Last Update : 01-August-2012, Wednesday

 

આસામની શરમજનક ઘટના જેવી જ અમદાવાદની ઘટના
નવરંગપુરામાં સરેઆમ વર્ષો પહેલાં એક નિઃસહાય યુવતીને નાલાયકોએ નગ્ન બનાવી વરઘોડો કાઢયો હતો

ક્રાઇમવોચ - જયદેવ પટેલ
- સ્થળોની જાતિય સતામણીના પ્રશ્ને મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદોઃ સ્ત્રી કર્મચારીને ‘ડાકણ’નું લેબલ લગાવી અપમાનિત કરવી તે પણ જાતીય સતામણી કરવા સમાન
- શાળાની તપાસ સમિતિનો અહેવાલ હાઇકોર્ટે નામંજૂર રાખીને નવી સમિતિની રચના કરવા મેનેજમેન્ટને આદેશ આપ્યો

ભારતના ઉત્તર-પૂર્વના છેવાડા ઉપરના આસામ રાજ્યની રાજધાની ગૌહાતીના માનવ ચહલપહલથી ધબકતા જાહેરમાર્ગ ઉપર તાજેતરમાં ઢળતી સાંજના ભારતીય સભ્ય સમાજના માટે કાંઇક અંશે શરમજનક એવી બની ગયેલી ઘટનાએ આજે દેશભરમાં ભારે હોબાળો મચાવી મૂક્યો છે. અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી એક નાદાન- ગભરૂ વિદ્યાર્થીનીને ઘેરી વળેલા કેટલાક યુવાનોએ તેના વાળ ખેંચીને કપડાં ફાડી નાંખીને બદતમીજી દાખવી હતી અને જવાનીના જોરમાં બહેકી ગયેલા આ જવાનીયાની ‘નંગા નાચ’ની નાલાયકીનો તમાશો ત્યારે ત્યાં ઉપસ્થિત બીજા ડઝનથી વઘુ સખ્શો આંખો ફાડીને નિહાળવા સાથે વિકૃતિનો વરવો આનંદ માણી રહ્યા હતા. આવી શરમજનક ઘટનાનો ચિતાર ટી.વી. માઘ્યમ દ્વારા પ્રસારિત થયા બાદ તીવ્ર આક્રોશ વ્યક્ત થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના મહાનગર અમદાવાદ શહેરના નદી પારના વિસ્તારમાં પણ વર્ષો પહેલાં જ આવી એક લાંછનરૂપ ઘટના બની ગઇ હતી તેની ઝલક અત્રે રજુ કરી છે.
એ દિવસે પણ ગૌહાતી શહેરના જેવી જ સમી સાંજ હતી. નદી પારના નવરંગપુરા વિસ્તારના બસ સ્ટેન્ડને સ્પર્શીને સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા તરફ જતાં જાહેરમાર્ગ ઉપર ઇન્સાનીયતનું માથુ શરમથી ઝુકાવી દે તેવી નાલાયકીનો નજારો સર્જાયો હતો. એક બેબસ- લાચાર- મજબૂર યુવતીને કેટલાક યુવાનો ઘેરી વળ્યા હતા. ભયથી થરથર કાંપી રહેલી યુવતી કરૂણ વિલાપ કરતી સહાય માટે ચીસો પાડી રહી હતી. યુવતીની છોડી દેવાની વિનવણીઓને ગણકાર્યા વગર છકી ગયેલા યુવાનો વિકૃતિની મજા લૂંટી રહ્યા હતા. આ પછી તો યુવતીના કપડાં ખેંચી કાઢીને તથા ફાડી નાંખીને તેને નગ્ન બનાવી દેવામાં આવી ત્યારે જાણે કે મહાસંગ્રામમાં ભવ્ય વિજય હાંસલ કર્યો હોય તેની ખુશાલીમાં આ શયતાનોએ બિભત્સ ગાળોનો વરસાદ વરસાવતા યુવતીનો સરેરાશ વરઘોડો કાઢયો હતો.
આ દરમ્યાન સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને પોતાની આબરૂનું સરેઆમ ઔર લીલામ ના થાય તે માટે દંડાબાજી ચલાવીને યુવાનોના ટોળાને ભગાડી મૂક્યું હતું અને નિઃસહાય યુવતીને નરાધમોના પંજામાંથી પીંખાઇ જતા બચાવી લીધી હતી.
સમાચાર માઘ્યમોએ જે તે સમયે શહેરના શાંતિમય નગરજનો માટે શરમજનક એવી આ ઘટનાને પ્રકાશિત કરીને એક નિરાધાર યુવતીની દુર્દર્શાને યથોચિત વાચા આપી હતી. પરંતુ સમયના વહેવા સાથે આ બનાવ આજે વિસ્મૃતિની અંધારી ખીણમાં ધકેલાઇ ગયો છે. એ ગભરૂ યુવતીનું પછી શું થયું? કે જાહેરમાર્ગ ઉપર નગ્નાવસ્થામાં તેનો વરઘોડો કાઢનાર નાલાયકોનું શું થયું? આ પ્રશ્નોના કોઇ જવાબો નથી. બસ કાળક્રમે શહેર માટે શરમજનક કહી શકાય તેવા આ બનાવને આજે સહુ કોઇ ભૂલી વિસરી ગયા છે.
વિજ્ઞાનના વિકાસની એકવીસમી સદીમાં પણ અજ્ઞાનના અંધકારમાં કણસી રહેલા ભારતના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આજેય કોઇ સ્ત્રીને ‘ડાકણ’ જાહેર કરી દઇને નગ્ન હાલતમાં જાહેરમાં જુતા ફટકારતા તેનો વરઘોડો કાઢવાની લાંછનરૂપ ઘટનાનો સિલસિલો કયાંકને કયાંક ચાલુ રહ્યો હોવાનો ચિતાર સમાચાર માઘ્યમો દ્વારા રજુ થાય છે. કેટલાક ગામલોકો તેમની મેલી મુરાદ પૂરી કરવા કોઇ એકલી- અટૂલી રહેતી સ્ત્રીને ‘ડાકણ’ જાહેર કરીને તેને સજા ફટકારવાનું એલાન આપે તે એક વાત છે પરંતુ સભ્ય તથા શિક્ષિત સમાજમાં શિક્ષણના વ્યવસાય સાથે સંલગ્ન એક સ્ત્રીના કપાળ ઉપર ‘ડાકણ’નું લેબલ લગાવી દેવામાં આવે ત્યારે આવી શિક્ષિકાને કેવી ક્ષોભજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેની કથા અત્રે પ્રસ્તુત કરી છે.
કેન્દ્ર કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કચેરીઓ કે નવી ઔદ્યોગિક કે વ્યાપારી સંસ્થાનોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની સલામતી તથા સુરક્ષા કેવા સંજોગોમાં જળવાઇ રહે અને તેમની જાતીય સતામણી ના થાય તેના સંદર્ભમાં આ બનાવની ભીતરમાં અદાલતે પણ ગંભીર નોંધ લીધી હતી. એટલું જ નહીં કોઇ સ્ત્રીને ‘ડાકણ’ કે નવી ‘ડાકણની દીકરી’ તરીકે સંબોધીને તેના ગૌરવને ઠેસ પહોંચાડવાનું કૃત્ય પણ જાતિય સતામણી કરવા સમાન જ છે તેવું કોર્ટે ઠરાવ્યું હતું.
દક્ષિણ ભારતના ચૈન્નાઇ શહેરના એગમોર વિસ્તારની અંગ્રેજી માઘ્યમની ડોન બોસ્કો સ્કૂલમાં શિક્ષક સમુદાય તરીકે ફરજ બજાવતા પુરૂષો પૈકીના એક શિક્ષકે તેની સાથી શિક્ષિકાને ‘ડાકણ’ તરીકે જાહેર કરીને તેને અપમાનિત કરવામાં માનસિક વિકૃતિની મજા ઉઠાવવાનું દુઃસાહસ કર્યું હતું. આ શિક્ષકની આવી હરકતોથી તંગ આવી ગયેલી શિક્ષિકાએ તથા તેના માતા-પિતાને છેવટે શાળાની વ્યવસ્થાપક સમિતિ સમક્ષ રજુઆત કરીને શિક્ષિકાનું ગૌરવ તથા સલામતી જળવાઇ રહે તે માટે યથાયોગ્ય પગલાં ભરવા વિનંતી કરી હતી.
સરકારી કચેરીઓ કે ઔદ્યોગિક સંસ્થાનોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની સુરક્ષા તથા ગરિમા જળવાઇ રહે તે દિશામાં ભારતની સુપ્રિમ કોર્ટે આપેલા એક મહત્વના ચુકાદાનું આ પ્રકરણમાં અનુશરણ કરવામાં આવ્યું હતું. સન ૧૯૭૯માં સુપ્રિમ કોર્ટે આપેલો આ ચુકાદો દેશના કાનૂન વિદોમાં ‘વિશાખા કેસ’ના નામથી ઓળખાય છે. આ ચુકાદામાં મહિલા કર્મચારીની પુરૂષ કર્મચારીઓ દ્વારા થતી જાતીય સતામણી રોકવા દેશભરની રાજ્ય સરકારોને દિશા સૂચનો કરવામાં આવ્યા છે.
શાળાની મેનેજમેન્ટે પણ આ પ્રકરણની તપાસ કરવા ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી. શિક્ષકો તથા કર્મચારીઓની તપાસ સમિતિએ પૂછતાછ કરીને તેમના જવાબો નોંઘ્યા હતા. જેમાં કેટલાક કર્મચારીઓએ આ પ્રકરણ પાછળ જવાબદાર એવો શિક્ષક માત્ર સાહજીક મજાક ખાતર જ શિક્ષિકાને ‘ડાકણ’ કહીને સંબોધતો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં કેટલીક શિક્ષિકાઓએ પણ પ્રસંગોપાત શિક્ષક તેમને પણ ‘ડાકણ’ તરીકે બોલાવતો હોવાની સમિતિ સમક્ષ રજુઆત કરી હતી. આખરે તપાસ સમિતિએ ‘ડાકણ’ કહીને શિક્ષિકાને અપમાનિત કરનાર શિક્ષક નિર્દોષ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.
આ પછી મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ આ પ્રકરણ રજુ થયું હતું. જેની સુનાવણી ન્યાયમૂર્તિ કે. સી. ચંદ્રુ સમક્ષ નીકળી હતી. ‘ડાકણ’ તરીકે જાહેર કરીને અપમાનિત કરાયેલી શિક્ષિકાની ફરિયાદ તથા તપાસ સમિતિ સમક્ષ શાળાના શિક્ષકો અને કર્મચારીઓએ આપેલા નિવેદનોની ન્યાયમૂર્તિએ તલસ્પર્શી છણાવટ કરી હતી. ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે- સુપ્રિમ કોર્ટે ‘વિશાખા કેસ’ના આપેલા ચુકાદા મુજબ આ કિસ્સામાં તમામ પાલન કર્યું નથી. વાસ્તવિકત હકીકત તો એ છે કે, તપાસ સમિતિના સભ્યો ખુદ ‘વિશાખા કેસ’ના માર્ગદર્શક સૂચનોથી પૂરેપૂરા માહિતગાર નથી.
કોઇ સ્ત્રીને ‘ડાકણ’ તરીકે જાહેર કરીને તેને અપમાનિત કરવી તેવી હરકત પણ જાતિય સતામણી કરવા સમાન જ છે તેવું મદ્રાસ હાઇકોર્ટે આ કેસમાં ઠરાવ્યું હતું. આ ઉપરાંત ‘વિશાખા કેસ’ના ચૂકાદાથી સંપૂર્ણ રીતે જાણકાર એવા સભ્યોની નવી સમિતિની રચના કરવા પણ હાઇકોર્ટે શાળાની મેનેજમેન્ટને આદેશ આપ્યો હતો.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved