Last Update : 01-August-2012, Wednesday

 

ક્યારેક ક્રમ નહીં, પરાક્રમનું મહત્વ હોય છે!

પ્રાઈમ ટાઈમ

કોઈ એક વ્યક્તિ પોતાનો વિચાર રમતો મૂકે તે સાથે જ ઘણાં-બધાં લોકો દોડતા થઈ જતા હોય છે. જેમ કે, શરદ પવાર એવો વિચાર રમતો મૂકે કે ‘આગામી વડાપ્રધાન તરીકે રાષ્ટ્રને મજબૂત વિકલ્પ આપવા માટે મહારાષ્ટ્ર આગળ આવે તો કેવું?’ એ સાથે જ યુપીએના તમામ સાથી પક્ષો ચકરડી-ભમરડી ફરવા લાગે. ખરેખર તો આ પ્રકારના વિચારને ‘ધમકી’ કહેવાનું શરૂ કરવું જોઈએ.
એવો શિરસ્તો હોત તો આમીરને હમણાં આવેલો એક વિચાર ‘ધમકી’ જ ગણાયો હોત. સાંભળવા મળ્યા મુજબ આમીર ખાને હમણાં એવો વિચાર તરતો મૂક્યો છે કે તે ‘સત્યમેવ જયતે’ની બીજી સિઝન માટે ગંભીરતાથી વિચારી રહ્યો છે.
આ જાણીને કેટકેટલાના પેટમાં ફાળ પડી હશે! ‘સ્ટાર’વાળાને થયું હશે કે સાલું, પહેલી વખતે તો ‘કોથળામાં ખિલાડી છે કે બિલાડી’ એનો અંદાજ ન હોવાના કારણે સ્પોન્સર અને એડવર્ટાઈઝર્સ પાસેથી મોં માગ્યા દામ મેળવી શકાતા હતા, પણ હવે આ શો માટે અગાઉ જેટલી રકમ મેળવવી શક્ય નથી, કારણ કે તેની વ્યૂઅરશીપના સતત ઘટતા આંકડા સૌ સુધી પહોંચી ચૂક્યા છે. આવા સંજોગોમાં કંપનીઓ સાથેના સંબંધ એક હદ સુધી જ કામમાં આવે છે. અને હવે હદ છે જે-તે શૉ સાથે એસોશિયેન માટેની તૈયારી સુધીની. પરંતુ નાણા-વ્યવહારમાં કંપનીઓની માગણી સ્વીકારવાની તૈયારી રાખવી પડતી હોય છે.
‘સત્યમેવ જયતે’માં ચર્ચાતા મુદ્દા પણ એ પ્રકારના છે કે મોટાભાગની કંપનીઓ સતત એ અજંપામાં રહે કે રખે ને ક્યાંક આપણી પોલિસી કે પ્રેક્ટિસને દૂષણ તરીકે રજૂ કરતો મુદ્દો આપણે જ સ્પોન્સર કે ટેકો કર્યો હોય તેવા શૉમાં ઉછળે તો!
આમીર ખાનના પ્રયાસો અંગે પક્ષ-પ્રતિપક્ષની દલીલો સદાકાળ ચાલતી રહેવાની છે અને એ રીતે આ શો દરકે સિઝનમાં ચર્ચાસ્પદ બનવાનો છે, પરંતુ અગાઉની સિઝનમાં ચર્ચાયેલા મુદ્દા અંગે કેવો અને કેટલો ફરક પડ્યો તેના આંકડા પણ બહાર આવશે જ! તેવા સમયે કશું પણ નેગેટીવ હશે તો શોની અસરકારકતા અને પ્રભાવ વિશે ચાલતા ભ્રમ પણ ભાંગશે.
નવી સિઝન આવવાની છે એવું જાણીને દરેક રાજ્યના મુખ્યમંત્રીએ અને વડાપ્રધાનના કાર્યાલયમાં પણ ટેન્શન થશે. કારણ કે આમીરખાન જે-તે મુદ્દા સાથે સંકળાયેલા સત્તાધીશ પાસે મુલાકાતની પણ માગણી કરે છે. સત્તાધીશોના વ્યસ્ત શિડ્યૂલમાંથી તબાડતોબ સમય કાઢવાનું ટેન્શન તેમના સ્ટાફે પણ અનુભવવું પડશે.
પોતાના શો માટે એડી-ચોટીનું જોર લગાવવા અને તેના અભ્યાસથી માંડીને પ્રચાર-પ્રસાર સુધીના પાસા પર સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરવા માટે આમીર ખાન પોતાની ફિલ્મોના શિડ્યૂલ અસ્ત-વ્યસ્ત કરી દેતો હોવાથી નવી સિઝનની જાહેરાત થશે તો આમીરના પ્રોડ્યુસર્સ પોતાની જાતને પીડીતી અનુભવવા લાગશે.
આમીર ખાનના ‘સત્યમેવ જયતે’ના કારણે સમાજમાં કેવો અને કેટલો ફરક પડ્યો તેના આંકડા આપણા સુધી પહોંચતા થોડી વાર લાગશે, પરંતુ એક વાત ચોક્કસપણે બની છ ેકે જેને ‘પરિવર્તન’ કહી શકાય. ઘણા સમયથી તદ્દન શુષ્ક અને સુષુપ્ત ગણાતો રવિવારના સવારના અગિયાર વાગ્યાનો સ્લોટ હવે જાનદાર ગણાવા લાગ્યો છે. જાણકારોના કહેવા મુજબ ‘સત્યમેવ જયતે’ની સરખામણી ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે થાય ત્યારે સ્વાભાવિક રીતે જ તે વામણો પુરવાર થાય છે. પરંતુ બન્ને વચ્ચે સરખામણી થાય ત્યારે અલગ-અલગ ટાઈમ સ્લોટ અને તદ્દન જુદા ફોર્મેટના કારણે ‘સત્યમેવ જયતે’ને એકસ્ટ્રા પોઈન્ટ આપવા પડે.
સમસ્યાઓની વાત લોકો સુધી પહોંચાડનારાઓ સુધી લોકો પહોંચે એ વાત ઘણી મોટી છે. અને રવિવારના સવારના ભાગમાં વ્યૂઅર્સને ટીવી જોતા કરવાનો પડકાર પણ નાનો-સૂનો તો ન્હોતો જ!
આમીર ખાને આ બન્ને મોરચે સફળતા મેળવી છે. ટીઆરપીની રેસમાં એ ઘણો પાછળ છે, પરંતુ તેણે કાપેલી મજલ એવરેસ્ટ આરોહણની સમકક્ષ છે. બેટીંગ પીચ પર - થાકેલા બોલરો અને હોમગ્રાઉન્ડ મળતા સપોર્ટ સાથે બેવડી સદી ફટકારો તે સિઘ્ધી છે, પરંતુ બોલરોને મદદ કરતી પીચ પર, વિદેશમાં તરખાટ મચાવતા ફાસ્ટર્સ સામે ટેસ્ટ બચાવવા ફટકારેલા એંશી-નેવુ રનનું મહત્ત્વ બે વડી સદી જેટલું જ કે વધારે ના ગણાય? આમીરે આ પરાક્રમ કરી બતાવ્યું છે. પણ લોકો પરાક્રમથી બહુ ડરતા હોય છે. ખાસ કરીને બીજાના!

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved