Last Update : 01-August-2012, Wednesday

 

હમ વો નહીં, હાલાત બદલ દે જીનકો,
હમ વો હૈ, જો હાલાત બદલ દેતેં હૈં...

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

જિંદગીના અંત સુધી જે ક્યારેય નહીં જ ઉકલે એવા લાગતા પ્રશ્નનો ઉકેલ જંિદગી ક્યારેક આશ્ચર્યજનક સરળતાથી આપી દેતી હોય છે. હા! હું અનિકેત શ્રોફ મારા એવા જ એક પ્રશ્નની વાત કરવા અહીં આવ્યો છું. જોકે તે દિવસે અમદાવાદથી શ્રીનાથજી-ઉદેપુરની એક નાનકડી ઓર્ગેનાઈઝડ ટૂરની લકઝરી બસમાં પાંચ વર્ષે અચાનક મને મારા એક સમયના જીગરી જોડીદાર મિત્ર કેતન શેઠની ઓચંિતી મુલાકાત ના થઈ હોત તો આ વાત અહીં કહેવાઈ જ ન હોત...
... હું અને આ કેતન એક જ સરકારી બેંકના કાર્યદક્ષ કુશળ કારકૂનો હતા. અમારા બંનેનાં મિડલ-કલાસી જીવનમાં ઘણું સામ્ય હતું, એટલે જ શાયદ અમે ઝડપથી સહકર્મચારીઓમાંથી જિગરી દોસ્તો બની ગયેલા. અમે બંનેએ અમદાવાદમાં બેંક જોઈન પણ એક જ તારીખે કરેલી. બંને અપ-ટૂ-ડેટ વસ્ત્ર પરિધાનના શોખીન, દેખાવે સ્માર્ટ અને ખુશમિજાજ, બિન્ધાસ્ત, મજાકી, પોઝીટીવ સ્વભાવના. બેંકમાં જ્યાં સુધી નોકરી કરી ત્યાં સુધી અમદાવાદની બ્રાંચ ટ્રાન્સ્ફરોની બા-વજુદ અમે બંને કાયમ એક બ્રાંચમાં સાથે ટ્રાન્સ્ફર થયેલાં. અમે બંને બેંકના દરેક કામમાં એક્કા અને સિન્સીયર એટલે શહેરની દરેક બ્રાંચ અમારી જોડીને લેવા તત્પર રહેતી.
અમે બંને જુનાં ફિલ્મી-ગીતો અને શેરો-શાયરીના શોખીન. બંનેના જીવન-નિર્ણયો પણ લગભગ સરખાં જ રહેલાં. અમે બંનેએ ઈન્ક્રીમેન્ટસનો લાભ આપતી બેંકીંગની અઘરી ગણાતી પરીક્ષા બહુ સરળતાથી પાસ કરી દીધેલી, પણ સંતાનના શિક્ષણ અને કુટુંબની સ્થિરતાને લક્ષ્યમાં રાખી બંનેએ કલાર્કમાંથી ઓફિસરનું પ્રમોશન નહીં લીધેલું, જેથી બહારગામની બ્રાંચોમાં ભટકવું ન પડે.
સંતાનમાં પણ અમને બંનેને એક એક દિકરો જ માત્ર, અને એને ચીવટપૂર્વક ભણાવીને એની ‘કરીઅર’ બનાવવાનું અમારા બંનેનું મિડલ-કલાસી જીવન-ઘ્યેય પણ એક જ માત્ર. બેંકની હાઉસીંગ લોન લઈને અમે બંનેએ ફલેટસ પણ નજીક નજીક જ લીધેલાં. અમારા બંનેની પત્નીઓ પણ અપ્સરાઓ હતી - અલબત્ત નામમાં! કેતનની પત્નીનું નામ ઉર્વશી અને મારા રસોડે મેનકા હતી. બંને સરળ ઘરરખ્ખુ આનંદી સ્વભાવની સરેરાશ ગૃહિણીઓ હતી. એટલે અમારા વચ્ચે ફેમિલી-રિલેશન્સ પણ મઘુર રહેલાં. અરે મારા નામ અનિકેતની પાછળ એક વધારાનો ‘ન’ લગાડી દો તો અમારા બંનેના નામ પણ એક જ શબ્દમાં સમાઈ જાય - ‘અનિકેતન’! પણ પછી...
... મારો દિકરો આનંદ ડૉક્ટર થયો. એમ.એસ. થયા પછી થોડોક સમય અમદાવાદની જ એક મોટી હોસ્પિટલમાં નોકરી કરી એણે બીજા ડૉક્ટર મિત્રો સાથે મળીને ગાંધીનગરમાં મલ્ટી-ફેસીલીટી હોસ્પિટલ કરી, ને હોસ્પિટલની જોડે જ એક નાનકડો બંગલો બનાવ્યો, જે માટે મારે મારો અમદાવાદનો ફલેટ વેચી નાંખવો પડ્યો, ને હું દિકરા સાથે ગાંધીનગર રહેવા આવી ગયો. ત્યારે બેંક જોબની મારી રિટાયરમેન્ટ ત્રણ જ વર્ષ દૂર હતી. આનંદની પત્ની અનિતા પણ આનંદની સાથે જ હોસ્પિટલમાં ડૉક્ટર છે. એનો તૂંડમિજાજી, કર્કશ, ઝઘડાળુ મિજાજ સહન કરતાં કરતાં ત્રાસી ગયેલી મૃદુ સ્વભાવની મારી પત્ની મેનકા બિચારી હાઈ બી.પી.-અસ્થમાનો ભોગ બની ચુકી છે, પણ તો ય કરાહતી કરાહતી આનંદનાં બંને બાળકોનો અને બંગલાનો કામ-ઢસરડો ખેંચે છે. કેમકે ઓવરબિઝી ડૉક્ટરો અનિતા અને આનંદ પાસે તો ટાઈમ જ નથી હોતો.
આજે આઠ વર્ષ મારી જોબ રિટાયરમેન્ટને વીતી ગયેલાં છે, પણ હું અને મેનકા અનિતાના ત્રાસ-ટેન્શનથી થાકી ગયા હોવા છતાં આનંદનો બંગલો છોડી ક્યાંય જઈ શકીએ તેમ નહોતાં. અમદાવાદનો મારો ફલેટ તો વેચાઈ ચુક્યો હતો, ને બે વ્યક્તિનો વૃદ્ધાશ્રમનો ખર્ચો ઉઠાવી શકે એટલું પેન્શન મને બેંકમાંથી મળતું હોવા છતાં, અમે બંને, દિકરાની સામાજિક પ્રતિષ્ઠાના ખયાલે બાકીનું જીવન કોઈ વૃદ્ધાશ્રમમાં શાંતિપૂર્ણ રીતે પસાર કરવા નહોતાં જઈ શકતાં.
‘જાએ તો જાએ કહાં’ની આ ગુંગળાવતી પરિસ્થિતિમાંથી ચાર-પાંચ દહાડા નાસી છુટવા માટે જ મેં અને મેનકાએ શ્રીનાથજી-ઉદેપુરની આ ઓર્ગેનાઈઝડ ટૂરમાં નીકળી જવાનું નક્કી કરેલું. અને...
... અને એ ટૂરના લકઝરી કોચમાં જ અમને એ ટૂરમાં આવેલા કેતન-ઉર્વશીનો અનાયાસ અચાનક ભેટો થઈ ગયો, ને અમે બંને મિત્રો વર્ષો પછીની આ ઓચંિતી મુલાકાતથી આનંદવિભોર થઈ ગયાં.
બેંકની નોકરીમાંથી હું અને કેતન લગભગ સાથે જ રિટાયર થયેલાં. કેતનનો દિકરો ઉમંગ કોમ્પ્યુટર એન્જિનીયર થઈને આગળ ભણવા અમેરીકા ચાલી ગયેલો, અને ત્યાં જ એક ગુજરાતી એન.આર.આઈ. છોકરી સાથે પરણીને અમેરીકા જ સેટલ થઈ ગયેલો. એ જ્વલ્લે જ મા-બાપને મળવા ઈન્ડિયા આવતો, કેમકે અમેરીકામાં જ જન્મેલી-ઉછરેલી એની પત્નીને ‘ડર્ટી ઈન્ડિયા’માં આવવું ગમતું નહીં. અલબત્ત ઉમંગ અમેરીકામાં મબલખ કમાયેલો અને એણે કેતનને થલતેજના શાંત સૂમસામ વિસ્તારમાં બે માળનો એક આલિશાન-બંગલો ચોક્કસ અપાવી દીધેલો. એટલે પોતાનો ફલેટ વેચી કેતન-ઉર્વશી એ બંગલામાં રહેવા આવી ગયેલાં. અમદાવાદ-ગાંધીનગરના અંતરના લીધે મારું અને કેતનનું મળવાનું ક્રમશઃ ઓછું થતું ગયેલું, પણ ફોન પર તો અમે ઉમળકાભેર નિયમિત મળતાં જ રહ્યા છીએ.
અને આ નાનકડી ટૂરમાં અમને પાસે પાસે મળેલા હોટલ-રૂમની લોબીમાં એક રાતે કેતને, રિટાયરમેન્ટ પછીની મારી દિકરા-વહુ દાસ્તાન સાંભળ્યા પછી એની રામકહાણી મને વિગતે જણાવી,
‘‘યાર અનિયા! સાલું રિટાયરમેન્ટ પછી સાવ એકલું પડી જવાયું છે. પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી. મારું પેન્શન આવે છે, ને ઉમંગ અમેરીકાથી પૈસા તો મોકલે જ છે. પણ પૈસા એ વયસ્ક એકલતાનો ઈલાજ નથી, અને અમેરીકા ઉમંગને ત્યાં જઈ આવ્યા પછી મને લાગ્યું કે, ત્યાં કાયમ માટે રહેવાનું તો ફાવે તેમ જ નથી. બંને ઢીંચણે આર્થારાઈટીસથી પીડાતી ઊરુથી તો અમારા બે માળના સુમસામ ભૂત-બંગલાની સાફસફાઈ કરાવવાની ય વેઠ થતી નથી, એટલે પહેલાં તો બંગલાને તાળું મારી દઈ કોઈ લકઝુરીયસ વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલી જવાનું અમે વિચારેલું, જેથી ત્યાં સમવયસ્કોની કંપની મળી રહે, ને ઉરુને પુરતો આરામ. પણ આવું કરીએ તો સાલું આપણા સમાજમાં દિકરાનું ખરાબ દેખાય છે.’’
‘‘તો પછી કરવું શું કેતનીયા? આપણાં બંનેના પ્રશ્નો સરખા નહીં તો સમાંતર તો છે જ યાર!’’
‘‘જોકે આજે ઓચંિતો તું મળી ગયો અનિકેત, એટલે મને આપણાં બંનેની સમાંતર સમસ્યાનો એક ઉપાય સુજે છે. તું અને મેનકાભાભી ગાંધીનગર છોડીને અમદાવાદના અમારા આલિશાન ભૂત-બંગલામાં અમારી સાથે રહેવા આવી જાવ. આપણાં બંને વચ્ચે અને આપણી બંને ‘અપ્સરા’ઓ વચ્ચે સ્વભાવનો સુમેળ તો વર્ષોથી છે જ. એટલે વયસ્ક એકલપણામાં સમય પસાર કરવા આપણને ચારેયને એકબીજાની આનંદપ્રદ કંપની તથા સહારો મળી રહેશે. આપણાં બંનેનું પેન્શન તો આવે જ છે, ઉપરાંત થોડી વ્યાજની આવક પણ છે જ. ગૃહસ્થીના કામ અને ખર્ચા આપણે ચારેય વહેંચી લઈશું. અનિતાના ત્રાસમાંથી મુક્ત થતાં મેનકાભાભીની ટેન્શની બી.પી.-અસ્થમાની તકલીફ ઓછી થશે, અને તમે લોકો અમારી સાથે રહેવા આવી જાવ પછી, આથ્રરઈટીસી ઉર્વશીના બંને ગોઠણોના ‘ની-રીપ્લેસમેન્ટ’ ઓપરેશન પણ મારાથી કરાવી શકાશે. કેમકે મેનકાભાભી એની ઓપરેશન પછીની શુશ્રુષા કરી શકશે.
‘‘દિકરાઓની પ્રતિષ્ઠા ન જોખમાય એ કારણે આપણે બંને ઈચ્છા હોવા છતાં કોઈ વૃદ્ધાશ્રમમાં ન જઈ શકીએ, પણ આપણે બંને વયસ્ક મિત્ર-દંપતિ મળીને આ રીતે આપણો પોતાનો એક ‘નાનો વૃદ્ધાશ્રમ’ તો બનાવી શકીએને અનિકેત?’’
મને કેતનનો આ ‘નાના વૃદ્ધાશ્રમ’નો નવતર આઈડિયા જચી ગયો, ને ટૂરમાંથી પાછા ફર્યા બાદ અમારા એ ‘નાના વૃદ્ધાશ્રમ’માં પત્ની સાથે રહેવા આવી ગયાને મને આજે ત્રણ મહિના વીતી ગયાં છે. અને વયસ્ક એકલતામાં અમે ચારેય આજે એકબીજાની મનપસંદ ‘કંપની’નો ભરપુર આનંદ માણી રહ્યાં છીએ.
અમારા આ ‘નાના વૃદ્ધાશ્રમ’ની વાત અહીં મેં એટલા માટે કહી કે, અમારી જેમ વયસ્ક એકલતામાં અને પુત્ર-પુત્રવઘૂના કારણે ગુંગળાતા અમારા જેવા વયસ્ક દંપતિઓ, જેઓ કોઈ વૃદ્ધાશ્રમમાં જતાં સંકોચ પામતાં હોય, તેઓ આ વાંચીને આવા નાનાં નાનાં વૃદ્ધાશ્રમ બનાવીને તો જંિદગીનો ઉત્તરકાળ સ્વાસ્થ્યપૂર્ણ શાંતિ-આનંદ સાથે પસાર કરી શકે! અને અમારી જેમ ગૌરવભેર કહી પણ શકે કે,
હમ વો નહીં, હાલાત બદલ દે જીનકો,
હમ વો હૈ, જો હાલાત બદલ દેતેં હૈ...
(શીર્ષક સંવેદના ઃ જિગર જાલંધરી)

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved