Last Update : 01-August-2012, Wednesday

 

લોકવિચાર

 

જ્ઞાતિવાદ નિર્મૂળ થઈ શકે?


જ્ઞાતિવાદમાં એવા નેતાઓ માને છે કે જેમની કોઈ યોગ્યતા નથી. ફક્ત જ્ઞાતિવાદના આધારે ચુંટાઈ આવે છે. અને ફક્ત ચોક્કસ જ્ઞાતિ ઉપર આધાર રાખે છે.
બિહારમાં અમુક નેતાઓ પોતાના નામની સાથે જ્ઞાતિ કે અટક લખાવતા નથી એ રીતે એ નેતાઓની વિચારસરણી ઊંચી હોઈ શકે છે.
હવે વાત છે જ્ઞાતિવાદ નિર્મૂળ કરવાની. સરકારે સરકારી દસ્તાવેજો, શાળાઓ, કોલેજમાં પરિપત્ર બહાર પાડીને કહેવું જોઈએ કે પોતાના નામની આગળ કે પાછળ ક્યાંય એવી અટક કે ટાઈટલનો ઉપયોગ ના કરવો. જે હજારો વર્ષથી ચાલ્યો આવે છે અને માનવને માનવથી જુદા પાડે છે - આ છે એક જ ક્ષણનું કામ.
નામની સાથે ફક્ત પિતાનું નામ ત્યાં જરૂર જણાય તો દાદાનું નામ લખવું પરંતુ તેની સાથે કોઈ એવા શબ્દ કે ટાઈટલ કે અટક લખવી નહિ. જે તેની જ્ઞાતિ છતી કરે. ધીરે ધીરે અટક લુપ્ત થવાથી જ્ઞાતિવાદ નિર્મૂળ થઈ જશે.
જ્ઞાતિવાદના લીધે નિર્માલ્ય પ્રજા પેદા થાય છે. નિર્માલ્ય માનવધન બે પ્રકારમાં વહેંચાઈ જાય છે. (૧) લધુતા ગ્રંથિ (૨) ગુરૂતાગ્રંથિ. લધુતાગ્રંથિવાળામાં આત્મ વિશ્વાસનો અભાવ હોય છે. જે પોતાની પ્રગતિ સારી રીતે સાધી શકતો નથી. ગુરૂતાગ્રંથિવાળામાં વઘુ પડતો આત્મ વિશ્વાસ હોય છે. જેનાથી એ ખોટા કર્મો કરે છે.
બન્ને પ્રકારની પ્રજા હાનિકારક એટલા માટે કે લધુગ્રંથિ પોતાને હાનિ પહોંચાડે છે જ્યારે ગરૂગ્રંથિ બીજાને હાનિ પહોંચાડે છે.
નામની સાથે પિતાનું નામ તથા દાદાનું નામ લખવાથી કોઈ એક નામ સામાન્ય રીતે ચાલુ રહેશે નહી. જેથી ભવિષ્યમાં કોઈ બીજી જ્ઞાતિ ઉભી થશે નહી. પછી માનવ એની યોગ્યતા સાબીત કરવા સારા કર્મો કરતો રહેશે.
(અમદાવાદ) જસવંત
-------------
શરબત મેળો યોજો


દેશના કેટલાક મહાનગરોમાં શરબત મેળાના આયોજન થાય છે એવી રીતે આપણા મહાનગર અમદાવાદમાં પ્રાકૃતિક, આયુર્વેદિક અને યૂનાની શરબત મેળાનું આયોજન ગુજરાત ટૂરિઝમે અગ્રગણ્ય આયુર્વેદિક સંસ્થાઓનો સહયોગ લઈને યોજવાની જરૂર છે. આવા અવસરે નાડી વૈદ્યો દ્વારા નિઃશુલ્ક ચિકિત્સા, પરામર્શ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા હાસ્ય, યોગ, કસરત, પ્રાણાયમ અને એરોબિક્સનું પણ આયોજન કરી શકાય તો ઘણું આવકારદાયક લેખાશે.
અમદાવાદ જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved