Last Update : 01-August-2012, Wednesday

 

ક્રિપાશંકરસંિહ પછી છગન ભુજબળ...
શરદ પવાર એનસીપીના નેતાઓને છાવરવા માગે છે

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

- ભ્રષ્ટાચારી નેતાને કાઢવામાં આવે તો નવા કોને મૂકવા તે સમસ્યા

 

છેલ્લા ૮ વર્ષમાં મરાઠા નેતા શરદ પવાર ક્યારેય પોતાની સરકાર વિરૂઘ્ધની ફરીયાદ લઇને પ્રજાની વચ્ચે ગયા નથી. આપણે ઈચ્છીએ કે તે તેમની માગણીને વળગી રહેશે. જોકે આપણે તે બાબતે ખોટા પડીએ એમ છીએ. રાજકીય તકનો લાભ ઉઠાવવામાં નિષ્ણાત મનાતી એવી વ્યક્તિ કેવી રીતે પોતાના સિઘ્ધાંતોને વળગી રહેવાની વાત કરી શકે? જો એવું કરે તો તે ઘણું ગુમાવે તેમ છે. સોનિયા ગાંધી મૂળ ઈટાલીના છે એમ કહીને બળવાનું બૅનર ફરકાવનાર મરાઠા નેતા સામે ઘણા પ્રશ્નો રહેલા છે.
હવે મુંબઇ અને દિલ્હીમાં તેમની સમસ્યાઓના સમાધાન માટે જે કહેવાતી કૉ-ઓર્ડીનેશન કમિટી ઊભી કરી છે તે ખરી સમસ્યા હલ કરી શકે એમ નથી. પવાર ખૂબ ખંધા રાજકારણી છે. કૉ-ઓર્ડીનેશન કમિટી સમક્ષ તે મુંબઇમાં કોંગ્રેસ - એનસીપીના જોડાણ અને કેન્દ્રમાં સરકાર અંગે વાત કરશે. તેમનો મુખ્ય હેતુ તેમના લેફટનન્ટને બચાવવાનો હોઇ શકે જેમની સામે તપાસના સોનિયા ગાંધીએ આદેશ આપ્યા છે.
આ કેસમાં સોનિયા ગાંધી, ઈંદિરા ગાંધીની સ્ટાઇલ અપનાવી રહ્યા છે. ૭૦ના દાયકામાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન મોહનલાલ સુખડીયાની સિન્ડીકેટને નાથવા સાદરી ગોલ્ડ કેસ રી-ઓપન કરાવ્યો હતો.
આ વખતે કોંગ્રેસના બૉસે એક દાયકા પહેલાં મહારાષ્ટ્રમાં સંિચાઇ ખાતાનું કૌભાંડ ખોલાવીને એનસીપીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારને ઘુ્રજારી લાવી દીધી છે. એનસીપીના અન્ય એક નેતા, અને ટોચના પીડબલ્યુડી પ્રધાન છગન ભુજબળના પુત્રે ઊભી કરેલી કન્સ્ટ્રકશન કંપનીની બેનામી સંપત્તિ અંગેની તપાસે પણ તેમની ઊંઘ હરામ કરી નાખી છે.
જો અજીત પવાર અને છગન ભુજબળ આ તપાસમાં રાજકીય રીતે ડામાડોળ થઇ જાય તો જે એક માત્ર મહારાષ્ટ્રમાં એનસીપી પોતાની હાજરી ધરાવે છે ત્યાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. જોગાનુજોગ એવું છે કે અંકલ શરદ પવારના રાજકીય વારસદાર તરીકે પોતાને ગણતા અજીત પવારને જોકે એ ખબર નથી કે શરદ પવારની પુત્રી પણ રાજકીય વારસદાર તરીકે સક્રિય બની છે.
એક સમયના ડેપ્યુટી ચીફ મીનીસ્ટર છગન ભુજબળ પણ એનસીપી નેતાઓમાં વર્ચસ્વ ઊભું કરી રહ્યા છે. આ સંજોગોમાં એનસીપીના બૉસ માટે તેમના પક્ષના નેતાઓના કૌભાંડ પર પડદો પડી રહે તે જોવાનું મહત્વનું છે. તેથી જ તે પોતાનું માન પણ જળવાઇરહે અને કામ પણ થાય એવા પ્રયાસોમાં છે. જોકે રાજકારણીઓ અને આત્મગૌરવ બંને સાથે આજકાલ જોવા મળતા નથી. આ ઉપરાંત શરદ પવાર તેમની પુત્રી સુપ્રિયા સૂલેને પ્રધાન મંડળમાં લેવા તેમજ પ્રફુલ પટેલને સાવ ઠંડુ (આવકની દ્રષ્ટિએ) ગણાતું એવું હેવી ઈન્ડસ્ટ્રીઝના ખાતાના બદલે મહત્વનો એવો પાવર મિનિસ્ટ્રીનો હવાલો સોંપાય એવી માગણી છે.
કેમ કે દરેક ઉદ્યોગ ગૃહ પાવર સેકટરમાં પ્રવેશવા તલપાપડ છે અને રાહત મેળવવા ઈચ્છે છે. એટલે જ આ મરાઠા નેતાને તેની જરૂર છે.
કેટલાક મહિના પહેલાં જ પટેલને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાંથી ખસેડવામાં આવ્યા હતા. તેમણે ૪૫ હજાર કરોડ રૂપિયાના નવા પ્લેનનો ઓર્ડર આપ્યા હતા જ્યારે કર્મચારીઓને પગાર આપવાના પૈસા નહોતા!!
નવા નેતા લાવવા ક્યાંથી?
મહારાષ્ટ્રના મતદારો તેમના નેતાઓની કામગીરી આશ્ચર્યજનક રીતે જોઇ રહ્યા છે. પ્રથમ મુંબઇ કોંગ્રેસના વડા ક્રિપાશંકર સંિહ પાસેથી હજારો કરોડ રૂપિયા મળી આવ્યા હતા. કેટલાક મહિના પહેલાં સમાચાર માઘ્યમોએ તેના કૌભાંડની વિગતો આપતા દર્શાવ્યું હતું કે કેવી રીતે તેમણે કંપનીઓ ઊભી કરીને પોતાની લૂંટ છૂપાવી હતી. આ રીપોર્ટ જોઇને એવું લાગતું હતું કે કોંગ્રેસના આ વડાના દહાડા ભરાઇ ગયા છે. પરંતુ કોંગ્રેસની નેતાગીરી સામે ભ્રષ્ટાચાર એ મુદ્દો નથી. થાય છે પણ એવું જ. જે નેતા આર્થિક કૌભાંડમાં પકડાય છે તે ખસેડાતા નથી કેમ કે તેમની જગ્યા લે એવા બીજા નેતા તો જોઇએને!!
મહારાષ્ટ્રના ક્રિપાશંકર સંિહ પછી છગન ભુજબળનો વારો આવે છે કે જેમણે ખૂબ ટૂંકા સમયગાળામાં કરોડો રૂપિયા બનાવ્યા હતા. જોકે ભુજબળે બહુ ચંિતા કરવા જેવું નથી કેમ કે તેમના નેતા શરદ પવાર આ બાબતોમાં ‘બીગ ડેડ્ડી’ જેવા છે.
રાજકારણમાં ચાલતી રમૂજ..
રાજકારણમાં રમૂજોનો દોર ચાલી રહ્યો છે. દિલ્હીના રાજકીય ફલક પર ચાલતી બે રમૂજને અહીં અપાઇ છે. ભ્રષ્ટાચાર સામે અણ્ણા હજારેએ આંદોલન ફરી શરૂ કર્યું ત્યારે આ ગાંધીવાદી નેતાને ટૂંકમાં એક મુદ્દે વાત કરાઇ હતી કે ‘‘અણ્ણાજી, યે મામલા ક્યા હૈ? યે મામલા લે-દેકે ખતમ નહીં કર શકતે?! અર્થાત્‌ યોગ્ય કંિમત આપીને આંદોલન સમેટી ના શકાય?!’’
બીજી રમૂજ તો આનાથી પણ સરસ છે. જેમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી સામેનો વઘુ પડતી સંપત્તિનો કેસ ન્યાયમૂર્તિએ કાઢી નાખતા માયાવતીએ તેમના લીગલ સલાહકાર એસ.સી. મિશ્રાને સીઘું જ પૂછી લીઘું હતું કે.. ‘‘અરે તુમને મુજે બતાયા નહીં કે સુપ્રીમ કોર્ટ મેં ઈતના આસાન હૈ બચના.. અગર તુને બતાયા હોતા તો મૈં સો ગુના ઓર પૈસા બનાતી.. તુને મેરા નુકસાન કર દીયા..’’
બિચ્ચારા મિશ્રાને એમ હતું કે માયાવતીની કેસમાંથી મુક્તિના બદલે તેને ઈનામ મળશે. તેના બદલે માયાવતીએ ખખડાવ્યા... સાચ્ચે જ માયાવતીને ખુશ રાખવા આસાન નથી...

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved