Last Update : 01-August-2012, Wednesday

 

વરસાદ રહી ગયા પછી

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

એક વડીલનું કંઇક કામ પડ્યું હતું. કોઇને ય ત્યાં જવું હોય તો પહેલાં ફોન કરીને જવું જોઈએ. લેન્ડલાઇન માફક આવે, પણ બધાને ત્યાં લેન્ડલાઇન હોય નહંિ, ભલે, પણ કાનના લટકણિયા જેવા મોબાઈલ તો હવે લગભગ ઘેરેઘેર હોય છે.
મારે ફોન કરીને જવું જોઈતું હતું. પણ ભારતીય નાગરિક હતો ને ! એટલે અગાઉથી જાણ કર્યા વિના ગમે તેને ઘેર ધૂસી જવાનો વણ લખ્યો પરવાનો હતો.
વડીલના ફલેટની જાળી અધખુલ્લી હતી. મેં જરા ડોકિયું કર્યું. વડીલ જરા બેચેન લાગતા હતા, હાથમાં છાપું હતું. જાળી ખોલીને હું સીધો એમની પાસે પહોંચી ગયો. વડીલે છાપું નીચે ફેંકયું. મને જોઇને ન તો કચવાયા, ન તો ઉત્સાહિત થયા.
‘આવો’ એવો ઠંડો આવકાર મળ્યો. જાણ કર્યા વગર જઈએ તો આવકાર એવો જ હોય એમ સમજી મેં મન વાળ્યું.
થોડીક ઔપચારિક વાત પતી અને હું મારા કામની વિગત તેમને કહું ત્યાં તો તેમણે પત્નીને બૂમ મારી ઃ ‘સરોજ, સરોજ !’ અને પછી ‘સરુ, સરુ !’ નો પોકાર પડયો.
સરોજબહેન પતિનો પોકાર સાંભળી દોડી આવ્યાં ઃ ‘શું છે ? હું કપડાંને ઇસ્ત્રી કરતી હતી.’
‘હાં, પણ મારો ટુવાલ લાવ ને ?’
મને આશ્ચર્ય થયું. દસ વાગ્યા હતા અને વડીલ ‘સ્નાતક’ થયા વિના ખુરશીમાં છાપા સાથે મહાલતા હશે ?
મેં પૂછયું ઃ ‘તમે આટલા મોડા ના’વ છો ?’
‘અરે હોય ? ક્યારનું ય ‘નાહી નાખ્યું.’
મને ‘નાહી નાખ્યું’ શબ્દથી જરાક હસવું આવ્યું ઃ ‘હું સાત વાગ્યામાં નાહી ધોઈને પરવારી જઉં છું.’
એટલામાં સરોજબહેન ટુવાલ લઈ આવ્યા. હું કુતૂહલથી જોતો રહ્યો. એમણે પહેરેલી ગંજી ઊંચી કરીને મોઢા પર ગરદન પર, છાતી પર અને પેટ પર સુદ્ધાં ટુવાલ ઘસવા માંડયો. બોલ્યા ઃ ‘જિતુભાઈ, વરસાદ રહી ગયા પછી એટલો બધો પરસેવો થાય છે, જુઓ, નીચે બે નેપકીન તો પરસેવાથી લદબદ પડયા છે. હવે પરસેવા લૂછવા ટુવાલ વાપરવો પડે છે.’
એમ કહીને મારી હાજરીનો સંકોચ રાખ્યા વિનાં તેમણે ગંજી લગભગ આખી ઊંચી કરીને ટુવાલ આખા શરીરે ઘસવા માંડયો. ‘જિતુભાઈ’ ટુવાલ ઘસીને જરા અટકીએ ત્યાં ફરી પાછો પરસેવો ફૂટી જાય છે. શરીરમાં જાણે પરસેવાનાં ઝરણાં ના હોય ?’
મને જરાક મર્મ સૂઝયો ઃ ‘પરસેવાનાં ઝરણાં નહિ, તેલના કૂવા હશે.’
પછી વડીલની આમન્યાએ મારા શબ્દો હોઠ પર રહી ગયા. વડીલ શરીરે ઠીક ઠીક સ્થૂલ હતા. અને પરસેવોય શરીરની સ્થૂલતાનું માપ લઈને આછો પાછો ફૂટી નીકળતો હશે.
વરસાદ રહી ગયા પછી બાફનો અનુભવ દરેકને થતો હશે. પંખો કે એ.સી. ચોવીસ કલાક તો ચાલુ ના રખાય.’
જયાં જોઈએ ત્યાં.. અથવા કલાપીની કાવ્ય પંક્તિ ટાંકીએ તો જયાં જયાં નજર મારી ઠરે, પરસેવાનાં ઝરણ ફરે.’
વરસાદ રહી ગયા પછી ઉનાળાની ગરમી કરતાંય બાફનો ત્રાસ વધારે લાગે છે. અગ્નીની ઝાળ જેવી મઘ્યાન્હના સૂર્યની ગરમી વેઠયા પછી વરસાદના એકબે જોરદાર ઝાપટા થોડી ઠંડક લાવે છે. હાશ થાય છે. પણ એ હાશ લાંબી ટકતી નથી. વરસાદ અટકયો એટલે વાદળાં વરસવાને બદલે એમનો વાદળિયો તાપ વરસાવવા માંડે છે. વાદળિયો તાપ મીંઢો હોય છે. સીધી ગરમી કરતાં બાફની ગરમીનો ઊકળાટ ભારે હોય છે. એમાંય માખી નિરાંતે કોઇના નાકમાં કે કાનમાં ધૂસ મારીને ઊકળાટનો ભાર વધારે છે.
નવરા બેઠેલા સંપન્ન માણસને ય પરસેવા નીતર છે.
એ પંખાના આશરે જાય છે. છતાં જળ બંિદુ જેવાં મીઠાં નહિ પણ ખારાં પ્રસ્વેદ બંિદુ કાયાને ચોંટેલાં હોય છે.
માલ ભરેલી લારી ખેંચતો મજૂર, પણ શરીરમાંથી રેલા નીતરતા જોઈ જરાક બાજએ લારી થંભાવીને એના મેલાઘેલા લૂગડાના કટકાથી અને મોટે ભાગે અંગૂઠો અને પહેલી બે આંગળીની સહાયથી કપાળેથી પરસેવો ઝાટકતો હોય, એ પરસેવાનો રોટલો મીઠો હોય છે.
મને વિચાર આવે છે કે મજૂરી કરનારના શરીરમાંથી પરસેવો નીકળે એ સાર્થક છે. મજૂરીનો પરસેવો મૂલ્યવાન ગણાય. ધન્ય ધન્ય તે કામ જે પરસેવા ન્હાય.
બેઠાડુ માણસને ય પ્રસ્વેદ તો થાય છે.. પણ એ શ્રમ વિનાનો પરસેવો છે.
જેમ પર-સેવાથી મનને આનંદ થાય છે તેમ પરસેવાથી શરીરને ઠંડક મળે છે.
શરીરમાંથી પરસેવો છૂટતો હોય એ આરોગ્યની નિશાની જ છે. છીદ્રો વાટે એનાથી કચરો બહાર નીકળી જાય છે એમ કહેવાય છે.
ફિલસૂફીની ભાષામાં કહીએ તો સુખ સાથે દુઃખ જોડાયેલું હોય છે. સુખ પછી થોડુંય દુઃખ ના આવે તો સુખનો મહિમા ઘટી જાય. એમ વરસાદનું સુખ પામ્યા પછી થોડોક બાફ પણ આવે અને પરસેવાનાં ઝરણાં ફૂટે એ વેઠવો પડે.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved