Last Update : 01-August-2012, Wednesday

 
બાલ લીવર સીરોસીસમાં પથ્ય આહારની જરૃર છે

સ્વસ્થવૃત્ત

આધુનિક સમાજમાં લીવરસીરોસીસ નામના રોગનું પ્રમાણ વધ્યું છે. પશ્ચિમના અસરવાળા આધુનિક શરાબપાન સામાન્ય બનતું જાય છે. અતિ આધુનિક મહિલામાં પણ શરાબપાનની સુગ નથી. નિયમિત વિશેષ શરાબપાનથી લીવરના રોગો ખાસ કરીને લીવરસીરોસીસ નામનો કસ્ટસાધ્ય રોગ થાય છે. આયુર્વેદ માને છે કે, દારૃ પીતા હોય નહીં એવા લોકોને પણ લીવરસીરોસીસ થઈ શકે છે કારણ કે, એવા લોકો મંદાગ્નિથી પીડાતા હોય છે. મંદાગ્નિ અને માતાની બેકાળજીથી આશરે છ માસથી પાંચ વર્ષ સુધીના બાળકો આ રોગનો ભોગ બની શકે છે.
સ્તનપાન કરાવતી માતા સમતોલ આહાર લે નહીં, બાળકનાં ઉછેરમાં ધ્યાન આપે નહીં તો લીવરસીસ થઈ શકે છે. સ્વાભાવિક રીતે શિશુનું લીવર મોટું અને કોમળ હોય છે. માતાનાં દૂધ અને યોગ્ય આહારથી લીવર નાનું-નોરમલ થતું જાય. દૂધ પીવડાવતી માતા ભારે ખોરાક અવારનવાર ખાય તો એ માતાનું ધાવણ બાળકને ભારે પડે છે. લીવરને વધારે કામ કરવું પડે છે. લીવર નાનું થવાની સ્વાભાવિક ગતિ અટલે છે. આથી બાળક વહેલું કે મોડું લીવરસીસનું દર્દી બને છે. આ બિમારી ૩ સ્ટેજમાં વહેંચાયેલી છે. પહેલા સ્ટેજમાં સંભાળ લેવામાં આવે તો સારૃં થાય છે. બીજુ કષ્ટસાધ્ય અને બીજું અસાધ્ય.
૧. અવસ્થા (Stage) શરૃઆતમાં કંઈ ખબર પડતી નથી. બાળક સ્વસ્થ લાગે છે. દૂધ કે અન્ય આહાર બરોબર લઈ શકે છે પછી ક્યારેક તાવ આવી જાય છે. કબજિયાત ગેસ શરૃ થાય છે. બાળક પ્રસન્ન રહેતું નથી. શારીરીક વિકાસ અટકે છે. એનો ખ્યાલ આવતો નથી.
૨. આ અવસ્થામાં હલકો તાવ રહે છે. કોઈ વખત વધે છે. લીવર (યકૃત) અને પેટ વધે છે. શરીરમાં ગરમી વધારે લાગવાથી ઠંડી જગ્યા પર બાળક પડયું રહે છે. એક જગ્યાએથી જગાડવાથી બીજી જગ્યાએ સૂઈ જાય છે. મંદાગ્નિ રહેવાથી અરૃચિ, અજીર્ણ રહે છે. ક્યારેક ઉલટી કે ઝાડા થાય છે. લીવર વધારે મોટું થવાથી ક્રિયા વધારે મંદ પડે છે. પાંસળી, જમણો ખભો, જમણા પગમાં વધારે દુઃખે છે.
૩. લીવરના સ્થાન પર દુઃખે છે. તાવમાં વધઘટ રહે છે. તાવ તેજ પણ થાય છે. કમળાની શરૃઆત થાય છે, પછી વધે છે. આથી નેત્ર, મૂળ, ત્વચા પીળા થાય છે. હાથપગ પાતળા અને પેટ માટલા જેમ મોટું થાય છે. મોં પગ અને પેટ પર સોજા આવે છે. પેટ પર વાદળી નસો દેખાય છે આ અવસ્થા ગંભીર હોય છે.
આ વ્યાધિમાં આયુર્વેદની ચિકિત્સા ઔષધોનું પરિણામ ઉત્સાહજનક હોય છે. પરેજીનું મહત્વ ઔષધો કરતાં વધારે હોય છે. લાગણીમાં આવી જઈ અપચ્ય પદાર્થો બાળકને આપવાથી મોટું નુકશાન થાય છે.
બાળકને લીવરને લગતાં રોગો થાય નહીં અને હંમેશા તંદુરસ્ત રહે એ માટે નમ્ર સુચન કરીએ છીએ. બાળકને બહારના દૂધની જરૃર પડે તો બકરીનું દૂધ ઉકાળી ઠંડુ થયા પછી વાપરવું. બકરીનું દૂધ મળે નહીં તો ગાયનું દૂધ વાપરવું. બાળકની ઉંમર ધ્યાનમાં રાખી દૂધમાં પાણી અને વાવડીંગ ઉમેરી ઉકાળી ઠંડુ થયા પછી વાપરવું. મોટા બાળકની પાચનશક્તિનો વિચાર કરી આહાર આપવો. ચિકાશવાળા અને તળેલા પદાર્થો બાળકનું લીવર બગાડે છે. વારે વારે ખાવા આપવું નહીં. લાડકોડમાં વધારે અને ભારે ખવરાવવાથી લીવર બગડે છે. બાળકને અરૃચિ હોય તો જોર કરી ખવરાવવું નહીં, પણ અરૃચિ અંગે વિચારવું. ઔષધોમાં સંશમની નં. ૩ (ગળોધન) ગોળી એકથી બે વખત ઉંમર પ્રમાણે આપવી અને અસલી અતિવિષકળીવાળું બાલચાતુર્ભદ્ર ચૂર્ણ નિયમિત આપવું. આ પ્રયોગ બિલકુલ નિર્દોષ હોવાથી બે-ત્રણ વર્ષ ચાલુ રાખવો. આથી બાળકનું પાચન સારું રહેશે. શરદી વગેરે થશે નહીં. લીવર તંદુરસ્ત રહેશે અને શરીરનો વિકાસ થશે.
બાલ યકૃતવૃધ્ધિમાં પંડિતોને તાપ્યાદિલોહ અને પુનર્નવામંડુર ખૂબ જ અસરકારક માલુમ પડેલ છે. નિરોગી ગાયનું ગૌમૂત્ર દરરોજ સવારે બાળકની ઉંમર પ્રમાણે આપવાથી રોગને નિર્મૂળ કરવામાં ખૂબ જ મદદરૃપ થાય છે. ભોજન પછી રોહિતકારિષ્ટ અને પુનર્નવારિષ્ટ મેળવી પાણી સાથે આપવા. ઔષધોની માત્રા બાળકની ઉંમર પ્રમાણે નક્કી કરવી.
આ વ્યાધિમાં માતાનું દૂધ ઔષધ અને આહાર તરીકે સુંદર કામ કરે છે અને ગૌમૂત્રના ૮ થી ૧૦ ટીપાં પાણી સાથે ઉંમર પ્રમાણે નિયમિત સવારમાં આપવા અને ચરબી વિનાનો આહાર આપવો.
-શાંતિભાઈ અગ્રાવત

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved