Last Update : 01-August-2012, Wednesday

 

પુરુષ જનનાંગના વળાંકોની સારવારના ક્ષેત્રમાં નવી ક્ષિતિજો ખુલી રહી છે

અંગત અંગત- મુકુલ ચોક્સી

 

પુરુષના શિશ્નમાં થતાં અતિગંભીર વળાંકની બિમારી ભલે રેર પ્રકારની છે, છતાં જાણીતી છે. મઘ્યમ વયની ઉંમરે કેટલાક પુરુષોમાં આકાર લેતાં આ વળાંકોની સારવારમાં નવી ક્રાંતિકારી શોધો થઈ રહી છે. આ વળાંકની બિમારીને ‘પેરોનીઝ’ ડીઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરમાં પ્રતિ વર્ષ આશરે એક લાખ જેટલા નવા પેરોનીઝ ડીઝીઝા દર્દીઓનું નિદાન થતું હોવાનો અંદાજ છે. એકલા યુ.એસ.એ.માં પ્રતિવર્ષ આશરે ૬ હજાર જેટલા દર્દીઓની આ માટે સર્જરી કરવામાં આવે છે. ભારત જેવા દેશોમાં સામાજિક છોછ તથા શરમને કારણે ઘણા વયસ્ક પુરુષો આ બાબત તબીબી દેખરેખ હેઠળ લાવતા જ નથી, આથી પેરોનીઝનું પ્રમાણ આપણી ધારણા કરતાં વધારે માત્રામાં પ્રવર્તમાન હોય, તો નવાઈ નહીં!
પેરોનીઝ ડીઝીઝમાં કોલેજન ટીસ્યુ યા સ્કાર જેને ‘પ્લેક’ કહેવાય છે... તે લંિગના મુખ્ય નળાકાર શાફ્‌ટમાં ઉદ્‌ભવે છે. આ પ્લેકનો ગઠ્ઠો ધીમે ધીમે વધવાથી લંિગમાં વળાંક જોવા મળે છે.
જો કે શરૂઆતમાં આ વળાંક દેખીતો યા વીઝીબલ નથી હોતો. તે કેવળ લંિગને સ્પર્શીને તપાસવાથી જ ખરબચડા, રૉ એરીયા તરીકે માલૂમ પડે છે. પણ આ સ્ટેજમાં પુરુષને પોતાને તેની જાણ શિશ્નોત્થાનના પ્રસંગ વખતે થાય છે. શિશ્ન જ્યારે ઉત્થાનિત અવસ્થામાં આવે છે ત્યારે તેમાં દેખીતો વળાંક જોવા મળે છે. આ વળાંક ઉપર, નીચે કે ડાબી યા જમણી કોઈ પણ બાજુ તરફ હોઈ શકે છે, જે અંદર વિસ્તરતા ‘પ્લેક’ની પોઝીશન ઉપર આધાર રાખે છે.
પેરોનીઝનો આ ફાઈબ્રસ ગઠ્ઠો સમય જતાં વધી શકે છે, સ્થિર થઈ શકે છે, યા તો ઓસરી પણ જઈ શકે છે. જ્યારે શિશ્ન ઉત્થાનિત થાય છે ત્યારે જો તે આછા વળાંક વાળું દેખાય તો પુરુષો ઝાઝા ચંિતિત જણાતા નથી. તે વખતે તે એક ‘કેળાં’ જેટલો વળાંક દાખવે છે. જો આ પ્લેક વિસ્તરે તો ઉત્તેજિત અવસ્થામાં દેખાતો વળાંક ‘ધનુષ’ જેટલો થાય છે. અને આથી ય વઘુ એડવાન્સ્ડ સ્ટેજમાં પેરોનીઝનો વળાંક ‘દાતરડા’ જેટલો એટલે લગભગ અર્ધચન્દ્રાકાર જેવડો થઈ શકે છે.
‘પેરોનીઝ’ના વળાંકથી પુરુષને ઉત્થાન સમયે દર્દ યા પીડા થઈ શકે છે, તથા સમાગમ પીડાજનક યા અસંભવ બની શકે છે. પુરુષને આને લીધે શિશ્નોત્થાનની સમસ્યા ઊર્ફે ઈરેક્ટાઈલ ડીસ્ફંક્શન પણ થઈ શકે છે. સમાગમ અશક્ય બનતાં સ્ત્રી-પુરૂષ બંનેને રીલેશનશિપ, સેલ્ફ કોન્ફીડન્સ વગેરે ક્ષેત્રની સમસ્યાઓ ઉદ્‌ભવી શકે છે. વળી કેવળ ઉત્થાનજનક દવાઓથી પેરોનીઝના વળાંકમાં ઝાઝો ફાયદો જણાતો નથી. પેરોનીઝ ડીઝીઝ (પી.ડી.)ની કોઈ ‘નોન સર્જીકલ’ સારવાર ઉપલબ્ધ ન હોવાથી એડવાન્સ્ડ પી.ડીના ઘણા દર્દીઓ ડીપ્રેશન, હતાશા, તણાવ તથા ફ્રસ્ટ્રેશનમાં જીંદગી વીતાવે છે.
વર્ષો પહેલા ‘પોટોબા’ નામનું જાપાનીઝ હર્બ પેરોનીઝમાં ઊપયોગી હોવાનું જણાય હતું. પણ તેના ધાર્યા પરિણામો ન મળતાં હાલ એલોપેથિક સાયન્સમાં ‘શસ્ત્રક્રિયા’ એ એકમાત્ર ઊપાય સૂચવવામાં આવે છે. પરંતુ ઘણા દર્દીઓ શિશ્નની સર્જરી માટે તૈયાર નથી થતાં, અને સર્જરીનો બેનીફીટ પણ કેટલાક દર્દીઓ જ મેળવી શકતાં હોવાથી વર્ષોથી પેરોનીઝ ડીઝીઝની ‘નોન સર્જીકલ’ સારવાર પઘ્ધતિની શોધ ચાલી રહી હતી.
ઈ.સ. ૨૦૧૦માં અમેરિકાની ‘યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટી’એ હથેળીના એક જટીલ રોગ માટે એક દવાને માન્ય કરી. આ રોગ ‘ડ્યુપ્યુટ્રેન કોન્ટ્રેક્ચર’ને નામે જાણીતો છે, જેમાં હથેળીમાં ફાઈબ્રસ પ્લેક નીમવાથી ધીમે ધીમે પરમેનન્સ વળાંક તથા ડીફોર્મીટી આવી જાય છે. આ ‘ડ્યુપ્યુટ્રેન કોન્ટ્રેક્ચર’ની સારવાર માટે યુ.એસ.એફ.ડી.એ.એ એપ્રુવ કરેલી દવાનું નામ ‘ઝાયાફ્‌લેક્સ’ છે. જેમાં ‘કોલેજીનેઝ ક્લોસ્ટ્રીડીયમ હીસ્ટોલીટીકમ’ નામનો એક ઉત્સેચક હોય છે. આ એન્ઝાઈમ અંદર ટીસ્યુમાં જામતા કોલેજનવાળા ફાઈબ્રસ પ્લેકને ઓગાળવાનું કામ કરે છે, જેથી હથેળીનો પરમેનન્ટ વળાંક ઓછો થઈ જાય છે.
ગયે વર્ષે હથેળીના કોન્ટ્રેક્ચર્સમાં ઝાયાફ્‌લેક્સથી મળતા ફાયદાથી પ્રેરાઈને કેટલાક રીસર્ચ વર્કર્સે શિશ્નમાં થતા આ જ પ્રકારના ‘પેરોનીઝ’ના કોન્ટ્રેક્ચર્સ તથા ડીફોર્મીટીને ઓગાળવા ઝાયાફ્‌લેક્સના ઈંજેક્શન મૂકીને ટ્રાયલ કરી જોઈ. જેમાં આશરે ચાલીસ ટકા જેટલી સફળતા પ્રાપ્ત થયાના અહેવાલો છે. હાલ ઝાયાફ્‌લેક્સના સમયાંતરે ૬ ઇંજેક્શનો આપવામાં આવે છે. જે સીધા શિશ્નમાં ઉદ્‌ભવેલા કોલેજન પ્લેકની અંદર મૂકી, શિશ્નને મસાજ (મોડેલીંગ) કરી પ્લેકને ઓગાળવામાં આવે છે. અલબત્ત, હાલ ઝાયાફ્‌લેક્સને પેરોનીઝ માટે યુ.એસ.એફ.ડી.એ.ની માન્યતા નથી મલી પણ મળી જાય એવા એંધાણ છે.
ઝાયાફ્‌લેક્સના ઈન્ટ્રાલીઝનલ ઈંજેક્શન્સથી શિશ્નમાં પેઈન, બર્નીંગ, ચકામા, બ્લીડીંગ યા સોજા જેવી સાઈડ ઈફેક્ટસ થઈ શકે છે પણ તે ઝાઝી માત્રામાં નથી થતી. આ બાબતો સેફ્‌ટી ટ્રાયલમાં ચકાસાઈ રહી છે.
ઈ.સ. ૧૭૪૩માં ફ્રેન્ચ સર્જનના નામ ઉપરથી શોધાયેલો આ શિશ્નનો વિચિત્ર રોગ ઊર્ફે ‘પેરોનીઝ ડીઝીઝ’ માનવજાત માટે મોટી મથામણ સમાન રહ્યો છે. હાલ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ ડ્રગ ટ્રાયલ જો અસરકારક અને સલામત નીવડે તો ઝાયાફ્‌લેક્સના ઈંજેક્શન્સથી પેરોનીઝ પીડીત હજારો પુરુષોને વગર શસ્ત્રક્રિયાએ પીડામુક્તિ મળવાની આશા રખાઈ રહી છે. એક મત મુજબ તો સાઠ વર્ષની ઉપરની ઊંમરના આશરે નવ ટકા જેટલા પુરુષોને હળવા પેરોનીઝ ડીઝીઝની અસર જણાતી હોય છે. પણ શરમ, લો લેવલ ઓફ સેકસ્યુઅલ એક્ટીવીટી તથા સર્જરી એવોઈડ કરવાની વૃત્તિને લીધે ઘણા વૃઘ્ધો સારવારની કડાકૂટમાં પડવાનું ટાળે છે. જો આવી નોન સર્જીકલ (બટ, ઓફકોર્સ ઈનવેઝીવ) ટ્રીટમેન્ટ પ્રોસીજર ઓફર થાય તો ઘણા લોકો સારવાર લેવા આગળ આવી શકે.
શિશ્નમાં જામેલો પ્લેક જે કોલેજન ઊર્ફે સીમેન્ટ જેવી ટીસ્યુનો બનેલો હોય છે તે ઝાયાફ્‌લેક્સથી ઓગળી જાય છે. પણ ઝાયાફ્‌લેક્સ કોઈ મીરેકલ નથી. તે એક આશાનું કિરણ છે જે આવનાર વર્ષોમાં મહત્ત્વપૂર્ણ ટ્રીટમેન્ટ મોડાલીટી બનવાની સંભાવના દાખવે છે.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved