Last Update : 01-August-2012, Wednesday

 

પંચમ જ્યૉર્જના શાસનની જ્યુબિલીના અવસરે

હોબી કોર્નર - દિનેશ મિસ્ત્રી

 

દેશના મંદિર-સ્થાપત્યોને અપાયેલું ખાસ મહત્ત્વ
૧ એપ્રિલ ૧૯૩૭ના રોજ બર્માને ‘ઇમ્પિરિયલ ઇન્ડિયા’થી અલગ કરીને ‘બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન’ના સીધા નિયંત્રણ હેઠળ મુકવાનો નિર્ણય અમલી બન્યો ત્યાં સુધી આપણા દેશની પૂર્વ સરહદે આવેલો પાડોશી દેશ બર્મા બ્રિટિશ-ઇન્ડિયાનો એક પ્રાંત હતો. ૧૯૩૭માં તેનો એડમિનિસ્ટ્રેટિવ કન્ટ્રોલ નવીદિલ્હીથી ખસીને લંડન ચાલ્યો ગયો હતો.
દુનિયાની સૌ પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ સન ૧૮૪૦માં ગ્રેટ બ્રિટને પ્રકાશિત કરી તે પછી ફક્ત ૧૨ વર્ષ વીત્યે સન ૧૮૫૨માં ‘સંિધ ડાક’ની રજૂઆત થતા આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા મહાખંડમાં પોસ્ટેજ સ્ટેમ્પના પ્રચલનનો પ્રારંભ થયો હતો.
એશિયાના બીજા કોઈ પણ દેશે આ અગાઉ કોઈ પોસ્ટેજ સ્ટેમ્પ પ્રકાશિત કરી નહોતી.
અલબત્ત, ‘સંિધ ડાક’નો ઉપયોગ દેશવ્યાપી નહોતો પરંતુ માત્ર સંિધ પ્રોવિન્સ પુરતો મર્યાદિત હતો. આ પછી બે વર્ષના અંતરે સન ૧૮૫૪માં ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’એ બ્રિટિશ ઇન્ડિયાના દરેક પ્રોવિન્સમાં વપરાશ માટેની સ્ટેમ્પ્સ બહાર પાડી હતી.
૧૯૪૭માં દેશ આઝાદ ત્યાં સુધીના સમગ્ર બ્રિટિશ શાસનકાળ દરમિયાન રજૂ થયેલી કુલ ૨૮૨ પોસ્ટેજ સ્ટેમ્પ્સ મહદંશે નિયત શ્રેણી (ઘીકૈહૈૌપી જીૈીિજ) ની હતી. ક્વિન વિકટોરિયા અને કંિગ એડવર્ડના સત્તાકાળ દરમિયાન મૂલ્ય અનુસાર વિવિધ રંગોમાં પ્રકાશિત તમામ ટિકિટો નિયત શ્રેણીની હતી. એક પણ સ્મારક સ્ટેમ્પ રજૂ થઈ નહોતી. નિયત શ્રેણીની સ્ટેમ્પનો જથ્થો જરૂરિયાત મુજબ વારંવાર છપાતો રહે છે, જ્યારે સ્મારક સ્ટેમ્પ (ર્ભસસીર્સપચૌપીજ) ફક્ત એક જ વાર છપાય છે. જ્યૉર્જ પંચમના શાસન સમયે ૨૨ ઑક્ટોબર ૧૯૨૯ના રોજ રજૂ કરવામાં આવેલી એરમેલ સીરિઝની ૬ ટિકિટો આપણા દેશની સૌ પ્રથમ સ્મારક સ્ટેમ્પ્સ હતી.
ઉલ્લેખનીય છે કે દુનિયામાં હવાઈ માર્ગે ‘એરમેલ’ (છૈિ સ્ચૈન) ટપાલ મોકલવાની પહેલકદમી આપણા દેશમાં થઈ હતી. સૌપ્રથમ અલ્હાબાદથી નૈની પ્રાયોગિક ધોરણે ૬૫૦૦ ટપાલ હવાઈ જહાજમાં મોકલવામાં આવી હતી. આ અખતરો સફળ થતાં દુનિયાભરના દેશોએ આ પ્રથા અપનાવી લીધી હતી. નવી દિલ્હીના ઉદ્ધાટનના અવસરે ૯ ફેબુ્રઆરી ૧૯૩૧ના રોજ બીજી ૬ અને પંચમ જ્યૉર્જના શાસનની સિલ્વર જ્યુબિલીની ઉજવણીની યાદમાં વઘુ ૭ સ્મારક સ્ટેમ્પ્સ ૬ મે, ૧૯૩૫ના રોજ રજૂ થઈ હતી.
છઠ્ઠા જ્યોર્જના સત્તાકાળની સમાપ્તિ પૂર્વે ૨ જાન્યુઆરી ૧૯૪૬ના દિવસે સમાન ડિઝાઈન ર્(સહૈમેજ ગીજૈયહ) ધરાવતી ચાર વિવિધ રંગી સ્મારક સ્ટેમ્પ્સ રજૂ થઈ હતી. બીજા વિશ્વ યુદ્ધમાં વિજય મળ્યો તેની ખુશીમાં વિકટરી સીરિઝની આ સ્ટેમ્પ્સ બહાર પાડવામાં આવી હતી.
આમ, પાંચમા તથા છઠ્ઠા જ્યોર્જના ચાર દાયકા જેટલા સત્તાકાળ દરમિયાન ૧૯૨૯ થી ૧૯૪૬ સુધીમાં જુદા જુદા ચાર અવસરોએ માત્ર ૨૩ સ્મારક સ્ટેમ્પ્સ રજૂ થઈ હતી.
આ સિવાય બ્રિટિશ સરકારે લગભગ એક સદી જેટલા શાસનકાળ દરમિયાન જે સ્ટેમ્પ્સ રજૂ કરી તે તમામ નિયત શ્રેણીની હતી. રાણી કે રાજાના પોટ્રેટ દર્શાવતી હોવાના કારણે ‘ડોકા છાપ’ તરીકે ઓળખાતી આપણા દેશની બ્રિટિશકાલીન ટપાલ ટિકિટો પર આપણને આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિ તથા આપણા મંદિર રૂપી કલાત્મક વાસ્તુ સ્થાપત્યના વારસાની ઝલક જવલ્લે જ જોવા મળે છે.
આપણાં દેશમાં બ્રિટિશ સત્તાના શાસન ઉપરાંત ફ્રેંચ અને પોર્ટુગિઝ સત્તાનું પણ શાસન રહ્યું. પશ્ચિમ કાંઠે આવેલા દીવ, દમણ, નગરહવેલી અને ગોવામાં પોર્ટુગિઝોએ સત્તા ભોગવી, જ્યારે પૂર્વમાં પૉડિચેરી, માહે અને ચંદ્રનગર ફ્રેંચ સત્તાના તાબામાં હતા. યુરોપની આ બંને સત્તાઓના પણ પોતપોતાના પોસ્ટલ એડમિનિસ્ટ્રેશન હતા. પોર્ટુગિઝોએ સત્તા ભોગવવાની સાથોસાથ રોમન કેથોલિઝ્‌મના પ્રચારના મુદ્દાને પણ વિશેષ મહત્ત્વનો માન્યો હતો. તેથી પોર્ટુગિઝ પોસ્ટલ સિસ્ટમ હેઠળ રજૂ થયેલી ડેફિનિટિવ તથા કૉમેમોરેટિવ સ્ટેમ્પ્સ ઉપર ખ્રિસ્તી ધર્મગુરુ, ચર્ચ તથા ક્રિશ્ચિયાનિટીના પ્રતીકોની ઝલક સર્વાધિક રૂપે જોવા મળે છે. પોર્ટુગિઝ સત્તાએ પોસ્ટેજ સ્ટેમ્પસના માઘ્યમે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિની ઉપેક્ષા કરવાનું વલણ અપનાવ્યું હોવાના કારણસર પૉર્ટુગિઝ ઇન્ડિયાની કોઈ એક પણ સ્ટેમ્પ ઉપર હંિદુ કોઈ દેવી-દેવતાની મૂર્તિ અથવા મંદિર શોઘ્યા જડે તેમ નથી.
ફ્રેંચ સત્તાનો અભિગમ પોર્ટુગિઝોથી વિપરીત હતો. ફ્રેંચ તાબા હેઠળના ‘ઇન્ડો ચાયના રિજન’માં ઘટાટોપ જંગલોની નીચે ચાર સદીથી દટાયેલ પ્રાચીન અંગકોરવાટ મંદિર સંકુલ મળી આવ્યું તે પછી તેમના મનમાં ભારતીય સંસ્કૃતિ અને આઘ્યાત્મિક ચંિતન પ્રત્યે અનેરો અહોભાવ જાગી ઉઠ્યો હતો. તેથી પૉડિચેરી તથા ઇન્ડો-ચાયનામાં વપરાશ માટે ફ્રેંચ સત્તાએ રજૂ કરેલી સ્ટેમ્પ્સ પર આપણી સંસ્કૃતિ, દેવી-દેવતાની પ્રતિમાઓ તથા મંદિરોની ઝલક મોટા પાયે જોવા મળે છે. પરંતુ ૧૯૫૪ સુધી પોડિચેરીમાં વપરાશમાં રહેલી ફ્રેંચ કાલીન ટપાલટિકિટો પૈકી કોઈ પણ એક ટિકિટમાં ક્રશ્ચિયાનિટીની અસર વર્તાતી નથી. ફ્રેંચ સત્તાધિશોએ રાજકાજમાં ધર્મની ભેળસેળ કરી નહોતી તેથી તેમણે પોસ્ટેજ સ્ટેમ્પને પોતાના ધર્મના પ્રચારનું સાધન બનાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો.
બ્રિટિશરોની વાત કરીએ તો બ્રિટિ-ઇન્ડિયા સરકારે પણ ક્રિશ્ચિયાનિટી વિશેની કોઈ સ્ટેમ્પ રજૂ કરી નહોતી. પરંતુ મોહન-જો-દરોનો પત્તો લાગ્યો ત્યાર પછી પણ તેમણે પ્રાચીન ભારતીય સભ્યતાને કદી હાઈલાઈટ કરી નહોતી. કેમકે તેમ કરવું તેમની નીતિથી વિપરીત હતું.
હંિદુસ્તાનને મદારી, ભિખારી અને અંધશ્રદ્ધાળુઓના એક પછાત દેશ તરીકે દુનિયાભરમાં પ્રચારિત કરનાર બ્રિટિશ સત્તાએ ફક્ત એક જ વખત આપણા મંદિરો વિશેની પોસ્ટેજ સ્ટેમ્પસ પ્રકાશિત કરી હતી. બ્રિટિશ સમ્રાટ પંચમ જ્યોર્જના શાસનની સિલ્વર જ્યુબિલીની ઉજવણી નિમિત્તે હંિદુસ્તાનમાં વસતા દરેક ધર્મ-સમ્પ્રદાયના લોકોને ખુશ કરવાના ઇરાદાથી ૧૯૩૫માં ખાસ સ્મારક સ્ટેમ્પ્સ રજૂ કરવામાં આવી હતી. તેમાં જુદા જુદા ધર્મના મંદિરો દર્શાવવામાં આવ્યા હતા. એક ટિકિટમાં ઇસ્લામના પ્રતિકરૂપે કોઈ મસ્જિદ નહીં પરંતુ આગ્રાનો તાજમહાલ મુક્તિ કરવામાં આવ્યો હતો. આ સીરિઝની બીજી ટિકિટોમાં દક્ષિણનું રામેશ્વરમ્‌ મંદિર, કલકત્તાનું જૈન મંદિર, અમૃતસરનું સુવર્ણમંદિર તેમજ બર્માની ઇરાવદી નદીના કિનારે વસેલા મહાનગર માંડલેમાં આવેલું જગપ્રસિદ્ધ મહામુનિ બૌદ્ધ મંદિર પણ દર્શાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ બર્મા (મ્યાનમાર)ને બ્રિટિશ-ઇન્ડિયાના એક પ્રોવિન્સનો દરજ્જો અપાયો હતો.
પંચમ જ્યોર્જના શાસનના સમાપન પછી છઠ્ઠા જ્યોર્જના શાસનના પ્રારંભ કાળે ૧ એપ્રિલ ૧૯૩૭ના રોજ તેને ‘ઇમ્પિરિયલ ઇન્ડિયા’થી અલમ કરીને બ્રિટિશ એડમિન્સ્ટ્રેશનના સીધા નિયંત્રણ હેઠળ મૂકી દેવાયો ત્યાં સુધી પાડોસી દેશ બર્મા બ્રિટિશ-ઇન્ડિયાનો એક પ્રાંત હતો. આ પછી તેના પ્રશાસનિક નિયંત્રણનું કેન્દ્ર નવીદિલ્હીથી ખસીને લંડન ચાલ્યું ગયું હતું.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved