Last Update : 01-August-2012, Wednesday

 

‘ઇન્ડિયન ઓડકાર’ માટેનું ઓપ્રાહનું નસીબ ક્યાં ?

વિવિધા - ભવેન કચ્છી

- આપણે હાથથી ભોજન લઈએ છીએ તેમાં ઓપ્રાહ વીનફ્રેને અપચો થઈ ગયો
- ઓપ્રાહે ભારતીયોની આંગળીઓ વડે ભોજન કરવાની પદ્ધતિની વ્યંગાત્મક ટીકા કરતા વિશ્વભરમાં વસતા ભારતીયોેએ તેનો ઉધડો લીધો

ઓપ્રાહ વિનફ્રેએ અમેરિકામાં ‘નેશનલ જ્યોગ્રાફી’ પરથી ટેલિકાસ્ટ થયેલા તેના ‘લાસ્ટ ચેપ્ટર’ નામના શોમાં ભારતીય જીવનશૈલી આધારિત એક એપિસોડમાં એક પરંપરાગત ભારતીય કુટુંબને ભોજન લેતા બતાવીને એવી કટાક્ષમય કોમેન્ટ કરી હતી કે ‘‘હજુ પણ ભારતમાં હાથ વડે ભોજન કરનારા છે.’’ અર્થાત્‌ ૨૧મી સદીમાં પણ ભારતીયો પછાતની જેમ હાથથી ભોજન લે છે.
યાદ હોય તો ઓપ્રાહ થોડા મહિનાઓ પહેલાં ભારતમાં શુટંિગ કરવા આવ્યા હતા. આપણે સૌએ તેના સામાજિક પ્રદાન માટે મીડિયા દ્વારા કેવી ઐતિહાસિક સબળ ભૂમિકા ભજવી ચૂકી છે તે બદલ તેને બિરદાવ્યા પણ હતા. પણ ખબર નહીં અમેરિકા કે યુરોપિયન દેશો હજુ પણ ભારતીયોની પરંપરાને વિશ્વસ્તરે પછાત ગણવાની એકપણ તક નથી છોડતા. ઓપ્રાહ કે પ્રત્યેક વિદેશીઓએ સમજી લેવાની જરૂર છે કે ભારત તેના મૂળ કે રૂટને જ વળગી રહ્યો છે. ભારત દુનિયાનો વિશિષ્ઠ અને સાંસ્કૃતિક ભાતિગળ ધરાવતો દેશ છે. આખા ભારતને જોવા, જાણવા અને તેના તત્ત્વજ્ઞાન-પરંપરા કે તેનાથી વિશેષ તેના ચાલક બળને પામવા જન્મો લેવા પડે. એક અભ્યાસુ, સંશોધન વૃત્તિનો ભારતીય પણ ભારત તો ઠીક તેના રાજ્યને આત્મસાત ના કરી શકે.
ઓપ્રાહે ભારતીયોની હાથ વડે ખાવાની આદતની ટીકા પ્રત્યે વ્યંગમિશ્રિત આશ્ચર્ય અને આઘાત તેના કાર્યક્રમમાં વ્યક્ત કર્યો તે વાત પ્રસરતા જ અમેરિકામાં અને યુરોપમાં વસતા ભારતીયોએ ઓપ્રાહને ‘ટવીટર’ કે ઓન લાઈન માઘ્યમ પર આડે હાથ લીધા છે. ભારતથી પણ બૌદ્ધિકો, સાહિત્યકારો, વિચારકો અને કોમનમેને ‘ઓપ્રાહનો’ ઉધડો લેતા કહી દીઘું છે કે ‘‘ઓપ્રાહ તારા વળતા પાણી હોઈ બુદ્ધિ ભ્રષ્ટ તો નથી થઈ ગઈ ને. હવે જેમ બને તેમ શો આટોપીને નિવૃત્ત થઈ જા.’’
એક મેસેજ એવો મુકાયો કે ‘‘અત્યાર સુધી ટીવી માઘ્યમનું જોર હતું. તમે એકલા જ તમારી વાત હાંકે રાખો તે નહીં ચાલે. હવે ટવીટર, ફેસબુક અન્ય સોશ્યલ નેટવર્ક સાઈટ્‌સ છે. પળવારમાં વિશ્વ સમક્ષ તમને ખુલ્લા પાડી દેશે પ્રતિભાવ- રોષ ઠાલવશે. માઇન્ડ યોર લેંગ્વેજ.’’
ઓપ્રાહ કે અન્ય વિચારકો, એન્કરો ભૂતકાળમાં પણ તેમની ગ્રંથિથી પીડાઈને અમુક પ્રતિભાવો ભારત જેવા વિકસી રહેલ દેશો, પછાત દેશો કે ધર્મો બાબત મનસ્વી કોમેન્ટ કરતા રહ્યા છે. પણ તે વખતે ટીવી જ હોઈ એક તરફી માઘ્યમ જ રહેતું, હવે એક જ ઝાટકે આવી કોમેન્ટથી ઓપ્રાહના દર્શકોની સંખ્યામાં રાતોરાત ધબડકો થઈ શકે.
રહી વાત આંગળીઓ વડે ખાવાની. ઓપ્રાહને ભારતનો કક્કો પણ તેની મુલાકાત દરમ્યાન સમજવો ના હોય તેવું લાગ્યું. ભારતની પરંપરાગત વાનગીઓ જ હાથથી ખવાય તેવી છે. જો એમ જ હોય તો અમેરિકનો અને યુરોપિયનો સેન્ડવીચ, બર્ગર કે પિત્ઝા કેમ ચમચા-છરાથી નથી ખાતા ? ફાસ્ટફૂડ કલ્ચરને જન્મ કોણે આપ્યો ? આપણે તો ઊલટું આપણું પૂરું ભોજન હાથથી લઈએ છીએ. તે પછી હાથને પાણી વડે ધોઇએ છીએ. જ્યારે વિદેશમાં તો ભોજન બાદ હાથ પણ પેપર નેપકીનથી જ સાફ કરાતા હોય છે. તેઓ નાક પણ આવા પેપરથી જ સાફ કરે છે. શું તે આરોગ્ય માટે વઘુ હાનિકારક પઘ્ધતિ નથી?
ભારતની વાનગીઓ જ એવી છે એટલે જ હાથથી ભોજન લેવું પડે તે તો એક કારણ છે. એવું પણ શું કામ ? ગર્વથી આપણે કહેવું જોઈએ કે આ અમારી પરંપરા છે. અમારી આંગળીઓમાં ઊર્જા છે. તેની પાછળનું એક શાસ્ત્ર છે. અમે ધરતી પરની પ્રજા છીએ.
ભોજન સાથેનો સીધો સંબંધ જીભ અને આંગળીઓ થકી જ થાય છે. કોઈ ધાતુપાત્ર થકી નહીં. વાટકાથી દાળ પીએ એટલે દાંત અને જીભ સીધા સંપર્કમાં આવે છે. આંગળીઓથી ભોજન એ જ પરમ સંતોષ, હળવાશ અને ઓડકાર માટેની પ્રથમ શરત છે. તેમાં તમને શું વાંધો છે ? બળદગાડામાં મસ્તીથી નિદ્રાંધીનોને જોઈને ઓપ્રાહ કે વિદેશીઓએ સંશોધન કરવા જેવું નથી લાગતું ? લારી પર શાક વેચતી બાઈનું સંતાન લારીના ચાર પૈંડા વચ્ચે બાંધેલી ઝોળીમાં ચૈનથી આરામ ફરમાવી રહ્યું છે તેની તમને વિશ્વ મંચ પર કોમેન્ટ કરવા જેવી ના લાગી ? ભારતમાં તો બાળકને માતા તેના હાથ વડે કોળિયો મોંમાં મૂકે તો જ માતૃત્વની પૂર્ણતાનો સંતોષ મળતો હોય છે.
ઓપ્રાહને મેસેજ મોકલવાની ઇચ્છા ખરી કે ‘‘આ તો ઠીક છે હવે ડાઇનંિગ ટેબલની આદત પાડીને અમે પસ્તાયા છીએ બાકી , નીચે બેસીને જમવાનો અનેરો આનંદ ગુમાવવાનો અફસોસ પણ કંઈ કમ નથી.’’
હા, અમૂક ભોજન સમારંભોમાં, કોન્ફરન્સમાં આપણે શક્ય ત્યાં સુધી વિશ્વમાં પ્રવર્તતા શિષ્ટાચારને અનુરૂપ બનીને જ ભોજન લેવું જોઈએ. દરેક જગાએ બિનજરૂરી દેશની પરંપરાનું ગૌરવ બતાવતા ‘‘બધા ભલે જેમ ખાવું હોય તેમ ખાય આપણે તો હાથથી ભોજન લઈશું.’’ કહીને કટક-બટક અવાજ કરતા કે સુપના સડાકા બોલાવાની જરૂર નથી. શિસ્તતા કે જરૂરી હોય ત્યાં ટેબલ મેનર્સ જાળવવી જ જોઈએ. પણ આપણા અંગત વર્તુળમાં કે જીવનમાં જે પદ્ધતિથી ભોજન લેતા હોઈએ તે ગૌરવભેર અપનાવી શકાય. આપણે ત્યાં જ સ્વાદિષ્ટ ભોજન બન્યું હોય તો કહેવત છે ને કે ‘‘આંગળા ચાટતા રહી જવાય તેવી મઝા આવી.’’ ઓપ્રાહને કહ્યું હોય તો કે હાથ વડે ભોજન ખાવાથી પણ આગળનું એક સ્ટેજ આ આંગળા ચાટવાનું છે !
અમારા વડીલો અડદ જેવી દાળ બનાવી હોય ત્યારે આંગળીઓ રીતસર સડડડ અવાજ આવે તેમ દાળ પીતા કે કોળિયા મોંમાં ભરતા ઓપ્રાહને ક્યાં ખબર છે કે લાડુ ચમચી કે છરી-કાંટા વડે થોડો ખવાય ?
આંગળી વડેનું ભોજન કરોડપતિ કે કોઇપણ ક્ષેત્રની સફળ ભારતીય વ્યક્તિને ‘‘ડાઉન ટુ અર્થ’’ રાખે છે. જીવનની કમાણી અને તે માટેની મહેનત પછીનો ખરો સંતોષ પરંપરાગત ભોજનશૈલી આપે છે.
હા, આરોગ્યપ્રદ અભિગમને ના ભૂલવો જોઈએ. હાથ હંમેશાં ધોઈને ભોજન લેવું જોઈએ. તે પછી ભોજન પૂરું ના થાય ત્યાં સુધી આંગળીઓનું નાક કે શરીરના અંગો પર ઘર્ષણ ટાળવું જોઈએ.
હજુ આજે પણ ગોરી પ્રજા ભારતીયો હાથથી ભોજન લે છે ત્યારે આપણે પછાત ગ્રહના માનવી હોઈએ તેમ જુએ છે. ઓપ્રાહે અશ્વેત હોઈ ખાસ યાદ રાખવું જોઈએ કે ગોરી પ્રજા સદીઓથી અશ્વેતોને તમામ કિસ્સાઓમાં જે દ્રષ્ટિથી જુએ છે તે યોગ્ય અને યથાર્થ છે ? ગોરા દેશોની પ્રજા તો દ્રષ્ટિ બદલશે ત્યારે પણ હવે તમે પણ વિકસી ગયા છો તેમ બતાવવા એશિયનોની ટીકા કરવા લાગ્યા ? ‘‘કુદરતી હાજતે જઈને ટીસ્યુ પેપરનો ઉપયોગ કરતી પ્રજા ભારતની હાથ વડે ભોજન લેવાની પરંપરાગત ટીકા ના કરે પ્લીઝ...’’

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved