Last Update : 01-August-2012, Wednesday

 

આહાર આયોજન અને દેહશુદ્ધિ રૂપ લાવણ્યમાં અનોખો નિખાર લાવશે

- જેની ફેશન જમાનાઓથી સદાબહાર છે

આજકાલ ડર્ટી પિકચરથી માંડીને સીનેમાનાં ૧૦૦ વર્ષની ઉજવણી તો ડર્ટી પોલીટીક્સથી સંસદની ૬૦ વર્ષની ઉજવણીનો માહોલ ચાલે ત્યારે આત્મખોજ ‘‘ડર્ટી’’ તત્ત્વોનો ક્લીન ઉત્સવનો કોક તહેવાર ૨૪ કલાક ઉજવવો જરૂરી છે. કોક વિચાર પુરુષ કે સ્ત્રી માત્ર વાતોના વાયુગોળા ગબડાવી રાખ્યા કરતા સત્યનાંં ક્લીનપ્રયોગો કરે તેપણ સૌ માટે જરૂરી છે. આ માટે સર્વપ્રથમ જાતને જાળવવી ખૂબ જ જરૂરી છે. આ ‘‘શુદ્ધિકરણ’’થી સુંદરતા, તંદુરસ્તી પણ ખીલી ઊઠશે.
હવામાનનો ફેરફાર, ગરમીની વધઘટ, તડકો, ઠંડક મેળવવા માટે ડીપોક્સીફિકશન શુદ્ધિકરણ ખાવા પીવામાં ખૂબ જ જરૂરી છે. જે તમારે માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ત્વચાના સૌંદર્ય, ચમક, મુલાયમતા, કોમળતા અને નિરોગીપણા માટે અઠવાડિયે એકાદવાર શરીરના શુદ્ધિકરણની જરૂર છે. એ માટે આહાર મહત્ત્વની બાબત છે. આહારના ગોઠવણી પિત્ત, વાત, કફને ઘ્યાનમાં રાખીને કરવામાં આવે છે. શરૂઆતમાં અઠવાડિયે એક જ દિવસ શુદ્ધિકરણ કરવું. ધીમેધીમે મહિનામાં ત્રણ દિવસ સળંગ કરી શકાય.
બ્યુટી ડાયેટિશિયનના કહેવા પ્રમાણે એક દિવસના ઉપવાસ દરમ્યાન જરૂર લાગે તો લો કેલેરી ડાઈટ લઈ શકાય. દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓ અથવા પચવામાં ભારે ચીજો લેવાનું ટાળો.
સવારે ઊઠીને પહેલાં આંબળા અથવા તેનો પાવડર હૂંફાળા પાણીસાથે લઇ શકાય. તાંબાનાં વાસણમાં રાખેલા પાણી પીવાનો આગ્રહ રાખો. તે લીવરને ફંકશનીંગ કરે છે. આખી રાત તાંબાનાં વાસણમાં રાખેલ પાણી મૂકેલહોય તેનો ઉપયોગ લાભકર્તા છે. ફ્રેશ થયા પછી લીંબું-મધવાળું પાણી પીઓ. તેમાં ખાંડનો પ્રયોગ કદાપી ન કરશો. ઈચ્છા થાય તો દર બે કલાકે આ પાણી લઈ શકાય. આખો દિવસ રસવાળાં ફળ વઘુ ખાવ. સફરજન, પપૈયું, દ્રાક્ષ ઉત્તમ છે. સફરજનને સારું એન્ટીટોકસીસન માનવામાં આવે છે. ફળ પર લીબું, મધનો ઉપયોગ કરીને ચાટ સ્વરૂપે પણ ખાઈ શકાય. જેનાથી પેટ ભરેલું રહેશે. મીઠું પણ બને ત્યાં સુધી ન લેશો. ચા-કોફી ટાળજો. લંચબ્રેકમાં ફ્રુટજ્યુસ લેશો. ચા લેવાનું મન થાય તો હર્બલ ટી લેવાનું પસંદ કરો. જે એનર્જી અને સ્ફૂર્તિ આપવા સાથે ક્લીનીંગ પણ કરશે. ત્રણ દિવસીય ઉપવાસ દરમ્યાન એક દિવસ માત્ર ફળોના જ્યુસ પર જ રહેવાનું. ત્રણે દિવસ આંબળા લેવાનાં, લીંબુ-મધ પાણી લેવાનું. ત્રણ દિવસ દરમ્યાન શક્ય તેટલું વઘુ પાણી પીવું.
બીજા દિવસે બ્રેકફાસ્ટમાં ફ્રૂટચાટ લો. લંચ ટાઈમમાં કાકડી, ગાજર, બીટ અને ટમેટાનો સલાડ લો. મીઠું-ખાંડ અને દૂધની બનાવટનો ઉપયોગ ન કરો. બીટ લીવરને શુદ્ધ કરે છે. બીટ છીણ સ્વરૂપે પણ ખાઈ શકાય. ડીનરમાં ફ્રુટ અને ફ્રુટ જ્યુસ જ લેશો. ત્રીજા દિવસે પણ નાસ્તામાં ફ્રુટ અને ફ્રુટ જ્યુસ લઈ શકો. લંચ સમયે વેજીટેબલ સુપ લો, વેજીટેબલ સલાડ લો. ડીટોક્સ ડાયેટ પછી ધીરે ધીરે કેલેરી તરફ આગળ ધપો. ચોથા દિવસે નાસ્તામાં મગનું પાણી અને ખાખરા લો. બે કલાકનાં અંતરે જ્યુસી ફ્રુટ લો. લંચમાં રોટલી, શાકભાજી, ભાત, દહીં લો. ખાવાનું વઘુ તેલવાળું ન લો. ડીનરમાં ખીચડી જેવો હલકો ખોરાક લો.
આમ ડાયેટ પ્લાન તમારી તન મનને શુદ્ધ કરી તમારું રૂપ અને આરોગ્ય બંને નિખારી દેશે.
- સવિતા તુષાર

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved