Last Update : 01-August-2012, Wednesday

 

સુખની વ્યાખ્યા વ્યક્તિ અને દેશ પ્રમાણે બદલાતી રહે છે, પ્રતિકૂળ વાતાવરણમાં તમારાં બાળકો સીધા રહે તેનાથી મોટું સુખ બીજું કોઈ નથી !

તારી અને મારી વાત -હંસલ ભચેચ

- વિશ્વમાં ક્યો દેશ એવો હશે કે જ્યાં દેહનો અને કેફીદ્રવ્યોનો વ્યાપાર નહીં થતો હોય ? કદાચ એક પણ દેશ નહીં !!

મેમથ, એમસ્ટરડમમાં મારો ટર્કીશ ડ્રાઈવર, સાથે હું ટર્કીના દરિયાકિનારે આવેલા રમણીય શહેર ‘અન્તાલ્યા’માં મે ગાળેલા દિવસોની વાતો કરી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં પોતાના વતનની યાદો મંડરાતી જોઈને હું જરા અટક્યો. તે મારું આ અટકવું તરત જ પામી ગયો અને અચાનક જ તેણે વાતમાં પલટી મારી ‘એમ તો આ શહેર પણ ખૂબ રમણીય છે, કુદરતી સૌન્દર્ય અહીં ઠાંસી ઠાંસીને ભર્યું છે.’ પછી તો એણે એમસ્ટરડમ, ત્યાંનું જીવન લોકો વગેરે વિશે વાતોનો પટારો ખોલ્યો. એ અલક-મલકની વાતો કર્યે જતો હતો પણ એની આંખોમાં ઊડે ઊંડે એક ઉદાસી વંચાતી હતી. હું એની આંખોમાં વંચાઈ રહેલી ઉદાસીનતાના કારણોનો તાગ એની વાતોમાંથી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં એણે મને પ્રશ્ન પૂછ્‌યો ‘તમને ખબર છે મને સૌથી મોટું સુખ કર્યું છે ?!’ મારા જવાબની રાહ જોયા વગર જ (કદાચ એને મારી પાસેથી જવાબની અપેક્ષા પણ નહતી !) એ તેની વાતમાં આગળ વઘ્યો મારા ઉપર ઈશ્વરની સૌથી મોટી કૃપા એ છે કે ‘મારી દીકરી વેશ્યા નથી અને મારો પુત્ર ગંજેરી નથી.’ બસ, એની ઉદાસી, વાંચવા મારા માટે એનું આ એક વાક્ય પુરતું હતું. એમસ્ટરડમની રમણીયતામાં એને બે વાત જબરદસ્ત રીતે ખુંચતી હતી, કાનૂનીકૃત વેશ્યાગીરી (લીગલાઈઝ પ્રોસ્ટીટ્યુશન) અને કાનૂનીકૃત નશાકારક દ્રવ્યોનું ...... (ખાસ કરીને ગાંજો) ! પછી, હું એને પ્રશ્નો પૂછતો ગયો, એ વાતો કરતો ગયો અને એણે જે બે પોતાના સુખ કહ્યા તે માટે તેની વૈચારિક ક્ષમતા ઉપર માન થયું. એણે કરેલી વાતો ઉપરથી મેં તારવેલી કેટલીક વાતો આપણને વિચારતી કરી મૂકે એવી છે.
એમસ્ટરડમ અને બેંગકોક વચ્ચે એક સામ્ય છે, ત્યાંની કાનૂનીકૃત વેશ્યાગીરી. એમસ્ટરડમ પશ્ચિમના અને બેંગકોક પૂર્વના કુટ્ટણખાના તરીકે કુખ્યાત (પ્રખ્યાત) છે. આ એક સામ્યની સામે ઘણાં વિરોધભાસ પણ છે. એમસ્ટરડમમાં આ વ્યવસાય ૧૮ વર્ષથી ઉપરની કોઈપણ સ્ત્રી પોતાની મરજીથી કરી શકે છે. પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિ સ્ત્રીને આ ધંધો કરવા ફરજ પાડે તો તેને માટે ખુબ આકરી સજાની કાયદાકીય જોગવાઈ છે. પરિણામે, અહીં દલાલોનું અસ્તિત્વ નથી (બેંગકોકમાં દલાલો ધરાકે પકડી લાવે છે.) સ્ત્રી પોતે જ નાનકડી ખોલી ભાડે રાખીને તેના આગળના ભાગમાં આવેલા કાચના શો કેસમાં બેસીને ધંધો કરે છે (બેંગકોકમાં મહદઅંશે દલાલોની જગ્યાઓમાં- સમુહમાં આ વ્યવસાય ચાલે છે.) પોતાના આ કાનૂની વ્યવસાય થકી થતી આવક બતાવીને પ્રમાણિકતાપૂર્વક આવકવેરો ભરે છે. (બોલો, આ વેશ્યાઓ શરીર વેચે છે તેમ છતાં આવકવેરો ભરે છે અને આપણે ત્યાં નેવું ટકા ધંધારીઓ વસ્તુઓ વેચીને પણ એક રૂપિયાનો ટેક્સ નથી ભરતા !!) કેવી રીતે કરે ?! આવકવેરાને વેશ્યાઓની સરેરાશ આવક ખબર હોય અને ટેક્સ ભરે એટલે ઝાઝી માથાકૂટ ના કરે (અહીં તો આવકવેરા વિભાગ કે કર ભરતા હોય તેની પાછળ જ લાગેલા હોય, જે ફદિયુ’ય ના ભરતાં તેને હાથ પણ ના લગાડે !!) પોલીસો જઈને હપ્તાવાળી કે પૈસાના ખિસ્સા (પથારી!) ગરમ ના કરે. સરકાર તરફથી ફરજીયાત આ વેશ્યાઓનું દર ત્રણ અઠવાડિયે મફત હેલ્થ ચેકઅપ થાય અને બીમાર માલુમ પડે તો વ્યવસાયમાંથી દૂર કરાય. પાછો આ રેડલાઈટ એરિયા કોઈ અંધારી ગલીમાં નહી પણ મુખ્ય બજારની વચ્ચે, ત્યાં નાના-મોટા સૌ કોઈ અવરજવર પણ કરે ! અરે, ...ઓમાંથી રેડલાઈટ એરિયાની ઓરિએન્ટેશન ટુર પણ અહીંની મુલાકાત લે અને ત્યાં થતાં ન્યુડ શો માં જેટલા પુરુષ દર્શકો હોય એટલી સ્ત્રી દર્શકો પણ હોય!!
યુરોપીઅનો વીક-એન્ડમાં એમસ્ટરડમમાં ઉભરાય છે (લંડન ૩૫૬ કિ.મી. પેરીસ ૪૨૯ કી.મી.) વેશ્યાવૃત્તિ માટે નહીં, ગાંજો પીવા માટે ! સમગ્ર વિશ્વમાં એકમાત્ર અહીંની સરકાર ગાંજાનો વેપાર કરે છે. અહીં લગભગ દરેક નાના-મોટા સ્ટોરમાં ઉપલબ્ધ એવો ગાંજો ખરીદવો અને પીવો કૂનૂની છે. લગભગ છોકરાઓ જેટલી જ સંખ્યા છોકરીઓ પણ બિન્ધાસ્ત ગાંજો પીએ છે !
વિશ્વમાં ક્યો દેશ એવો હશે તે જ્યાં દેહનો અને કેફી દ્રવ્યોનો વ્યાપાર નહી થતો હોય ? કદાચ એક પણ દેશ નહીં, અહીંના શાસકોની ગણતરી એવી છે કે બીજા દેશોની જેમ અમે પ આને અપરાધ ઘણીએ તો આ પ્રવૃત્તિઓ એ ભારતમાં ચાલશે, માફીઆઓ તેમાંથી સમૃદ્ધ થશે અને ગુણવત્તા ભગવાન ભરોસે રહેશે. એના કરતાં સરકાર જ એનો વેપાર કરે, એની ગુણવત્તા જાળવે અને ધંધા ઉપર માફીઆઓનો નહી પણ પોતાનો કાબુ રાખે ! હશે, એમની વિચારસરણી, એમને મુબારક, પણ મને મેમથની સુખની વ્યાખ્યા બરાબર સમજાઈ કે આવા વાતાવરણમાં તમારા છોકરા સીધા રહે તેનાથી મોટું સુખ બીજું કોઈ ના હોઈ શકે અને એ માટે તમે ભગવાનનો પાડ માનો એટલો ઓછો ! મને એની ઉદાસી સાવ સાચી લાગી કે આવા સરસ મજાના રમણીય દેશનું ભવિષ્ય વેશ્યાએ અને ગંજેરીઓની વચ્ચે શું રહેશે ? હવે તો બીજા દેશોમાંથી પણ યુવતીઓ દેહનો વ્યાપાર કરવા એમસ્ટરડમમાં ખડકાવા માંડી છે !
એમસ્ટરડમમાંથી પાછા વળતાં એરપોર્ટ ઉપર જોયું કે જે રીતે આપણી નેશનલ ન્યુઝ ચેનલો ગૌહત્તીમાં યુવતી પર થયેલા અત્યાચારની વિડીયો બતાવી બતાવીને પોતાની ટીઆરપી વધારવાની રેસમાં લાગી હતી ત્યારે મન વિચાર કરી ગયું કે નારી સ્વતંત્રની વાતો કરતાં આપણા જેવા દંભીઓ સાચા કે વાસ્તવમાં નારીઓને સ્વછંદ બનવાનો કાનૂની પરવાનો આપતા એ દેશની પ્રજા સાચી ?!! દિવસભર ઉધાડેછોગ ચાલતી ધંધાકીય જાતીય પ્રવૃત્તિઓ સાચી કે છાના-છપના પ્રેમના ઓછા હેઠળ ચાલતી જાતીય છેતરામણીઓ સાચી ?! પોતપોતાની સમજ જાણે અને ભગવાન જાણે !!
પૂર્ણવિરામઃ
સ્ત્રીના મનમાં એક સમયે એક જ પુરુષ રહી શકે છે જ્યારે પુરુષના મનમાં એક સમયે, એકસાથે અનેક સ્ત્રીઓ રહી શકે છે સમસ્યા તો એ છે કે સ્ત્રીને તે એક પુરુષ સામેય વાંધા હોય છે અને પુરુષને તે બધીય સાથે શાતા હોય છે !!

 
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved