Last Update : 01-August-2012, Wednesday

 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

શ્રાવણ મહિનો શરૂ થાય એ પહેલાં શિવભક્તો ધાર્મિક યાત્રા કરવા પ્રવાસનું બુકીંગ કરાવી લેતા હોય છે. આખો શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથને સમર્પિત હોવાથી ભારતભરના શિવાલયોમાં નિત્ય પ્રભાતે પૂજા, જલ-દૂધનો અભિષેક આરતી વગેરે કાર્યક્રમ શરૂ થઇ જાય છે. ભૂદેવો તો હાલતા-ચાલતાં, પત્રવ્યવહારમા ‘‘જયમહાદેવ’’ અને ‘‘હરિઓમ’’ બોલતા હોય છે. અમદાવાદમાં રોજ વહેલી સવારથી પ્રખ્યાત શિવમંદિરોમાં પૂજા કરવા બહાર સ્ત્રી પુરૂષોની લાંબી કતાર લાગી જતી હોય છે. ભગવાન શંકરના ચૂસ્ત ભકતો આખો શ્રાવણ મહિનો દાઢી વધારે છે. એકટાણા કરે છે. આમ સંપૂર્ણ શ્રાવણ જપ-તપ-વ્રત, ઘ્યાન અને કિર્તનથી ભરપૂર રહે છે. ક્યાંક કથાકારો શિવકથા પૂરાણ સંભળાવે છે. જૈન લોકોનું પવિત્ર પર્યુષણ એમ વૈશ્યોનો શ્રાવણ. ઉપરવાળો બધાયનો ઇષ્ટદેવ છે એટલે તો જુઓને જુલાઇ ૨૦ તારીખથી પ્રારંભ થયેલા શ્રાવણ પછી તરત જ ૨૧મી જુલાઇએ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન શરૂ થઇ ગયો છે. હિન્દુઓ મુસ્લિમ ધર્મના આ બંને શ્રાવણ અને રમઝાન ધર્મના શ્રદ્ધાળુઓ માટે ગજબની આસ્થા અને ભક્તિ જગાડે છે. શ્રાવણમાં જન્માષ્ટમીનું મહત્વ છે એમ રમઝાનમાં ૨૭મી જુલાઇના દિવસે ‘‘જાગરણ’’નું મહત્વ રહ્યું છે. શ્રાવણમાં હિન્દુઓ હર હર મહાદેવ અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના કિર્તન કરે છે જ્યારે મુસ્લિમ શ્રદ્ધાળુઓ રમઝાન દરમિયાન મૌન રાખીને ઇબાદત કરે છે. અરે! પોતાના મોઢાનું થૂંક પણ ગળતા નથી. ટૂંકમાં શ્રાવણ અને રમઝાન બંને માસ પાછળ અદ્‌ભૂત સંદેશો છે. શ્રાવણ હર હર મહાદેવ સાથે સંકળાયેલો છે જ્યારે રમઝાન ‘‘બિસ્મીલ્લાહ હિરહમાની રહીમ’’ સાથે ઓતપ્રોત છે. બધા જ ધર્મોમાં શ્રદ્ધા હોવાથી માનવજીવન નદીના પ્રવાહ જેમ સદૈવ વહેતુ રહ્યું છે. રાજપુતો અને મોગલોની લડાઇ થતી ત્યારે યુદ્ધમાં કેસરીયા કરતા રાજપુતો હર હર મહાદેવ બોલીને શહીદ થતા હતા. આવુ હાલતા-ચાલતા કે છીંક ખાતા ‘હરિઓમ’ અવશ્ય બોલીને શંકરદાદાને સ્મરે છે. ‘ઓમ’ શબ્દ ભગવાન શંકરના મુખમાંથી પ્રગટ થયો છે આવુ શિવપુરાણ કહે છે. ‘ઓમ’ શબ્દનું એટલું બઘુ મહત્વ છે કે ભગવાન ભોળાનાથે બ્રહ્મા અને વિષ્ણુને ઉપદેશ આપતા કહેલું કે મારૂં જ્ઞાન સિદ્ધ કરવા તમે ‘‘ઓમ’’નો જાપ કરો - આ મંત્રથી અભિમાનીઓ અને શત્રુઓનો નાશ થાય છે. ૐ મહામંગલ રૂપ છે. મહાદેવજીનું લીંગ સ્વરૂપ છે. સકલલીંગ અને નિષ્કલલંિગ આ બંને લંિગ પર માત્ર બિલિપત્રોનો ઢગલો ચઢાવ્યાથી કે દૂધનો અભિષેક કરવાથી દાદા રીઝતા નથી પરંતુ ૬ જાતની પૂજામાં ‘‘શિવમાનસપૂજા’’ ગમે તે સમયે, હરતા ફરતાં, બસમાં કે ગાડીમાં થઇ શકે છે. આ તસવીર અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ચકુડીયા મહાદેવની છે. પોતાના પિતા એવા મહાદેવજીનો પ્રિય શ્રાવણ આવતાં જ ગજાનંદજી જાણે કે આનંદમાં નર્તન કરી રહ્યા હોય એવા મૂર્તિમાં ભાવ ઉપસે છે... જય મહાદેવ...હર હર મહાદેવ...

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved