Last Update : 01-August-2012, Wednesday

 

એક ખુબસુરત અંગડાઈ-પાક લડાઈ

ખબરે પાકિસ્તાન
 

પાક સિયાસતમાં ગોલા લડાઈ અધિકૃત ગણાય છે. એક બહેતર પ્રકાર-એ-જંગ તરીકે ગોલા લડાઈ સ્વીકૃત થઈ છે. કારણ કે પાકિસ્તાનને ખૂન-ખરાબા પસંદ નથી. ખરેખર?! રિયલી?!? બેશક ગોલા લડાઈ અહંિસક છે. બે બંદાઓ ગાલા-ગાલી કરે એ ગોલા લડાઈ. એનો અંજામ એકબીજાને દેખ લેણે મેં આતા હૈ. પાક સિયાસત (રાજકારણ)માં બે પાર્ટી સેમ ટુ સેમનું (ગાલા-ગાલીનું જ સ્તો) આદાન એવમ્‌ પ્રદાન કરે એને ખુબસુરત અંગડાઈ કહેવાય. અભી તો યહ અંગડાઈ હૈ, આગે દિલધડક લડાઈ હૈ! બોલે તો થ્રીલીંગ ફાઈટીંગ પહેલાંનો તબક્કો (સ્ટેજ) અંગડાઈ લઈ રહ્યો છે. હજુર ઈસ કદર ન શીના તાન કે ચલીયે, ખુલેઆમ યું શીનાજોરી ન કરીયે. મગર ઈમરાન ખાન હૈ કે માનતા નહીં. તહેરીકે ઈન્સાફ પાર્ટીના સુપ્રિમો હોવાના નાતે આપે ‘કેલા ઈશારા જાતે જાતે’ કર્યું. મતલબ કે અન્ય પાર્ટીઓને ઈજન આપ્યું - ચાલો આપણે સૌ કુર્સી કુર્સી રમીએ! ખૂન ખરાબા તો ખેલ ખેલ મેં ચ થાય. બાકી કઈ પાર્ટી દુશ્મનના દાંત ખાટા કરવાનું કષ્ટ ઉઠાવવા નવરી છે. પ્રત્યેક પાક પાર્ટી મુલ્કનું કલ્યાણ કરી રીપીટ કરી નાખવા બગલો બની છે. બોલે તો ખડે (એક) પગે ટાંપીને બેઠી છે. ખડા રહીને બેસવાની કરામત પાક સિયાસતનો આગવો અંદાજ છે. સામી પાર્ટીના ઉમેદવારને બેસાડી દેવો યા પછાડી દેવો મુમકીન ન હોય તો એને સુવડાવી દેવામાં આવે છે. શાસક પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ગાલા-ગાલી કરવાની બજાય સીધા ઈલ્જામબાજી પર ઉતરી આવવું મુનાસીબ માન્યું છે. પાર્ટીના સિપ્રિમો આસિફ મીંયાએ બુઝાતા ચિરાગના અંદાજમાં ફોજ પર મુશરફવાળી કરવાનો ઈલ્જામ લગાડ્યો છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના એકમાત્ર મરદ નેતા બેનજીર ભુટ્ટોને ટપકાવી નાખવાની સાજીશ મીંયા મુશરફે કરી હતી એવો ઈલ્જામ બેવજહ નથી લગાડવામાં આવ્યો. આસિફ મીંયા કી જાન ખતરે મેં હૈ. અપની જાન કુર્સી છે એટલી પૂરક માહિતી ઈલ્જામની સોલિડતા ઉજાગર કરવા માટે પર્યાપ્ત છે. ઈસ્લામ ખતરે મેં હય એવી બોમાબોંમ મચાવીને પાક દાઢી કોમવાદ ચગાવી શકતી હોય તો આસિફ મીંયાએ કંઈ ચૂડિયાં નથી પહેરી કે સિર્ફ ગાલા-ગાલી કરે. આપે અપની જાન જોખમમાં મુકીને બેજાન કુર્સીને પ્રાથમિકતા પ્રદાન કરી છે. વજહ? વેલ, કુર્સી હૈ તો જાન હૈ! જી હા, ખુદાના આ પસંદીદા મુલ્કમાં કુર્સી પર તશરીફ રાખવાથી દોનો જહાં સલામત બને છે. કયામત બી એનું કશું બગાડી શકતી નથી જેના બેસણાં તખ્તે ઈસ્લામાબાદ ખાતે હોય. મજકુર પાક માન્યતા બિન પાયેદાર નથી. સત્તા સ્થાને ચીટકેલી હરામખોર હસ્તી અનેક માસૂમોના જાન લઈ શકે છે. સાલે અપનેવાલે કો ગુમરાહ કરી શકે છે અને ખુદ મુલ્કને તબાહ કરી શકે છે. એટલું જ નહીં, ઈવન અમ્રિકાનો બદઈરાદો બર લાવી શકે છે!
આગામી ચૂનાવ કે મઘ્ધે નજર રાજકીય પક્ષો બીચ છીનાઝપટી એની બુલંદી પર પહોંચી છે. તહેરીકે ઈન્સાફ પાર્ટીએ હરિફ પક્ષોમાં ભંગાણ પાડવાના શ્રીગફુર કર્યા છે. તો જમાતે ઈસ્લામીએ પોતાના કાર્યકર્તાને છુટ્ટા મુક્યા છે. બોલે તો બીજા પક્ષોમાં સેટ કરવાનો ખેલ પાડ્યો છે. જેથી હરિફ પક્ષોને અંદરથી કમજોર બનાવી શકાય. એકબીજાના કાર્યકરોની છીનાઝપટ ધી એન્ડમાં હર એક પક્ષને દીમક (ઉધઈ) લગા રૈલી હય બાપ! પાક સિયાસતમાં ઉપલા સ્તરે આની-જાની દુનિયા ફાની આમ બાત છે. આમ કાર્યકરોને પક્ષના સિઘ્ધાંતો યા નીતિ સાથે કોઈ નિસ્બત નથી. એમની વફાદારી રોકડી પુરતી જ હોવાથી એક બી પક્ષ શિસ્તનો આગ્રહ રાખતો નથી. બલ્કે ગેરશિસ્ત બર્દાસ્ત કરે છે. કારણ કે મુલ્કમાં રાજકીય કાર્યકરો (મસલ પાવર)નો દુકાળ છે. એમ ક્યુ એમ જેવી ઘણી સ્થાનિક પાર્ટીઓ સિર્ફ એન્ડ સિર્ફ બાહુબલીના બલબુતા પર જ ઘૂમ મચાવે છે. એકચ્યુલી અંગડાઈ તો એક બહાના હૈ. અંગ પ્રદર્શન કા તરાના હૈ!
પાક રાજકીય પક્ષો મોંઘવારી, બેકારી, અરાજકતા યા ઈવન ભ્રષ્ટાચાર જેવી ક્ષુલ્લક સમસ્યા યા મસાલા (મુદ્દા) પર ચુનાવ લડતા નથી. જ્યાદાતર મજહબી લાગણી ઉષ્કેરીને ખીચડી પકાવવામાં આવે છે. ખ્યાલ રહે કે મુલ્કમાં એક જ મજહબના બંદા અમન એવમ્‌ ચમન કરે છે. છતાં લગભગલી હર પાર્ટીને પુરતા ટેકેદારો મળી રહે છે. બાકી રહી બાત ઠેકેદારોની. તો એમને મજહબ સાથે કોઈ નિસ્બત નથી. વિમલ (ઓન્લી) માલ સાથે જ છે. ખુદ અબ્બા-એ-મુલ્ક મહમદઅલી ઝીણા મજહબી ન હતા. આપે ઈસ્લામનો ઈસ્તમાલ એક હથિયાર તરીકે કર્યો હતો. તવારીખ ગવાહ છે કે દુનિયામાં ઈસ્લામનો ફેલાવો તલવાર (હથિયાર) વડે થયો હતો. અલબત્ત એકલી તલવાર જ ફેક્ટર (પરિબળ) હોત તો દુનિયામાં અમનનું આટલું પ્રસારણ થયું ન હોત. ઉર્દુ સાહિત્યમાં કટાક્ષને ઘટિયા (નિમ્ન) સ્તરની રમુજ ગણવામાં આવે છે. શિસ્ત અને કમિટેડ (કટિબઘ્ધ) કાર્યકરોની બાબતમાં ફોજનું પલડું ભારી છે. અફસોસ કે પાક બંધારણમાં ફોજને ચુનાવ લડવાની મનાઈ ફરમાવામાં આવી છે. એમ તો પાક ચુંટણી પંચે રીઢા અપરાધીઓને ચુનાવી જંગમાં ઝૂકાવવાની મના કરી છે. શાયદ એટલે જ અજવાળી આલમના શરિફો દરેક પાર્ટીમાં અંગડાઈ લઈ રહ્યા છે. તેવી જ રીતે ફોજના આડકતરા ટેકાથી રાજકીય પક્ષો સાચુકલી લડાઈ લડે છે. પાક ફોજના સુરમાઓ અલગ અલગ રાજકીય પાર્ટીની કંઠી પહેરીને બેઠા છે. હર શાખ પે ઉલ્લુ બેઠા હૈ, અંજામે ગુલીસ્તાં ક્યા હોગા!
*** *** ***
પાક દાઢીને મોગામ્બો (ખુશ) થવાનું એક ઔર બહાનું મળી ગયું છે. આગે એક પાક ઓરતે પોતાના સગ્ગા શોહરનો ખીમો બનાવ્યો હતો ત્યારે પાક દાઢી રાજીની લીલી રીપીટ લીલી થઈ હતી. કઈ ખુશીમાં? વેલ, ઓરત જાત કેટલી બદજાત છે એવા પાક દાઢીના સોલિડ મળવાથી આ વખતે અસ્મા જહાંગીરે મુલ્લાના મનમાં મોતીચૂરના લડ્ડુ ફોડ્યા છે. બિલકુલ અનાર (ફટાકડા-એ-કોઠી) તરાહ. અસ્મા જહાંગીર એક એવી શરફીરી ઓરત છે જેને ગીન કે પુરે નવ ગજના નમસ્કાર કરવાનો પાક ફરજ ખુદ જન.તીસમાર ખાં બજાવે છે. લંબાણથી કહીએ તો મહોર્તમા એક એવી એક્ટીવિસ્ટ (ચળવળિયણ) છે જે પાક દાઢીને જ્યાં ખૂંચવી જોઈએ ત્યાં સખ્ખત તકલીફ આપી રહી છે.
સુશ્રી અસ્મા જહાંગીરે જનાબ હુસૈન હક્કાનીનો મુકદમો લડવાનો ધરાર ઈન્કાર કર્યો છે. કારણ કે આપને સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત જાંચ આયોગમાં વિશ્વાસ નથી! તો પછી મહોર્તમાએ કેસ હાથમાં લીધો જ કેમ? આપ દૂધ પીતી કીકલી તો નથી જ કે મુલ્કની સર્વોચ્ચ અદાલતની અંદરોની બાતથી બેખબર હોય. એક બાજીગર કીકલી તરીકે આપે એન મોકે ધડાકો કરવા વાસ્તે જ જનાબ હુસેન હક્કાની જેવા બધી વાતે પુરા અસીલનો કેસ હાથમાં લીધો હોવો જોઈએ. બાકી મેમો કાંડમાં એવો કોઈ નૈતિક પ્રશ્ન નથી કે આપને સિઘ્ધાંતનું બહાનું કાઢવું પડે. અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમે જાના જાના! અસ્મા જહાંગીર જેવી આખાબોલીને જનાબ હુસેન હકાનીને ‘આગળ જાવ’ કહેવા માટે બહાના કાઢવા પડે છે. સાલો શું જમાનો આવ્યો છે. મીંદડી મીંયાને મીંયાઉ કર રૈલી હય!
હકીકતમાં સુપ્રિમ કોર્ટ બાર એસોશીએશનની અઘ્યક્ષા તરીકે અસ્મા જહાંગીરને ન્યાય તંત્ર સામે અઢાર વાંધા છે. સર્વોચ્ચ અદાલતના નામદાર ન્યાયમૂર્તિઓને પ્રભાવીત કરી શકાય છે એવો ઈલ્જામ આપે લગાડ્યો છે. ઓરત જાત કેટલી બેવફા અને ઈવન બેફામ છે એનું જાહેર પ્રદર્શન કરવા બદલ પાક દાઢી અસ્મા જહાંગીરનું જાહેર સન્માન કરી શકતી નથી. અફસોસ (બે વાર). મુલ્કની ચાર હાઈકોર્ટના દસ જજો સામે પક્ષપાત કરવાના આરોપ છે. હિત ધરાવતા તત્વોના આર્થિક યા શારરિક દબાણ હેઠળ એમણે ચૂકાદા આપ્યા હતા એવા ઈલ્જામની તહેકીકાત સુપ્રિમ કોર્ટ કરી રહી છે. અસ્મા જહાંગીરે એને ઘી યોગ્ય સ્થળે ઢોળવાની કયાવત કરાર આપી છે. આપની નારજગી કહાં પે નિગાહેં, કહીં પે નિશાના ટાઈપ લાગે છે. કારણ કે સોચનેવાલી સૂચક બાત કુછ ઔર હૈ. વો બાત ફીર કભી. ફીલહાલ એટલું જાણી લેવું કાફી છે કે અમ્મા જહાંગીરે કાલ્પનિક દહેશત વ્યક્ત કરી છે. બોલે તો આપ ફરમાવે છે કે હાઈકોર્ટના જજો દબાણથી મુક્ત ન હોય તો સુપ્રિમના નામદાર ન્યાયાધીશો બી આખરે માણસ છે. - અને માણસ માત્ર દબાણને પાત્ર!
લતીફા-એ-પાક
‘બહારનું ખાવાની વજહથી આપની તબીયત બગડી છે.’
‘મગર ડોક્ટર સાબ, આપે જ મને બહારનું ખાવાની સલ્લા આપી હતી.’
‘મીંયા, મેં તો આપને ચીકુ-સફરજનનો બહારનો ભાગ-છીલકાં ખાવાનું સૂચવ્યું હતું, નહીં કે બહારવાલીનું સેવન કરવાનું!’
- સિરાઝ શીશાવાલા

 

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved