Last Update : 01-August-2012, Wednesday

 

યુવાન રહેવું હોય તો શું કરશો?

હેલ્થ ટીટબીટ્સ

 

૧. જરૂર ના હોય તેવા આંકડા યાદ ના રાખો
તમારું કોલેસ્ટ્રોલ કેટલું છે? એચ.ડી.એલ. કે એલ.ડી.એલ. કેટલું છે તે યાદ ના રાખો. ભલે તમારા ડોક્ટર યાદ રાખે. તમે ડોક્ટર નથી વધારે હોય કે ઓછું હોય તમને શું ફેર પડવાનો છે. અત્યારે તમે તંદુરસ્ત છો એ અગત્યનું છે આંકડાની વધઘટ જોઈ બિમાર ના પડો. ‘જાણ્યાનું ઝેર છે.’ એ સૂત્ર યાદ રાખો. તમે નિયમિત કસરત કરો છો ખોરાકનું ઘ્યાન રાખો છો, ટેન્શન માટે થોડું મેડીટેશન પણ કરો છો ચંિતા શાની છે? થોડું વજન વધારે છે એવો વિચાર આજે ૬૦ કે ૭૦ વર્ષે કરવાનો અર્થ ખરો? જે છે તે છે યાદ રાખવાનું છે તે યાદ રાખો કોઈ જોકે યાદ રાખે. કોઈની બર્થ ડેટ યાદ રાખીને તેને બર્થ ડે ની અભિનંદન આપો. સાચે જ કહું છું આંકડા યાદ રાખીને દુઃખી ના થશો. જીંદગીને જીવી જાણો દુઃખી થઈ જીવવાનો અર્થ નથી.
૨. નવુ નવુ કાંઈ શીખવા માંડો
ગમે તે સંગીતનો શોખ કેળવો. ચિત્રકામ કરો આનંદ થાય મઝા પડે તેવા મિત્રોને મળો. કોઈ ગુ્રપ બનાવો. કોમ્પ્યુટર શીખો. નવી નવી ભાષા શીખો ‘હવે આપણાથી કાંઈ થાય નહીં’ હવે આપણે શીખીને શું કરવું છે? આવો નિસાસીસો સ્વભાવ તમને વહેલા ઘરડા બનાવી દેશે. કોઈ મળે ત્યારે ‘તમને કેટલાં થયાં?’ એવા સવાલ તેમની ઉંમર જાણવા કદાપિ ના પૂછો. જેને જ્યારે જવાનું હશે ત્યારે જશે તમારે શું?
૩. સાવ સાદી વસ્તુમાંથી પણ આનંદ મેળવો
નાના બાળકની માફક નાનીનાની વસ્તુમાંથી પણ આનંદ મેળવતા થાવ. વરસાદ પડે તો બાળક કેવું આનંદ પામે છે. અને બોલે છે ‘હે વરસાદ પડ્યો કેવા સરસ છાંટા પડે છે’ તમે તો એડવાન્સમાં તમને ૬૦ વર્ષ થયા ૬૦ ચોમાસ પસાર કર્યા તો પણ શરૂ થઈ જશે. વરસાદ પડ્યો. ભીંજાઈશું તો શરદી થશે. ચાલતા લપસી પડાશે. મચ્છર થશે અને કરડશે તો તાવ આવશે. આવા નેગેટીવ વિચાર કરી તમારું અને ઘરના બધાનું મગજ બગાડશે. અત્યારે છે તે સરસ છે થઈ ગયું તે સરસ હતું હવે થવાનું છે તે સરસ થશે. તેમ માનો.
૪. ખૂબ હસો અને હસાવો
એટલું જોરથી હસો કે તમારી આજુબાજુના પણ વિચાર કરતા થાય કે ભાઈને શું થયું છે. કોઈ મળે ત્યારે હસીને વાત કરો. જાય ત્યારે પણ હસો એવો હસમુખો સ્વભાવ બનાવો કે લોકોને તમે ગમો.
૫. ટેક ઈટ ઈઝી.ઈટ વીલ મેક એવરીથીંગ ઈઝી
દરેક વસ્તુ સ્વાભાવિક રીતે લો ગભરાઈ ના જાઓ ઉતાવળે કાંઈ પણ કરશો નહીં. ઉત્સાહમાં આવીને કે ઓચંિતાનું કાંઈ પણ પગલું ભરશો નહીં કે તમારે પસ્તાવો કરવો પડે. જરૂર લાગે કોઈની સલાહ લો. દરેકના જીવનમાં ક્યારેક એવી વાત બનવાની કે તમે આકળા થઈ જાઓ. આવું ના કરશો.
૬. તમારી તબિયત સાચવો - નિયમિત કસરત કરો
જો સારી હોય તો તેને જીંદગીભર સારી રાખવા પ્રયત્ન કરો. બરોબર ના હોય તો યોગ્ય પગલા લઈને સરસ બનાવી આરોગ્યની કોઈ તકલીફ હોય તો ડોક્ટરની સલાહ લઈ તબિયત સુધારવા પ્રયત્ન કરો. પોતાની જાતે ડોક્ટર બનીને શરીર પર અખતરા ના કરો.
૭. જેને મળો તેને તમારી વાત ના કરો
કોઈને તમારી વાતો સાંભળવામાં રસ નથી. બિમારીની વાત ના કરશો. તમને સલાહ જુદી જુદી જાતની મળશે આજ રીતે પોતાની બહાદુરીની બડાશો ના મારશો વધારી વધારીને વાતો ના કરશો. ધંધાની કે ઓફિસની વાતો સાંભળવાનો કોઈને સમય નથી.
૮. કોઈ ભૂલ થઈ હોય તેને મનમાં વાગોળ્યા ના કરો
જીંદગી છે સારી રીતે જતી હોય તો ભગવાનનો પાડ માનો ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ આ સૂત્ર યાદ રાખો. ભૂલ થઈ હોય તો ભૂલી જાઓ વાગોળ્યા ના કરો. ફરીયાદ કર્યા ના કરો.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved