Last Update : 01-August-2012, Wednesday

 

દેશને કોની વઘુ જરૂર છે ? માત્ર સફળ લોકોની કે જાગૃત અને સક્રિય સજ્જનોની ?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

- દેશના પ્રત્યેક નાગરિકે પવિત્રતા અને કર્તવ્ય નિષ્ઠાના આત્માની સાક્ષીએ સોગંદ લેવા જોઈએ

દેશને કોની વઘુ જરૂર છે ? માત્ર સફળ લોકોની કે જાગૃત અને સક્રિય સજ્જનોની ?
પ્રશ્નકર્તા ઃ પ્રવીણાબેન પટેલ, શુભદર્શન ફલેટ, પ્રેરણાતીર્થ જોધપુર, અમદાવાદ.
‘સફળ’ શબ્દનું ક્ષેત્ર વિશાળ છે. મોટે ભાગે લોકો ધંધો, ઉદ્યોગ, અર્થકારણ, રાજકારણ, ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ પરીક્ષાઓની ઊંચી ટકાવારી વગેરે બાબતોનો જ સફળતામાં સમાવેશ કરે છે. ગણ્યા-ગાંઠ્યા આદર્શ નેતાઓ કે સમાજ સેવકો આદરપાત્ર ગણાય છે, પણ લોકો તેમને ‘સફળ’ વ્યક્તિ તરીકે નથી મૂલવતા. સત્ય માટે જીવે, ઝઝૂમે અને એનું મૂલ્ય ચૂકવવા. પોતાનું બલિદાન આપવા તૈયાર રહે તે સજ્જન કેવળ મૂલ્યનિષ્ઠ જીવન અને આદર્શોને વળગી રહીને આત્મસંતોષી નિષ્ક્રિય માણસનું સૌજન્ય સમાજ અને દેશ માટે વરદાન ન બની શકે તો એવા સજ્જનત્વનો અર્થ શો ? સફળ લોકો પોતાના ખાસ ઉદ્દેશ કે ઘ્યેયમાં રચ્યા-પચ્યા રહે છે. ‘આત્મકલ્યાણ’ પ્રથમ અને જગકલ્યાણ અનુકુળતાએ એવી ગણતરી મોટે ભાગે તેઓ ધરાવતા હોય છે. દેશના પ્રત્યેક નાગરિકે પવિત્રતા અને કર્તવ્યનિષ્ઠાના આત્માની સાક્ષીએ સોગંદ લેવા જોઈએ.
વિવિધ સમસ્યાઓથી ઊભરાતો આપણો દેશ કર્તવ્યશીલ યુવાનો, જાગૃત મા-બાપે, કર્મન્યાયી કર્મચારીઓ નેકનિયત નોકરિયાતો અને દેશભક્ત તંત્રવાહકોની તરસી આંખે વાટ જુએ છે. જે કામ માટે સેંકડ ફાળવવી જરૂરી હોય ત્યાં મિનિટ બગાડવી એ અપરાધ છે. જે કામ મિનિટમાં પતે તેવું હોય ત્યાં કલાક બગાડવો ગુનો છે. અને જે કામ કલાકમાં પતે તેવું હોય ત્યાં કલાકો અને દિવસ વેડફવો એ પાપ છે જે કર્મન્યાયી અને કર્મયોગી બને તે જ સજ્જન.
શાળાઓ જ આપણે માટે દેવમંદિરો છે. સચિવાલયો જ આપણે માટે પ્રભુદ્વાર છે. ખેતરો અને વ્યાપારી હાટડીઓ જ આપણે માટે પ્રભુની પધરામણીનાં ઉત્તમ સ્થાનો છે. વિધાનસભાઓ અને સંસદ જ પ્રજાપતિનિધિઓ માટે કર્તવ્યની સુરસરિમાં પરિસ્નાન કરવાની અને પોતપોતાના આરાઘ્યને કર્મનિષ્ઠાથી મહેકતાં પ્રજાકલ્યાણનાં સુમનો અર્પવાનું તીર્થસ્થાન છે, પરંતુ એ બધાં સ્થાનોની પવિત્રતા છેડ ચોક છીનવાઈ ગઈ છે.
ભગવાનને ખોટે ઠેકાણે અને ખોટી રીતે શોધવાની ભારતીય લોકોને કુટેવ પડી ગઈ છે. એ જોઈ ખુદ ભગવાન પણ લજ્જા પામી રહ્યો હશે ! સાહસ અને પડકારોથી અલિપ્ત રહેવાનું કુશિક્ષણ આપણાં બાળકોને આપતાં આપણને સંકોચ નથી થતો. વ્યર્થ પ્રદર્શનો અને દેખાવો તથા શોભાયાત્રા તથા વિરોધ પ્રદર્શનોમાં યુવાનોનો સમય બરબાદ કરી એમને કેવળ ‘સાધન’ બનાવી સ્વાર્થ સિદ્ધ કરવામાં પક્ષો અને સંગઠનો કે સંસ્થાઓને દુઃખ નથી થતું. આજનો દરેક માણસ બીજાને ઉપર ચઢવાની નિસરણી માન ે છે.
ભારતના ઉત્કર્ષનું એક જ સૂત્ર હોઈ શકે - નાગરિકો જવાબદારી ઉઠાવતાં શીખે અને એ પણ પવિત્રતા, નિષ્ઠા અને નેકી પૂર્વક.
ક્ષેત્ર શિક્ષણનું હોય કે રમત-ગમતનું બોદો અને ભ્રષ્ટ માણસ ન ચાલે ! ચલાવી લેવાની, નભાવી લેવાની અને સહી લેવાની સમાધાનકારી વૃત્તિ એ પ્રગતિનો સૌથી મોટો ગતિરોધક છે. લાયક નહીં એવા કામો, લાયક નહીં એવાં માણસો અને જરૂર ન હોય એવા કાર્યક્રમો દ્વારા સમય, શક્તિ અને રૂપિયાનો વ્યય ન થાય એ જોવાની પ્રત્યેક ભારતવાસીની ફરજ છે ! નાગરિક ધર્મ છે.
માણસનું જીવતર આપોઆપ વ્યર્થ નથી જતું, આપણે જ જીવનની વ્યર્થતા માટે જવાબદાર છીએ. બાળકો અને યુવાનોમાં જવાબદારીની ભાવના સુધરે વિકસે એજોવાની જવાબદારી એકલાં મા-બાપની નહીં, સમગ્ર, સમાજની છે. શાળા કે હોસ્ટેલ, કોલેજની ટેસ્ટ પરીક્ષાઓ કે કર્મસ્થાનેથી રજા લેવા સગાં-વહાલાંના લગ્ન, પવિત્ર ધાર્મિક વિધિ, બનાવટી માંદગી જેવાં કારણો આગળ ધરી બાળકોનાં મા-બાપો કે મોટા થયા બાદ વ્યક્તિ જાતે છેતરપંિડીના પ્રયોગો આદરે છે. જૂઠું બોલવાની કળા માટે કોઈ કલાસ ચલાવતું નથી. ઘર અને સમાજની તાલીમશાળા એના માટે ચોવીસ કલાક કાર્યરત રહે છે.
ઈચ્છાઓને બહેકાવવી કે મહેકાવવી એનો નિર્ણય કરતાં શીખવાડે એનું નામ વિવેક. આજના ભૌતિક સુખોના દોડપ્રધાન વાતાવરણમાં માણસ સાચા-ખોટાનો નિર્ણય કરવામાં શિથિલ અને ઉદાસીન બની ગયો છે. જાતને પૂછવા જેવો પહેલો સવાલ એ છે કે હું જેની પ્રબળ ઈચ્છા સેવી રહ્યો છું, એ સાચું અને યોગ્ય છે ખરું ? એ માર્ગે જવાથી મારી પ્રતિષ્ઠા અને વ્યાપક સમાજ/રાષ્ટ્રહિતને નુકશાન થવાની શક્યતા છે ખરી ? જો એ ઉચિત ન હોય તો ઉચિત માર્ગ માટે જાતને બદલવાની અને સજ્જ બનાવવાની તૈયારી એ સંસ્કારિતા અને સુનાગરિકત્વની નિશાની છે.
પરીક્ષાનું પ્રશ્નપત્ર ફોડવામાં, ફોડ્યા બાદ વેચવા અને વહેંચવામાં, પરિશ્રમ કર્યા વગર માર્ગદર્શિકાઓ કે મળતીયા સંસ્થાઓના લાભાર્થે તેમાંથી સીધી યા આડકતરી રીતે પ્રશ્નો ઉઠાવીને પ્રશ્નપત્ર તૈયાર કરનાર પ્રાશ્નિક કે બેજવાબદારીપૂર્વક ઉત્તરવાહીની મૂલવણી કરનાર પરીક્ષકએ સહુ લોભ-લાલચ અને પ્રપંચલીલાના સરખા ભાગીદાર છે જ્યાં સુધી વૃત્તિની ઉદાત્તતા કેળવાય ત્યાં સુધી પ્રવૃત્તિની ઉદાત્તતા અસંભવ છે.
આજે જંિદગીમાં સફળ થવું છે ? એના કરતાં ‘સજ્જન થવું છે’ ના માર્ગદર્શનનો વધારે આવશ્યકતા છે. ગીરમાં સંિહનો ઘટાડો એ ચંિતાનો વિષય છે તેમ સમાજમાં સજ્જનોનો ઘટાડો ન થાય એ પણ એથીયે વધારે ચંિતાનો વિષય છે. જે સજ્જન હશે તેણે હવે, ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે’ ભૂલીને ત્રાડ નાખી ચમત્કાર દેખાડવા માટે પણ સજ્જ અને તત્પર બનવું પડશે.
બાળકોને સુંવાળપ અને સાનુકૂળતાની તાલીમ નહીં પણ કઠિનતા અને પ્રતિકૂળતાની તાલીમ સાથે જવાબદારીની ભાવના વિકસાવવી અને કેવળ ‘મઘુરી મમ્મી’ નહીં પણ માતા જીજાબાઈ બનવાની જાતને પણ તાલીમ આપવી એ માતૃત્વ સામેનો મોટો પડકાર બની રહી છે.
સ્વામી વિવેદાનંદે એટલે જ ‘મેન મેકંિગ સોસાયટી’, ‘મેન મેકંિગ રિલિજિયન’ અને ‘મેન મેકંિગ એજ્યુકેશન’ની વાત પર ભાર મૂક્યો હતો. માણસાઈ વિહોણા સમાજ, માણસાઈ શૂન્ય ધર્મ અને માણસાઈનું ઘડતર ન કરે એવા શિક્ષણનો શો અર્થ ? અસંસ્કારી, પ્રપંચી, દેશદ્રોહી અને ભ્રષ્ટ નાગરિકોનો વસ્તી વધારો એ પસ્તી વધારા કરતાં જરાય જુદો નથી ! ‘વિભૂતિવાણી’માં કહ્યું છે તેમ માનવી શું કરે છે, તેનાથી તેનું માપ ન કાઢો, પરંતુ શું આપે છે તેનાથી તેનું માપ નીકળશે. અલેકઝાન્ડર ડ્યૂમાએ એટલે જ નોંઘ્યુ હશે કે સમગ્ર જગત બૂમ પાડી રહ્યું છે કે અમારો ઉદ્દારક મનુષ્ય ક્યાં છે ? અમને એક ખરા મનુષ્યની જરૂર છે. પરંતુ આવા મનુષ્યને તમે દૂર-દૂર શોધશો નહીં. તેઓ તમારી નિકટ જ છે અને તે બીજો હોઈ નહીં,પણ તમે પોતે જ છો, હું પણ છું. આપણામાંનો પ્રત્યેક માણસ છે. એક મનુષ્યને ખરો મનુષ્ય કેમ બનાવવો ? જો એ પોતે જ તેવો બનવાની ઈચ્છા ધારણ કરી શકતો હોય તો તેવો બનવાનું કામ તેને માટે મુશ્કેલ નથી ! એટલું જ જો તેનામાં તેવા બનવાનો પ્રબળ સંકલ્પ હોય તો તેના જેવું બીજું સરળ કામ એક પણ નથી !
આજે દેશમાં સક્રિય સજ્જનોની જરૂર છે. એક યુવતી સાથે ભરબજારે બેહુદુ વર્તન થતું હોય અને ગૂંડાઓની બીકથી ટોળે વળેલાં લોકો માત્ર તમાશો જુએ, એ દેશ ક્યા મોંઢે ભારતીય સંસ્કૃતિની ઉદાત્તતાની વાતો કરી શકે ? કાકા સાહેબ કાલેલ કરે ઉચિત જ કહ્યુ છે કે વિલાસિતા, નિર્બળતા અને અનુકરણના વાતાવરણમાં ન તો સંસ્કૃતિનો ઉદ્‌ભવ થાય છે ન વિકાસ.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved