Last Update : 01-August-2012, Wednesday

 

ઓલિમ્પિક્સ અને આઇપીએલ... કયું સારું ?

- મન્નુ શેખચલ્લી
ઓલિમ્પિક્સની ગેઇમ્સ ચાલુ થઈ ગઈ છે. બીજી બાજુ શ્રીલંકામાં ઇન્ડિયાની ક્રિકેટ સિરીઝ પણ ચાલી રહી છે. તમને શેમાં વધારે રસ પડે છે ?
ખરેખર તો ઓલિમ્પિક્સ અને ક્રિકેટની સરખામણી કરવા જેવી છે...
* * *
ઓલિમ્પિક્નું ઉદ્ધાટન થાય એની પહેલા અમુક ફેમસ લોકો હાથમાં મશાલ લઈને ટીવીમાં ‘ભાવ ખાવા’ દેખાવા માટે દોડતા થઈ જાય છે !
પણ આઇપીએલનું ઉદ્ધાટન થાય એ પહેલાં ક્રિકેટરોની હરાજીના કરોડોમાં ‘ભાવ’ બોલાય છે !
* * *
ઓલિમ્પિક્સ આવે એટલે ટુંકી ચડ્ડી પહેરેલા એવા એવા સ્પોર્ટ્‌સમેનોના ફોટા છપાવા લાગે છે કે જેને આપમે કદી જોયા જ નથી ! (છતાં એ બધા ફેમસ કહેવાતા હોય છે !)
એ જ રીતે આઇપીએલ વખતે પણ એવા એવા આલતુ ફાલતુ ક્રિકેટરોના નામો સંભળાવા લાગે છે જેને આપણે કદી ગિલ્લીદંડા રમતા બી નથી જોયા હોતા !
* * *
ઓલિમ્પિકના ઉદ્ધાટન વખતે ગ્રાઉન્ડ ઉપર એટલા બધા ખેલાડીઓ આવી જાય છે કે પછી ત્યાં ઉભા રહેવાની યે જગા હોતી નથી. એટલું જ નહિ એ તમામ ખેલાડીઓ ઓડિયન્સ સામે જોઈને એવી રીતે હાથ હલાવતા હોય છે કે જાણે પોતે બહુ મોટી ‘વર્લ્ડ ફેમસ’ હસ્તીઓ હોય !
આઇપીએલ વખતે પણ શાહરુખ, સુનિલ શેટ્ટી અને અનુ મલિક જેવી ફિલ્મી હસ્તીઓ એમ સમજીને હાથ હલાવ્યા કરે છે કે જાણે આખું સ્ટેડિયમ એમને જ જોવા માટે આવ્યું હોય !
* * *
ઓલિમ્પિક વખતે પાના ભરી ભરીને એવા એવા રેકોર્ડો છપાયા છે કે જે થયા ક્યારે એની આપણને ખબર નથી હોતી અને તૂટે તો ય આપણને કશું ફેર પડતો નથી !
- આપણું ઘ્યાન તો ફક્ત એમાં જ હોય છે કે, ‘ભઈ, ઇન્ડિયાને એકાદ મેડલ બેડલ મળ્યોે કે નહિ ?’
આઇપીએલ વખતે બી સત્તર જાતના જુાના નવા રેકોર્ડ છપાય છે પણ આપણું ઘ્યન એમાં જ હોય છે કે ‘સહવાગે કેટલા કર્યા ?’ ‘સચિનનો કોઈ નવો રેકોર્ડ થયો ખરો ?’
અને ઓલિમ્પિક પતી જાય પછી કોઈ એમ પૂછતું નથી કે, ‘આ બધા ઉંચા કૂદકા, લાબી દોડ, રકાબી ફેંક અને વાંસડા ફેંક જેવી ફાલતુ ગેઇમો પાછળ અબજો ડોલરનો ખર્ચો કેમ કરો છો, ભાઈ ?’
પણ આઇપીએલ પતે કે તરત બધા ચાલુ પડી જશે ઃ ‘બોલો, અહીં લોકોને બે ટંક ખાવા નથી મળતું, છતાં આઇપીએલ પાછળ કરોડોના ઘુમાડા થાય છે !’
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved