Last Update : 01-August-2012, Wednesday

 

સંબંધોની અર્થીને ઉપાડવા તો બે ચાર સંબંધી જોઇએને ભાઇ?

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

- સગવડીયા સંબંધો સાચવી લોકોને સગવડ મળે છે. સુખ મળે છે પણ શાંતિ મળતી નથી. કોઇને કોઇનામાં વિશ્વાસ નથી. પણ ડરના માર્યા, ગરજના માર્યા એકબીજાને ગમતા- ગમાડતા રહે છે... નડતા રહે છે. એકબીજાને વળગી રહેલા લોકો અંદરથી એકબીજાથી સળગતા રહે છે!

જગદીશચંદ્ર રમણલાલ પટેલ.. બાયપાસ સર્જરી કરાવ્યા પછી હોસ્પિટલના ડીલક્ષ રૂમની કાચની બારીમાંથી બહાર વસેલા શહેરને જોયા કરે છે.
આ શહેરમાં આવ્યે એમને ચાલીસ વર્ષ પૂરા થયાં પણ કદાચ આજે પહેલીવાર તેમને આ શહેર વિશે વિચારવાનો સમય મળ્યો છે.
હા.. જગદીશ અને કિશોરકાંત.. બંનેયે સાથે રળિયામણું ગામ છોડી આ શહેરમાં નોકરી લીધી હતી. કિશોરનો સ્વભાવ જ રેતીમાં વહાણ ચલાવવાનો અને જગદીશ થોડુંક મળે એમાંથી પણ ભવિષ્ય માટે બચાવી ઓછામાં સંતોષ માનનારો.
બંનેય જીગરી મિત્રો એક જ ગામના પણ શહેરમાં તેમના રસ્તા ફંટાઇ ગયા. આજે કિશોરકાંત કે. કે. ડેવલપર્સના ચેરમેન થઇ લોકોના રૂપિયે જમીન,મકાન, ઓફીસ, શોપીંગ સેન્ટર... વગેરે ડેવલપ કરી કરોડોમાં આળોટે છે. જ્યારે જગદીશચંદ્ર કે.કે.ના તમામ કાળા કરતૂતોનો ઢાંક-પિછોડો કરી આપવામાં માહેર ચીફ એકાઉન્ટન્ટ બન્યા છે. કરોડોનો વહિવટ પણ બાંઘ્યો પગાર. લોકો ગમે તેટલી લહેર કરે પણ જગદીશચન્દ્ર આંકડાની માયાજાળમાં રચ્યાપચ્યા રહે અને મહિને વીસ હજારના પગારમાં માલિકને વીસ કરોડ કમાવાના રસ્તા શોધી આપે.
જગદીશચન્દ્રને હાર્ટ એટેક આવ્યો. કે.કે.એ મોંઘી દાટ હોસ્પિટલમાં એમની સારવાર પોતાના ખર્ચે અને જોખમે કરાવી. કારણ કે.કે.ના ચારેયકોર પ્રસરાયેલા સામ્રાજ્યના જગદીશભાઇ પટેલ- જેપી કેન્દ્રબંિદુ હતા.. પ્રમાણિક, વફાદાર, વિશ્વાસુ, હોંશિયાર...
બાયપાસ સર્જરી પછી કે.કે.ની કૃપાથી મળેલા ડીલક્ષ રૂમની બારી બહાર જે.પી. પોતાના શહેરને જુએ છે. અને તેનાં બદલાતાં સ્વરૂપો અને પોતાના શહેર સાથેના સંબંધોનો ઇતિહાસ વાગોળે છે.
જે.પી.ને લાગે છે આ શહેર, આ જગ્યા, આ લોકો ઘણા બદલાઇ ગયા છે. પોતાની ખબર કાઢવા આવેલ મિત્રો, સંબંધીઓને જે.પી.કહે છે... ‘‘મોતના મુખમાંથી પાછો આવ્યો છું એટલે ખોટું નહીં કહું... આ શહેરમાં મેં જે જોયું છે, જાણ્યં છે અને અનુભવ્યું છે એ બઘું મારે કોઇકને કહેવું છે.’’
જે.પી. કહે છે ‘‘બારી બહાર દેખાતું આ શહેર મને એક ભૂખ્યા ડાંસ વરૂં જેવું લાગે છે. પ્રત્યેક માણસ એને માટે એક કોળિયો છે. એ માણસના આખાયે આયખાને ઓહિયા કરી જાય છે.
આ શહેરને ધનવાન જોડે સંબંધ છે. એ એનું ધન ખાય છે. જ્યારે નિર્ધન તો ભૂખ્યા ડાંસ વરૂ જેવા શહેરના ભયાનક દાંતમાં ફસાયેલા જ રહે છે.
જે.પી.ને યાદ આવે છે. પ્રમાણિકતાથી પાંચ-પચ્સીસ પૈસા રળવા આ શહેરમાં તેમણે કેટલાંય વર્ષો વલખાં માર્યા? તેઓ બાળપણના ગોઠિયા કે.કે.ને પણ સમજાવતા હતા કે આપણાં સંસ્કાર, આપણી પરંપરા ન તોડાય. પ્રમાણિકતા ન છોડાય ત્યારે કે.કે. પોતાના મિત્રને એટલું જ કહેતા કે ‘‘તો પછી વહેલી તકે ગામડામાં પાછા ફરી ખેતર ખેડવા માંડો.’’
કેટલાંયે વલખાં મારી જે.પી. આખરે કે.કે.ની પનાહમાં આવી ગયા હતા. કે.કે.ના કરતુતો સામે આંખ મીચામણાં કરી પોતે કે.કે. પ્રત્યે વફાદાર, વિશ્વાસુ અને પ્રમાણિક રહ્યા હતા.
જે. પી. કહે છે, ‘‘શહેરમાં કોઇકને કંઇક થવું છે. ક્યાંક પહોંચવું છે. પણ ત્યાં કેવી રીતે પહોંચાય એની ચોક્કસ દિશા જાણવી નથી. બધા દિશા શૂન્ય હોય છે... એટલે પોતે પોતાની રીતે શોર્ટ કટ શોધી કાઢે છે. બધાંને સુખી થવું છે. રૂપિયા રળવા છે.મોંઘીદાટ કારોમાં ફરવું છે એ માટે એ ગમે તે કરવા, ગમે તે વેચવા તૈયાર થાય છે.
સગવડીયા સંબંધો સાચવી એમને સગવડ મળે છે. સુખ મળે છે. પણ શાંતિ મળતી નથી. કોઇને કોઇનામાં વિશ્વાસ નથી પણ ડરના માર્યા, ગરજના માર્યા એકબીજાને નડતા રહે છે અને ગમતાં- ગમાડતાં રહે છે. તેઓ સતત ઇર્ષા અને સ્પર્ધા કરે છે. એકબીજાને વળગી રહેલા લોકો અંદરથી એકબીજાને સળગતા રહે છે. એકબીજાને મ્હાતકરવા તરકટો રચતા રહે છે.
જે.પી.કહે છે કે હું પ્રમાણિક છું.. પણ મારા શેઠ પ્રત્યે કરોડોની સ્કીમ કરી કેટલાના રૂપિયા ચાઉં કરી ગયા એ મારા શેઠના બધા કરતૂતોનો હું સાક્ષી છું. પણ મારી વફાદારી મારા શેઠ પ્રત્યે છે. લોકો લૂંટાય છે એનો હુ મૂક સાક્ષી છું... હું પણ ખરડાયેલો છું...પણ લાચાર છું... કાયર છું...’’
હાર્ટ એટેક અને બાયપાસ સર્જરી પછી તીવ્ર હતાશા અનુભવતા વારંવાર આંસુ ટપકાવતા જે.પી. અપરાધભાવ અનુભવે છે. બઘું જ છોડીને ક્યાંય ચાલ્યા જવાનું મન થાય છે. પણ કે.કે.ના આ તાજેતરના ઉપકારનો બદલો અપકારથી કેવી રીતે વાળે?
જે.પી. કહે છે... ‘‘અહીં કોઇ માણસ સંત નથી. અરે બની બેઠેલા સંત અને શ્રેષ્ઠીઓ સુફીયાણી વાતો કરે છે પણ તેમના એમ.આર.આઇ.માં તેમના મલિન ઇરાદાઓને જાણવાની તાકાત હોય તો સાચુ શું છે એ લોકોને સમજાઇ જાય!?
મિનીસ્ટર, સોલીસીટર, કલેકટર, એકટર કે ડોકટર બધા તેમના વચન માટે નહીં પણ ઉછીના પ્રવચનો માટે જાણીતા છે. બધા જ પોતાની તિજોરી તર કરવામાં પડયા છે. સવારથી બધા શિકારે નીકળે છે. કોઇ વાઘ-વરૂ થઇને તો કોઇ સંિહ- શિયાળ થઇને. મઘ્યમ વર્ગનો માણસ ડરપોક બિલ્લીની જેમ ભીંસાય છે.
અધમો અને અંધારી આલમનું અહીં જોર છે. તેઓ સત્તા અને કાયદાના રક્ષકો જોડે સંકળાયેલા છે. સામાન્ય માણસ ભયથી જીવે છે. ફફડી ફફડીને જીવે છે.પ્રેમથી કોઇ જીવતું નથી.. જે. પી. વિચારે છે પોતે પણ કદાચ ભયથી જીવે છે. કે.કે.ના કાળા કરતુતો સામે અવાજ ઉઠાવવાની ખુમારી તેઓ ક્યારના ગુમાવી ચૂક્યા છે.કદાચ કે.કે. એ તેમની પણ એક કંિમત નક્કી કરી છે. પૈસા આગળ પોતે સાવ પામર થઇ ગયા છે.
જે.પી. જેમ જેમ વિચારતા જાય છે. તેમ તેમ હતાશ થતા જાય છે. આમ પણ હાર્ટ એટેક કે બાયપાસ સર્જરી પછી ડીપ્રેસનનું જોર વધી જાય છે. પાછલા જીવનની નિષ્ફળતા, નિરાશા અને અઘૂરા અરમાનનની વચ્ચે ભવિષ્યનો ભાર વેંઢારવાની હંિમત વ્યક્તિ ગુમાવી દે છે. સિદ્ધાંતો અને મૂલ્યો સાથે તેને હવે બાકીની જંિદગી જીવવી હોય છે. પણ પગ દલદલમાં એવા ખૂંપી ગયા હોય છે કે ત્યાંથી હવે પાછા ફરી શકાતું નથી.
જે.પી. ગામડામાં વિતાવેલા બાળપણની યાદીમાં સરી પડે છે... એ ફળીયું... એ પાદર.. એ નિર્દોષ મસ્તી હવે સ્વપ્નમાં પણ ક્યારેય નથી આવતી. જે.પી. યાદ કરે છે. કે. કે. નાનપણથી જ જબરો, ક્રિકેટમાં પોતે જ બેટીંગ કર્યા કરે. ઝાડ પરથી પાડેલા કાતરા એકલા જ ખાઈ જાય. અંચાઇ કરવાની આદત તો એને બાળપણથી હતી. એટલે જ શહેર એને અનુકૂળ આવી ગયું. પણ કે.કે.ના વાદે પોતે શહેરમાં આવ્યા અને ક્યાંય ના ન રહ્યા.
ઘરવાળી ને છોકરાં પણ તેમની રીતિ- નિતિથી ત્રસ્ત છે. ખોટાં કામ કરવાં છે અને લાભ કો’કને ખાટવા દેવો છે. સિદ્ધાંતોની અને મૂલ્યોની વાતો પણ તેમના મોંએ સાંભળવા તેમના જ પરિવારજનો તૈયાર નથી. જે.પી. સમજે છે તમામ મોરચે તે નિષ્ફળ ગયા છે.. નથી રહી શક્યા સંત કે નથી બની શક્યા સફેદ ઠગ.. ડરપોક સસલા જેવા ભીરૂ બનીને કે.કે.ની બેલેન્સશીટને વજનદાર બનાવી રહ્યા છે.
જે.પી. હતાશ થઇ બારી પર પડદો નાંખી પથારીમાં સૂવાનો પ્રયત્ન કરે છે. પણ એમને ઉંઘ નથી આવતી... વચમાં આંખ લાગી જાયછે ત્યારે તેમના તમામ સંબંધોની સ્મશાનયાત્રા નીકળી હોય તેવું લાગે છે. જે.પી.પોતાની જાતને લાચાર, અસહાય, વિક્ટીમ ગણાવે છે. તેઓ આ પ્રકારનું જીવન જીવવા કરતાં મોતને વધારે પસંદ કરે છે પણ મરવાની પણ હંિમત તેઓ ગુમાવી બેઠા છે.
બાયપાસ સર્જરી પછી એકાદ અઠવાડિયામાં માણસ હરવા-ફરવા માંડે છે. પણ જે.પી. દિવસે ને દિવસે વધારે ને વધારે નંખાતા જાય છે. કે.કે. રોજ ડોકટરોની ટીમને કહે છે ગમે તેટલી દવા કરો... આ મારો કામનો માણસ છે. મારા અડધા સામ્રાજ્યનો એ પાયો છે.
બસ કે.કે. એ જે.પી.ની કંિમત મૂકી છે. અહીં ક્યાંય દોસ્તીની, સહૃદયતાની અને માનવતાની વાત આવતી નથી. જે.પી. ઘુંધવાય છે. પોતાના પર કે.કે.એ મૂકેલી પ્રાઇસ ટેગને ફગાવી દેવાનો નિશ્ચય કરે છે.
એક દિવસ હોસ્પિટલમાં જ ભારે મને જે.પી. કહે છે. બસ, આપણો ૠણાનુબંધ પૂરો થયો. હવે હું મારી જાતને કોઇનું રમકડું નહીં બનવા દઉં. મારે જેમ જીવવું હશે તેમ જીવીશ. ભ્રષ્ટાચાર દૂર કરતી અન્નાની ટોળકીનો અદનો કાર્યકર બનીશ.. હવે હું મારા માટે જીવીશ.. મારે જેમ કરવું હશે તેમ કરીશ...!!
હોસ્પિટલમાંથી રજા લીધા પછી કે.કે. સાથે છેડો ફાડી જે.પી. ચાલ્યા જાય છે. તેમના પરિવારજનો તેમને સમજાવે આ તે કેવું ગાંડપણ છે? પણ હવે જે.પી. એકના બે થવા તૈયાર નથી.. તેઓ સંતાનોને કહે છે... ‘‘તેમની પ્રગતિ માટે આટલો સમય આંખો અને મોઢું બંધ રાખ્યાં. હવે તેમની જવાબદારી પૂરી થઇ ગઇ છે. ભણી-ગણીને બધાં પગભર થઇ ગયાં છે હવે છોકરાંઓની ચંિતા કરી તેમને સારી જગ્યાએ સેટ કરવા ખોટા માણસોને વળગી રહેવું નથી કે પછી કોઇ ખોટાં કામ કરવાં નથી.
જે.પી. સાવ તનાવમુક્ત, હળવા ફૂલ જેવા રહી દિવસો કાઢે છે તેમને હવે કોઇ આંકડાની જાળ રચી કોઇને નુકસાન કરાવી કે.કે.ની તિજોરી ભરવાની નથી. તેમને હવે કદાચ કોઇનો ડર નથી...
બસ જે.પી. મુક્ત રીતે નિવૃત્તિનો સમય વિતાવતા હોય છે ત્યાં પોલીસ આવીને એમની ધરપકડ કરી જાય છે. ગરીબ ખેડૂતોને ઉઠાં ભણાવી જમીન એન.ઓ.સી. કરાવડાવી કે. કે. નગર બનાવવાના કાગળિયાઓ પર તેમની સહી છે. જે બેન્કમાં ડાયરેક્ટર કે.કે. છે. એ બેન્કના જે.પી. સેક્રેટરી છે. કે.કે.ની સુચનાથી ચારસો કરોડની લોનની લ્હાણી થઇ જાય છે. તમામ દસ્તાવેજો પર જે.પી.ના હસ્તાક્ષરો છે!?
ઉચ્ચ સરકારી જાંચ થાય છે. કે.કે. જેવા સેવાભાવી સમાજ સેવકની વગનો લાભ લઇ જે.પી.એ જ કાળાં કરતૂતો કર્યા છે. એવું પુરવાર થાય છે.
જે.પી.ને ઘણું કહેવું છે, સાચી વાત બહાર પાડવી છે. તાજના સાક્ષી બનવું છે પણ એ સાંભળનાર કોઇ નથી. કો.ઓપ. સોસાયટી, ફાર્મ હાઉસ અને ગરીબોના આવાસોને નામે લોકોના કરોડોના નાણાં ચાઉં કરી જનાર જે.પી.ને આકરી સજા થાય છે. કે.કે.નો વાળ પણ વાંકો થતો નથી.
જે.પી. બધા ગુના કબુલવા તૈયાર છે... બસ એકવાર તેમને બાળપણના ગોઠીયાને મળવું છે. આંખમાં આંખ પરોવી ગામડાના કિશોરીયાને તાકી તાકીને જોઇ લેવો છે.
કે.કે. અને જે.પી.ની આખરી મુલાકાત યોજાય છે. જે.પી. બે હાથ જોડી કે.કેે.ના પગે પડી કહે છે. ‘‘કે.કે. તમે જીત્યા ને હું હાર્યો.. પણ હું ખલ્લાસ થઇ ગયો... બરબાદ થઇ ગયો... ક્યાંયનો ન રહ્યો...’’
‘‘હજી પણ બચવું હોય તો હું કહું તેમ કર..’’ કે. કે. કરડાકીથી આદેશ આપતા બોલે છે.
જે.પી.નો આવેગ, આક્રોશ.. આસમાને પહોંચે છે. ખિસ્સામાંથી ચાકુ કાઢી કે.કે.ના પેટમાં ભોંકે છે... પેટને ચાળણીની જેમ અનેક ઘા મારી વીંધી નાખે છે... અને કહે છે... ‘‘જીવીશ....તો કહીશને? ... આટલા વર્ષો, મારી.. મારા સિદ્ધાંતોની મુલ્યોની સ્મશાનયાત્રા નીકળતી રહી... હવે તારી અર્થી નીકળશે.. હું ખૂબ જ નાચીશ... મને ખબર છે કે કાયદો મને સજા કરશે... પણ મને ગર્વ છે કે કાયદો પણ આજદિન સુધી જેનું રૂંવાડું પણ વાંકુ ન કરી શક્યો એને મેં સજાએ મોત ફટકારી દીધી છે.
જે.પી. પોલીસને સરંડર કરે છે. કે.કે.ની ભવ્ય સ્મશાનયાત્રામા મોટા માણસો શ્રદ્ધાંજલિ આપે છે.
કે.કે. કોઇ વ્યક્તિ નથી. આઘુનિક ફિલોસોફી છે. એના સેંકડો વારસદારો પેદા થઇ ચૂક્યા છે. કેટલાને ખતમ કરશો?

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved