Last Update : 01-August-2012, Wednesday

 

જગતમાં ઉભરતા દેશોનું ભાવિ કેવું હશે ?

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 

બ્રેક આઉટનેશન્સ ઃ ઇન પરસ્યુટ ઓફ ધ નેકસ્ટ ઇકોનોમીક મીરેકલ્સ લેખક ઃ રૃચિર શર્મા, પ્રકાશક ઃ એલનલેન ૨૦૧૨
આવતા વર્ષોમાં કયા રાષ્ટ્રો બ્રેકઆઉટ એટલે કે આર્થિક રીતે ઉભરી આવશે અને તે માટે કયા આર્થિક રાજકીય પરિબળો તેને માટે જવાબદાર હશે તેની ખૂબ સુંદર અને અર્થપૂર્ણ ચર્ચા રૃચિર શર્માએ કરી છે. રૃચિર શર્મા અમરિકાની પ્રખ્યાત મોર્ગન સ્ટેન્લી કંપનીના ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ખાતાના વડા છે તેઓ આ કંપની માટે જગતમાં ઉભરતા બજારોમાં કરોડો ડોલર્સનું રોકાણ કરવાની કે નહીં કરવાની કે કરેલું રોકાણ પાછી ખેંચી લેવાની સલાહ આપે છે. તેઓ દર મહિને એક અઠવાડિયું જગતના જુદા જુદા વિકસતા દેશોમાં ગાળે છે. વિકસતા દેશોની ધરતી પર જે બનાવો બની રહ્યા છે. તેનું તેઓ પ્રત્યક્ષ દર્શન કરે છે આ પુસ્તકમાં તેમના જગતના અનેક વિકસતા દેશો અને ઉભરતા બજારો વિષેના ખૂબ સચોટ વર્ણન છે. આર્થિક વિકાસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે આ પુસ્તક વાંચવું અનિવાર્ય ગણાય.
દુનિયાનો કોઈ અર્થશાસ્ત્રી વિશ્વાસપૂર્વક કહી શકતો નથી કે કયા કારણોસર અને કયા સમયે અમુક રાષ્ટ્રો વિકાસ કરે છે અને અમુક રાષ્ટ્રો આર્થિક વિકાસ કરવામાં નિષ્ફળ જાય છે. ઝડપી આર્થિક વિકાસ પશ્ચિમના લોકશાહી દેશોમાં પણ થયો છે, મીલીટરી કે અન્ય પ્રકારની ડીક્ટેટરશીપ હેઠળના દેશોમાં પણ થયો છે, ચીન જેવા સમાજવાદી દેશોમાં પણ થયો અને ભારત જેવા એશિયન લોકશાહી દેશોમાં પણ થયો છે. વળી અમુક વર્ષો આર્થિક વિકાસ ચાલુ રહી અમેરિકા અને યુરોપના દેશોમાં જે બની રહ્યું છે તેમ આર્થિક વિકાસ ઠપ્પ પણ થઈ જાય છે અને આર્થિક વિકાસ ફરી પાછો ક્યારે ચાલુ થશે તે પણ કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી. અલબત્ત બધા અર્થશાસ્ત્રીઓ તે અંગે જાતજાતની અને ઘણીવાર વિરોધાભાસી અટકળો કરે છે અને કોઈ અડસટ્ટો સાચો પણ પડે છે. ઝડપી આર્થિક વિકાસ માટે અર્થશાસ્ત્રીઓ નીચેની સલાહો આપે છે બચતને પ્રોત્સાહન આપો અને બચત દર વધારો, બેંકોને તેમના નાણાં સદ્ધર પ્રોજેક્ટસમાં રોકાણ કરવાનું કહો, લોકોના મિલ્કતના કાયદાનું રક્ષણ કરો, બજેટ ખાધ અને વ્યાપારી ખાધ ઓછામાં ઓછી રાખો, ફુગાવાને કાબુમાં રાખો , બજારો મુક્ત રાખો, કાયદાનું શાસન મજબૂત બનાવો, સારા રસ્તા બાંધો અને સારી નિશાળો સ્થાપો, નવી ટેકનોલોજી લાવો અને તેને માટે લોકોને તાલીમ આપો આ બધું જાણવા છતાં અમુક દેશો કેમ પ્રગતિ કરે છે અને અમુક દેશો કરતા નથી તે સવાલ સૌને મુંઝવે છે. અલબત્ત આ માત્ર અર્થકારણનો સવાલ નથી પરંતુ રાજકારણનો પણ સવાલ છે. દેશનું રાજકારણ અર્થકારણ પર ગંભીર પ્રભાવ પાડે છે. લેખક આ પુસ્તકમાં કયા રાષ્ટ્રો ઉભરતા રાષ્ટ્રો બનશે અને કયા નહિ બને તે અંગે ઘણા નિરીક્ષણો રજૂ કરે છે.
લેખક કટાક્ષમાં જણાવે છે કે અર્થકારણમાં ભવિષ્યકથન (ફોરકાસ્ટીંગ)નો જૂનો નિયમ એ હતો કે પુષ્કળ બધા ભવિષ્યકથનો કરો અને જે સાચો પડે તેની ક્રેડિટ લો. નવો નિયમ એવો છે કે પુષ્કળ લાંબા ગાળાનું ભવિષ્યકથન કરો જેથી લોકોને યાદ જ ન રહે કે તમે ખોટું ભવિષ્યકથન કર્યું હતું. લેખકે બ્રાઝિલ, રશિયા, ટર્કી, હંગેરી, શ્રીલંકા, પોલેન્ડ, ઝેક રિપબ્લીક, ચીન, ઇન્ડોનેશિયા વગેરે દેશોના હાલના અર્થકારણનું નિરીક્ષણ કર્યું છે અને એમના આ નિરીક્ષણો બહુ સુઝવાળા (insightful) છે અહીં આપણે ભારત પરના તેમના નિરીક્ષણોની વાત કરીશું.
ઇ.સ. ૧૯૯૧ પછી ભારતમાં બહુઊંડા ફેરફારો થયા છે. ભારતનું શેરબજાર વિશ્વના ઉભરતા બજારોના શેરબજારોના સરાસરી ભાવો પ્રમાણે ઊંચુ અને નીચું જાય છે. ભારતનું શેરબજાર ઊંડુ છે અને ખૂબ વૈવિધ્યપૂર્ણ હોવાથી આમ થાય છે. ભારતના શેરબજારમાં ૫૦૦૦ કરતા પણ વધુ લીસ્ટેડ કંપનીઝ છે જેમાં ૧૦૦૦ કંપનીઓ કરતા પણ વધુ કંપનીઓમાં પરદેશીઓએ મૂડીરોકાણ કર્યું છે. આમાંથી ૧૫૦ જેટલી કંપનીઓમાં કુલ વિદેશી મૂડીરોકાણ ૧૦૦ કરોડ ડોલર્સથી વધુ છે. ભારત સૌથી વિરોધાભાસી દેશ છે એક બાજુ બિહારનું સામંતશાહીવાળું કલ્ચર છે તો બીજી બાજુ ઇન્ફોસીસ કંપનીનું અત્યાધુનિક કલ્ચર છે ઉત્તર પ્રદેશની લગભગ ૨૦ કરોડની વસ્તી તેને જગતનો સૌથી છઠ્ઠો અને મોટો દેશ બનાવી શકે તેમ છે અને પશ્ચિમ બગાળની ૯ કરોડની વસ્તી જર્મીનીની વસતી કરતા વધારે છે. ભારતના યુવાનો એકબાજુ વર્લ્ડ ક્લાસ એન્જિનિયરીંગ કોલેજો (આઇઆઇટી)માં જાય છે તો બીજી તરફ યુવાનો હિંસક માઓવાદમાં પણ જોડાય છે. ભારતના અગ્રવર્ગનો અંગ્રેજી પર કાબુ હોવાથી તેની સાથે વ્યવહાર કરવો અન્ય દેશો માટે સુગમ છે. આજથી ત્રણસો વર્ષ પહેલાં ૧૭મી સદીમાં ભારતનો જગતના કુલ ઉત્પાદનમાં ફાળો એક તૃતિયાંશ જેટલો મોટો હતો. ભારતનો પોતાનો ૮ ટકા કે તેથી વધુ આર્થિક વૃદ્ધિદર વર્ષોવર્ષ ટકાવી રાખશે તેવી આશા હતી પરંતુ હવે તે નિરાશામાં પલટાતી જાય છે. લેખક કહે છે કે ૨૦૨૦માં ભારત બ્રેક આઉટ (દોડ મૂકીને ઉંચો વિકાસદર સાધનારો દેશ) રાષ્ટ્ર થશે તેની સંભાવના માત્ર ૫૦ ટકા છે. ભારતની સ્થૂળકાય થઈ ગયેલી અમલદારશાહી ભારતને સગાવાદી (ક્રોની) મુડીવાદ, અને ખેડૂતો ખેતર પર જ આજીવિકા મેળવતા રહે તેવી વૃત્તિ તેને બ્રેકઆઉટ રાષ્ટ્ર નહી બનવા દે (અહીં ગાંધીજનોએ એ યાદ રાખવું જરૃરી છે કે ભારતના ખેતીવાડી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં લગભગ ૧૫ ટકા ફાળો છે અને ખેતી પર વસ્તીના કુલ ૬૦ ટકા લોકો નભે છે. ૧૯૯૧માં મનમોહનસિંઘે આર્થિક ચમત્કાર સર્જ્યો અને ૨૦૦૩થી ૨૦૦૭ વચ્ચે ભારત લગભગ ૯ ટકાના વિકાસદરે આગળ વધ્યું તે ચીન પછી જગતનો સૌથી ઉંચો વિકાસદર હતો. હવે તેને બ્રેક વાગી છે. ઇ.સ. ૨૦૦૪ પછી મનમોહનસિંઘ આર્થિક સુધારાની ગતિ જાળવી શક્યા નથી તેમનોપોતાનો કોઈ સ્વતંત્ર રાજકીય બેઝ નથી તેમની રાજકીય સત્તા મર્યાદિત છે. તેઓ સોનિયા ગાંધી પર આધાર રાખે છે અને સોનિયા ગાંધીની આર્થિક નીતિઓ કલ્યાણ રાજ્યને લગતી છે, આર્થિક વિકાસને લગતી નથી. આ કલ્યાણ રાજ્યનો બોજો અત્યારનું રાજ્ય ઉપાડી શકે તેમ જણાતું નથી. મનમોહનસિંઘ આર્થિક વિકાસ માટે શું કરવું જોઈએ તે જાણે છે, આર્થિક મુશ્કેલીઓનો તેમને ખ્યાલ છે પરંતુ તેઓ કશું ખાસ કરી શકે તેમ નથી. ૧૯૭૦ના દાયકામાં બ્રાઝીલમાં પણ આમ થયું હતું. આ દસકામાં બ્રાઝીલની સુધારાની સાયકલને બ્રેક વાગી ગઈ અને બ્રાઝીલ હાયપર ઇન્ફલેશન (જબરદસ્ત ભાવવધારો)ના વિષયચક્રમાં ફસાઈ ગયું. ભારત બ્રાઝીલ જેવું છે. બન્ દેશોના લોકો ઘોંઘાટિયા, રંગીન, ધંધાકીય વચનો આપે અને તે પાળવામાં ઢીલા અને સમયપાલનની બાબતમાં રેઢિયાળ કેઝ્યુઅલ (બેફિકરાઈ) વર્તન માટે જાણીતા છે ભારતને હજી હાયપર ઇન્ફ્લેશન એટલે શું તેની જરા પણ ખબર નથી જોતજોતામાં ઘઉંના ભાવ કે તેલના કે અન્ય પ્રકારના અનાજના ભાવ બે હજાર રૃપિયે કીલો થઈ જાય અને ્બ્રેડનો ભાવ પણ એક હજાર રૃપિયા થઈ જાય લોકો સાટાપદ્ધતિ પર આવી જાય અને રૃપિયાનું આંતરિક મૂલ્ય કાંકરા જેવું થઈ જાય અને જિંદગીની બચતમાંથી તમે એક મહિનો માંડ ગુજારી શકો. બ્રાઝીલ અને ભારતની બાબતમાં એક બીજી બાબતમાં પણ સામ્ય છે કે બન્ને રાષ્ટ્રોના લોકો સરકાર પાસેથી પુષ્કળ કલ્યાણ યોજનાઓની અપેક્ષા રાખે છે પરંતુ બન્ને સરકારો કલ્યાણ યોજનાઓને અમલમાં મુકી શકે તેવી તેની આર્થિક હાલત નથી બ્રાઝીલ ભારત કરતા ઘણો ધનિક દેશ છે. બ્રાઝીલની માથાદીઠ આવક બાર હજાર ડોલર્સ છે જ્યારે ભારતની તે ૧૪૦૦ ડોલર્સ છે. ભારતના રાજકારણીઓ હવે જમીનને ઝડપામાં ધ્યાન આપવા માંડયા છે. ભારતમાં મોટા ભાગના કામો વ્યક્તિગત ઓળખાણોથી થાય છે અને તેને કારણે ભારતમાં જમીન, ફેક્ટરીઝ અને ખાણો ભ્રષ્ટ લોકોના હાથમાં જવા માંડી છે. તૈવાન, જાપાન, કોરિયા જેવા રાષ્ટ્રોની સરાસરી જમીનના વેચાણ માટે કાયદા ઘડયા હતા અને આ કાયદા પાળવામાં પણ આવતા હતા. ભારતના લાખો આદિવાસીઓ અને ખેડૂતોને તેમની જમીનોના જો સારા ભાવ મળે તો અને વચેટિયા તેને ઝૂંટવી નહી લે તો જ ધંધા ઉદ્યોગો માટે અનુકૂળ વલણ અપનાવશે. બાકી ઉદ્યોગોનો કોઈ પણ ભોગે વિરોધ ભારતમાં જબરજસ્ત બેકારી ઊભી કરશે. ભારતની ખેતીવાડી હવે વધુ લોકોને સમાવી શકે તેમ નથી. જગતનો દરેક ખેતીપ્રધાન દેશ ગરીબ છે. આર્થિક હરીફાઇવાળા રાષ્ટ્રોમાં અબજોપતિ તો ઊભા થવાના પણ ભારતમાં કંઈક વિચિત્ર બની રહ્યું છે. ચીનમાં ૧૧૫ અબજોપતિ છે પરંતુ તેઓની સંપત્તિ ચીનની રાષ્ટ્રીય સંપત્તિના માત્ર ૪ ટકા છે. કોરિયામાં ૧૬ અબજોપતિ છે અને તેની આવક રાષ્ટ્રીય આવકના ૪ ટકા છે, બ્રાઝિલમાં ૩૦ અબજોપતિ પાસે રાષ્ટ્રીય આવકના ૬.૫ ટકા છે જ્યારે ભારતમાં ૫૫ અબજોપતિઓ છે જેમની પાસે ભારતની કુલ રાષ્ટ્રીય આવકના અઘધધ ૧૭.૨ ટકા છે. લેખક એવો ઇશારો કરે છ કે જ્યારે દેશમાં અબજોપતિઓ બનવાનો રસ્તો રાજ્યની સરકારના પેટ્રોનેજ દ્વારા ઊભો થાય તો તે બિનતંદુરસ્ત અર્થકારણ અને રાજકારણ સૂચવે છે. તેનાથી લોકોનો રોષ ભભૂકી ઉઠે છે. ૧૯૮૦ના દાયકાના અંતમાં બ્રાઝીલમાં તેમ થયું હતું. ભારતમાં જે નવા અબજોપતિ ઊભા થાય છ તે રાષ્ટ્રકક્ષાએ નહીં પરંતુ રાજ્યકક્ષાએ ઊભા થાય છે. જેઓ રાજ્ય સરકારના આશીર્વાદથી જમીનો અને ખાણો વધુ સસ્તે ભાવે મેળવી લે છે. આ એક ચિંતાજનક બાબત છે. આની સરખામણીમાં ૨૦૦૭માં ચીનમાં જે સૌથી ધનિક મણસ હતો તે ભ્રષ્ટાચાર અને ઇન્સાઇડર ટ્રેડિંગના લીધે જેલમાં છે અને તેનો પુરોગામી અબજોપતિ માઉ ક્વીંઝોંગને બેંકીગમાં ગોટાળા માટે આજીવન કેદની સજા કાપી રહ્યો છે. ભારતની જેમ અન્ય વિકસિત દેશોમાં કે ચીનમાં ભ્રષ્ટાચારીઓ જેલમાં થોડોક વખત ગાળીને છૂટી જતા નથી. ભારતના ભ્રષ્ટાચારીઓને સજા થતી નથી કે તેનાથી છટકી જાય છે તે અંગેનો ભારતીય પ્રજાનો રોષ હવે ભભૂકી ઉઠયો છે. લેખક ક્રોની કેપીટાલીઝમ એટલે સગાવાદી મૂડીવાદને રાષ્ટ્રનું કેન્સર માને છે જે આર્થિક વિકાસ અટકાવી દે છે અમેરિકાએ ૧૯૨૦ના દસકામાં જેમાં લૂંટારા ઉદ્યોગ જગતમાં કહેવાય તેઓને તેમની ઇજારાશાહીને તોડીને સીધાદોર કર્યા હતા. ભારતમાં તે ઇચ્છાશક્તિનો અભાવ છે લેખક જણાવે છે કે ભારતની લોકસભામાં ત્રીસવર્ષથી નીચેનો એકેએક સંસદસભ્યનું સભ્યપદ વારસાગત છે. આ પણ એક ચિંતાજનક બાબત છે. ભારતમાં રાજકારણીઓ કદાપી રાજકારણ છોડતા નથી એમ જણાય છે કે તેમાં હારી જાય ત્યારે બીજી ચૂંટણી સુધી રાહ જુએ છે. લેખકનું એક સચોટ નીરિક્ષણ એ છે કે હવે સરાસરી ભારતીય પોતાની સ્થિતિ સુધારવા કેન્દ્ર પર નહીં પરંતુ રાજ્યની સરકાર પર મીટ માંડીને બેઠો છે. તેને રાજ્યસરકાર પોતાની તારણહાર લાગે છે. કેન્દ્રનો જાદુ હવેના રાજકારણમાં ઓગળ્યો છે. રાજ્યો સત્તાશાળી બન્યા છે. રાજ્યો કેન્દ્રને નમાવે છે ભારતમાં અત્યાર સુધી દક્ષિણના રાજ્યોનો આર્થિક વિકાસની બાબતમાં દબદબો હતો હવે તે જતો રહ્યો છે. ૨૦૦૭થી ૨૦૧૦ દરમિયાન ભારતના દક્ષિણના રાજ્યોનો સરાસરી વિકાસદર ૭ ટકાથી ઘટીને ૬.૫ ટકા થઈ ગયો દા.ત. બિહારમાં નીતિશકુમારે એવો જાદુ કર્યો અને અમલદારશાહીને એવી જાગૃત (અને ભયભીત) કરી અને ફાસ્ટટ્રેક કોટર્સની શૃંખલા દ્વારા એટલા બધા ભ્રષ્ટાચારીઓને અને અન્ય ગુનેગારોના કેસમાં મોકલેલા કે તેમના રાજ્યનો વિકાસદર ૧૧ ટકા થઈ ગયો વળી તેઓ સિક્યુલર રહ્યા અને કોઈ Personality Cult તેમણે ઉભો ન કર્યો માત્ર ૨૦૧૦ની સાલની વાત કરીએ તો ભારતમાં તે વર્ષે છ રાજ્યોએ ૧૦ ટકાનો આર્થિ વિકાસ સાધ્યો અને આ છમાંથી કોઈ રાજ્ય દક્ષિણ ભારતનું નહોતું.
સમગ્ર ભારતના ગામડાઓમાં લોકોની આવક વધી રહી છે આનું એક કારણ અનાજના વધેલ ભાવો છે અને સરકાર ખેડૂતોને અનજના સારા પ્રાપ્તિભાવ આપે છે. વળી ગામડામાં કામ કરતા સરકારી અધિકારીઓ કે તેમની નીચે કામ કરતા સરકારી નોકરીઆતોના પગાર- ભથ્થા પણ વધ્યા છે આથી દેશમાં ગ્રામ્ય બજારો વિકસતા જાય છે. ભારતમાં છૂટક વેપારની દુકાનો વધતી જાય છે અને તેની સંખ્યા ૭૫ લાખ જેટલી પહોંચી છે. ભારતમાં ચિંતાની એક બાબત એ છે કે જેમ જેમ રાષ્ટ્રીય આવક વધતી જાય છે તેમ તેમ અસમાનતા વધતી જાય છે. લેખક જણાવે છે કે વિકાસના શરુઆતના તબક્કામાં આમ બનવું સ્વાભાવિક છે સરકાર આના પગલા રૃપે નવી નવી નોકરીઓ ઉભી કરવાને બદલે કલ્યાણલક્ષી કે રોજગારલક્ષી (દા.ત. નરેગા) યોજનાઓ ઉભી કરે છે પરંતુ તે દેશમાં જંગી ખાધ ઉભી કરે છે. ભારતમાં સરકારી ખર્ચ છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે ૨૦ ટકાના દરે વધતો જાય છે જ્યારે અર્થકારણ તેનાથી અડધી ઝડપે પણ વધતું નથી. ભારતની ખાધ ૬ ટકાથી ૯ ટકા થઈ ગઈ છે અને જાહેર દેવું તેની રાષ્ટ્રીય આવકના ૭૦ ટકા જેટલું થઈ ગયું છે. લેખક ભારત માટે કંઈક કરવા આશાવાદી જણાય છે લેખકના અન્ય દેશો વિશેના નિરીક્ષણો વાંચવા આ પુસ્તક વાંચવું જરૃરી છે.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved