Last Update : 01-August-2012, Wednesday

 

આ પૂરતો વહિવટ અને ધેલી શ્રઘ્ધા
અમરનાથને અમરધામ બનતું અટકાવો ઃ ૧૦૦ મૃત્યુ

 

- દર્શનમાં લાઈનની સિસ્ટમ વીલન બની હતી, વઘુ સવલતોની માંગ

 

૧૫ જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા આવતી કાલે બીજી ઓગષ્ટે પુરી થઈ રહી છે. ૨૦૧૨ની અમરનાથ યાત્રા દરમ્યાન ૧૦૦ થી વધુ શ્રઘ્ધાળુઓનાં મૃત્યુ થયાં છે. કેટલાક સમાચાર માઘ્યમો લખે છે કે અમરનાથ યાત્રાએ ૧૦૦નો ભોગ લીધો જ્યારે કેટલાક લખે છે કે ૧૦૦ લોકો અમરધામ પામ્યા છે. પરંતુ હકીકત તો એ છે કે જમ્મુ-કાશ્મીરની સરકારના અપૂરતા વહિવટનો ભોગ આ ૧૦૦ લોકો બન્યા છે. એક તરફ વિરોધ પક્ષ ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો અમરનાથ યાત્રાનો સમય લંબાવવા માગતી હતી તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે અમરનાથ યાત્રામાં મૃત્યુ પામતા લોકો અંગે ચંિતા વ્યક્ત કરીને ઉચ્ચસ્તરીય કમિટી નીમીને તપાસ અહેવાલ રજુ કરવા કહ્યું છે.
અમરનાથ યાત્રામાં શ્રઘ્ધાળુઓ મોતને ભેટે છે તે કંઈ નવી વાત નથી કેમ કે ૨૦૧૧માં ૧૦૭ શ્રઘ્ધાળુઓના મોત થયા હતા. અમરનાથ યાત્રા કઠીન છે. હવે તો કંઈક સવલતો ઉપલબ્ધ કરાઈ છે. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે અમરનાથ યાત્રા શરૂ કરાઈ ત્યારે કોઈ સવલતો નહોતી. યાત્રાના માર્ગ પર નહોતું જમવાનું મળથું કે નહોતી રહેવાની સવલત !! ત્યારે અમરનાથ યાત્રાએ જનારા તેમના કુટુંબને છેલ્લા જયશ્રી કૃષ્ણ કરીને નીકળતા હતા. કોમ્યુનિકેશનની કોઈ સવલતો નહોતી. મોબાઈલ સિસ્ટમ નહોતી. પહેલ ગામથી છેલ્લો ફોન થતો હતો પછી યાત્રા પૂરી થયા બાદ મેસેજ અપાતા હતા.
૨૦૧૨ની અમરનાથ યાત્રા શરૂ થવાની પૂર્વે સંઘ્યાએ એટલે કે ૧૪ જુલાઈએ જમ્મુ-કાશ્મીર હાઈવે પર થયેલા અકસ્માતમાં ૧૫ પ્રવાસીઓ માર્યા ગયા હતા. તે બધા અમરનાથ યાત્રા માટે આવતા હતા. ૨૦૧૨ની યાત્રાની સદ્‌નસીબી એ હતી કે ત્રાસવાદી હુમલાનો કોઈ ડર નહોતો. પરંતુ હવામાન વિલન બન્યુ હતું. સખત વરસાદ અને બર્ફીલા હવામાને યાત્રિકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી હતી.
હકીકતે અમરનાથ યાત્રામાં થતા મોત પાછળ સરકારી ગેરવહીવટ અને લોકોની ધેલી શ્રઘ્ધા પણ જવાબદાર છે એમ કહી શકાય.
૨૦૧૨ની યાત્રામાં સરકારી સવલતો ઘણી હતી, ગુફાના મંદિરમાં દર્શન માટે લાઈનનું આયોજન કરાયું હતું. ધક્કા-મુક્કી ના થાય તેવો સારો આશય હતો પરંતુ આક્ષેપ એવો થઈ રહ્યો છે કે આ લાઈનોએ શ્રઘ્ધાળુઓને અકળાવી માર્યા હતા. ૧૧ હજાર ફુટ ઊંચે આવેલી ગુફા, વરસાદ અને બર્ફીલું હવામાન વચ્ચે શ્રઘ્ધાળુઓ લાંબી લાઈનમાં ઊભા રહીને બિમાર પડી જતા હતા. અમરનાથ યાત્રાના આયોજકો પર સીધો જ આક્ષેપ થતો હતો કે ગુફાના દ્વારે લાઈનોના કારણે ઘણાં બિમાર પડી ગયા હતા. જેમનાથી બહુ સહન ના થયું તેમના હૃદય બેસી ગયા હતા.
અમરનાથ યાત્રાનું કુલ અંતર ૪૦-૪૨ કિ.મી. જેટલું છે. આ અંતર ૧૧ હજાર ફુટની ઉંચાઈ તરફ હોય છે. અમદાવાદથી ડાકોર પદયાત્રાએ જનારા માટે આ અંતર અમદાવાદથી મહુધા જેટલું થયું જે ડામર રોડ છે. અનુભવીઓ આ અંતર દશ ખલાકમાં કાપી શકે છે. આ અંતર સીઘું હોય છે જ્યારે અમરનાથ યાત્રાનો માર્ગ કાચા ચઢાણવાળો છે. જેમ જેમ ઉપર જઈએ એમ એમ હવા પાતળી થતી જાય છે. હૃદયરોગની અસરવાળા તે સહન કરી શકતા નથી. જેમને પોતાના બિમાર હૃદયની ખબર નથી તેને છાતીમાં અચાનક દુઃખાવો ઉપડે છે અને તે બિમાર પડી જાય છે.
અમરનાથ યાત્રાના માર્ગ પર કોઈ ભૂખે રહે એમ નથી. ગુજરાત સહિતના સેવાભાવીઓ અહીં પંડાલ-ભંડારા નાખીને રહે છે. શ્રઘ્ધાળુઓને તે ગરમા-ગરમ શીરો અને પુલાવ પીસરે છે. રહેવા-આરામ કરવા માટે મોટા ટેન્ટ પણ હોય છે. જયબાબા અમરનાથના નારા સાથે શ્રઘ્ધાળુઓ ૪૨ કિ.મી. કાપતા જાય છે. હવામાન સૂકું હોય તો શ્રઘ્ધાળુઓને રાહત રહે છે પરંતુ વરસાદ અને બરફનો સામનો કરવો મુશ્કેલ બને છે.
રસ્તા ચીકણા થતા લોકો ઉંડી ખીણમાં પડી જતા મોતને ભેટે છે. વર્તમાન રથયાત્રામાં બટાલાથી ૧૬ કિ.મી.ના અંતરે ૫૦ વર્ષના પ્રેમચંદ પર ઉપર પહાડ પરથી પથ્થર એટલો જોરથી પડ્યો કે તેમનું સ્થળ પર મૃત્યુ થયું હતું. અમરનાથ યાત્રાના માર્ગ પર મેડીકલ ફેસીલીટી ત્રણ ગણી વધારવાની જરૂર છે. અને યાત્રા શરૂ થતા પહેલાં જ હૃદયરોગના દર્દીઓને ઉપર ચઢતા અટકાવવા જોઈએ. ઘણાં ખુલ્લા પગે ચઢે છે તો ઘણાં ઘોડાનો ઉપયોગ કરે છે. યાત્રા પરના સાંકડા માર્ગ જોખમી હોય છે. ઘણાંને ખીણ જોઈને ચક્કર આવે છે.
જેમનામાં ડગુમગુ શ્રઘ્ધા હોય છે તે કહે છે કે ભગવાન રસ્તામાં બચાવવા શા માટે ના આવે ? જ્યારે શ્રઘ્ધાળુઓ માને છે કે ભગવાનને ગમ્યું તે ખરું પરંતુ આવી રીતે ૧૦૦ થી વઘુ લોકોના જાન જાય તે ચલાવી શકાય નહીં. સરકારે મૃત્યુ આંક ઘટે તે માટે શ્રેણીબઘ્ધ પગલાં લેવાની જરૂર છે. અમરનાથ અંતિમ યાત્રાના બદલે શ્રઘ્ધા વધારતી યાત્રા બની રહે તે જરૂરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 

 

 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved