Last Update : 01-August-2012, Wednesday

 

હેલ્મેટ વગર કાર ચલાવનારને દંડ !

ઇધર-ઉધર - વિક્રમ વકીલ

મિલકતનો જબરદસ્તીથી કબજો મેળવવા માટે બિલ્ડરો ગુંડાટોળકીઓ મોકલતા હોવાનું આપણે સાંભળ્યું છે પરંતુ હોંગકોંગ બોર્ડર નજીક આવેલા ચીનના સેનઝેન શહેરમાં એક બિલ્ડર એક બિલ્ડીંગ ખાલી કરાવવા ઝેરી વીંછીઓનો ઉપયોગ કર્યો. એક રાત્રે એણે ડોલ ભરીને ૪૦૦થી વઘુ વીંછી અલગ અલગ ફલેટમાં છોડી દીધા. સવારે રહેવાસીઓ ઉઠયા ત્યારે એમના શરીર પરથી વીંછીઓ ફરતા જોઇને તેઓ ઘર છોડીને ભાગ્યા!
* * *
મહારાષ્ટ્રના મંત્રાલયમાં ૨૧મી જૂને જે આગ લાગી એને કારણે જાન-માલ-ફાઇલોને તો નુકસાન થયું જ પરંતુ કેટલાક પ્રધાનોએ સારા નસીબ માટે અને વાસ્તુ સુધારવા માટે રાખેલી વસ્તુઓ પણ આગમાં સ્વાહા થઇ ગઇ છે. આગની બીજી સાઇડ ઇફેકટર એ થઇ કે નીચેના માળો સલામત રહેવાથી કેટલાક પ્રધાનોએ એમ માન્યું કે, નીચેનો માળ વાસ્તુની દ્રષ્ટિએ બેસવા માટે વઘુ યોગ્ય છે એટલે હવે નીચેના માળે બેસતા અધિકારીઓને બિસ્તરા-પોટલા બાંધીને બીજે શિફટ થવાનું કહેવામાં આવ્યું છે અને મુખ્યપ્રધાન સહિત બીજા સિનિયર પ્રધાનો હવે એમની જગ્યાએ બેસશે!
* * *
જો તમે હરિયાણામાં ફોર વ્હીલર ચલાવવા માંગતા હો અને હેલ્મેટ નહીં પહેરી હોય તો કદાચ પોલીસ તમને દંડે તેવી પૂરી શકયતા છે. હરિયાણાના ટિસાર શહેરના વકીલ અમિત સાઇનીને હમણાં આવો અનુભવ થયો છે. પોતાની વેગન-આર કારમાં અમિત પોતાના ભાઇ સાથે જઇ રહ્યાં હતા ત્યારે ગાડીનાં બધાં જ ડોક્યુમેન્ટસ ઠીક ઠીક હોવા છતાં ટ્રાફિક પોલીસે ૨૦૦ રૂપિયા માંગ્યા. અમીતે જયારે પૈસા આપવાનો ઇન્કાર કર્યો ત્યારે નારાજ થયેલા પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યા વગર કાર ચલાવવા માટે એમને ચલણ આપ્યું. સમસમી ગયેલા વકીલે છેવટે પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ કરી ત્યારે ન્યાયાધીશે આઇ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે એફ.આઇ.આર. દાખલ કરવાનો હુકમ કર્યો!
* * *
અમેરિકાનાં આઠ રાજયોમાં આશરે ૧૦૦૦ પાળેલાં કૂતરા અચાનક બિમાર પડીને મૃત્યુ પામ્યાં. કૂતરાની અચાનક બિમારીનું કારણ તપાસતાં ખબર પડી કે ચીનની કંપની દ્વારા બનાવવામાં આવેલા કૂતરાના ખાસ ખોરાકમાં કોઇ ગરબડ હોવાથી આમ થયું છે. હવે અમેરિકાના કૂતરાપ્રેમીઓ કંપની સામે ન્યાયિક કાર્યવાહી કરવાનું વિચારી રહ્યાં છે.
* * *
રાહુલ ગાંધી વિશે ‘સાચી’ વાત કહેવા બદલ વિવાદમાં સપડાયેલા કેન્દ્રીય પ્રધાન સલમાન ખુરશીદ કોઇ ચંિતામાં નથી કારણ કે કોંગ્રેસમાં એમનું વર્ચસ્વ અકબંધ છે. વિવાદાસ્પદ વિધાનના થોડા દિવસો પછી ખુરશીદે પોતાના બંગલે દિલ્હીથી પાવરલોબી (ટોચના પ્રધાનો, પત્રકારો, અધિકારીઓ...) માટે ‘કેરી પાર્ટીં’ રાખી હતી. પાર્ટીમાં વિવિધ ડઝનથી વઘુ પ્રકારની કેરી ઉપરાંત ચિકન બિરયાની અને કબાબ પણ હતાં. સોનિયા ગાંધી, મનમોહન સંિહ અને રાહુલ ગાંધીને બાદ કરતા દરેક શક્તિશાળી કોંગ્રેસી નેતાઓએ પાર્ટીમાં હાજર રહીને કેરીની મઝા માણી હતી. દરેક ટેબલ પર વિવિધ પ્રકારની કાપ્યા વગરની કેરીઓ અને છરી મૂકવામાં આવી હતી. દરેક પોતાની આવડત પ્રમાણે કેરી કાપીને કેરીની મઝા લેતા હતા, ત્યારે હજાર રહેનારાઓએ એક કૌતુક જોયું. સામાન્ય રીતે કેરીને ઉભી કાપીને દરેક ખાતા હોય છે, પરંતુ પી. ચિદમ્બરમ્‌ કેરીને આડી કાપી, ગોટલો કાઢી નાંખી, ચુસીને ખાતા હતા!
* * *
વશ્વના લગભગ બધા દેશોમાં ખવાતી સેન્ડવીચનો શોધક લોર્ડ સેન્ડવિચ હતો. આ યુરોપી ઉમરાવ પત્તાંનો ખૂબ શોખીન હતો. તેનું મૂળ નામ જહોન મોન્ટેગ્યુ હતું. એક દિવસ જુગાર રમતી વખતે તેનો દાવ ખૂબ જ લાંબો ચાલ્યો. તેનો રસોઇઓ અનેક વખત જમવા માટે કહેતો રહ્યો. છેવટે મોન્ટેગ્યુઓએ હાથ ન બગડે એ રીતે બધી વાનગીઓ બ્રેડની બે સ્લાઇસ વચ્ચે મૂકીને લાવવા કહ્યું, અને એ રીતે સેન્ડવિચ પ્રચલિત બની.
* * *
પારસીઓના ધર્મસ્થાનમાં મૂર્તિ હોતી નથી પણ પવિત્ર આતશ હોય છે. આતશ એટલે અગ્નિ. આતશની પ્રતિષ્ઠા કરાય એટલે આતશ અને પારસીઓના ઇશ્વર હોરમઝદ પાસે રહેલા આતરે સ્પેનિશી (પવિત્ર આતશ) વચ્ચેની કડી સંધાઇ ગઇ તેવું પારસીઓ માને છે અને તેથી આતશની પૂજા દ્વારા તેઓ પોતાની પ્રાર્થના ઇશ્વરને પહોંચાડે છે. ધર્મસ્થાનક બાંધીને તેમાં આતશની પ્રતિષ્ઠા કરતા પહેલાં આતશને લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. આતશ રાખવાના સ્થાનને પવિત્ર બનાવવાની વિધિ ૨૮૦ દિવસ સુધી ચાલે છે. પારસીઓ માટે પવિત્રતા એ ધર્મનું અગત્યનું અંગ છે. તેઓ અગ્નિને આતશનું રૂપ આપતા પહેલાં પવિત્ર બનાવે છે. આતશ બહેરામમાં જે આતશ હોય છે તેમાં સોળ જગ્યાએથી અગ્નિ ભેગા કરાય છે. હિન્દુઓના સ્મશાનમાંથી પણ ્‌અગ્નિ લેવાય છે.
* * *
પશ્ચિમ બંગાળના કેટલાક બંગાળીઓ અને ચીનાઓને છીપની માછલી જેને મુસેલી અગર તો ઓઇસ્ટર કહે છે, તે કાચેકાચી બહુ ભાવે છે. છીપની માછલી હજારો વર્ષથી કાચી ખવાય છે. તે માછલી ખાવાથી પુરૂષમાં પુરૂષાતન વધા ેછે અને જલદીથી બાળકો થાય છે એવી માન્યતા છે. ચોથી સદીના ચીનાઓ સૌથી વઘુ છીપની માછલીઓ ખાતા હતા એ પછી રોમન પાદશાહોને છીપની માછલી ભાવતી. પુશિયાના રાજા ફ્રેડરિક ધી ગ્રેટ પોતાની કામશક્તિ વધારવા છીપની માછલી ખાતા. નેપોલિયન યુદ્ધમાં જતાં પહેલાં ડઝનેક માછલી ઉભા ઉભા ખાઇ જતા. જર્મન રાજપુરૂષ બિસ્માર્ક અને વોલ્ટેયરને પણ આ માછલી ભાવતી.
* * *
એક સારી મધમાખીની રાણી રોજના ૧૫૦૦ જેટલા ઇંડા મૂકે છે. આ મધમાખી રાણી વર્ષમાં લગભગ અઢી લાખ ઇંડા મુકી શકે છે. મધપુડામાં રહેતી માખીઓ બહારની માખીઓના મોઢામાંથી ૧૦,૦૦૦ વખત કાચા મધના ડોઝ લે છે. ફિલ્ડવર્ક કરનારી માકી મધપુડાથી બેથી ત્રણ માઇલ દૂર ઉડે છે અને એક ટ્રીપમાંથી ૩૦૦ થી ૪૦૦ ફૂલોની મુલાકાત લે છે. આ પ્રકારે મધમાખી હજારો ટ્રીપ કરે છે અને ૫૦,૦૦૦ માઇલ જેટલું ઉડીને ૫૦ લાખ ફૂલોની મુલાકાત લઇ નાંખે છે આટલી મુલાકાતોમાં મધમાખીને માત્ર ૧ રતલ જેટલું મધ મળે છે. પચાસ લાખ ફૂલોમાંથી માત્ર ૫૦૦ ગ્રામ મધ મળે છે. આ ઉપરથી કલ્પના આવશે કે મધ કેટલું મૂલ્યવાન છે અને તેમાં મધમાખીની કેટલી મહેનત છે.
* * *
ક્રાંતિ પછી પહેલી વખત લિબિયામાં ‘ચૂંટણી’ શબ્દ ઘણાએ સાંભળ્યો. યુવાનો-બાળકોને ચૂંટણી એટલે શું એની ખબર સ્વાભાવિક રીતે નહોતી કારણ કે લિબિયામાં છેલ્લા ૫૦ વર્ષથી ચૂંટણી થઇ નહોતી! હવે બીજી મુશ્કેલી એ છે કે પ્રજાને કઇ રીતે મતદાન કરવું કે ચૂંટણીની પ્રક્રિયા કેવી હોય એ સમજાવે કોણ? છેવટે કેટલાક ડાહ્યાઓએ રસ્તો કાઢયો કે આ માટે વિદેશથી તજજ્ઞોને ખાસ બોલાવી સ્થાનિક અધિકારીઓને ‘ટયૂશન’ અપાવવું!
* * *
પંજાબનો ગુરુદાસપુર જિલ્લો દારૂ અને ડ્રગ્સના બંધાણીઓ માટે બદનામ છે. આ જિલ્લામાં નાના બાળકો પણ કોકેઇન અને ચરસ જેવા ડ્રગ્સના બંધાણી બની ગયા છે. પૈસાના અભાવે કેટલાક ડ્રગ્સ ખરીદી શકતા નથી ત્યારે અન્ય રીતે નશો કરે છે. પરમજીતસંિહ નામનો યુવાન સાપના ડંખ લઇને અને દેડકાના શરીરમાંથી નીકળતા પ્રવાહીને શ્વાસમાં લઇને નશો કરે છે. પરમજીતે આ માટે બાજુના જંગલમાંથી પકડી લાવેલો સાપ એક ડબ્બામાં પૂરી રાખ્યો છે. આ ઉપરાંત પોતાના ઘરના આંગણામાં પરમજીતે બાગ બનાવી દેડકાઓ રાખ્યા છે. બૂમો પાડતો એ દેડકાઓને દોડાવે અને દેડકાઓના શરીરમાંથી પસીના જેવું પ્રવાહી નીકળે એને પરમજીત એક નળીમાં ભેગુ કરી એનો દમ મારે છે!
* * *
કેટલીક વ્યક્તિઓને ઊંચાઇનો ડર (એક્રોફોબિયા), અંધારાનો ડર (એકલૂફોબિયા), ભાગી ન શકાય એવી જગ્યાએ જવાનો ડર (એગ્રોફોબિયા)... હોય એ તો આપણે જાણ્યું છે, પરંતુ માનસશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે સેંકડોની સંખ્યામાં આવા જાત જાતના ડર (ફોબિયા) કેટલીક અલગ અલગ વ્યક્તિઓને હોય છે. જેમ કે, નહાવાનો કે શરીર સાફ કરવાનો ડર (એબ્લૂટો ફોબિયા) રસ્તો ક્રોસ કરવાનો ડર (એગીરોફોબિયા), ટાંચણીનો ડર (એઇક્રીમોફોબિયા), ફૂલનો ડર (એન્થોફોબિયા), છોડ કે ઝાડનો ડર (બોટનો ફોબિયા), વાળનો ડર (ચેઇટોફોબિયા), ઘાટા રંગનો ડર (ક્રોમો ફોબિયા), હસાવનાર જોકરનો ડર (કાઉર્લો ફોબિયા), કોમ્પ્યુટર શીખવાનો ડર (સાઇબર ફોબિયા), નિર્ણય લેવાનો ડર (ડિસિકો ફોબિયા)... વગેરે વગેરે!
* * *

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved