Last Update : 01-August-2012, Wednesday

 

રાજેશ ખન્નાની અદાઓ પાછળ યુવતીઓનું માસ પાગલપન એક મિસ્ટરી

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી
- બોલીવુડમાં હીરોઈનોમાં માધુરીનું સ્મિત ચિરસ્મરણીય છે, તો હીરોમાં રાજેશ ખન્નાનું હૂંફાળું સ્મિત ચિરસ્મરણીય રહેશે
- કાકાના કરિશ્માએ, મુંબઈ યુનિવર્સિટીના સીલેબસમાં ખાસ કાકા પર નિબંધનો સમાવેશ કર્યો હતો, નામ હતું
'ધ કરિશ્મા ઓફ રાજેશ ખન્ના'

સિત્તેરના દાયકામાં 'આરાધના' ચલચિત્રના મેલોડીયસ સોન્ગ્સથી સુપરસ્ટારડમ મેળવેલ રાજેશ ખન્નાએ આબાલવૃદ્ધ મહિલાના દિલમાં પોતાનું નામ કોતરી દીધું. એ ગુલાબી આંખો અને તેમાંની ચમક જોઈ, અનેક યુવતીઓનું ગુલાબી દિલ રાજેશ ખન્નાના સ્ટારડમમાં ડૂબી ગયું અને લાખ્ખોની સંખ્યામાં મહિલાવૃંદ તેમનું ફેન થઈ ગયું અને ફરી એ લાખ્ખો આંખો તારીખ ૧૮મી જુલાઈના દિવસે રડી ઊઠી. કારણકે પોતાની આગવી છટા, એક બાદશાહી રુઆબ, ઈગોઈસ્ટીક છતાં પોતાના ઉતાર-ચડાવમાં જીવનાર રાજેશ ખન્નાએ તેમના મહિલા અને પુરુષ ફેન્સને ચલા જાતા હૂં, જિંદગી કી ધુનમેં, નયે નયે તરાને લિયે આ ગીત ગાતા ગાતા અલવિદા આપી અને પોતાના મોતને પણ અનેક ચિરસ્મરણીય કવિતા બનાવી.
આજે વાત કરવી છે સ્વ. રાજેશ ખન્ના અને તેના મહિલા ચાહકોની, વીમેન ફેન્સની. કહેવાય છે કે સિત્તેર-એંશીના બે દાયકામાં, આઠ વર્ષથી માંડીને એંસી વર્ષ, નવ વર્ષથી માંડીને નેવું વર્ષ સુધીની યુવતીથી માંડી દાદીમા સુધીનું મહિલાવૃંદ રાજેશ ખન્ના પાછળ ઘેલુ હતું. આ દિવાનગી ઘણી જગ્યાએ ગાંડપણમાં પણ થોડી ક્ષણો માટે ફેરવાતી. જ્યાં રાજેશ ખન્નાની ઉપસ્થિતિ રહેતી તે સેંકડો સ્ત્રીઓ તેના હાસ્ય, આંખો પટપટાવી સંવાદ બોલવાની છટા અને અદાઓથી લાગણીમૂર્છિત થઈ જતી. 'આરાધના', 'આનંદ', 'અમરપ્રેમ', 'કટીપતંગ' વગેરેમાં તેની અદાકારી જોઈ દરેક યુવતીથી માંડીને સ્ત્રીને લાગતું કે તે મારી આંખોમાં જુએ છે. તેની આંખોમાં અજબનું આકર્ષણ હતું અને હોઠો પર ગુલાબી અને નયનરમ્ય હાસ્ય હતું. જે દરેક સ્ત્રીને તેના તરફ ખેંચી સ્વઅનુભવ કરાવતું જેમાં દાદીમાને તેનો દીકરો લાગતો, બહેનને તેનો ભાઈ, પત્નીને-પ્રિયતમાને પ્રિયતમનો અહેસાસ આવતો અને યુવતીને બોયફ્રેન્ડનો.
પેન્ટની ઉપર રંગીન ઝભ્ભો પહેરવાની ફેશનની રાજેશ ખન્નાએ શરૃઆત કરી હતી. જેને ખાસ 'ગુરુશર્ટ'નું નામ અપાયું હતું. એક જ રંગના સાદા પેન્ટ-શર્ટ (કલરફુલ)ને આગળ સળંગ બટનવાળી પેટર્ન પણ રાજેશ ખન્નાની માનીતી હતી. 'આનંદ' ચલચિત્ર પછી, આગળથી બંધ ને પાછળથી ખુલ્લી મોજડી એ રાજેશ ખન્નાની ભેટ હતી.
* ''કિસી બડી ખુશી કે ઈંતેઝાર મેં, હમ યે છોટે છોટે ખુશીયોં કે મૌકે ગવૉં દેતે હૈ.'' - બાવર્ચી
* ''ઈટ્સ સો સિમ્પલ ટુ બી હેપ્પી, બટ ટુ ડિફિકલ્ટ ટુ બી સિમ્પલ.'' - બાવર્ચી
આવા પ્રકારની ડાયલોગ ડીલીવરીથી કોમળ અને ઋજુ લાગણીસભર સ્ત્રીઓનું હૃદય તેના પર ઓળઘોળ થઈ જતું, તેના સ્ત્રી ફેન્સની કેટલીક વિશિષ્ટ હાઈલાઈટ્સ જોઈએ. જેમાંની કેટલીક સ્ત્રી વાચકો જાણતા પણ હશે તોય વારે વારે વાંચવી ગમે એવી છે.
એક સમય હતો જ્યારે રાજેશ ખન્નાના મેડોલીયસ અને રોમેન્ટીક ગીતો સ્ત્રીઓને કાર્ય કરતી થંભાવી દેતો. એટલે કે રેડિયો પર ઓ મેરે દિલ કે ચૈન, ચૈન આયે તો દુઆ કીજીયે... જેવા ગીતો આવતા, રસોડામાં સ્ત્રીઓ રસોઈ કરતાં બે મિનિટ માટે થંભી જતી, નાના બાળકને બળોતીયું બદલતી માતા આ કાર્ય કરતા અટકી જતી, પરીક્ષાનું વાંચતી વિદ્યાર્થિની પોતાની ચોપડી બે મિનિટ માટે મૂકી દેતી. દાદીમા પાઠ કરવાનું મૂકી દેતા વગેરે વગેરે (આ અતિશયોક્તિ નથી, જીવાયેલી ક્ષણોની હકીકત છે.)
* ખન્નાની જ્યાં ઉપસ્થિતિ રહેતી, એટલે કે શુટીંગમાં, કોઈ સમારંભમાં, વગેરેમાં - ત્યાં યુવતીઓ ને મહિલાઓની મેદની ઊમટી પડતી. કલાકો સુધી યુવતીઓ ઉભી રહેતી. તેની ઝલક જોવા ના મળે તો રાજેશ ખન્નાની કારને લીપસ્ટીકવાળા હોઠથી ચુંબન કરતી, ખન્ના દેખાઈ જાય તો ટોળું તેના ઓટોગ્રાફ લેવા માટે દોડતું, એક-બે વાર તેના શર્ટ પણ ફાટી ગયાની નોંધ છે.
* અનેક યુવતીઓએ સિત્તેરના દાયકામાં રાજેશ ખન્નાને લવલેટર-પ્રેમપત્રો લખ્યા છે. અત્યારે ગૃહિણી બની ગયેલી પૂના નિવાસી વીણાનું કહેવું છે કે, તેણી તેમાંની એક હતી, જેણે રાજેશ ખન્નાને પ્રેમપત્ર લખ્યો હતો. યુવતીઓ તેની પાછળ એટલી ઘેલી હતી કે જ્યારે રાજેશ ખન્નાના ડિમ્પલ સાથે લગ્ન થયા ત્યારે, ઘણી છોકરીઓ તેના ફોટા સાથે પરણી હતી અને પોતાના હાથની નસ કાપીને તેમાં સિંદૂર પૂર્યાના પણ દાખલા છે.
* સ્ત્રીઓ અને મહિલાઓ, રાજેશ ખન્નાની જુદી જુદી અદાઓના ફોટા કાપીને રાખતી અને ઘણી યુવતીઓ અને મહિલાઓ તેમના પર્સમાં એ ફોટાઓ રાખતી કે, રૃમમાં ભીંત પર ચોંટાડતી.
* વાંચેલી વાત છે કે રાજેશ ખન્નાને એક સમયે કન્જક્ટીવાઈટીસ થયેલો એટલે આંખો આવેલી, તો તેના દુઃખે દુઃખી યુવતીઓ તેના ફોટાની આંખો પર ડ્રોપ્સ (દવા) નાંખતી.
રાજેશ ખન્નાના આ કરિશ્માએ બોમ્બે યુનિવર્સિટીના પાઠયપુસ્તકમાં, રાજેશ ખન્ના પર નિબંધનો સમાવેશ કરાયો હતો. જેનું નામ હતું 'ધ કરિશ્મા ઓફ રાજેશ ખન્ના'.
રાજેશ ખન્નાની હીરોઈનો સાથે પણ તેની જોડીઓ હીટ હતી જેને કારણે પણ તેમને નામ મળ્યું.
* 'આરાધના', 'અમરપ્રેમ', 'સફર', આવિષ્કાર, રાજારાની જેવી હીટ ફિલ્મોમાં જોડીદાર તરીકે રહેનાર અને સ્ટારડમ મેળવનાર 'આરાધના' ચલચિત્રની હીરોઈન શર્મિલા ટાગોર તેમના સંસ્મરણો યાદ કરતાં કહે છે, જ્યારે આરાધનામાં 'મેરે સપનોં કી રાની...' ગીતનું શુટીંગ થતું હતું, ત્યારે કાકાને લાગેલું કે, આ ફિલ્મ તો હીરોઈન બેઇઝ ફિલ્મ છે. પણ ગીતનું રેકોર્ડિંગ જોતાં જ, મેં અને શક્તિદાએ કહેલું કે, આ ફિલ્મ હીટ જશે અને તેની હીરોઈન નહીં પણ હીરો સ્ટારડમ સુપરસ્ટારની જગ્યા મેળવશે. એ વાત ખરી પડી અને તે પ્રસિદ્ધિની ટોચ પર પહોંચ્યો. જેમાં પોણા ભાગની છોકરીઓ હતી.
બીજો પ્રસંગ યાદ કરી શર્મિલાજી જણાવે છે કે, હું અમરપ્રેમના એક ગીત માટે સ્ટુડિયોમાં, મારા મેકઅપ રૃમમાંથી સેટ પર જવા નીકળી પણ જઈ ના શકી કારણ કે વચ્ચે છોકરીઓના કાકાને મળવા માટે ઉભેલા ઝૂંડોની એટલી ભીડ હતી કે આખરે, ત્યાંના કન્વીનરે એ ભીડ ખસેડવી પડી.
* 'કટી પતંગ', 'આન મિલો સજના' જેવા હીટ પિક્ચરોની હીરોઈન આશા પારેખજી જણાવે છે કે, 'બહારોં કે સપને', ફિલ્મ કરી ત્યારે કાકા, પ્રખ્યાત ન હ તા, આથી શરમાળ અને અંતર્મુખી હતા. પરંતુ આન મિલો સજના વખતે તેમનું સ્ટારડમ ચરમસીમાએ હતું.
આવી અનેક ફિમેલ ફેન્સની યાદો સાથે શબાના આઝમી ઝીન્નત અમાન, રાખી, રેખાએ કામ કર્યું છે. એક ફિલ્મ મેગેઝીનને રાજેશ ખન્નાને મોર્ડન કૃષ્ણ કહ્યા છે કારણ કે કૃષ્ણને સોળ હજાર રાણીઓ હતી. કૃષ્ણ પ્રેમના પ્રતીક ગણાય છે. તેમ રાજેશ ખન્નાને પણ આ મીલેનીયમમાં હજારો ફેન રહી અને રોમાન્સ હીરો ગણાયા.
જિંદગીના અનેક ઉતાર ચડાવ જોઈ, અંદરની લાગણીઓ અંતરમાં જ સમાવી હંમેશાં હસતા અને એ ચિરસ્મરણી સ્મિત સાથે રાજેશ ખન્ના દરેક મહિલા ફેનને, વાચકને કહી જાય છે ઃ I hate tears, I hate tears... જિંદગી એક સફર હૈ સુહાના...

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved