદારીમાં, કામગીરીમાં કે વાતચીતમાં તમારે જાગૃતિ, સાવધાની રાખવી પડે.

 

વૃશ્ચિક ઃ રક્ષાબંધન, શ્રાવણી પર્વ ધર્મકાર્ય-યાત્રા પ્રવાસ, મુલાકાતથી આનંદનું રહે. સીઝનલ ધંધો, આવક થાય.

 

ધન ઃ આપના નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. આનંદ રહે. નોકરી-ધંધાના કામ, સીઝનલ ધંધો, સાનુકૂળ રહે.

 

મકર ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા, આનંદ રહે. સગા સંબંધી-મિત્રવર્ગથી, ધર્મકાર્ય, શુભકાર્ય, પુત્ર પૌત્રાદિકથી ખર્ચ થાય.

 

કુંભ ઃ વધારાના ખર્ચ છતાં તમારો વ્યવહાર સચવાઈ રહે. ખાવા પીવામાં તેમજ પૈસા, પાકીટ, મોબાઈલનું ઘ્યાન રાખવું.

 

મીન ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. વ્યસ્તતામાં વધારો થાય પરંતુ આનંદમાં રહો. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨-૦૮-૨૦૧૨, ગુરૂવાર

 

જેમની જન્મકુંડલીમાં જન્મના ગ્રહ બળવાન હશે તેમને આજથી શરૂ થઈ રહેલું જન્મવર્ષ હવે પછીની જીંદગી માટે ઉત્તરોત્તર પ્રગતિ, સફળતાનું રહે. જીંદગીનો એક નવો તબક્કો સન્માનનીય શરૂ થાય.

 

* નોકરી ધંધાની રૂકાવટ-ચંિતા દૂર થાય. જેમને નોકરી ન હોય, આવક ન હોય તેમને નોકરી મળે, આવકની શરૂઆત થાય. ધંધો ભાગીદારીમાં હોય તો સ્વતંત્ર ધંધાની શરૂઆત થાય અને તેમાં તમે પ્રગતિની શરૂઆત કરી શકો.

 

* આ વર્ષમાં પુત્ર પૌત્રાદિક, ભાઈબહેનના વિવાહ-લગ્ન, વિદ્યાભણતર, નોકરી ધંધાનો પ્રશ્ન ઉકેલાય, ધર્મકાર્ય-શુભકાર્ય-વ્યવહારિક સામાજીક પ્રસંગ ઉકેલાય.

 

* સ્ત્રી વર્ગને વર્ષ હૃદય-મનની પ્રસન્નતાનું રહે. પતિ-સંતાન સુખની પ્રાપ્તિ-પ્રગતિથી આનંદ રહે.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવા માટેની સારી તક પ્રાપ્ત થાય. મહેનત કરેલી સાર્થક થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન, લલ્લુ અને મગન બગીચામાં બેઠા બેઠા ગપ્પા મારી રહ્યા હતા કે તેઓ મર્યા પછી ક્યા સ્મશાનમાં બળવાનું પસંદ કરશે.
છગન બોલ્યો, ‘મને રાજેશખન્નાને જે સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો ત્યાં મને પણ અગ્નિદાહ આપવામાં આવે તો વઘુ ગમશે.’
‘મને દારાસંિહને જ્યાં અગ્નિદાહ આપેલો ત્યાં જ આપવામાં આવે એવું ઇચ્છું છું.’ મગન બોલ્યો, ‘અને તું શું ઇચ્છે છે, લલ્લુ?’
‘હું તો ઇચ્છું છું કે વિદ્યાબાલનને જ્યાં આપે ત્યાં મને પણ અગ્નિદાહ આપે લલ્લુ બોલ્યો.’
‘પણ એ તો હજી જીવે છે.’ છગને કહ્યું.
‘તો હું ક્યાં મરી ગયો છું? હું ય જીવું છું.’ લલ્લુએ કહ્યું.

[Top]
 

આજ ની રેસીપી

પૌષ્ટિક મકાઈની મજેદાર વાનગીઓ

મકાઈનાં વડાં

 

 

સામગ્રી ઃ ..૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણા, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલ , મીઠું સ્વાદ મુજબ

 

રીત ઃ ૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણાને કરકરા દળાવવા, તેમાં મીઠું, મરચું, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલનું મોેણ નાંખી, છાસથી ખીરુ બાંધવું. ચાર કલાક રહેવા દઈ પછી તેમાં એક ચમચો ગરમ તેલ નાંખી પાટલા ઉપર ભીનો રૂમાલ પાથરી વડાં થાપી, તળી ે લેવા.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved