Last Update : 01-August-2012, Wednesday

 

ફલશ્રુતિ

વહીવટની વાતો - કુલીનચંદ્ર યાજ્ઞિાક

 

પાંત્રીસ વરસની સેવાયાત્રા મને આ સાડાચાર વરસની સ્મરણયાત્રા આમ પૂરી થાય, ત્યારે ઝડપથી એક નજર પાછળ નાખવાનું મન થાય. આની ફલશ્રુતિ? સરકારે માહિતીના હકનો કાયદો કરીને પારદર્શક શાસનનો આદર્શ પ્રસ્તુત કર્યો છે, ત્યારે શાસન તંત્રની ગતિવિધિઓની જાણકારી પ્રજાને મળે તે જરૂરી છે. અગાઉ ઉચ્ચ અધિકારીઓ પોતાનાં સ્મરણો કે વૃત્તાંતો લખતા તેટલાં હવે નથી લખાતાં.
સામાન્ય નાગરિકને સ્થાનિક કચેરીઓ અને અધિકારીઓ સાથે વધારે કામ પડે છે. અહીં તેને સંતોષ થાય છે? આ ઓફિસોનો માહોલ કેવો હોય છે? અધિકારીઓનું વલણ, પ્રતિભાવ અને નિસ્બત કેવાં હોય છે? નિર્ણયો કેવી રીતે, કેટલી ઝડપથી લેવાય છે? આ બધા ઉપરથી માત્ર સરકારની પારદર્શિતાનો જ નહિ, પણ તેની લોકાભિમુખતાનો પણ ક્યાસ નીકળે છે. સામાન્ય પ્રજાજન સ્થાનિક જિલ્લા કચેરીઓ ઉપરથી જ સરકારનું માપ કાઢે છે. કમનસીબે આઝાદીની પહેલી પચીસી પછી જિલ્લા તંત્રનો ઈનીશીએટીવ કાયદાના અમલમાં તેની સ્વાયત્તતા અને અસ્મિતા નબળી પડતી રહી છે. આની ચંિતા પાટનગરના તંત્રને ઓછી છે, અને આપણા સમાજને અને રાજકીય પક્ષોને રાજકારણમાં રસ છે તેટલો રસ સરકારમાં પ્રસ્થાનમાં (મેનેજમેન્ટમાં) નથી. એટલે પરિસ્થિતિ વણસી રહી છે. તેથી કચેરીઓના સંચાલન વિશે પણ નાગરિકોને સભાન કરવાની જરૂર છે.
સરકારી કર્મચારીઓને વહીવટ વિશે જાણવામાં રસ પડે એવો સંભવ ખરો. ઘણા કહે છે કે ‘નિવૃત્ત અધિકારીઓ ભાગ્યશાળી છે કે તેઓ સારી રીતે કામ કરી નીકળી ગયા. આજે કામ કરવું ઘણું વધારે મુશ્કેલ છે. ચારે બાજુથી દબાણો આવે છે! પણ, તેમને શરૂઆતની તકલીફોનો ખ્યાલ નથી. તાલુકા મથક સિવાય રસ્તાઓ લગભગ હતા જ નહિ. જાહેર વાહન વ્યવહારની સગવડ ઘણી ઓછી હતી. કલેક્ટરના આવા તંત્રમાં એક જ કાર - તે પણ જીપ (મિકેનિકલ ટાંગો જ!) હતી, અને તે કલેક્ટર પાસે જ. ફોનમાં એસ.ટી.ડી.ની સગવડ નહોતી. અને કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રીક સાધનો કે મોબાઈલ તો કલ્પનામાં પણ ન હતા! ફરજિયાત ટુરીંગ વધારે, અને દરેક કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન. આવી મર્યાદાઓ સાથે જે કંઈ હાંસલ થયું તેનું મહત્ત્વ મોટું નહોતું. દા.ત. રજવાડાંના વહીવટનું એકત્રીકરણ ઈનામ નાબુદી અને ગણોતધારા વગેરે.
નવા અધિકારીઓને પારકા અનુભવ ઉપરથી જાણવાનું મળે ઓફિસમાં કેવા સંજોગો ઊભા થાય છે. કેવા કર્મચારીઓ અને નાગરિકો સાથે કામ કરવાનું આવે છે. અઘરી સમસ્યાઓનો નિકાલ કેમ આવે છે, નાજુક બાબતમાં નિર્ણય કેમ લેવાય. આ બધી બાબતોમાં કોઈની સલાહ લેવાનું શક્ય અથવા ઈચ્છનીય ન પણ હોય. સંભવ છે કે ઉદાહરણો ઉપરથી રસ્તા સૂઝે.
સુખદ સ્મરણો વાગોળવાં સૌને ગમે. કડવા પ્રસંગો અને નુકસાન કાયમનાં શૂળ બની જાય છે. સરકાર પ્રતિ સંતોષ ધરાવતા ઘણા ઓછા કર્મચારીઓ હોય છે. નોકરીમાં કયા સંજોગો, કઈ કસોટીઓ અને કટોકટીઓ સામે આવે છે તે ચાન્સ, અણધારી ઘટના (નસીબ!) ઉપર આધાર રાખે છે. ઘણી વાર સફળતા પણ અણધારી મળે છે. પણ એકંદરે પ્રસંગોનો સામનો તો કર્મચારીનાં સ્વભાવ અને સજ્જતા ઉપર આધાર રાખે છે.
એક સામાન્ય અધિકારીના વૃત્તાંતમાં જોવા હોય તો કેટલા ચમત્કાર થયા? પ્રથમ તો પાંચ વરસની મામલતમાં પહેલું પ્રોમોશન, પછી દસ જ વરસમાં કલેક્ટર તરીકે નિમણૂક - અને તેય ડેપ્યુટી કલેક્ટરના છ જ વરસ બાદની સિનિયોરીટીથી! આખી સર્વિસ દરમ્યાન એક પણ ઉપરી પ્રતિકૂળ મળ્યા નથી. ક્યારેક સચિવે, મુખ્ય મંત્રીએ અને ગવર્નરે સામે ચાલીને પૂછ્‌યું છે કે ‘કયું પોસ્ટંિગ જોઈએ છે?’ તે છતાં કદી કોઈ પાસે માગ્યું નથી. જ્યાં ગમે ત્યાં ઉત્તમ ટીમ વર્કનું પીઠબળ મળ્યું છે, ‘જોબ સેટિસફેક્શન’ મળ્યું છે અને જનતાની દાદ મળી છે. છેવટે સચિવ પદ, રિ-એમ્પ્લોયમેન્ટ અને યુનિવર્સિટીના કુલપતિ. બીજુ શું જોઈએ?
અન્યાય અને નુકસાન પણ થયાં. નોકરીની શરૂઆતમાં જ ઉપરની જગ્યા માટે અરજી કરવાની જ મનાઈ, અને ખુદ મુખ્ય સચિવનું અસત્ય! સેવા દરમ્યાન લાંબા ગાળા સુધી મુખ્ય પ્રવાહ-એક્ઝીક્યુટીવ-થી દૂર રહેવું પડ્યું. કોઈ અગત્યની તાલીમ ન મળી - નહિ વિકાસની, નહિ આઈ.એ.એસ.ની અને છેવટ તો મોટામાં મોટો અન્યાય ખુદ મુખ્ય મંત્રીનો - આઈ.એ.એસ.ની મારી કાયદેસરની સિનિયોરીટીને જોખમાવે તેવો!
પણ એ બધાની કડવાશ રહી નહિ. અનાયાસે મળેલા લાભમાં એ ઓગળી ગઈ. સરકારી નોકરીમાં કે જીવનમાં સૌએ યાદ કરવા જેવો તો પંકજ મલિકે ડૉક્ટરના સ્વાંગમાં ગાયેલો ઉપદેશ જ છે ઃ
યે ન સોચો ક્યા ન પાયા,
યે કહો ક્યા મિલ ગયા!

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved