Last Update : 01-August-2012, Wednesday

 

ચિંતાનો વરસાદ

સાવન બીતા જાય- એવી ફિલ્મી ગીતની પંક્તિ હવે સંગીતનો આનંદ નહીં, પણ ચંિતાના સૂર પેદા કરે એવો માહોલ આ ચોમાસે સર્જાયો. સામાન્ય રીતે જૂનથી કેરળમાં બેસી જતું ચોમાસું જુલાઇ સુધીમાં આખા દેશમાં જામી જતું હોય છે, પરંતુ આ વખતે આખો જુલાઇ ઘેરાયેલાં અને વિખરાતાં, રોજ આશા જગાડીને રોજ નિરાશ કરતાં વાદળો જોવામાં જ વીતી ગયો. એકાદ-બે વાર છૂટોછવાયો પડીને અટકી ગયેલો વરસાદ શરૂઆતમાં બાહ્ય ઉકળાટ અને પછી બહારના ઉકળાટ કરતાં પણ વધારે ભીતરી ઉકળાટ પેદા કરનારો બન્યો. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ- આ બધાં રાજ્યોમાં હાલત કફોડી બની.
ચોમાસાની શરૂઆત પહેલાં હવામાન ખાતાના વૈવિઘ્યપૂર્ણ વર્તારા આવતા હતા. અલ નીનો પરિબળને લીધે ચોમાસાનો ઉત્તરાર્ધ બગડે એવું ચોમાસું શરૂ થતાં પહેલાં કહેવાતું હતું, પણ વરસાદની આગાહી બાબતે ભારતીય હવામાન ખાતું હજુ ઘણું પાછળ છે. તે સચોટ આગાહી કરી શકતું નથી. એક વાત જો કે એવી પણ છે કે ઘણી વાર હવામાનશાસ્ત્રીઓ પાસે સાચી આગાહી અને સારી આગાહી, એમ બે વિકલ્પ રહે છે. ચોમાસું સારું ન જાય એવી બધી એંધાણી હોય તો પણ તેના સંભવિત રાજકીય પડઘાને ઘ્યાનમાં રાખીને, સૌ સારું હોવાની વાતો જ વહેતી કરવામાં આવે છે.
વરસાદ ખેંચાઇ જવાની સીધી અસર અનાજ અને ચીજવસ્તુઓના ભાવો પર પડવા લાગી છે. ફક્ત જુલાઇ મહિનાના ભાવોની સરખામણી કરીએ તો પણ જુલાઇના બીજા સપ્તાહમાં જે ભાવો હતા તેના કરતાં ચોથા સપ્તાહના ભાવોમાં ૮ થી ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. તુવેરદાળના ભાવમાં ૬.૬ ટકા, ચણાની દાળના ભાવમાં ૧૩.૮ ટકાનો વધારો, ચોખાની અમુક જાતના ભાવમાં ૧૮.૫ ટકાનો વધારો કે ઘઉંના ભાવમાં ૧૨.૫ ટકાનો વધારો ચંિતા પ્રેરે એ સ્વાભાવિક છે.
કારણ કે આ ભાવવધારો સીધો સામાન્ય માણસને સ્પર્શે છે- ફક્ત સ્પર્શતો જ નથી, દઝાડે પણ છે. બટાટા જેવા બટાટાના ભાવમાં ૧૦ ટકાનો અને ખાંડના ભાવમાં લગભગ ૮ ટકાનો ઉછાળો આવ્યો છે, એ જોતાં વરસાદ હજુ ખેંચાય તો સ્થિતિ કેવી થશે, એની કલ્પના કરવાની રહે છે.
દુષ્કાળની સ્થિતિ ઘ્યાનમાં રાખીને ભારત સરકારના કૃષિ મંત્રાલયે નિકાસ પર દેખરેખ રાખવાનું શરૂ કર્યું છે, જેથી નિકાસના ચક્કરમાં ઘરઆંગણે અછત પેદા ન થાય. ખાંડ, બટાટા, ડુંગળી જેવી ચીજોની નિકાસ ટૂંક સમયમાં બંધ થઇ જાય એવી પૂરી સંભાવના છે. ચોમાસું ખેંચાઇ જતાં ખરીફ પાક પર ભારે અસર પડી છે.
વાવણી લંબાઇ ગઇ છે. સામાન્ય રીતે કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવા આડે કશાં બંધનો નથી હોતાં. કેમ કે તેમનો સમાવેશ ઓપન જનરલ લાયસન્સમાં થઇ જાય છે. પરંતુ ચોમાસાની હાલત કથળેલી રહે તો એ નીતિમાં પણ પરિવર્તન આવી શકે છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં લેવાતો ડુંગળીનો પાક વરસાદના અને સંિચાઇની સુવિધાઓના અભાવે શક્ય બન્યો નથી. એટલે દેશમાં નવેમ્બર ૨૦૧૨ સુધી ચાલે એટલો ડુંગળીનો જથ્થો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
કૃષિ મંત્રી શરદ પવારે ગયા સપ્તાહે રાજકારણની શતરંજ ખેલવામાંથી ઊંચા આવ્યા છે. યુપીએ સરકાર સાથે ઘણી બાબતોએ વાંકું પાડીને શરદ પવારે કૃષિ મંત્રાલયની ઓફિસે જવાનું જ બંધ કરી દીઘું હતું. વડાપ્રધાને એ હવાલો સંભાળીને મંત્રાલયના અફસરોને જવાબદારી સોંપવી પડી હતી. શરદ પવારનાં તેવર એવાં હતાં કે તેમણે સરકારી વાહન વાપરવાનું પણ છોડી દીઘુ ંહતું અને એ સરકાર આજ છોડે કે કાલે, એવાં વાદળ ઘેરાયાં હતાં. પરંતુ એ વાદળ પણ વરસ્યાં નથી. એટલે હવે શરદ પવાર કૃષિ મંત્રી તરીકેની જવાબદારી માટે સજ્જ થઇ રહ્યા છે. આ માસના પહેલા સપ્તાહમાં વરસાદના અભાવથી ગ્રસ્ત એવાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનની મુલાકાત લઇને તે અનાજના જથ્થાની સ્થિતિ વિશે જાતમાહિતી મેળવવાના છે. પંજાબ અને હરિયાણાની સ્થિતિ પણ ઓછી ચંિતાજનક નથી. આર્થિક મંદી અને ધીમી પડેલી આર્થિક પ્રગતિના સમયમાં ખેંચાયેલો વરસાદ દુષ્કાળમાં અધિક માસની કહેણી ચરિતાર્થ કરી રહ્યો છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved