Last Update : 01-August-2012, Wednesday

 

યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા

ડિસ્કવરી- ડો. વિહારી છાયા
- ૨૪ટ૭ નિદ્રાવિહિન સમાજ શક્ય છે?
- બધા જ પ્રાણીઓ અને જીવજંતુઓ નિદ્રા લે છે? તેમની નિદ્રા આપણા જેવી જ હોય છે?
- બ્લ્યુ પ્રકાશમાં આપણને નિદ્રા આવતી નથી પીળો પ્રકાશ નિદ્રાને સહાયભૂત થાય છે
- સતત ઓછી નિદ્રા હૃદયની રક્તવાહિનીના રોગ અને ડાયાબીટીસ
નોતરે છે
- નિદ્રાની ગુણવત્તા વય, લંિગ પર આધાર રાખે છે સ્ત્રીઓ પ્રગાઢ નિદ્રા વધારે માણે છે રાત્રિ અને દિવસની નિદ્રાની ગુણવત્તા જુદી હોય છે

‘યાદેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ’’ આવો શ્વ્લોક નિદ્રાના મહત્વ માટે આપણે ગાઇ શકીએ. પરંતુ અત્રે યાદ રાખવાની જરૂર છે કે સર્વભૂતેષુ એટલે કે બધા જીવો આપણાં જેવી નિદ્રા માણી શકતા નથી. આપણામાંના કેટલાક અનિદ્રાથી પીડાતા પણ નિદ્રા ભાગ્યે જ માણી શકે છે. પરંતુ પક્ષીઓ, માછલીઓ, સર્પના જેવા સરિસૃપો અને અન્ય આંચળવાળા પ્રાણીઓ (મેમલ્સ) આપણી સાથે એક સામ્યતા ધરાવે છે તે એ કે તે બધા નિદ્રા લે છે. તેમ છતાં ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં નિદ્રા વિશે વૈજ્ઞાનિક સંશોધન ઝડપથી થવા લાગ્યું. નિદ્રા વિજ્ઞાને નિદ્રાની સંરચના ને નિદ્રાની ભાત (પેટર્ન) વિશે ઘણું શોઘ્યું છે પરંતુ તેના ઉદભવ અને કાર્યો વિશે હજુ રહસ્ય છવાયેલું છે.
ચોકસાઇથી કહેવું હોય તો કહી શકાય કે ‘નિદ્રા’ શબ્દ સંકીર્ણ ચેતાતંત્ર ધરાવતા પ્રાણીઓને જ લાગુ પડે છે. તેમ છતાં અપૃષ્ઠવંશી જીવોમાં પણ નિદ્રા જેવી સ્થિતિ નિશ્ચિત કરવી શક્ય છે. તેનાથી નિદ્રાની વ્યાખ્યા વિસ્તૃત કરી શકાય છે. વીંછીઓ અને કેટલાક કાચબા- કરચલા જેવા કવચવાળા પ્રાણીઓ તેમજ ખાસ કરીને જંતુઓ નિદ્રા જેવી સ્થિતિમાં જતા હોય છે. નિદ્રા જેવી સ્થિતિ એટલે આરામ અને પ્રવૃત્તિના ચક્રો, એક જ સ્ટીરીયોટાઇપ શરીરની સ્થિતિ, પ્રતિભાવ આપવાનો અભાવ અને નિદ્રા ઓછી થાય તો તેનું સાટુ વાળે તેવો આરામનો તેમાં સમાવેશ થાય છે.
સુક્ષ્મજીવો કે જેમાં ચેતાતંત્ર હોતું નથી. તેનામાં પણ સક્રિયતા અને અક્રિયતાનું રોજીદું ચક્ર ચાલતું હોય છે. તે ચક્ર શરીરની આંતરિક ઘડિયળ કે જેને સિકૉડિયન ઘડિઆળ કહે છે તેનાથી ચાલે છે. તેનો અર્થ એ થાય કે નિદ્રાનો ઉદ્‌ભવ ચાર અબજ વર્ષ પૂર્વે જીવનના પરોઢે થયો હોવો જોઇએ. તે વખતે દિવસ અને રોગિ પ્રત્યે પ્રતિભાવ રૂપે સુક્ષ્મજીવો પોતાની વર્તણુક બદલતા હતા.
આપણને નિદ્રારૂપે આરામની શા માટે જરૂર પડે છે? તેની ઘણી સમજૂતિઓ છે. આપણને ઈજાના માર્ગેથી દૂર રાખવાથી માંડીને ઊર્જા બચાવવા માટે, આપણી લાગણીઓનું નિયમન કરવા માટે, માહિતીને પ્રોસેસ કરવા માટે અને આપણી યાદદાસ્તનું એકત્રીકરણ કરી તેને મજબૂત બનાવવા માટે નિદ્રાની જરૂર પડે છે. દરેક જરૂરિયાતમાં મજબૂતાઇ પણ છે અને નબળાઇ પણ છે. પરંતુ એક જ જરૂરિયાત નિશ્ચિત કરવાને બદલે નિદ્રાના સાર્વત્રિક કાર્ય માટે તેની શરીરના તંત્રના દરેક લેવલે તેની અસરનો અભ્યાસ કરવો સારૂં પરિણામ આપે.
સમગ્ર સજીવના લેવલે નિદ્રાનું પ્રાથમિક કાર્ય આપમેળે કાર્યરત ચેતા પ્રક્રિયાનું નિયમન છે. દાખલા તરીકે હૃદયના ધબકવાનો દર. નિદ્રાના વિક્ષેપ ઘણી વખત આપમેળે કાર્યરત ચેતાતંત્રનું કાર્ય બરાબર ન થતું હોય તેનાથી થાય છે. દાખલા તરીકે અસામાન્ય હૃદયના ધબકારાને કારણે નિદ્રા બરાબર થતી નથી. દિમાગના લેવલે નિદ્રા યાદદાસ્તનું એકત્રીકરણ કરવામાં મદદરૂપ થાય છે. તે માટે કેન્દ્રિય ચેતા તંત્રમાંથી વહેતી માહિતીમાં ઘટાડો કરે છે. જો કે યાદદાસ્તનું એકત્રીકરણ આપણે જાગૃત હોઇએ ત્યારે પણ થાય છે.
માનવ શરીર અને તેના મોટાભાગના કાર્યો ૨૪ કલાકના ચક્ર સાથે અનુવર્તે છે. એટલે કે સમક્રમિત અથવા સમકાલિક હોય છે. આ સમક્રમિકતા અનેક જૈવિક ઘડિયાળો (બાયોલોજીક ક્લોક) દ્વારા થતી હોય છે. દાખલા તરીકે આપણા દિમાગની સક્રિયતા જ્યારે આપણે જાગતા હોઇએ ત્યારે દિવસના સમય પર આધારીત હોય છે. સિકૉડિયન ટાઇમીંગ સિસ્ટમ જનીનો સમુહની બનેલી છે તે ૨૪ કલાક ચક્રમાં પ્રોટીનનાં ઉત્પાદનનું નિયમન કરે છે. જોકે કેન્દ્રીય જૈવિક ઘડિયાળ કે જે દિમાગમાં રહેલી છે મહદ્‌અંશે જાગૃત અવસ્થા અને નિદ્રા દોરે છે.
એક ચાવી રૂપ ઘટક પ્રકાશ છે. આપણે જાણીએ છે કે પ્રકાશથી ઝળાહળાં ઓરડામાં નિદ્રા આવવી મુશ્કેલ છે. તેનું કારણ પ્રકાશ આપણી આંખના રેટીનાના ખાસ કોષોને ઉત્તેજીત કરે છે. આ કોષો જૈવિક ઘડિયાળને દિવસ અને રાત્રિના ચક્ર સાથે સમક્રમિકતા આપે છે. અને દિમાગના સાવધતાના વિસ્તારોને ઉત્તેજીત કરે છે. ઓરડાનો સામાન્ય પ્રકાશ અથવા કોમ્પ્યુટરના પડદાનો પ્રકાશ આ જૈવિક ઘડિયાળને અસર કરે છે અને નિદ્રા પ્રેરતા અંતઃ સ્ત્રાવ (હોર્મોન) મેલાટોનિનના સ્ત્રાવને દબાવી દે છે તેમાં પણ બ્લ્યુપ્રકાશ મેલાટોનિનના સ્ત્રાવનો ‘સ્વીચ ઓફ’ કરી દેવાની સૌથી વધારે શક્તિ ધરાવે છે.
તાજેતરમાં ઈંગ્લેન્ડમાં ગીલ્ડ ફોર્ડ ખાતે આવેલ સરે સ્લીપ રીસર્ચ સેન્ટરમાં શોધી કાઢ્‌યું છે કે સાંજના પ્રકાશની તીવ્રતા ઘટાડવાથી અને/અથવા જેમાં બ્લ્યુ પ્રકાશ ઓછો હોય તેવો અને પીળો પ્રકાશ વધારે હોય તેવા પ્રકાશનો ઉપયોગ કરવાથી નિદ્રા પર થતી વિક્ષેપક અસરને ઘટાડે છે. તેનો અર્થ એ થાય કે સાંજના પ્રકાશને સારી રીતે વિકસાવીને નિદ્રાને સુધારી શકાય છે અને કૃત્રિમ પ્રકાશની વિક્ષેપક અસર પ્રત્યે વધારે જાગૃતિ લાવી શકાય.
અલબત્ત સૂર્યના તેજસ્વી પ્રકાશમાં પણ ઘણીવાર જાગતા રહેવું મુશ્કેલ હોય છે. જો તમે લાંબા સમય સુધી સક્રિય રહ્યા હોય તો જે થાક લાગે તેનાથી આવું થાય છે. આ પ્રકારનું નિદ્રાનું દબાણ ચેતાનિયોજક એડેનોસાઇનથી ઉત્પન્ન થતું હોય છે. દુનિયામાં સૌથી વઘુ વપરાતું ઉત્તેજક દ્રવ્ય કેફીન છે તે એડેનોસાઇન દિમાગમાં જેને અસર કરે છે તેને બ્લોક કરી દે છે. તે દિવસે કામના અતિશય બોજા નીચે પણ જાગૃત રહેવા લોકો ચા જેવા કેફીનયુક્ત પીણાં પીતા હોય છે.
રજાના દિવસે ઘણીવાર સારી ઊંઘ ખેંચીએ છીએ. તે દિવસે એલાર્મ ઘડિયાળ વગાડવાની હોતી નથી અને કામકાજ સંબંધિત તણાવ હોતો નથી. પ્રયોગશાળામાં કરેલ અભ્યાસ ચોક્કસપણે બતાવે છે કે ચંિતાના કારણે ઉપરછલ્લી ઊંઘ આવે છે અને વારંવાર જાગી જવાય છે. આપણે એ પણ જાણીએ છીએ કે નિદ્રાની ગુણવત્તા પર વયની ઊંડી અસર થાય છે. વૃઘ્ધ માણસો નિદ્રામાં વિક્ષેપ સર્જતા તણાવ, કેટ્રીન અને આલ્કોહોલ પ્રત્યે વધારે જલ્દીથી વધારે અસર પામે છે. આવા માણસો માટે સાંજના સમયે આવા થોડા પીણા લેવાથી પાછલી અડધી રાત્રે નિદ્રામાં મોટો વિશેષ સર્જાય છે. આપણે ત્યાં ઘણા લોકો આ પીવાની સાંજના ભાગે ના પાડે છે. કારણ કે તેમની ફરિયાદ હોય છે કે તેનાથી તેમને ઉંઘમાં વિક્ષેપ સર્જાય છે. આપણે જાણીએ છીએ કે આમાં કેટ્રીન હોય છે.
એમાં કોઇ આશ્ચર્ય નથી કે નિદ્રા માટેનો શ્રેષ્ઠ સમય રાત્રિ છે. આપણી જૈવિક ઘડિયાળને બદલાવ્યા વિના જો આપણે બે દિવસે ઊંઘવાનો પ્રયત્ન કરીએ તો રાત્રિ કરતા ઓછી એકથી ત્રણ કલાક ઊંઘ કરી શકીએ છીએ.
દિવસ દરમ્યાનની નિદ્રાની ગુણવત્તા જ જુદી હોય છે. નિદ્રાના બે પ્રકાર હોય છે. એકને ‘રેમ’ (આરઈએમ) કહે છે. તેનું પૂરૂં નામ ‘‘રેપિડ આય મુવમેન્ટ’’ છે. તે નિદ્રાનો એવો તબક્કો છે જે દરમ્યાન નેત્રગોલકના સ્નાયુઓ પોપચાંની નીચે સતત હલન ચલન કરતા માલૂમ પડે છે. નિદ્રાના આ તબક્કે હોય તેવી વ્યક્તિને જગાડીએ તો તે કહેશે કે ત્યારે તે સ્વપ્ન જોઇ રહ્યા હતા. ‘રેમ’ ગાઢનિદ્રાનો તબક્કો નથી. બીજો તબક્કો ‘નોન-રેમ’ કહેવાય છે તે પ્રગાઢ નિદ્રાનો તબક્કો છે.
રાત્રિના સમયે આપણે નિદ્રાવશ થઇએ ત્યારે ‘રેમ’ તબક્કામાં પ્રવેશીએ છીએ. જેમ જેમ વધારે નિદ્રા આવતી જાય છે તેમ તેમ ‘રેમ’ નિદ્રા વધતી જાય છે. પરંતુ દિવસ દરમ્યાન આપણે નિદ્રાવશ થઇ ત્યારે ‘રેમ’ ઘટે છે. નિદ્રા તકલીની જેમ દિમાગના તરંગોને વીંટળાવે છે. આ દિમાગના તરંગો નોન-રેમ નિદ્રાની લાક્ષણિકતા હોય છે અને યાદદાસ્તનું એકત્રીકરણ કરી તેની મજબૂતાઇ વધારવામાં સામેલ હોય છે. તે રાત્રિના ગાળા દરમ્યાન મોટા પ્રમાણમાં હોય છે. રાત્રિની નિદ્રાને કારણે બીજા જે ફેરફારો થાય છે તે શરીરના બાકીના ભાગમાં જોવા મળે છે. રોગની નિદ્રા શરીરના તાપમાનને ઘટાડે છે અને નિદ્રાના અંતઃસ્ત્રાવ મેલાટોનિનની સાંદ્રતા વધારે છે. જ્યારે તેનામાં ઉલ્ટું દિવસ દરમ્યાન નિદ્રામાં થાય છે. આ ફેરફારો તંદુરસ્તીને હાનિકારક હોય છે.
રાતની પાળીમાં કામ કરતા લોકો મોટેભાગે દિવસની વિક્ષેપવાળી નિદ્રા કરે છે અને લાંબાગાળે તો હૃદયની રક્તવાહિનીઓના રોગ અને ડાયાબિટીશ થવાનું જોખમ ધરાવે છે.
આપણે એ પણ જાણવું છે કે કેટલી નિદ્રા પૂરતી ગણાય? નવજાત શિશુ અઢાર કલાકની નિદ્રા ખેંચે છે. જ્યારે મઘ્ય વયના પુખ્ત એકઝીક્યુટીવ પાંચ કલાક ઊંઘથી ચલાવી લે છે. કેટલીક નિદ્રા તંદુરસ્ત કહેવાય અને કેટલીક આપણને જરૂર હોય? આ પ્રશ્નોનો કોઇ જવાબ નથી કારણકે તમારી નિદ્રાની જરૂરિયાત તમારી વય અને જાતિ (પુરુષ કે સ્ત્રી) પર આધાર રાખે છે. વળી વ્યક્તિએ વ્યક્તિએ તે બદલાય છે. ઓછી વયના પ્રાણીઓ સામાન્ય રીતે પુખ્ત વયના કરતાં વઘુ ઉંઘે છે અને માનવી તેમાં અપવાદ નથી. નિદ્રાની સંરચના અને તીવ્રતામાં પણ ફેરફાર હોય છે. ઓછી વયના લોકોમાં ‘રેમ’ નિદ્રાનો પ્રભાવ હોય અને ‘નોન-રેમ’ નિદ્રા પ્રગાઢ હોય છે તેની પાછળનું કારણ એ છે કે તેનાથી દિમાગ પરિપકવ થાય છે. પ્રગાઢ નિદ્રા અને ‘રેમ’ નિદ્રા બન્ને ચેતાતંત્રની અસ્થિતિસ્થાપકતા (પ્લાસ્ટીસીટી)માં ફાળો આપે છે. જે નવા કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઇ શકે છે. તાજેતરનાં અભ્યાસે બતાવેલ છે શિશુઓ તેમની વૃઘ્ધિ દરમ્યાન વધારે ઊંઘે છે. તરૂણાવસ્થામાં નિદ્રા છિછરી થઇ જાય છે અને પાછળના કલાકો તરફ ઘસેડાય છે. ટીનેજરો પથારી છોડવા આનાકાની કરે છે તેનું કારણ તે આળસુ બની રહ્યા છે તેવું નથી પણ તેમની તરૂણ જૈવિકી તેમની શાખાના કલાકો સાથે ગોઠવવાનું પસંદ કરે છે.
એવા પૂરાવા છે કે ઓછી વયના લોકો પૂરતી ઊંઘ કરતા નથી. જો તેઓ આઠ કલાક નિદ્રા કરતા હોય તો તેઓ ઉંઘરેટા રહે છે. આટલી જ ઊંઘ કરતા વધારે વયના માણસો કરતા પણ વધારે આ રીતે નિદ્રાવશ રહે છે. જો યુવા પુખ્ત વયના માણસોને પથારીમાં અંધારામાં એક દિવસમાં ૧૬ કલાક પડ્યા રહેવા દેવામાં આવે તો તે આરંભમાં ૧૨ કલાક જેટલી ઊંઘ કરે છે. પરંતુ કેટલાક દિવસ પછી તે ઊંઘ નવ કલાકે સ્થિર થઇ જાય છે તે એમ બતાવે છે કે તે પહેલા તે નિદ્રાનું દેવુ ભરપાઇ કરતા હતા.
આપણી વય જેમ વધે છે અને વૃઘ્ધત્વ તરફ આગળ વધીએ છીએ ત્યારે આપણે ઓછી નિદ્રા કરીએ અને પ્રગાઢ નિદ્રા અને ‘રેમ’ નિદ્રામાં ઓછો સમય ગાળે છે. વળી સાથે સાથે નવા કૌશલ્ય અને આવડત શીખવાનું વધારે મુશ્કેલ થઇ જાય છે. એક મજાનો પ્રશ્ન તો એ છે કે વય સાથે નિદ્રામાં આવતા બદલાવને અટકાવીએ તો આપણે વય આધારિત માનસિક દક્ષતામાં થતા ઘટાડાને અટકાવી શકીએ?
જો વધારે મોટી વયનાને અંધારામાં પથારીમાં લાંબો સમય પડ્યા રહેવા દેવામાં આવે તો તે સાડા સાત કલાક આસપાસ સૂવાનું પસંદ કરે છે. જુદા જુદા અભ્યાસોએ બતાવ્યું છે કે જે લોકો સૌથી લાંબું જીવે છે તેઓએ ૬થી ૭.૫ કલાક ઊંઘ લેતા હોવાનું જણાવેલ છે.
જાતિ (પુરુષ કે સ્ત્રી)નો તફાવત પણ નિદ્રા અને સિકોડિયન લાલમાં જોવા મળે છે. સિકોડિયન એટલે ‘આશરે ૨૪ કલાકના અંતે આવતા જૈવિક ચક્ર’ એવો થાય. આ તફાવત બિલાડીઓમાં, ઊંદરોમાં, ફળમાખીઓ અને માણસોમાં જોવા મળેલ છે. સ્ત્રીઓ પ્રગાઢ નિદ્રા વધારે માણે છે અને નિદ્રા પણ લાંબી ખેંચે છે. સિકોડિયન ઘડિયાળમાં પુરુષ અને સ્ત્રીમાં તફાવત હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓનો સિકોડિયન ઘડિયાળનો ગાળો છ મિનિટ નાનો હોય છે અને તેના કારણે સરેરાશ સ્ત્રીઓ વહેલી પથારીવશ થાય છે, વહેલા ઉઠે છે અને પોતાને પુરુષ કરતાં વહેલા સવારમાં ઉઠનારામાં ગણે છે.
આ ઉપરાંત એલાર્મ ક્લોક ક્યારે બજે તો જાગવું સહેલું પડે? તે યોગ્ય તબક્કે જ બજે તેવું શક્ય છે? નિદ્રાનો સમય અને ગાળો બદલવા દવા બની શકે? નિદ્રાવિહિનતા કેવી રીતે અસર કરે છે? આપણે ૨૪/૭ સમાજ તરફ જઇ રહ્યા છીએ? નિદ્રા પર સૂર્યોદય અને સૂર્યાસ્તના અંકુશમાંથી આપણે મુક્ત થઇ શકીએ? હજુ આ પ્રશ્નોના ઉત્તર સમજવા બાકી રહે છે.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved