Last Update : 01-August-2012, Wednesday

 

યુવાને ઔપચારિક્તા ખાતર કહ્યું કે ઃ ‘તમે કોઈને પણ ગમો તેવા છો’
...ને છોકરી એના પર ઓળઘોળ થઈ ગઈ છે..

અસમંજસ - જોબન પંડિત
- ’જોરાવરે જીવનસાથી તરીકે કોને પસંદ કરવી, તે તેનો અબાધિત અધિકાર છે, બેટી’
- તે જતી વખતે હાથ હલાવીને ‘બાય બાય’કરે તેથી એમ ન માની લેવાય કે તે તારા પ્રેમમાં પડી ગયો છે...!

પંડિતજી,
મારું નામ સુરાકી છે. મને ત્રેવીસ વર્ષ થયાં છે. મને જોવા માટે ઘણા છોકરા આવે છે. પણ મને એમાંનો કોઈ ગમતો નથી. મારા ભાવિ પતિ માટે મેં જે આકૃતિ રચી છે, તેવો એક પણ યુવાન મન મળ્યો નછી. મારા માબાપ છોકરો પસંદ કરી લેવા ખૂબ દબાણ કરે છે. પણ હું શું કરું ? મને કોઈ ગમતો જ ન હોય પછી ?
પણ પંડિતજી, બન્યું એવું કે મને મારા મનનો ‘મોરલો નજરે ચઢી ગયો ! જોતાં જ મને ગમી ગયો. વાત આમ બની હતી. મારાં ભાભીની ફોઈ અમારે ત્યાં આવ્યાં હતા. પછી સાંજે એમનો દીકરો બાઈક લઈને લેવા માટે આવ્યો હતો. તે ખુરશી પર બેઠો હતો ત્યાં જ મારી એના પર પડી. ને હું તો એને જોઈને છક થઈ ગઈ. વાહ, હું જેવા યુવાનને ઢૂંઢતી હતી, એવો જ યુવાન હતો. એ પણ મારા ભાભીએ કહ્યું, ‘આ છે મારાં એકનાં એક નણદલબા સુરાહીબેન!’
‘ને આ?’મેં પૂછ્‌યું.
‘મારો ભાઈ, મારી ફોઈનો દીકરો નામ છે એનું જોરાવર.’બધાં જમવા બેઠાં ત્યારે ય હું જોરાવરની થાળીમાં આગ્રહ કરી કરીને વાનગીઓ નાખતી હતી. ‘ના, ના આટલું તો ખાવું જ પડશે. તમને મારા સમ છે.’
તે હસ તો, ને ખાવા લાગતો.
મને લાગ્યું કે જોરાવર પણ મારી તરફ ત્રાંસી નજર જોઈ રહે છે. હવે વાંધો નહિ આવે. મેં બધાં બહાર હતાં ત્યારે એને પૂછ્‌યું, ‘હું તમને ગમું છું?’
‘તમે કોઈનેય ગમો તેવાં છો. તમે છો જ એવાં.’
પછી તો ફોઈને લઈને જોરાવર જતો રહ્યો. જતી વખતે તેણે હાથ ઊંચો કરીને ‘બાય બાય’ પણ કર્યું હતું. મેં કહ્યું હતું, ‘વી શેલ મીટ અગેઈન.’
હું તો એને જોયા પછી બેચેન - બેકરાર થઈ ગઈ છું એ મારા સપનાનો રાજકુમાર બની ગયો છે. હું સતત એના નામના જાપ જપું છું. પણ અઠવાડિયા પછી લ્યુના ઉપર હું કોલેજથી આવી રહી હતી ત્યારે અચાનક મારી નજર દૂર હોટેલ પાસે ઊભેલાં બે જણ પર પડી યુવતી ને તો હું ન ઓળખી શકી, પણ યુવાનને હું ઓળખી ગઈ, તે જોરાવર હતો. તે બંને હાથમાં હાથ પકડીને હોટેલમાં જઈ રહ્યાં હતાં. મારા આશ્ચર્ય અને આંચકાનો પાર ન રહ્યો પંડિતજી, એના વિના જીવી શકું તેમ નથી. બીજે દિવસે ભાભીએ મને કહ્યું, ‘સુરાહીબેન મારા ફોઈના દીકરા જોરાવરની પરમદિવસે સગાઈ છે આવવું છે?’
પંડિતજી, મારું દિલ જખ્મી બની ગયું છે. એના વિના હું રહી શકું તેમ નથી. મારે એને પામવો છે. પંડિતજી, હું શું કરું?
- સુરાહી (જામનગર)
સુરાહી, મને એવું લાગે છે કે અનેક છોકરાઓને રીજેક્ટ કર્યા પછીને તારા સ્વપ્નમાં તે કંડારેલ આકૃતિ અને આદર્શવાળો ઉમેદવાર ન મળતાં તું આશા ખોઈ બેઠી હતી, પણ એકા એક જોરાવરને જોયા પછી તું રઘવાયી બની ગઈ. એટલે સુધી કે તે જોરાવરના અમુક શબ્દોનું તારી મનમાની રીતે અર્થઘટન કરી નાખ્યું. તે એને પૂછ્‌યું કે, ‘હું તમને ગમું છું?’ તો એણે જવાબ આપ્યો કે, ‘તમે તો કોઈને પણ ગમો તેવાં છો.’ આ માત્ર ફોર્માલીટી ગણાય. ‘તમે નથી ગમતાં’ એમ કહેવું અવિવેકી ગણાય. એટલે તેણે એમ કહ્યું કે ‘તમે કોઈને પણ ગમો તેવાં છો.’ આ માત્ર ફોર્માલીટી કહેવાય.
પછી બેટી, તું એમ માની લે કે હું જોરાવરને ગમી ગઈ છું, તો એ તારો વઘુ પડતો ઉત્સાહ કહેવાય.
જોરાવરે એમ કહ્યું જ નથી. કોઈ કોઈને એમ કદી ન કહે કે, ‘તમે કદરૂપાં છો કે નથી ગમતાં! આ માત્રને માત્ર ઔપચારિક્તા છે ને આ ઔપચારિક્તાને તું ન સમજી શકી, બેટી!
જોરાવરે લગ્ન માટે કયું પાત્ર પસંદ કરવું તે એનો અબાંધિત અધિકાર છે. એ તને ગમી ગયો તેથી તું વધારે પડતી આશાવાન બની ગઈ. તે તારી સામે જુએ, તો પણ તું એમ જ માનવા લાગી કે તે મારી પ્રત્યે આકર્ષાઈ ગયો છે. ફોઈને લઈને જતી વખતે તેણે હાથ હલાવી ‘બાય બાય’ કહ્યું તે પણ માત્ર ફોર્મોલીટી ગણાય. પણ તે તો ઉત્સાહમાં આવી કહી દીઘું કે, ‘વી શેલ મીટ અગેઈન!’
તેનોય વાંધો નથી.
પણ જેની સાથે સગાઈ થવાની છે તે છોકરી સાથે તે હોટેલ કે રેસ્ટોરંટમાં જાય, તે સ્વાભાવિક છે પણ તું તો અત્યારથી જ પઝેસીવ બની ગઈ... ને ત્યાં જ તું ખોટી કલ્પના કરી બેઠી છે. જોરાવર તને એવું કશું જ કહ્યું નથી કે જેથી તું તેના પર અધિકાર કરી શકે! બેટી, અધીરી થા મા ઉતાવળી પણ ન બન. જોરાવરની વાત જ તારા મનમાંથી કાઢી નાખ. એને એના માર્ગે જવા દે. લગ્ન કરીને છો એ સુખી થાય. બને તો તેના લગ્ન સમયે તેને શુભેચ્છાઓ આપજે.
પણ તેની તરફ વળી ગયેલા તારા મનને ફેરવી નાખ. સારા યુવાનની શોધ ચલાવ. કદાચ અલ્પ સમયમાં જ જોરાવર કરતાં ય વધારે સારો યુવાન તને મળી જાય. ઓલ ધ બેસ્ટ.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved