Last Update : 01-August-2012, Wednesday

 

પ્રણવમંત્ર ‘ઓમ’નું રટણ કેવી રીતે કરશો ?

 

લગ્નજીવનનાં પ્રથમ પાંચ વર્ષમાં જ પ્રણવ અને પ્રકૃતિને જીવનનું પરમ અને ચરમ સત્ય સમજાઈ ગયું ઃ કોઈનામાં સઘળું દોષારોપણ કરવું કે પોતાનામાં જ બધા દોષો એ એક ગ્રંથી છે - નબળા મનની નિશાની છે, અપરિપકવ ‘‘ઈગો’’નું પ્રતીક છે. એ એક ડેડલાઈન છે - કહો કે વિચાર શક્તિનું મૃત્યુ છે.
જીવનનો કોઈ રસ્તો ટૂંકો નથી કે સીધો રાજમાર્ગ પણ નથી કે તમારે રસ્તે ગુલાબની જાજમો પણ બિછાવેલ નથી. અનેક સાધનસામગ્રી હોવા છતાં, નથી કમ્ફર્ટ કે નથી શાંતિ. ચાહે તે જગ્યાએ જાઓ અને મુકામ ફેરવતા રહો, પૃથ્વી તો ગોળ ગોળ ચકરાવામાં ફરતી રહે છે. દરેક જગ્યાએ અવરોધો છે, સંઘર્ષો છે, કાળાં ડિબાન્ગ વાદળો છવાયેલાં છે. સ્ત્રી અને પુરુષ પ્રત્યેક પર મિથ્યા દોષારોપણ કરે છે અથવા આત્મનંિદામાં સરકી પડે છે. પ્રણવ અને પ્રકૃતિને જીવનનું આ પરમ સત્ય પાંચ વર્ષોમાં જ સમજાઈ ગયું. કોઈ કોઈને પ્રોત્સાહન નથી આપી શકતું, માત્ર ‘ટગ ઓફ વોર’ દોરડા ખેંચાખેંચ ચાલે છે. સ્વયમ્‌ જાગૃતિ વિના કશું શક્ય નથી.
પ્રણવ અને પ્રકૃતિને જીવનનું બીજું પરમ અને સત્ય લાઘ્યું ઃ ઈશ્વરે બન્ને પાસાં સમાન રાખ્યાં છે ઃ અંધકાર છે તો પ્રકાશ પણ છે. તિરસ્કાર છે તો પ્રેમ છે. માત્ર નજરિયા નથી. યોગશાસ્ત્રના પ્રણેતા પતંજલિ કહે છે ઃ અંધકાર કે તિરસ્કાર વૃત્તિમાંથી બહાર નીકળવું હોય તો પ્રથમ તે સ્વીકારો કે છે અને તે અજ્ઞાનનું પરિણામ છે. પ્રકાશ અને પ્રેમનાં કિરણો પથરાયેલાં છે - તમારી રાહ જોઈ બેઠા છે. જવાનો માર્ગ છે ઃ પ્રણવ મંત્ર ‘‘ઓમ’’ પ્રણવ મંત્ર ‘ઓમ’નું રટણ એટલે શાંતિ અને કમ્ફર્ટ, પ્રેમ અને પ્રકાશનો માર્ગ.
પ્રણવમંત્ર ‘ઓમ’ એ મનુષ્ય માત્રનો ઓકસીજન-પ્રાણવાયુ છે. માત્ર ‘ઓમ’નું રટણ કેવી રીતે કરવું તે વાત ચંિત્ય છે. પ્રથમ સમજી લો કે ‘ઓમ’ માત્ર શબ્દ, વિચાર કે ફિલોસોફી નથી. તે તો એક ‘‘રીધમ’’ છે, ‘હાર્મની’ છે, લાઈફ ટ્યુનીંગ મંત્ર છે, જેનાં મૂળ સામવેદમાં છે, જે ‘રીધમ’નું શાસ્ત્ર છે. વેદોની ગદ્યાળુ ભાષાને પ્રાણ આપ્યો ‘સામવેદ’ની રીધમે. રીધમ, લય અને ટ્યુનીંગ વિના સ્ત્રી અને પુરુષ જીવનભર પૃથ્વીની જેમ ગોળ ગોળ ફરતા રહે છે. તે સત્ય પણ પ્રણવ અને પ્રકૃતિને સમજાઈ ચૂક્યું.
‘ઓમ’નો ‘સાક્ષાત્કાર’ કેવી રીતે કરવો, તેની સાથે ‘‘સાક્ષીભાવ’’ કેવી રીતે કરવો તે વાત પ્રણવ અને પ્રકૃતિ કરવા માગે છે. હકીકતે, તેમનો સ્વાનુભાવ આપણી સમક્ષ મૂકવા માગે છે. તેમનો પ્રસન લેસન છે ઃ ‘ઓમ’ એ શાબ્દિક રટણ નથી, પણ એ એક ‘રીધમ’ છે અને તે આત્મસાત કરવાની હોય છે. બીજું, ‘ઓમ’ના મૂળભૂત શબ્દો ઃ અ, ઉ, મ બ્રેઈન, બ્રેથ અને બોવેલના પ્રતીકો છે. ત્રીજું, આ ત્રણે શબ્દોનું ઉચ્ચારણ મહત્ત્વનું છે અને તે ત્રણે શબ્દ શ્વાસ અને ઉશ્વાસ સાથે વણાયેલાં છે. ચોથું, નાભિમાંથી ‘‘અ’’નું ધીમી ગતિએ કરેલું ઉચ્ચારણ, પછી શ્વસનતંત્ર પાસે ‘‘ઉ’’નું ઉચ્ચારણ જોડાઈ જાય છે અને મગજ પાસે ‘ઓ’નું ઉચ્ચારણ બને છે. પાંચમું, ‘મ’નું ઉચ્ચારણ વઘુ નાજુક છે. તે સમગ્ર ‘ઉશ્વાસ’માં વણાઈ જાય છે. ‘‘મ’’ એટલે સમગ્ર બ્રહ્માંડની પ્રતીતિ.
ચંિત્ય બાબત તો એ છે કે ‘‘ઓમ’’ સમગ્ર ઉચ્ચારણ દરમિયાન શ્વાસ-ઉશ્વાસની ગતિ ધીમી, નાજુક અને એકસરખી રહે છે. અ + ઉ = ઓને શ્વાસમાં ધીમી ગતિએ ભરવાનો છે અને ‘મ’ને એ જ ગતિએ ધીમેથી ઉશ્વાસમાં કાઢવાનો છે. અને તે એક અઘરી પ્રક્રિયા છે. કારણ ઘણાખરાં સ્ત્રી-પુરુષોમાં શ્વાસની ગતિ ઝડપી હોય છે, એટલી ઝડપી કે ઉશ્વાસનો એહસાસ કરવાનો કોઈ અવસર મળતો નથી. તો ઓમનો ઉચ્ચાર કરતાં પહેલાં ધીમી ગતિ રાખી શ્વાસ-ઉશ્વાસની ટ્રેનીંગ લો. ઉશ્વાસ અત્યંત મહત્ત્વનો છે, જેના પર ફોક્સ થવું જોઈએ. શ્વાસ-ઉશ્વાસ સરખી, ધીમી ગતિએ ચાલે તો ‘‘રીધમ’’ની પ્રતીતિ થાય.
પતંજલિ કહે છે કે ઓમ ને રીધમમાં મૂકવો હોય તો લાગણીઓ અને વિચારોને વહેતા રાખો - પોઝીટીવ - નેગેટીવના ચક્કરમાં ના પડો. મન ખુલ્લું રાખો. શીખવાનું વલણ કેળવો. આજકાલ ઓમ અને અન્ય મંત્રોનું ઉચ્ચારણ લૌકિક બની ગયું છે, અને તેમાંથી ‘રીધમ’ ખોવાતી ચાલી છે. ઓમનું રટણ એ સાધના છે, તપશ્ચર્યા છે, જે પરમાત્માની વઘુ નિકટ હોવાનો એહસાસ કરાવી શકે છે. સાત સૂરોના સાધક સંગીત પ્રેમીઓની સાધના અઘૂરી રહી શકે જો ઓમનું શાસ્ત્રીય રટણ સુધી ન પહોંચાય તો. ઓમ એ સર્વકાલીન, સર્વજનો માટેનો મંત્ર છે - રીધમ સાથે રટણ થાય તો.
- હરેન્દ્ર રાવલ

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved