Last Update : 01-August-2012, Wednesday

 
દિલ્હીની વાત
 
સલૂન કાર મોંઘા ખર્ચા...
નવી દિલ્હી, તા.૩૧
સલૂન કાર માટે રાષ્ટ્રપતિ અને રેલવે પ્રધાન માન્ય હોદ્દાઓ છે. પરંતુ છેલ્લા બે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ અને એપીજે અબ્દુલ કલામ, છેલ્લા બે રેલવે પ્રધાનો મમતા બેનરજી અને દિનેશ ત્રિવેદી તેમજ હાલના રેલવે પ્રધાન મુકુલરોયને પણ સલૂન કારમાં કોઇ રસ નથી. હવે રેલવે મંત્રાલયમાં એ પ્રશ્ન પૂછાઇ રહ્યો છે કે, શું નવા રાષ્ટ્રપતિ સલૂન કારનો ઉપયોગ કરશે ખરા?! અહીં એ ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ તો ખર્ચામાં કાપ મુકવા શરૃઆતથી જ જણાવી દીધું છે. બીજી તરફ સલૂન કારની કિંમત ૩ કરોડ રૃપિયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૯૫૬માં રાષ્ટ્રપતિ માટે બનાવેલી સલૂન કાર કામ વિનાની પડી છે. તેનું રીપેરીંગ શક્ય નથી એવું ૨૦૦૬માં કહી દેવાયું છે. રેલવે નવી કાર બનાવવા માગતી હતી પરંતુ તે વાત આગળ એટલા માટે નહોતી વધી કે પ્રતિભા પાટીલ ડો. કલામ ટ્રેનમાં પ્રવાસ નહોતા કરતા.
લાલુએ ૩૬૯ વાર સલૂન કાર વાપરી
રેલવે ભવનના સૂત્રો કહે છે કે રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે પ્રધાન હતા ત્યારે સલૂન કાર વાપરવાનો વિક્રમ કર્યો હતો. તેમણે ૩૬૯ વાર સલૂન કાર મારફતે પ્રવાસ કર્યો હતો. તેમની મોટા ભાગની મુસાફરી તેમના વતન બિહાર માટે હતી. જોકે લાલુએ પુરી, જમ્મુ, લુધિયાણા અને વારાણસીનો પ્રવાસ પણ કર્યો હતો.
વિદેશ પ્રવાસની લ્હાયમાં દેશને નુકસાન
આરટીઆઇ દ્વારા મળેલી માહિતી એમ સૂચવે છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન આયોજન પંચના સભ્યોએ ૬૦ વિદેશ પ્રવાસ કર્યા હતા અને ૨૪૫ દિવસ વિદેશમાં રહ્યા હતા. કેટલાક સભ્યોએ તો પ્રવાસ બાબતે નાયબ અધ્યક્ષ મોન્ટોકસિંહને પણ પાછા પાડી દીધા હતા. સાયદા હમીદ અને માહીર શાહ વિદેશ પ્રવાસ કરનારાઓમાં ટોપ પર હતા. જેમણે અનુક્રમે ૪૭ અને ૪૦ દિવસ વિદેશમાં ગાળ્યા હતા. તેમણે જે દેશોનો પ્રવાસ કર્યો તેમાં યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ચીનનો સમાવેશ થાય છે. તેમની ગેરહાજરીની અસર એ પડી કે ૧લી એપ્રિલે પુરો થનાર પંચવર્ષિય યોજનાનો પ્લાન મોડો પડયો છે.
મોદીની પ્રશંસા કરનાર સામે પગલામાં અવઢવ
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરનાર કોંગ્રેસના સાંસદ વિજય ડર્ડા સામે કોંગ્રેસનું મોવડીમંડળ પગલા લેશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતાના સિગ્નલ મળતા નથી. વિજય ડર્ડાએ અખબારના ગૃપ અને ટીવી ચેનલના બોસ છે. ડર્ડાએ મોદીના વખાણ જે સમયે કર્યા છે તેનાથી પક્ષ નારાજ છે. પક્ષ માને છે કે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ડર્ડા સામેના પગલા પક્ષની નેતાગીરીમાં ખોટા સિગ્નલ મોકલશે. પક્ષનું મોવડી મંડળ નેતા મોહન પ્રકાશના રીપોર્ટની રાહ જુવે છે જે મહારાષ્ટ્રના ઇનચાર્જ છે અને ડર્ડાના રાજ્યના છે. આ રીપોર્ટ બાદ એકશન લેવા વિચારાશે.
રાજ્યકક્ષાના પ્રધાનોની મીઠી મૂંઝવણ
રાજ્યકક્ષાના પ્રધાનોની ખૂબ જાણીતી ફરિયાદ એ છે કે કેબિનેટ પ્રધાનો જ્યારે પત્રકાર પરિષદ યોજે છે ત્યારે સમાચાર માધ્યમોના પ્રશ્નોના ઉત્તર સાથે તેમને આપવા દેવાતા નથી.આ પ્રધાનો હાજર હોવા છતાં ફોકસ માત્ર કેબીનેટ પ્રધાનો પર રહે છે. છેલ્લી બે ઘટનાઓમાં તેમની નારાજગી દેખાઇ છે. જ્યારે વડાપ્રધાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ માટે ભોજન સમારંભ યોજ્યો ત્યારે તેમને આમંત્રણ નહોતું અપાયું. જ્યારે રાષ્ટ્રપતિ ભવન ખાતેના ફેરવેલ સમારંભમાં તેમને આમંત્રણ અપાયું પરંતુ તેમના પત્નીને આમંત્રણ નહોતું અપાયું જ્યારે કેબિનેટ પ્રધાનો જીવનસાથી સાથે આવ્યા હતા.
નવ નંબર, સોનખરે...
તાજેતરમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થયેલું સમાધાન કેટલું લાંબુ ચાલશે તે કહેવુ મુશ્કેલ છે પરંતુ કોંગ્રેસના વર્તુળોમાં એનસીપીના નેતાઓ અંગે ટૂચકો વહેતો થયો છે... ''નવ નંબર, સો નખરે'' ... (એનસીપીના ૯ સાંસદો છે છતાં ૧૦૦ નાટક કરે છે)
- ઇન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved