Last Update : 01-August-2012, Wednesday

 

ઇશ્કે-મિજાજી...!

બુધવારની બપોરે - અશોક દવે

સિક્સર

- કાર લઈને પ્રેમિકાને મળવા જનારાઓ ઓછા કેમ થઈ ગયા?
- હવે એ લોકો ‘ટારઝન-ટારઝન’ રમે છે... મોંઘા પેટ્રોલને બદલે દોરડે-દોરડે મળવા જવું સસ્તું પડે!

ગયા સપ્તાહે શુક્રવારની મારી કોલમ ‘ફિલ્મ-ઇન્ડિયા’માં દેવ આનંદની ફિલ્મ ‘તીન દેવીયાં’ વિશે લખતા, એમાં ન લખાય પણ અહીં લખાય- અહીં જ લખાય, એવો સબ્જેક્ટ હાથ લાગ્યો. ઉંમરના તકાજા મુજબ, એ વખતે તો ફિલ્મ ખાસ કાંઈ ગમી નહોતી. પણ હવે ફરીથી જોઈ, ત્યારે ચોંકી જવાયું કે, એ સમયના ભારતીય કલ્ચર કરતા બહુ વહેલી બનેલી એ બોલ્ડ ફિલ્મ હતી. બોલ્ડ એટલા માટે કે, ફિલ્મનો હીરો દેવ આનંદ એક નહિ, બે નહિ ને ત્રણ ત્રણ યુવતિઓના (નંદા, સીમી અને કલ્પના) એક જ સમયે પ્રેમોમાં પડે છે. અને ત્રણેના મનમાં એવું ઠસાવી દે છે કે, લગ્ન એ એની સાથે જ કરશે. લો બોલ્લો. આમાં શું નવી વાત આવી. આમાં બોલ્ડે ય શું આવ્યું?
બોલ્ડ મૅસેજ એ હતો કે, ફિલ્મ દ્વારા પ્રેક્ષકોને એવું ઠસાવવામાં આવ્યું હતું કે, આવું તો બધાની જીંદગીમાં થાય. નિષ્ઠા ખોટી ન હોય, છતાં એક કરતા વધારે સ્ત્રીઓ સાથે દિલ લાગી ગયું હોય ને નિર્ણય ન લઈ શકાતો હોય, ત્યારે વિટંબણા ઊભી થાય છે. સ્ત્રીઓને પણ અફકોર્સ આવું બને જ. પુરુષો બધા કૅરક્ટરના રમતીયાળ માણસો અને સ્ત્રીઓ પવિત્રતાની મૂર્તિ... એવું કાંઈ ના હોય કાંઈ...! સુઉં કિયો છો?
પણ ફિલ્મ ‘તીન દેવીયાં’નો સૅન્ટ્રલ આઈડીયો આપણને પર્સનલી ક્યાં અડે છે, એ જોવાનું જરા ઈન્ટરેસ્ટંિગ છે.
દેવ આનંદની એ ઉંમર અને અનુભવોમાંથી યથાશક્તિ આપણે સહુ પસાર થઈ ગયા છીએ કે, ‘મૈં ઇઘર જાઉં, યા ઉઘર જાઉં...?’ એક સાથે ૩-૪ કે તેથી ય વઘુ (જેવી જેની શક્તિ, ભ’ઈ!) માટે નિર્ણય લેવાનો હોય છે. બધાને એફકોર્સ, આ જાહોજલાલી નથી મળતી. (કેટલાકને તો પરણ્યા પછી ય નથી મળતી, બોલો!) પુરુષ હોય કે સ્ત્રી, પરિણિત હોય કે કુંવારા... એક સાથે નક્કી થઈ ગયા પછી બીજા બધા મારા માટે ભ’ઈ-બાપ કે માં-બેન બરોબર, એવું કોઈને થતું નથી. પર્મેનેન્ટ નહિ તો ટૅમ્પરરી, બીજામાં ઘ્યાન અથવા ઘ્યાનો ચોંટે તો છે જ. બધા આગળ નથી વધતા, એના કારણોમાં (૧) સંસ્કાર (૨) લાચારી (૩) અણઆવડત (૪) બજારમાં માલની અછત (૫) ડરપોક સ્વભાવ અને (૬) ઘરમાં સૌથી મોટો વાઈફનો (કે ગોરધનનો ડર...!)
આપણે આ તમામ મુદ્દાઓ તપાસીને, ભેગાભેગું તમારું ય કૅરેક્ટર જોઈ લઈએ.
(૧) સંસ્કાર ઃ દોસ્તો સાથે કે ઈવન વાઈફની હાજરીમાં સુંદર સ્ત્રીઓ સામે ટગરટગર જોઈએ કે મસ્તમજાની ટીખળ કરીએ, એટલામાં સંસ્કાર ખરાબ થઈ જતા નથી, એવું માનનારો વર્ગ મોટો છે. એ લોકો એવું ય માને છે કે, આટલામાં કાંઈ બા ખીજાય. ને સાલાઓ સાચું માને છે. આટલામાં ખરેખર બા ના ખીજાય, પણ વાઇફોનું કાંઇ નક્કી નહિ. એ સાલી જાણતીઓ ય હોય કે, ઠીક છે, બે ઘડી આંખમટક્કા કરી લે, પણ મારો ગોરધન એવો નથી. અને ખરેખર પેલો એવો સીધો માણસ જ હોય. પણ, એવા સીધાને જ એમની વાઈફો ટેન્શનમાં મૂકી દેવાની ‘મજ્જા’ લેતી હોય છે. ‘કોણ હતી એ?’ પેલો નિર્દોષ જ હોય, એટલે ચોખ્ખો અને સંસ્કારી હોવાને નાતે ગામ આખામાંથી પુરાવાઓ લઈ આવે, એમ પેલીને મજ્જા પડતી જાય...! એક પછી એક પુરાવાઓ માંગતી જાય ને પેલો ગઘેડો આપતો જાય.
માટે જ સંતશ્રી. અશોકજીએ કોક જનમમાં કીઘું છે કે, પતિ બન્યા પછી ફક્ત સીધા હોત એ ન ચાલે.... સ્માર્ટ પણ હોવું જોઇએ.
ઇતિ, પ્રથમ અઘ્યાય સમાપ્તમ...!
(૨) લાચારી ઃ કહે છે કે, સારા ઘરના સંસ્કારી પતિદેવો હેન્ડસમ, ખૂબ ધનવાન અને સ્માર્ટ હોવા છતાં જીવનભર અન્ય સ્ત્રીઓનો વિચારમાત્ર કરતા નથી. ભક્તો, સંતશ્રી અશોકજી પોતાને બહુ પ્રામાણિક-પ્રામાણિક કીધે રાખતા હોય, ભલે જીવનભર લાંચ લીધી ન હોય, પણ તો કસોટી તો ત્યારે થાય કે, જરૂરત બહુ બુલંદ પડી હોય, ઘરનું જ કોઈ હોસ્પિટલમાં ખતરનાક રીતે બિમાર હોય, ખર્ચો તોતંિગ આવવાનો હોય ને ઘરમાં પૈસો ન હોય, ત્યારે કોઈ જંગી રકમની લાંચ આપવા આવે... છતાં એ સ્વીકારે નહિ, તો પ્રામાણિક કહેવાય. બાકીના તો, ‘હાથ ન આયા, ખટ્ટા હૈ’ જેવો મામલો હોય. મોટા ભાગનાઓને તો લાંચ મળે, એવું ટૅબલ જ મળ્યું ન હોય ને પોતાને પ્રામાણિક કીધે રાખે, એ ન્યાય નથી, સંતો. એમ...પેલા સંસ્કારી ગોરધનને ધંધામાંથી ટાઈમો ન મળતા હોય, સ્ત્રીઓ સાથે ઇચ્છે તો ય કોઇ સંપર્ક ન હોય, એમાં એને એક પત્નીવ્રતધારી ન કહેવાય... ‘મજબુરીનું નામ મહાત્મા, ન ચાલે. બોલો જયઅંબે...!’ (આ વાંચતા વાંચતા તમામ નિર્દોષ પતિઓએ મોટેથી ‘જય અંબે’ બોલવાનું છે.)
ઘણાના થોબડાના ઠેકાણા નહિ ને શુદ્ધ ચરીત્રના વાવટા લઈને ફરતા હોય. પ્લેનમાં બાજુમા બેઠો હોય ત્યારે આખું વિમાન ગંઘાય, એટલી વાસ મોંઢામાંથી મારતી હોય ને નીચે ઉતરીને કહે, ‘ચરીત્ર આદમી કી સબ સે બડી પૂંજી હૈ.’ ૫૫ મિનીટના પ્રવાસમાં મેં એક પણ વખત ઍર-હૉસ્ટેસની સામે પણ નથી જોયું. આખિર, કૅરેક્ટર ભી કોઈ ચીજ હૈ...’ તારી ભલી થાય ચમના... તેં ભલે ન જોયું, પણ પેલીને તારી બાજુમાં બેહાડી હોત તો, ઍર હૉસ્ટેસ છે, તો એને તો હક્ક મળે ચાલુ વિમાને દરવાજો ખોલવાનો...સાલીએ દરવાજો ખોલાવીને ઉપરથી ભૂસકો માર્યો હોત... અમથે અમથી કૅરેક્ટરની ડાગલીઓ ના વગાડ, વાંદરા...! (વાંચકો, મારું ઝનુન બરોબર છે ને...?) લાચારીથી તારું ચરીત્ર શુદ્ધ રહેતું હોય, એ સિદ્ધિ નથી... સમજાવટ છે.
(૩) અણઆવડત ઃ કેટલાક લોકોને મનમાં ફુદુક-ફુદુક તો બહુ થતું હોય, બૈરું જોયું નથી ને કમરેથી વાંકા વળવા માંડ્યા નથી! કોઈ એક (અથવા અનેક) આરાઘ્યદેવી(ઓ)ને ધારી લઈને રાતોની રાતો પડખાં બદલે રાખતા હોય, પણ હાથમાં કાંઈ આવતું ન હોય. એમ તો ચેહરે-મોહરે ભાઈ ઠીકઠીક હોય, ક્યાંક મહિલાઓને ય એ ગમતા હોય, પણ ભાઈમાં પાછો બીજો કોઈ શક્કરવાર ન મળે, એટલે મનડું મોહ્યું હોવા છતાં વાત માત્ર અણઆવડતના ધોરણે આગળ ન વધે. વાતવાતમાં બી એટલા જતા હોય કે, પેલી આમંત્રણના ભાવથી આની સામે સ્માઈલોના સ્માઈલો ઠોકે જતી હોય છતાં, ‘સામે આપણે શું કરવું?’ એનો અંદાજ ન હોય, આવડત ન હોય. સ્માઈલના બદલામાં ભાઈ ગભરાઈ જતા હોય કે, ‘આ કદાચ પેલાવાળું સ્માઈલ ન હોય તો?’
આવી અણઆવડતોમાં ભ’ઈના કૅરેક્ટરો સચવાઈ જાય છે.
(૪)બજારમાં માલની અછત ઃ પોતે ફીલ્ડમાં જ એવા પડ્યો હોય, જ્યાં દૂર દૂર સુધી કાંઈ દેખાતું જ ન હોય. મોરલો સોળે કળોએ ખીલી શકે એવો મોહક હોય, છતાં સામે કોઈ હોવું તો જોઈએ ને? જે દેખાતી હોય, એ ભાઈના ચોકઠાંમાં ફિટ ન થતી હોય ને જેને એ ફિટ કરવા માંગતો હોય, એનામાં ય કાંઈ ટેસ્ટ જેવું તો હોય ને? વળી, ઘરવાળાનું ઝનૂન બરકરાર હોય કે, ‘કન્યા તો જ્ઞાતિની જ હોવી જોઈએ, ભણેલી, સુંદર, પૈસાવાળી અને સંસ્કારી હોવી જોઈએ.’
હવે... આવા ફૂલ-પેકંિગનો માલ તો ચવાણાવાળાની દુકાનમાં ય મળતો નથી... ‘કાંઈક ઓછું કરી આલો’ની રીકવેસ્ટ તો ગ્રાહક પોતે ય કરતો હોય છે, પણ ભાઈના પૂરા કમનસીબ કે, ઘરવાળા લીધી હઠ છોડે નહિ...! એક તો જ્ઞાતિ નાનકડી-બબૂકડી, એમાં ધંધો પહેલો ને ભણતર ગયું એની બો’ન... આઈ મીન, આમાંને આમાં ભઈલાને ઉંમર ચઢતી જાય. ક્યાંય ડાળે વળગાય એવું ન રહ્યું હોય ત્યારે પેલાની ૩૨-૩૫ વર્ષની ઉંમરે ઘરવાળા નાનકડી છુટ મૂકે, ‘ચાળો, વધારે નહિ તો એમ.બી.એ. સુધી ભણેલી ચલાઈ લઈશું...!’
આમાં ગગો રહી જાય કૂંવારો.
(૫) ડરપોક સ્વભાવ ઃ પુરુષ હોય કે સ્ત્રી, પરણેલા હોય કે કૂવારા, શહેરોમાં એકબીજાને લુક્કાછુપી મળી શકાય, એવા સ્થળો જ ટ્‌હેઠ ‘મુગલ-એ-આઝમ’ના વખતથી મળતા નથી. સલીમ-અનારકલીને ય કોક જોઈ જનારૂં હતું, એમાં બધો કબાડો થઈ ગયો, ત્યાં આ બિચારો સ્કૂટર પરને પેલી ૩.૪૫ની વાસણા લાલ દરવાજાથી બસમાં બેસીને આવે, એમાં ચારે બાજુ મુગલ-એ-આઝમો જ પડ્યા હોય. ગાર્ડનમાં ભરબપોરે આવા તડકામાં ય લુખ્ખાઓ અને પોલીસો (બન્નેનો અર્થ એક ન સમજવો!) હેરાન કરવા આવે. બેસવા ન દે. કોઈ અંઘારા ખૂણામાં બન્ને તૂટેલાઓ સ્કૂટર પાર્ક કરીને માંડ ગોઠવાયા હોય, ત્યાં પોલીસની જીપ આવીને ઊભી રહે. હોટેલના વેઈટરો ય સમજી ગયા છે, એટલે ગમે તેટલી ટીપો એડવાન્સમાં આપોને... દર ત્રીજી મિનીટે, ‘...ઓર કુછ લાઉં, સા’બ...?’ની આજીજી સાથે ભિખારીઓનીૂ માફક આવે રાખે, એમાં પેલો બિચારો સૅટ જ ન થાય. આમાં ડરી ડરીને પેલો એવો ડરપોક બની ગયો હોય કે, એના ઓફિશિયલ હનીમૂન વખતે હજી તો માંડ ધૂંઘટ ઊંચો કર્યો હોય, ત્યાં ય એ ફફડી જાય કે, કોઈ આવીને પૂછશે, ‘...ઓર કુછ લાઉં સા’બ...?’
આવા જાતકોને એ પછી જેટલા સંતાનો થાય તે બધા જન્મે ત્યારે બહાર પણ ફફડતા-ફફડતા જ આવે! કોઈ પંખો ચાલુ કરો.
(૬) ઘરમાં સૌથી મોટો વાઈફનો (કે ગોરધનનો) ડર...! ઃ આ વાત પરિણિતોને જ લાગુ પડે છે. દુનિયાભરના સ્ત્રીપુરુષો માને છે કે, ‘મને પરણ્યા પછી મારું પાત્ર બીજે ક્યાંય ફરકવું જ ન જોઈએ.’ નૈતિક રીતે વાત બિલકુલ સાચી છે, પણ વ્યાવહારિક રીતે સહેજ પણ નહિ. એ વાત જુદી છે કે, ઉપર દર્શાવેલા કારણોસર ઘણા બધાના કેરેક્ટર સચવાઈ જાય છે, બાકી મોકો મળે તો કોઈ ચૂકે એવા હોતા નથી. વળી, પરણ્યા પછીના પ્રેમો આયોજીત ન હોય. થતા થઈ જાય, પણ એકવાર થઈ ગયા પછી પરમેશ્વર સિવાય કોઈ બહાર કાઢી ન શકે. આની જાણ થતા જ, ઝનૂની પતિદેવો કે પત્નીઓ પોતાણા પાત્ર સાથે ગુસ્સો, મારપિટ, અબોલા, આપઘાત કે છુટાછેડા સુધી પહોંચી જાય છે, પણ આ બધામાં સહન તો એણે એકલાને જ કરવાનું છે. યસ. એ વાત પણ બિલકુલ સાચી કે, જ્યાં સુધી આવા પરણ્યા પછીના પ્રેમો કરવામાં વાઈફનોકે ગોરધનનો ડર રહે છે, એ સારું જ છે... આ જ કારણે, ઘણા બધા ઘરોમાં શાંતિ જળવાઈ રહી છે, પણ...
ઇશ્કેમિજાજી તો સ્વભાવમાં ન હોય, તો ભ’ઈમાં પ્રોબ્લેમ સમજવો. બાકી નોર્મલ સ્ત્રી-પુરુષ તો રંગીન હોવાના જ અને હોવા પણ જોઈએ. જે જાતકોને સંસારમાંથી રસ ઊડી ગયો હોય, એ લઘરાં જેવા રહેતા હોય, કપડાં ગમે તેવા પહેરતા હોય, ભૂંડાભૂખા જેવા લાગતા હોય તો ય માથે વાળ કાળા ન કરતા હોય, ને એવી સ્ત્રી તો માથામાં ચકાચક તેલો નાંખતી હોય. સ્વભાવે પણ આ લોકો ચીડિયા અને ગુસ્સેલ થઈ ગયા હોય.
બધી વાતનો સરવાળો તો એક જ સમજવો... ઘર જેવી શાંતિ ક્યાંય નહિ. પરણ્યા હો છતાં પ્રેમ બીજે થઈ ગયો હોય, આપણા પતિ કે પત્ની જેટલી માનસિક શાંતિ બીજું કોઈ આપી શકવાનું નથી. એક સીધો જ હિસાબ છે. તમારી છેલ્લી ઘડીએ તમારી સેવા કરવા માટે તમારો પ્રેમી કે પ્રેમિકા નથી આવી શકવાના... ત્યાં અંતિમ ક્ષણ સુધી પતિ કે પત્ની જ સાથે રહેશે...
(એ બઘું તો બરોબર, દવે સાહેબ... પણ હાળું ઉપર જઈએ ત્યારે તમે કહો છો, તેમ આપણી સાથે ઘરવાળી કેમ નથી આવતી...?)

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved