Last Update : 01-August-2012, Wednesday

 

કાંટાળા છોડને મૂળમાંથી ખોદી નાખો !

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ

‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ના રચયિતા અને તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય તરીકે પ્રસિદ્ધ એવા કૌટિલ્યનો સમય ભારતવર્ષને માટે રાજકીય ઉથલપાથલનો સમય હતો. દેશને માથે પરદેશી આક્રમણનો ભય હોવાથી જનસામાન્યને જાગૃત કરવાની અને દેશભક્તોનું સંગઠન સાધવાની પરમ આવશ્યકતા હતી. કૌટિલ્યએ મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વ હેઠળ આ અભિયાનનો આરંભ કર્યો અને કૌટિલ્યનાં ચાતુર્યથી નાનાં રાજ્યો અને ગણરાજ્યો પર વિજય મેળવીને મગધના એક વિસ્તૃત બળવાન સામ્રાજયનું નિર્માણ થયું.
એક વાર સમ્રાટ ચંદ્રગુપ્તને મળવા માટે જતા માર્ગમાં કૌટિલ્યના પગમાં કાંટો ભોંકાયો અને એમણે જોરથી ચીસ પાડી. એમણે જોયું તો ખ્યાલ આવ્યો કે કાંટાવાળા ચોડ પર એમનો પગ પડી ગયો હતો. કૌટિલ્યએ શિષ્યોને કુહાડી લઈ આવવાનો આદેશ આપ્યો.
કૌટિલ્યએ કુહાડી હાથમાં લઈને એ કાંટાથી ભરેલા છોડને તો ઉખેડીને ફેંકી દીધો. એ પછી જમીનમાં રહેલા એના મૂળને પણ બહાર કાઢ્‌યા અને એને સળગાવી દીધા. ત્યારબાદ પોતાના શિષ્યો પાસે છાશ મંગાવીને એ જમીન પર છાંટી, જેથી ફરી ક્યારેય આ છોડ ઊગે નહીં અને કોઈ રાહદારીને એનાં કાંટાં ભોંકાય નહીં.
એક કાંટો વાગ્યો એમાં આટલું બઘું કરવાનું હોય! એક શિષ્યે જિજ્ઞાસાથી પ્રેરાઈને આચાર્યશ્રીને પૂછ્‌યું, ‘ગુરુજી, તમે કહ્યું હોત તો આ બઘું કામ અમે કરી આપેત. તમે શા માટે આટલી બધી મહેનત કરી ?’
કૌટિલ્યએ હસતાં હસતાં કહ્યું, ‘તમારે ખાતર. મારે તમને એ શીખવવું હતું, એટલે જ મેં સ્વયં આ કામ કર્યું. મારે દર્શાવવું હતું કે જ્યાં સુધી બૂરાઈને મૂળમાંથી ઉખાડવામાં આવે નહીં, ત્યાં સુધી એ પૂરેપૂરી જતી નથી અને તક મળે એ ફરી કોઈને પણ પોતાની ઝપટમાં લઈ લે છે. આથી માત્ર બૂરાઈને દૂર કરવાથી કામ સરતું નથી, પરંતુ એને મૂળમાંથી કાપવી પડે છે અને એ ફરી ઊગે નહીં તેવું કરવું પડે છે.’
આચાર્ય કૌટિલ્યએ અંતે કહ્યું, ‘જો તમે બૂરાઈની જડને કાપશો, તો તમારું જીવન ખુદ શાંતિમય રહેશે. પણ એ બૂરાઈને એવી રીતે દૂર કરવી કે ફરી જીવનમાં એ પ્રવેશી શકે નહીં.’

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved