Last Update : 01-August-2012, Wednesday

 

જે આપણું નથી, તે આપણને કદી ન ખપે. એ ગલત માર્ગ છે. સત્યમેવ જ્યતે! - બાબુભાઈ

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 

‘સાહેબ...!’
‘શું છે?’
‘લો, આ કવર!’
‘તારું છે?’
‘ના... મને કંપાઉન્ડમાંથી મળ્યું. એટલે તમારું જ હશે. બીજા કોનું હોય?’
- સંવાદ છે બે જણ વચ્ચેનો.. ચાંદલોડિયા વિસ્તારની એક ઓફિસના સંકલન અધિકારી અને અજાણ્યા જેવા લાગતા માણસ વચ્ચેનો! સંકલન અધિકારીનું નામ છે બાબુભાઈ. ને પેલો તો છે અભણ લાગતો કોઈ માણસ! બાબુભાઈએ નજરને પેલાના હાથમાં રહેલા લાંબા-મોટા કવર પર ખોડી દીધી... પછી એ નજર પેલા અજાણ્યા માણસના શરીરની જ્યોમેટ્રી પર ફરી વળી. ‘હશે કંઈક કામનું કવર’ એમ માનીને તેમણે કહ્યું.
‘સારું, એક કામ કર.’
‘શું?’
‘શું નામ તારું?’
‘લલ્લુ, સાહેબ!’
‘તો લલ્લુ, એ કવર તું મારા પેલા ટેબલ પર મૂકી દે. આટલું કર પછી.’
‘પછી?’ ‘પછી તું છુ...ટ્ટો, લલ્લુરામ!’
લલ્લુ સાહેબના ટેબલ પર કવર મૂકીને ધીમી ચાલે બહાર નીકળી ગયો! બાબુભાઈ કામમાં હતા. એક આવાસ યોજનાના કો-ઓર્ડીનેટર હતા. પાતળિયો, એકવડિયો દેહ અને કાળજામાં સાત સાત દાયકાના અનુભવોનું પોટલું... શિક્ષણ ક્ષેત્ર હોય તોય રાણીપુરા-જોટાણાનો આ પટેલભાયડો છાતી કાઢીને વાત કરે. અને સામાજિક વિકાસની વાત હોય તોય આ ખાદીના ઝભ્ભા-લેંઘા ધારી મહાશય ઠોસ સત્યના સાબુદાણા વેરી નાખે.
લલ્લુરામ જતો રહ્યો.
બાપડો સાવ અજાણ્યો જણ.
સરળ અને ભોળિયો.
બાબુભાઈનું કામ પતી ગયું. ફોન પર ફોન... સામેના માણસના શબ્દોનું સંકલન કરવાનું.. કોઈની માગણીનું સંકલન કરવાનું.. કોઈના પ્રસ્તાવનું સંકલન કરવાનું.
કામમાં વ્યસ્તતા.
સંકલન કરો, ભાઈ, સંકલન.
સંકલન થકી સહુને સાંકળો.
વિકાસની યોજનાના સાક્ષી બનાવો. ને બાબુભાઈ સંકલન પર સંકલન કરે છે. સૌને સાંકળે છે. ‘આવી જાવ, બઘું જ થઈ જશે’ ‘પ્લીઝ, વીઝીટ અવર ઓફિસ.. આઈવીલ અન્ડરસ્ટેન્ડ યોર મેટર... એન્ડ ઈફ ઈટ મે પોસીબલ, ઈટવીલબી ડન!’ કામદારો અને કાર્યકરો.. ઝભ્ભા પર લીલીબન્ડી અને ચાંચવાળી ટોપીવાળા નેતાઓ.. ગરીબો અને અમીરો માલદારો અને તાલદારો... પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડિયાના પત્રકારો! સૌને કો-ઓર્ડિનેટ કરો.. બાબુભાઈ પાસે અનુભવ પણ છે, મધમીઠી જબાન પણ છે અને સ્ફૂર્તિ કાયા પણ છે.
કામમાં વ્યસ્ત હતા બાબુભાઈ.
હી વોઝ બીઝી.
ફોન અને ફાઈલ
ફાઈલ અને બોલવાની સ્ટાઈલ
ફાઈલમાં સ્ટાઈલ અને સ્ટાઈલમાં સ્માઈલ... કામ ગમે તેટલું હોય, ફાઈલોનાં પોટલાં કેમ ન પડ્યાં હોય, મુલાકાતી ઓનો ધસારો કેમ ન હોય! કામ એટલે કામ. કામ એટલે રામ. બાબુભાઈ કામને જ ‘રામ’ સમજે છે! કામ કરો દિલ દઈને, રામ રાજી થઈ જશે!
હવે કંઈક નવરાશ મળી.
પેલો લલ્લુ રામ તો ક્યાં હશે કોને ખબર? એ કોણ હશે કોને ખબર? એ ક્યાંથી આવ્યો હશે, કોને ખબર? હા, એટલી જ ખબર હતી કે લલ્લુરામ કવર આપવા આવ્યો હતો. ઓફિસની બહાર કંપાઉન્ડમાંથી મળેલું કવર.
કવર ટેબલ પર પડ્યું હતું.
કવર ‘સ્માઈલ’ જરૂર આપતું હતું, પણ બાપડું મૌન હતું.. માણસોએ કવરને ગુરુ બનાવી દઈને એની પાસેથી ‘મૌન કોને કહેવાય?’ એનો જવાબ શીખી લેવો જોઈએ.
ડગલાં ભર્યાં બાબુભાઈએ.
વળી ઓર ચાલ્યા.
ટેબલ અને આ સંકલન અધિકારી વચ્ચેનું અંતર ઘટતું ગયું! બસ, ચલતે રહે, ફાસલા કટતા ગયા. ઔર મિલ ગઈ મંઝીલ!
ટેબલ પાસે આવ્યા.
ચેર પર બેઠા બાબુભાઈ.
હાથ લંબાવ્યો.
ને પેલા ‘મૌનવ્રતધારી’ કવરને પકડી લીઘું. ‘લે ત્યારે, તું ય લેતું જા! આવી ગયું ને પકડમાં? એમ ત્યારે!’
બાબુભાઈએ કવરને ખોલી નાખ્યું. ને ખોલી ને જોતાં જ તેઓ ઉછળી પડ્યાં. ઓહ! આ તો એક નેશનલાઈઝડ બેન્કની ચેકબુક અને પાસબુક હતી! નિર્ણયનગર બ્રાન્ચ... પાસબુકમાં બેલેન્સ જોયું. બાર લાખ અગિયાર હજાર, ત્રણ સો તેંતાલીસ! ચેકબુક ખોલી.. ઓહ! ત્રણ કોરા ચેકમાં જે તે સંસ્થાના સેક્રેટરીએ સહીઓ કરેલી હતી!
હવે?
શું કરવું?
બાર લાખની રકમ છે.
કોઈના ખાતામાં નાખો તો ટ્રાન્સફર થઈ જાય.. વાર પણ ન લાગે, ને વહેમ પણ ન પડે! રકમ નાની નથી... કોઈપણ માણસ લલચાઈ જાય એટલી મોટી રકમ છે! મન બોલ્યું, ‘આકડે મધ છે!’
આત્મા બોલ્યો, ‘આકડો ય આપણો નથી, ને મધ પણ આપણું નથી!’
મન બોલ્યું, ‘મધ પાછું માંખીઓ વગરનું છે. જીવાત્મા! કરી નાખ કંકુના!’
આત્મા બોલ્યો, ‘ અનૈતિક્તાના કાદવમાં ડૂબવાની વાત કરે છે અલ્યા મન? સાંભળ, જે આપણું નથી તે આપણને ન ખપે! ને બીજી વાત પણ સાંભળી લે.. એ ગલત માર્ગ છે, જેના રૂપિયા ઊપડી જાય એના દિલને કેવો ધક્કો લાગે? હાર્ટફેઈલ પણ થઈ જાય. ના હોં એ પાપના માર્ગે તો આગળ ન જ વધાય! કોઈના નિઃસાસા ન લેવાય! કોઈના પરિવારને ચૂંથી ન નંખાય! બાપડાના પૈસા તો જાય, ઉપરથી જેલને હવાલે પણ થઈ જાય. સાંભળી લે ઓ બેશરમ મન! નીતિની જ જીત થાય છે. એજ સત્ય છે, ગાંડા! સત્યમેવ જ્યતે!’
ત્યાં જ ધનજીકાકા નગરથી કોકિલાબહેનનો ફોન આવ્યો. બાબુભાઈએ સઘળી હકીકત પત્ની સમક્ષ પેશ કરી. પછી બોલ્યા, ‘હું શું કરું?’
‘કરવાનું શું? જેની ચેકબુક હોય એને પાછી આપી દો. સરનામુ તો હશેને? બસ ત્યારે... કંકુના કરી નાખો, મેંશ ના નહિ!’
દ્વિધા ટળી ગઈ. બાબુભાઈ નૈતિક્તા સાથે જીવ્યા છે... નીતિ, સત્ય, પ્રામણિક્તા આ બધા એમના પ્રિય શબ્દો છે! ક્યાંય નાનો સરખો ડાધ પણ પડવા દીધો નથી! જે પત્નીએ કહ્યું, એ જ પોતે પણ કરવાના હતા... એમણે તરત જ તેમનો ચાર્જ સંભાળનાર પૂર્વ અધિકારી કે. પી. વણકરને ફોન કર્યો... તેમણે સમિતિના મંત્રીને બાબુભાઈ પાસે મોકલ્યા. નંદનવન આવાસની ચેકબુક હતી. ફોન કર્યો.. ને સાતમી મિનિટે ચેકો પર સહી કરનાર મંત્રી શ્રી આવી ગયા ને ચેકબુક-પાસબુક તેમને સોંપવામાં આવ્યાં.
‘તમારો ખૂબ ખૂબ આભાર, બાબુભાઈસાહેબ!’
‘માત્ર આભાર નહિ!’
‘તો?’
‘મારી એક શિખામણ પણ ગાંઠે બાંધી રાખજો... ને સૂચનાનું સાવધાનીથી કડક પાલન કરજો. કદી આવી બાબતમાં પુનઃ બેદરકાર ન રહેશો તમે સોસાયટીના મંત્રી છો... જવાબદારી તમારા શિરે છે જો જો જંિદગીમાં ફરીથી ક્યારેય આવું ન બને, નહંિતર લલાટ પર કાળી ટીલી લાગી જશે!’
ને સેક્રેટરીશ્રી જતા રહ્યા.
બાબુભાઈની એક્સ-રે મશીન જેવી નજર ચાલ્યા જતા સેક્રેટરીની પીઠ ને જોઈ રહી... પછી સહજ મુસ્કાન સાથે પટાવાળાને કહ્યું, ‘ચાલ ભાઈ, આજની ફાઈલો મારા ટેબલ પર મૂકી દે!’
(સત્ય ઘટના પરથી)

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved