Last Update : 01-August-2012, Wednesday

 

ધરતીકંપ

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


ઈશ્વર વિના કોઈ ન જાણે, શું બનવાનું ? કયાં ને ક્યારે ?
કીડીને પણ ખબર પડે કે, અહીં થવાનું શું ? અત્યારે ?...
દરિયાની માછલીઓ પણ કૈં
મોસમની આગાહી જાણે,
ને માણસને શરદ - શિશિરનાં
નામ આવડે માંડ પરાણે.
દીવાલ ચારેકોર ચણી તે પડી ગઈ છે કેવી ભારે ?...
ઓણ થશે વરસાદ કેટલો ?
તરત જવાબ ટિટોડી આપે,
માણસ ભોળો કાચાપાકા
વર્તારા છાપામાં છાપે.
મૂળ બધાયે કાપી નાખ્યાં, એ.સી. ટી.વી.ના અંધારે...
- રાજેશ વ્યાસ મિસ્કીન

 

ધરતીકંપનો એક આંચકો સમગ્ર ગુજરાતને એવો હચમચાવી ગયો છે કે ધરતીકંપ શબ્દથી પણ ધુ્રજી ઉઠાય છે. ધરતીકંપનો એકાદો હળવો આંચકો પણ આવી જાય છે અને ધુ્રજાવી જાય છે. અસંખ્ય After Shock આવ્યા છે. ક્યારેક ફલેટમાં વાસણો હલ્યા છે. કયારેક પલંગ હલ્યા છે અને કુદરતની પ્રચંડ શકિત સામે આપણે કેટલા વામણા છીએ એ અનુભવીએ છીએ.
કુદરતથી દૂર ને દૂર જવાનું પરિણામ શું આવ્યું ? સાચું અને સહજ જીવન ગુમાવી બેઠા છીએ. આ કાવ્ય લખાયું છે ધરતીકંપના દિવસોમાં. ધરતીકંપ પહેલાં પશુ-પક્ષીઓનાં વર્તનમાં અગમ્ય ફેરફાર આવી ગયો હતો. ૨૬મી જાન્યુઆરીના દિવસે ધરતીકંપ આવ્યો એ પછી અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના સુપરિન્ટેન્ડેન્ટ શાહુસાહેબ અને મારો આકાશવાણી ઉપર ઈન્ટરવ્યૂ હતો અને ત્યારે સહજ આ કવિત શ્રોતાઓને સંભળાવવાનું બન્યું.
ધરતીકંપના કલાકો અગાઉ પક્ષીઓ ગુમસૂમ થઇ ગયાં હતાં. પાળેલાં કે શેરીનાં કૂતરાઓ અસ્વસ્થ થઈ ગયા હતા. ઊંચા ટેકરા ઉપર કે ખુલ્લા મેદાનમાં જતા રહેવાનું પસંદ કરતા હતા. પશુ-પક્ષીને જે ઘટનાની ગંધ સૌથી પહેલી આવી ગઈ હતી એ ઘટનાથી માણસ અને તેનાં મશીનો જ તદ્ન અજાણ હતાં. શા માટે ? કારણ કે મશીન અને માણસ આ બે જ જાણે કુદરતથી નાતો તોડી ચૂકયા છે. મશીન અને માણસ બે જ જાણે સંવેદના અનુભવતા નથી. મશીન અને માણસ બે જ ઘોંઘાટ વચ્ચે પણ બધી જ ઋતુમાં એકસરખું મન વગર કાર્ય કર્યા કરે છે.
આપણે કુદરતથી દૂર ને દૂર જતા જઈએ છીએ અને થતા જઈએ છીએ. દરિયાની માછલીઓ ઠંડીના દિવસોમાં સ્થળાંતર કરીને બરફ પડવાનો સમય થાય એના પહેલા ચોક્કસ સમયે દરિયાના ચોક્કસ ભાગમાં કેટલાય માઇલોનો પ્રવાસ કરીને પોતાના ઈંડા મૂકવા જાય છે. ફરી ઉનાળો શરૃ થવાનો હોય ત્યારે પોતાના મૂળ દરિયાકિનારે તે પાછી ફરે છે. શિયાળો બેસવાનો હોય ત્યારે પરદેશમાં હિમવર્ષા શરૃ થઈ જાય છે. હિમવર્ષા ક્યારે થશે ? કેવી થશે ? એની કંઈ જ ખબર માણસને નથી હોતી. અને એ ખબર માણસે જાણવી હોય તો મશીનોની મદદ લેવી પડે છે. અને આ પશુ પક્ષીઓ બ્હારના યંત્રોની કે ભાષાની મદદ વગર બદલાતા મોસમના મિજાજને અગાઉથી જાણી જતા હોય છે. પક્ષીઓ ચોક્કસ દિવસો પહેલા એ સ્થળ છોડી દે છે. આપણા ગુજરાતમાં તો નળસરોવર, થોળનું સરોવર, કચ્છમાં એવા ઘણા સ્થળો છે જયાં એ પરદેશી પક્ષીઓ ઉતરી આવે છે. આ બધી ખબર કઇ રીતે પડતી હશે ? આપણને ઇંગ્લિશ મહિનાઓના નામ આવડે છે. કદાચ મહેનત કરીએ તો ગુજરાતી મહિનાઓના નામ પણ આવડે. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. પણ ... શરદ, શિશિર, ગ્રીષ્મ, હેમંત પછી કઈ ઋતુ ? કદાચ બધી ઋતુઓ વિશે આપણે ઉપર છલ્લી માહિતી પણ ખોઈ બેઠા છીએ. આ સંદર્ભમાં જ પંકતિ આવી છે.
દીવાલ ચારેકોર ચણી તે પડી ગઈ છે કેવી ભારે ?
આપણે આપણી ચારેબાજુ દીવાલો ચણી દીધી છે. એ દીવાલો જ આપણને ભારે પડી ગઈ છે. હજુ આજે પણ છાપામાં ટિટોડીએ ક્યાં ઈંડાં મૂક્યા છે એ સમાચાર વાંચું છું. એ ફોટો-સ્ટોરી વાંચું છું ત્યારે આનંદ થાય છે. નવી પેઢીને કહી શકાય છે કે લોકવાયકા પ્રમાણે ટિટોડી જમીનથી કેટલી ઊંચાઈએ ઇંડા મૂકે છે તેના આધારે આ વખતે વરસાદ કેવો પડશે, ચોમાસું કેવું જશે તે નક્કી કરી શકાય છે. પરંતુ હવામાન ખાતાની આગાહીઓ બધી કોઈ જોક્સ જેવી લાગતી હોય છે. આપણે એટલા બધા ભોળા છીએ કે એ કાચાપાકા વર્તારાઓ, આગાહીઓ છાપામાં ભોળાભાવે છાપીએ છીએ અને વાંચીએ છીએ અને પછી હસી પણ પડીએ છીએ. આપણે આપણા બધા જ મૂળ અજ્ઞાાનના અંધારામાં, ટેલિવિઝનના અંધારામાં, એરકન્ડિશનના અંધારામાં કાપી નાંખ્યા છે.
વેકેશનમાં દૂર દૂરના સ્થળે ગજા પ્રમાણેનો ખર્ચ કરીને આપણે પ્રવાસ કરીને તાજા થઇએ છીએ, ક્યારેક કોઇ ખાસ ખર્ચા વગરનો ભીતરનો પ્રવાસ, કુદરતનો પ્રવાસ કરવા જેવો છે. કુદરતને જેટલા જાણતા જઈશું આપણે આપણા જીવનને એટલું વધુ માણી શકીશું.
પ્રત્યેક ઋતુથી બચવા માણસે પ્રયત્ન કર્યો છે. અને કદાચ જેટલો કુદરતથી દૂર જતો ગયો એટલો એ જાતને આધુનિક અને મોર્ડન માનત ોગયો. કુદરતનું ખેંચાણ તો છૂટયું જ નહીં, કુદરતથી દૂર પણ થવાયું નહીં. માત્ર જુદી જુદી રીતે દીવાલો જ ચણી.
આપ Modern life style ની મજા બંધ બારી-બારણાં પડદા વળી,
Childed A.C. Room અંદરથી કરી સૂર્ય ભીંતે ચીતરાવ્યા હોય છે.
- મિસ્કીન
રેઇનકોટો, છત્રીઓ, ગમશૂઝ, વોટરપ્રૂફ હેટસ,
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ? - આદિલ મન્સૂરી

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved