Last Update : 01-August-2012, Wednesday

 

પશ્યાતાપ કરતો મનવો ઘ્યાન ધરીને ટેકરી પર બેસી ગયો !
ઈમાન એ જ અંતે તો ઈન્સાનની દોલત છે, શેઠ !

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ
આજની વાત
બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ ઃ જહાંપનાહ મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેકારી, જનહિતનાં પ્રશ્નોને બદલે કોંગ્રેસને સૌથી વઘુ ફિકર બીજી બાબતની છે.
બાદશાહ ઃ કઈ ?
બીરબલ ઃ જહાંપનાહ, દસ વર્ષથી રાજનીતિમાં ભાગ લેતા રાહુલ ગાંધીને કઈ નવી જવાબદારી સોંપવી !

 

મેવાડની હરિયાળી ભૂમિ પર, અરવલ્લીની આભ ઊંચી ગિરિમાળાઓની બાજુમાં મનવા ભાણની નાનીશી ટેકરી અદના વૈભવથી જુદી તરી આવે છે. મનવો ભાણ મેવાડનો જાણીતો બહુરૂપી ! સાત પેઢીથી આ વિદ્યા ઊતરી એટલે મનવો જે વેશ લે, તેની એવી આબાદ નકલ કરે કે અસલને લોકો ભૂલી જાય.
એક વાર મનવો બહુરૂપી ફરતો ફરતો શહેરમાં આવી પહોંચ્યો. આ શહેરમાં નથમલજી ગુલેચ્છાં ને બીજા શેઠ નૂરઅલી નામના શેઠ સર્વત્ર જાણીતા હતા. નથમલજી અને નૂરઅલી શેઠ વચ્ચે ગાઢ પ્રીત હતી. બંને મિત્રોને દિવસમાં એક વાર મળ્યા વગર ન ચાલે, અને તહેવાર-પર્વમાં એકબીજાની દિલ્લગી કર્યા વિના ચેન ન પડે ! બંનેની હવેલીઓ વચ્ચે પણ બહુ અંતર ન હતું. મનવો આ શહેરમાં અરબ સોદાગરનો વેશ લઈને આવ્યો. કોઈ રંગબેરંગી માળાઓ, મશરૂદાર રૂમાલો, પેશાવરની હીંગ અને બસરાનાં મોતી એ એના ચામડાના ભારે પાકીટમાં ભરીને લાવ્યો.
સવારના પહોરમાં એ નથમલ શેઠની હવેલીએ જઈ ઊભો રહ્યો. એણે એવી છટાથી વાત કરી કે શેઠ અંજાઈ ગયા. એમણે એને અંદર બોલાવ્યો ગાલીચા પર બેસાડ્યો. વેપાર-વણજની વાત કરી. મનવાએ છેવટે સોદો નક્કી કરવા કાલ ફજરમાં આવીશ, એમ કહી વિદાય લીધી.
શેઠ તો, ‘પધારજો, સોદાગરજી, સલામ માલેકુમ !’ કરવા લાગ્યા. ત્યાં મનવી બહુરૂપીએ પીઠ ફેરવીને શેઠને સલામ કરતાં કહ્યું, ‘શેઠજી ! હું તો બહુરૂપીઓ મનવો ભાણ છું. કળા બતાવીને કમાવા આવ્યો છું.’
નથમલજી શેઠ તો મનવા ભાણનો વેશ અને કળા જોઈને ખુશખુશ થઈ ગયા, પણ તરત એમના મગજમાં એક તોફાની તુક્કો ઊઠ્યો. એમણે મનવાને પાસે બોલાવ્યો ને કાનમાં કહ્યું, ‘આજનું ઈનામ તો આપું છું, પણ જો તું એક વાર નૂરઅલી શેઠને બનાવીશ તો મોં માગ્યું ઈનામ આપીશ.’
મનવો અરબ સોદાગર બનીને આવ્યો. નૂરઅલી શેઠ મનવાને માનપૂર્વક પોતાના દીવાનખંડમાં લઈ ગયા, મખમલી ગાદી પર એને બેસાડ્યો અને અનારના શરબતનો જામ ભરીને આગળ ધર્યો. મનવો જામ ગટગટાવી ગયો પછી નૂરઅલી શેઠે હુક્કો ભરીને સામે મૂક્યો. મનવાએ કહ્યું, ‘મેં મક્કામદીનાની હજ કરી છે, દીનદાર મુસલમાન માટે એની સદંતર મના છે ! ઈમાન જ ઈન્સાનની દોલત છે. શેઠસાહેબ !’
નૂરઅલી શેઠ આ અલ્લાહના ફરિસ્તા જેવા વેપારી પર આફરીન પોકારી ગયા. શાબાશ ! વેપારની સાથે સાથે ધર્મ પણ કેવો પાળે છે ! નૂરઅલી શેઠે જમવા માટે આગ્રહ કર્યો, ત્યારે એણે કહ્યું, ‘મારો પડાવ દૂર છે. ત્રણ ઊંટ, બે ઘોડા ને ચાર ગુમાસ્તા સાથે છે. ખુદાતાલાએ ચાહ્યું તો આવતીકાલે જરૂર આપનો મહેમાન થઈશ !’
સોદાગરની જીભ અમી વરસાવતી હતી. એક એક અલ્ફાઝ (શબ્દ) એની જબાન પર આવીને સાચું મોતી બની જતો હતો. નૂરઅલી શેઠ જાતે એને શેરી સુધી વળાવવા ગયા. બીજા દિવસે નૂરઅલી શેઠની ઈંતેજારી અબજ હતી. મહેમાનગતિ માટેની એમની સજાવટ પણ અજબ હતી. ઘરમાં ભાતભાતની વાનીઓ તૈયાર થઈ રહી હતી. ચોખ્ખા ઘીની અને કેસર-જાયફળની સુગંધથી આખો મહોલ્લો મહેંકી ઊઠ્યો હતો. વાર લાગતા સ્વયં નૂરઅલી શેઠ સોદાગરને લેવા નીકળ્યા. માર્ગમાં જ શેઠ-નથમલજી મળ્યા. બે મિત્રોએ પરસ્પર રામ-સલામ કર્યા. નથમલજીએ નૂરઅલીને અત્યારે ખરા બપોરે બહાર નીકળવાનું કારણ પૂછ્‌યું, નૂરઅલીએ ગઈ કાલે આવેલા આરબ સોદાગરની વાત કરતાં કહ્યું, ‘એ જમવા પધારવાના છે, તેમની રાહ જોઉં છું. ખૂબ મોડું થઈ ગયું.’
આ સાંભળી નથમલજી જોરથી હસી પડ્યા. નૂરઅલી આમ પ્રસંગ વગર હસવાનું કારણ ન સમજ્યા. નથમલજીએ મહામહેનતે હસવું ખાળ્યું, ને વળી થોડી વારે વગર કંઈ બોલ્યે ફરી પાછા હસી પડ્યા. નૂરઅલી શેઠ જરા ચિડાઈ ગયા તેઓ બોલ્યા, ‘નથમલજી શેઠ ! કંઈ પાગલ-બાગલ તો થયા નથીને ? વાત બેવાતમાં હસવું કેવું ?’
‘અરે નૂરઅલી શેઠ ! બે વાતની વાત નથી. વાતની વાત છે. પેલો કાલે આવ્યો હતો, એ આરબ સોદાગરની વાત કરો છો ને ? એ મારે ત્યાં પણ આવ્યો હતો, એ આરબ સોદાગર નહોતો. એ તો મનવો બહુરૂપીઓ હતો. જરા માણસને પિછાનતાં શીખો !’ ને નથમલજી મુક્ત રીતે હસી પડ્યા.
‘રે મનવો બહુરૂપીઓ હતો ? નામુમકીન ! બહુરૂપીયો હોય તો એની કમાલ જરૂર દેખાડે, પણ છેવટે પોતાની જાત જાહેર કરીને ઈનામ લઈ જાય ! આણે તો ઈનામ પણ નથી લીઘું.’
‘ન લીઘું કે લીઘું એ હું ન જાણું. પણ હતો એ મનવો બહુરૂપીઓ. મારે ત્યાંથી ઈનામ લઈ ગયો છે.’ નથમલજીએ કહ્યું.
‘અચ્છા તો તમારે ત્યાંથી મારે ત્યાં આવ્યો, એમને ?’ નૂરઅલી શેઠે લાંબી અક્કલ ચલાવી. એમને થયું કે નથમલજી મને બનાવી ગયો. પણ નૂરઅલી શેઠ ગમ ખાઈ ગયા. ગામે આ વાત જાણી ત્યારે પણ ખૂબ હસ્યું.
આ ઘટના પર મહિનાઓ વીતી ગયા. વાત પણ યાદદાસ્તમાંથી સાવ ભૂંસાઈ ગઈ. પણ નૂરઅલી શેઠના દિલમાં એ વાત હજી કાંટો થઈને બેઠી હતી. એમણે મનવાને શોધીને કહ્યું, ‘આ રહ્યું મારું ઈનામ ! તું એક વખત નથમલજી શેઠને બનાવ !’
મનવાએ કહ્યું, ‘ઈનામ તો વેશ કાઢ્‌યા પછી જ લેવાનો. પણ દરેક વેશને અમારે સાધવો પડે છે. નથમલજી માટે જે વેશ લેવાનું હું વિચારું છું એની સાધના કરતાં ખાસ્સા ચાર મહિના થશે. પણ વાત પાક્કી રહી !’
ચાર મહિના તો આંખમીંચીને ઊઘાડીએ એટલી વારમાં પસાર થઈ ગયા. નથમલજી શેઠ એક દિવસ સવારમાં સેવા-પૂજા કરીને આવ્યા, કે સમાચાર આવ્યા કે પાસેના ટેકરા પર એક જૈન મુનિરાજ આવ્યા છે. શોભામાં સુધર્મા છે, વાણીમાં ગૌતમ છે. બે ટંક ભિક્ષા લે છે, તો ચાર ટંક લેતા નથી. ચાર ટંક લે છે તો આઠ ટંક લેતા નથી !
નથમલજી કુટુંબકબીલા સાથે ત્યાં પહોંચ્યા. પાછળ પાછળ આખું ગામ આવ્યું. શું પ્રભાવશાળી મુનિ છે. મૂર્તિ જોતાં મન ધરાય નહીં. શું પ્રભાવશાળી વાણી છે ! સાંભળતા મન ભરાય નહીં. મુનિ અવિરત ધરાએ વહી રહ્યા છે. ‘મહાનુભાવો ! મનુષ્ય જન્મ મળવો દુષ્કર છે. જીવ એકવાર પૃથ્વી, પાણી, તેજ કે વાયુની યોનિમાં પ્રવેશ્યો તો અસંખ્યેય વર્ષો સુધી બહાર નીકળી શકતો નથી. પૂરાં પુણ્ય હોય તો લખચોરાશીમાં શ્રેષ્ઠ એવો મનુષ્યજન્મ સાંપડે છે. એમાં પણ પુણ્યનો પૂરો સંજોગ હોય તો આર્યત્વ સાંપડે છે. આર્યપણું મળ્યું પણ સદ્ધર્મની પ્રાપ્તિ ન થઈ તો બઘું નિરર્થક છે., સદ્‌ધર્મ માટે સદ્‌ગુરુની પ્રાપ્તિ જરૂરી છે ! ગુરુસેવા કરો, ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધકાર ! મહાનુભાવો !’
નથમલજી શેઠને મુનિની વાણી હૃદયસોંસરી ઊતરી ગઈ. એમણે મુનિરાજને પોતાના શહેરમાં નોંતર્યા. મુનિરાજ શહેરમાં આવ્યા, પણ રહે છે કેવાં ? પંખીની જેમ સ્વતંત્ર, આકાશની જેમ નિર્બંધ ! કમળપત્રની જેમ નિર્લેપ, નથમલજી શેઠને મુનિનો વૈરાગ્ય અને મુનિની વાણી હૈયા સોંસરવી ઊતરી ગઈ. તેઓ ધીરે ધીરે ત્યાગના પંથ તરફ વળવા લાગ્યા. શહેરના વૃદ્ધો તો ઠીક, પણ યુવાનો પણ વૈરાગ્યના પંથ પર જવા લાગ્યા.
મુનિ તો વારંવાર એક જ વાત કર્યા કરે છે, ‘શ્રદ્ધા તમારું ધન છે. અશ્રદ્ધા તમારા આત્માને અલ્ય બનાવશે. સંસારને અનંત બનાવશે. લાખ જૂઠા નર જમી જાય એની પરવા નહીં, પણ એક લાખેણો નર જમી જશે, તો બધી બાદબાકી સરવાળામાં પલટાઈ જશે !’
વાહ, શું વાણી. પણ છેલ્લા કેટલાક દિવસોથી સરોવર જેવા શાંત મુનિ કાગડાની જેમ ચંચળ જણાતા હતા. એમની વૃત્તિમાં ભાગેડુપણું આવ્યું હતું. તેઓ વારંવાર કહેતા હતા ઃ જૂઠાને બતાવી સાચો સમજાવવો પડે એનું નામ જ આ દુનિયા ! સત્યને સમજાવવા અસત્યનો આશરો લેવો પડે એનું નામ જ સંસાર.
કોઈ આ વાણીને સમજતું નહોતું. એના ભાવાર્થને પકડતું નહીં, છતાં મુનિની વાણીમાં વૈરાગ્યની ગંગા બે કાંઠે ભરપૂર વહેતી હતી. મુનિરાજ વારંવાર ટેકરા પર એકાંતમાં જતા, પણ મધપૂડાને વળી એકાંત કેવી ! ત્યાં પણ માખીઓ આસપાસ ગુંજતી જ હોય !
એક દિવસ સંજોગ બરાબર જામ્યો. સાવ એકાંત હતું. મુનિરાજે વેશ અળગો કર્યો. ભિક્ષાપાત્ર ફેંકી દીધાં ને ભાગવા માટે પગ ઉપાડ્યા ત્યાં દેવ અને દેવી જેવાં બે સુંદર યુવાન ને યુવતી આવીને એમની સામે ઝૂક્યાં !શું ફાટ-ફાટ થતી યુવાની ! પહાડી ઝરણાં સમું સ્વચ્છ રૂપ. બંનેની વિનંતી કરી, ‘અમને લગ્નદીક્ષાના ઉપાસકોને આપની વાણી સ્પર્શી ગઈ છે. મિથ્યા છે આ મોહ-માયા અને ક્ષણભંગુર છે આ કાયા ! અમને કૃપા કરીને સંન્યાસદીક્ષા આપો. સંસારનો મોહ મિથ્યા છે. ફરી ફરી મનુષ્યભવ મળવો દુર્લભ છે. !’
‘આ યૌવન, આ રૂપ, આ મસ્તી બઘું શા માટે છોડો છો ?’ ભાગેડુ મુનિરાજ થંભી ગયા. એમણે અંતરના શબ્દો કહ્યા. ‘આપની વાણીના પ્રતાપે અમને એ બઘું નિસ્સાર સમજાયું છે.’ બંનેએ કહ્યું.
‘મારી વાણી ?’ મુનિરાજ ઉતાવળે બોલ્યા, ને પછી મનમાં બોલ્યા, ‘મારી વાણી ! અરે ગોખેલી વાણી, પોપટિયા વાણી. પણ વાહ રે ! સાકર ગમે તે ખાય, એને ગળી જ લાગે ને !’
‘મુનિરાજ ! આપની પવિત્ર વાણી સાંભળીને તો નથમલજી શેઠ તમામ ધનદોલત તજીને અહીં આવી રહ્યા છે.’
‘શું નથમલજી શેઠ સર્વસ્વ ત્યાગીને અહીં આવી રહ્યા છે. આજ સમજાય છે કે અસત્યથી પણ સત્ય સમજાવાય છે. હું જૂઠો વેશધારી ! પોપટિયા વાણી વદનારો ! ને મારાથી સત્યની ઉપાસના ! મનવા તારું નાટક લાંબુ નહીં ચાલે ! તારાં પાપ ભારે થાય છે. તું જાહેર થા !’ મનવાના અંતરમાં પ્રબળ પ્રાશ્ચાત્તાપ જાગ્યો. નથમલજી શેઠ આવી પહોંચ્યા. મનવો વ્યાકુળ બેઠો હતો. એ દોડીને શેઠને ભેટી પડ્યો ને બોલ્યો, ‘શેઠ, હું મનવો છું. પેલો બહુરૂપી છું.’
‘તેથી શું ? નર જો નિજ કરણી કરે, નારાયણ હો જાય. મન શુદ્ધ થતાં અતિ સામાન્ય માનવી પણ પૂજ્ય બન્યા છે. આપ પૂર્વાવસ્થામાં બહુરૂપી હતા, એ જાણી મારું મન લેશ પણ પાછું નહીં પડે ! વર્ણની મહત્તા નથી. જન્મની મહત્તા નથી, કુળની મહત્તા નથી, મહત્તા છે અંતરના ભાવની. જે પાળે એનો ધર્મ. હું આપના મુનિવેશને વારંવાર નમસ્કાર કરું છું.’
‘અરે, હું અસલ નથી, નકલ છું.’ મનવાના અવાજમાં આર્જવતા હતી.
‘નકલ હો કે અસલ, આપે મારો ઉદ્ધાર કર્યો, આપ મારા ગુરુ.’ નથમલજીના અવાજમાં ભક્તિ હતી.
મનવો ક્ષણભર થંભી ગયો. એનો સુષુપ્ત આત્મા જાગૃત થઈ ગયો. એણે કહ્યું, ‘નહીં નહીં, હું નકલ નહીં, હું અસલ બનીશ !’ ને મનવો ભાણ ખરેખર પશ્ચત્તાપપૂર્વક ઘ્યાન ધરીને શિલા પર બેસી ગયો. એ ઘ્યાન, એ ચંિતન, એ વાણી, એ વિચારે અઢારે આલમને મુગ્ધ કરી નાખી.
એક દિવસ નૂરઅલી શેઠને ખબર મળ્યા કે મનવાએ ભારે વેશ ભજવ્યો. નથમલજીને ખાખી બંગાળી બનાવી દીધા. નૂરઅલી શેઠ પોતે મનવા પાસે આવ્યા, ખાનગીમાં મળ્યા ને મનવાને કહ્યું, ‘કમાલ કરી તેં. મોં માગ્યું ઈનામ લે અને ચાલવા માંડ ! નથમલજીને ખરા ખાખી બંગાળી બનાવ્યા.’
મનવો શાંત ભાવે બોલ્યો, ‘હવે તો આ ટેકરો મારું અંતિમ સમાધિસ્થાન. મેં કમાલ કરી, સાથે કાયાપલટ પણ કરી. નથમલજીને મેં નથી બનાવ્યા, પણ નઝમલજીએ મને બનાવ્યો છે. નૂરઅલી શેઠ ! તમારું સોનું હવે મારે માટે આ ટેકરાની માટી કરતાંય તુચ્છ છે.’
નૂરઅલી શેઠ મનવાભાણને ચરણે પડ્યા. નૂરઅલી શેઠે ગદગદ કંઠે બધી વાત વિસ્તારીને નથમલજીને કરી, પણ નથમલજીને સાચો રંગ ચઢી ગયો હતો. એ તો પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, એવું થયું હતું.
મનવો તો મહાસાઘુ બની ગયો. જોગી, જતિ, સંત, ફકીર, સુખી-દુઃખી સહુ આ ટેકરાનાં યાત્રી બન્યાં. મનવાએ પોતાનાં હાડ અહીં ગાળી નાખ્યાં. ત્યારથી એ ‘મનવા ભાણનો ટેકરો’ કહેવાયો ! શું ભાઈ મનવો ! લાખેણો નર ! કાંકરામાં છુપાયેલો હીરો ! આ મનવાભાણનો ટેકરો ત્યારથી તીર્થધામ બન્યો. નથમલજી શેઠે પણ શુભ ભાવનાપૂર્વક ત્યાં આસન આવ્યું ! નૂરઅલી શેઠે જીવ્યા ત્યાં સુધી આ ટેકરાની જિયારત (યાત્રા) કરી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 

 

 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved