Last Update : 01-August-2012, Wednesday

 

વારંવાર સંઘર્ષમાં ઉતરતી વ્યક્તિનું વ્યક્તિત્વ નકારાત્મક હોય છે

વારંવાર સંઘર્ષમાં ઉતરનાર ં વ્યક્તિઓનું વ્યક્તિત્વ અમુક નકારાત્મક ગુણો ધરાવતું હોય છે. અન્યાય થતો હોય અને વ્યક્તિ સંઘર્ષમાં ઉતરે તે વાસ્તવિકતા છે અને સ્વીકાર્ય છે પરંતુ જ્યારે વ્યક્તિ પોતાના અહમને સંતોષવા, પોતાના સ્વાર્થને સંતોષવા અથવા બદલાની ભાવનાથી સંઘર્ષ કરે છે ત્યારે તે બીજાને અન્યાય કરે છે અને સંબંધો બગાડે છે. બીજાને દુઃખ પહોંચાડે છે. ગુસ્સે થયેલ વ્યક્તિ હંમેશ પોતાને બળવાન સમજે છે અને પોતાની શક્તિઓ વિષે અતિશયોક્તિમાં રાચે છે. સતત સંઘર્ષમાં ઉતરવા માંગતી વ્યક્તિનાં વ્યક્તિત્વનાં પાસાં અહીં દર્શાવવામાં આવ્યાં છે.
આક્રમકતાઃ જ્યારે વ્યક્તિ આક્રમકતાનો સ્વભાવ ધરાવતો હોય છે ત્યારે તે સમજ્યા વગર, પરિસ્થિતિનો અભ્યાસ અથવા વિચાર કર્યા સિવાય આક્ષેપબાજી શરૂ કરી દે છે. જો કોઈ પ્રોજેક્ટ હાથ ઉપર લીધો હોય તો વગર વિચારે નિર્ણયો લઈ કામ શરૂ કરી દે છે અને ભૂલોની પરંપરા સર્જાય છે. પરિણામે સંઘર્ષ થાય છે. આવી વ્યક્તિઓને શાણા માણસોએ કાબુમાં રાખવી પડે છે અને સંઘર્ષ નિવારવા ખૂબ જ પ્રયત્ન કરવા પડે છે.
નિષ્ક્રિયઃ અમુક વ્યક્તિઓ નિષ્ક્રિય હોય છે. તેમની નિષ્ક્રિયતા આળસને કારણે અથવા ‘‘મારે શું ?’’ના સ્વભાવને કારણે આવે છે. સરકારી ખાતાંઓમાં ‘‘આ મારી ફરજ નથી’’ મારી નિષ્ક્રિયતા આવે છે. નિષ્ક્રિય વ્યક્તિઓને કારણે કાર્યો પૂરાં કરી શકાતાં નથી અને પરિણામે સંઘર્ષ થાય છે. બેંકોમાં, સરકારી ખાતાંઓમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચેનો સંઘર્ષ મોટેભાગે આ નિષ્ક્રિયતાના સ્વભાવને કારણે હોય છે. નિષ્ક્રિય વ્યક્તિઓ સક્રિય વ્યક્તિઓ સાથે તાલમેલ જાળવી શકતી નથી અને પરિણામે સંઘર્ષનાં સંજોગો ઊભા થાય છે.
ગેરહાજરી ઃ અમુક વ્યક્તિઓને ગેરહાજર રહેવાની આદત હોય છે. અગત્યનાં કામ હોય ત્યારે અર્થવિહીન કારણ વગર ગેરહાજર રહેતા હોય છે. પરિણામે કાર્ય વિલંબમાં પડે છે અને સંઘર્ષના સંજોગો ઊભા થાય છે. વર્ષના અંતે બાકી રહેલ નિયમ મુજબ મળતી રજાઓ પૂરી કરવા ઘણી વ્યક્તિઓ અગત્યનાં કામોને ઘ્યાન ઉપર લીધા સિવાય રજાઓ લઈ લે છે. ઘણા ગેરહાજર રહેશે તે જણાવાની પણ દરકાર કરતા નથી. ઘણાને ‘‘હું તો આવીશ જ’’ વચન આપ્યા બાદ પણ કામ ઉપર હાજર થતા નથી. પરિણામે સંઘર્ષ થાય છે. આજે કાર્યક્ષમ આવડત ધરાવતા કારીગરોની દરેક ક્ષેત્રે અછત છે ત્યારે સુપરવાઈઝરોને આવા ગેરહાજર રહેતા કારીગરો સાથે સંઘર્ષ થાય છે.
બેદરકારીનો સ્વભાવઃ બેદરકાર વ્યક્તિઓ કામને ચોકસાઈથી કરતા નથી પરિણામે તેઓ વારંવાર ભૂલો કરે છે અને સંઘર્ષમાં ઉતરે છે. ડેટા એન્ટરી ઓપરેટરની બેદરકારીને કારણે ઘણી વખત માહિતી સંચારણમાં ઘણો સમય લાગી જાય છે અને ભૂલોને સુધારવામાં કલાકો જતા રહે છે. વાયરમેનની ભૂલો આગ સર્જી શકે છે અને પ્લમરની ભૂલો લીકેજથી મોટું નુકસાન કરી શકે છે. ચોકસાઈ ના ધરાવતી વ્યક્તિઓને ચોકસાઈ ધરાવતી વ્યક્તિઓ સાથે સતત સંઘર્ષ થયા કરે છે.
નકારાત્મક વલણઃ આવી વ્યક્તિઓ કોઈ પણ નવા પ્રયોગને, નવી રીતને નવી વિચારધારાને સ્વીકારવા તૈયાર હોતા નથી. તેઓ બીબાઢાળ જીંદગીમાં પડી ગયા હોય છે. દરેક નવા સૂચનનો તેઓ વિરોધ કરી સંઘર્ષ કરતા હોય છે. શરૂઆતમાં ઘણાં સરકારી ખાતાંઓમાં કોમ્પ્યુટરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હડતાળો પણ પડી હતી.
વાતોડિયાઓઃ આવી વ્યક્તિઓ કામ ઓછું અને બોલ બોલ વધારે કરતા હોય છે. મૂંગા મોંઢે પોતાનું કામ કર્યા કરતી વ્યક્તિઓને આવી વ્યક્તિઓ ખલેલ પહોંચાડતી હોય છે અને પરિણામે સંઘર્ષ પેદા થાય છે. વાતોડિયાઓમાં ઘણાંને બણ્ગાં ફૂંકવાનો પણ સ્વભાવ હોય છે. આવી વ્યક્તિઓ પોતાની શક્તિઓને સમજ્યા વગર કામને સ્વીકારી લે છે અને પછી પૂરું કરી શકતા નથી અને ઉપરીઓ જોડે સંઘર્ષ થાય છે.
અનિર્ણિતઃ આવી વ્યક્તિઓ ‘‘પોતાનો નિર્ણય કદાચ ખોટો પડે’’ એ ભયે નિર્ણય લેતા નથી. નિર્ણયો ના લેવાતાં કાર્યો વિલંબમાં પડે છે અને સંઘર્ષની સ્થિતી પેદા થાય છે. અનિર્ણયતાના સ્વભાવને કારણે વ્યક્તિ તકો ગુમાવે છે. હરીફ આગળ નીકળી જાય છે. ગ્રાહકને સેવાઓ આપવામાં મોડું થાય છે અથવા ગ્રાહકને અન્યાય થાય છે.
અવિશ્વાસનીયઃ આવી વ્યક્તિઓ વચન આપવામાં માને છે પણ પાળવામાં માનતા નથી. તેઓ બોલે છે તે પ્રમાણે વર્તતા નથી. આવી વ્યક્તિઓને પ્રમાણિક વ્યક્તિઓ અને સ્પષ્ટ વિચારો ધરાવતી વ્યક્તિઓ સાથે સંઘર્ષ થયા કરે છે. અવિશ્વસનિય વ્યક્તિને પોતાની જાત ઉપર જ ભરોસો હોતો નથી અને આત્મશ્રદ્ધાનો અભાવ હોય છે. ઘણી વખત ‘‘કોઈને ના પાડવી નહીં’’નો સ્વભાવ ધરાવતી વ્યક્તિઓ ભરોસાપાત્ર રહેતી નથી. ‘‘સાંજે પાંચ વાગે મોટર રીપેર કરવા આવીશ.’’ ‘‘હા, જરૂર આવીશ.’’ પણ આ વ્યક્તિ ‘‘હા’’ કહીને આવતી નથી. પરિણામે સંઘર્ષ થાય છે.
સમય બગાડુ ઃ આ વ્યક્તિઓ અગત્યનાં કાર્યો બાજુ પર મૂકી બિનજરૂરી કાર્યોને કર્યા કરતા હોય છે. ઈલેક્ટ્રોનીક સાધનોને કારણે સમય બગાડો શરૂ થઈ ગયો છે. મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કામમાં વિક્ષેપ કરે છે.
વિરોધી સ્વભાવઃ આવી વ્યક્તિઓ સમજ્યા વગર પોતાના અભિમાનને કારણે ખોટા વિરોધ કરી કાર્યને વિલંબમાં નાંખે છે અને સંઘર્ષ ઊભો કરે છે.
- રોહિત પટેલ

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved