Last Update : 01-August-2012, Wednesday

 

મુજે ચાંદનીને લૂટા... મુજે રોશનીને મારા...!

અનાવૃત - જય વસાવડા

 

મને મૃત્યુનો કોઈ ભય નથી. મરણ પથારીએ મને પૂછવામાં આવે તો હું કહીશ - મને કોઈ અફસોસ નથી. મને બઘું જ શ્રેષ્ઠ મળ્યું છે. મેં બઘું જ બેસ્ટ ભોગવ્યું છે. માટે મોત આવશે ત્યારે હું સ્મિત કરીશ એની સામે. કશું બાકી રાખ્યું નથી. ફરીથી જીવવા મળે તો ય આ જ જંિદગી જીવું. કંિગ ડાઈઝ એઝ કંિગ. ભલે એની પાસે કોઈ રજવાડું કે રૈયત ના હોય.. ભલે એ એકલો અટૂલો મરે, ભલે એ રણમાં ભટકતો હોય.. એ સંિહાસન પર બેઠો હોય કે વનવાસમાં હોય... રાજા એ રાજા જ રહેવાનો છે!
રાજેશ ખન્ના ઇઝ નો મોર. લિટરલી સાત સમંદર પાર શિકાગોમાં આવો શોકના સમાચાર આપતો મેસેજ મોબાઈલમાં ફ્‌લેશ થાય છે અને આંખ સામે બે દસકાનું પહેલાનું ઘેર સચવાયેલું ‘મૂવી’ મેગેઝિન તરવરે છે. જેમાં આ ઉપર લખ્યા એ શબ્દો જતીન્દ્ર ખન્ના ઉર્ફે રાજેશ ખન્ના ઉર્ફે કાકાએ અમિતાભ બચ્ચને પૂછેલા (હા, બરાબર વાંચ્યું છે, એ અમિતાભ અને રાજેશ ખન્ના વચ્ચેનું પ્રિન્ટેડ કન્વર્ઝેશન હતું.) એક સવાલના જવાબમાં કહ્યું હતું! વેલ, ટીવીટોકનો એ જમાનો નહોતો.. પણ આ વાંચો તો નક્કી લાગે કે રાજેશે ડોક ૨૦ ડિગ્રીએ નમાવી, આંખ સજેજ ઝીણી કરી, ચહેરા પર સોડામાં ઉઠતા બબલ્સ જેવા સ્પાર્કલંિગ સ્માઈલ સાથે કપાળ ઉપરની લટના અભાવે ગરદન પર અડતાં ઝુલ્ફા ઉલાળીને અવાજના દરિયાની છાલક જેવા લહેકાથી આ ફિલ્મી ડાયલોગ જેવો જવાબ આપ્યો હશે!
એ અમિતાભે એના બ્લોગ ‘બિગબીએટબિગઅડ્ડાડોટકોમ’ પર રાજેશના મૃત્યુ અગાઉના છેલ્લા શબ્દો ‘ટાઈમ ઇઝ અપ, પેક અપ’ હતા એવી માહિતી આપી, જે અમિતાભનું સ્મોલ રોલથી ‘બિગ બી’ બનવાનું રાજેશ ખન્નાની ‘આનંદ’ ફિલ્મથી જ નક્કી થયું હતું. લાઈફ ક્યારેક ફિલ્મોની કેવી નકલ કરતી હોય છે! બાબુમોશાય ગળે ડૂમો રાખીને અંજલિ આપતા રહ્યા, અને એમને છોડીને આનંદ‘કાકા’ બસ આમ જ મૃત્યુને થોડા મહિનાઓથી આગોતરું નજર સામે નીરખતા ગયા!
ૃહૃષીકેશ મુખરજીએ ‘આનંદ’ માટે રાજ કપૂરનો વિચાર કરેલો પણ રાજ કપૂરની ઉંમર વધતા પછી એ રોલ એમના સિવાય રાજેશ ખન્ના જ ભજવી શકશે એમ લાગતા રાજેશ ખન્નાને લઇ ફિલ્મ બનાવી. ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ બે મહાન લાર્જર ધેન લાઈફ ‘આર.કે.’ જોયા. બેઉ ભલે સાઠી વટાવીને, તો ય થોડા વહેલા ગયા. બેઉ શો મેન. શરાબ અને શબાબના શાહી ખજાનાની ખોટ બેઉમાંથી કોઇને નહોતી. સંગીત માટે બધાની ઉપરવટ જઇને સંગીતકારો સાથે મ્યુઝિકલ માથાફોડી કરવાની ટેવ બેઉને હતી, અને એનો ફાયદો આપણા કરોડો કાનોને મળતો. બેઉ હિટ હતા, પંજાબી પીંડ હતા, દરબારીઓથી ઘેરાયેલા રહેતા. સાહિત્યના શોખીન હતા અને બંને ‘આર.કે.’ જાણે ‘રોમાન્સ કંિગ’ હતા. યે જો મહોબ્બત હૈ, ઉનકા થા નામ...!
પણ પેલી ‘મૂવી’ મેગેઝીનની મુલાકાતમાં રાજેશે પોતાના પછી એકમાત્ર સુપરસ્ટાર હોય તો એ અમિતાભ જ છે, (અમિતાભે એની ટ્રેડમાર્ક મોડેસ્ટીથી એ તો ઇકોનોમિક્સની રમત છે એવો ઉત્તર આપ્યો હોવા છતાં) અમિતાભને પૂછી લીઘું હતું, ‘અમિત, આટઆટલા ઉતારચઢાવ પછી, ગગનચુંબી સફળતા અને આકરા સંજોગો પછી તું આટલી સ્વસ્થતા કેમ જાળવી શકે છે?’ અને કાકાએ કબૂલ કરેલું કે માત્ર ૮ વર્ષમાં ૩૫ ગોલ્ડન જ્યુબિલી હિટ્‌સ ફિલ્મોનો નેવર બિફોર દબદબો (જેમાંની ૧૫ તો નોનસ્ટોપ બ્લોકબસ્ટર! આ વર્લ્ડ રેકોર્ડ છે, જેની નજીક કહેવાય એમાં વિલ સ્મિથ ૯, સલમાન અને રજની કાંત ૮-૮ છે - મતલબ અનબ્રેકેબલ વર્લ્ડ રેકોર્ડ!) જોયા પછી જ્યારે અમિતાભની એક પછી એક ફિલ્મો હીટ થતી હતી અને રાજેશની ઉપરાઉપરી સાત ફ્‌લોપ ગઇ ત્યારે એક મધરાત્રે ત્રણ વાગે ચિક્કાર દારૂ પીને મૂળ રાજેન્દ્રકુમારના એવા બંગલાની ટેરેસ પર જઇ રાજેશે આકાશ સામે જોઇ બરાડા પાડ્યા હતા કે ‘પરવરદિગાર અબ હમ ગરીબો કા કિતના ઈમ્તહાન લેગા?’
બે મિત્રો વચ્ચે દોસ્તીમાંથી પડતી દરારની કહાની કહેતા ‘બેકેટ’ પરથી બનેલી ‘નમકહરામ’માં રોલ સ્વીચ ઓવર ના થાય તો ક્લાઈમેક્સ બદલાવી મરીને સહાનુભૂતિ મેળવવા જતાં પણ અમિતાભના હાથે પછડાટ ખાધેલા રાજેશે જ પહેલા ‘આનંદ’થી બચ્ચનને ઓળખ આપી અને પછી ‘દીવાર’ હાથમાંથી સરકવા દઇ પોતાનો તાજ તાસકમાં ધરી આપ્યો. ‘દીવાર’ તો અમિતાભને લઇને જ બને એ સલીમ જાવેદની જીદ હતી અને દીવારથી અમિતાભનો મેગા એન્ગ્રી યુગ શરૂ થયો!)
મરેલા માનવીઓની માફક જ જંિદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ... વો ફિર નહિ આતે!
* * *
આ વાંચશો ત્યાં સુધીમાં રાજેશ ખન્નાની છોકરીઓ એની કારના ટાયરની ઘૂળ પણ ચપટી ભરી સાચવતી જેવી લોકપ્રિયતાની ફિક્શન જેવી લાગતી ફેક્ટસ કે બેસુમાર ફિલ્મગીતો અને ફિલ્મી ડાયલોગ્સ આફરો ચડે એટલી હદે આંખો સામે આવી ગયા હશે. અમૃતસરમાં નહિ પણ ભુરેવાલા (હાલ પાકિસ્તાનમાં જન્મ, ઉછેર એવો વૈભવી કે યુનાઇટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેરની ‘ઇન્ડિયન આઈડોલ’ જેવી ટેલન્ટ હન્ટમાં જીત્યા પછી બોલીવૂડમાં કાકા ‘સ્ટ્રગલ’ કરવા આવ્યા ત્યારેય લકઝુરિયસ એમ.જી. સ્પોર્ટસ કાર વાપરતા! (પ્રતિષ્ઠિત સેબાસ્ટિઅન ગોઆન હાઈસ્કૂલમાં સહપાઠી રવિ કપૂર પણ સોશ્યલ-રોમેન્ટિક ફિલ્મ્સથી એક્ટર બની ગયો અને રાજેશ જેવા કંઇકને ઈર્ષા આવે એવી ફિટનેસ હજી ય એણે જાળવી છે. આપણા અલ્ટ્રાવ્હાઈટ જીતુભાઇ ઉર્ફે જીતેન્દ્ર વળી!) ઉપર આકા નીચે કાકા કહેવાતું એ યુગમાં! આમ તો વળી કાકા એટલે વડીલ નહિ, પંજાબીમાં નાના છોકરાને કાકા કહેવાય! તો રાજેશ ખન્ના પાઈલ્સના ઓપરેશન માટે હોસ્પિટલમાં જાય, તો ય પ્રોડ્યુસર્સ બાજુમાં કંપની આપવા (ને સ્ટોરી નેરેટ કરવા બેડ બુક કરાવી લેતા!) કિશોરકુમારને સુપરસ્ટાર સંિગર પણ કાકાએ જ બનાવ્યો અને છેક સુધી એની સાથે યારી રાખેલી. મુમતાઝને તો બેવડો શોક થયો હશે. ફિલમોમાં લઇ આવનાર દારાસંિહની પાછળ જ રાજેશ ખન્ના ગયા. કોઇ હીરો-હીરોઈનને આઠ ફિલ્મોમાં મેઈન લીડમાં જોડી બનાવી હોય ને બધેબધી જ સુપરહીટ હોય એ વિશ્વવિક્રમ પણ રાજેશ ખન્ના - મુમતાઝની જોડીના નામે છે! અને પેલું ગુરૂ-શર્ટ! ઉપરથી કોલર વિનાનં....
ટૂંકમાં, આવી તો અઢળક જાણી - અજાણી માહિતી હવે મળતી રહેશે. નેચરલી, રાજેશ ખન્નાની ફિલ્મોના ગીતો એક ડોર કોઇ ખીંચે.. મદહોશ કિયે જાય જેવો મેગ્નેટિક ટોપિક છે. અકેલા સાંભળતા હો તો સંગસંગ યાદોના મેલા દોડવા લાગે એ ગીતોની સંગાથે! નૈનામાંથી સાવન ભાદો નીતરે એવી રીતે પ્યાર કા મીઠા મીઠા દર્દનો અહેસાસ છાતીને બદલે કાનમાં થાય! કિસ કી સદાયે, હમ કો બુલાયે એવું વિચારી ચૈન આયે મેરે દિલ કો એવી દુઆ ઉઘરાવવી પડે ને પછી મેરે દિલ મેં આજ ક્યા હૈ, તું કહે તો મૈં બતા દૂ- એ દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠાની આ દુનિયામાં કાંટા લાગે ના કંકરની પરવા કર્યા વિના ચાંદની રાતમેં ખુદ સે શરાતે હુએ સાંભળો તો ચોરી ચોરી કોઈ તુમ કો તુમ સે હી ચુરા કે લઇ જતાં હોવાનો અહેસાસ થશે! દુનિયા મેં લોગો કો ધોખા હો જાતા હૈ એ ભૂલી, સાત રંગ કે સપને ચુની ગુજરતે દિન મહિને સાલમાં જીવન સે ભરી આંખે યાદ કરીને પણ બેકાર કી બાતો મેં રૈના બીતી જાયે એ અગાઉ એક શામ કુછ અજીબ વીતાવી, મેરે હોશ લે લો લલકારી ઊઠશો.
અને આ હઝાર રાહોં પર મૂડ કે દેખો તો ગુંજતા આ ગીતોને હમેં તુમ સે પ્યાર કિતના યે હમ નહિ જાતને કહેતી વખતે રેશમી ઝુલ્ફો અને શરબતી આંખોની કસમ ખાઇને એ સંગીત કે પ્યારમેં પાગલ થઇને પ્રેમકહાની રચતા રહેવાનું કે ગોરો કી ના કાલોં કી, દુનિયા હૈ દિલવાલોં કી! ગોરે રંગ પે ગુમાન કર્યા વિના, યે લાલ રંગ મુજે કબ છોડેગાનું રુદન કર્યા વિના, તોરે કારન મોરે કારનની ચડસાચડસી વિના, કોઇને ચાય પર બુલાવ્યા વિના, મૈંને દેખા તુને દેખાની કૂથલી વિના, દુનિયામેં કિતના ગમ હૈ ની ચંિતા છોડી, જંિદગીભર કા ઈનામમાં મળેલા ગમને ઓગાળવા રૂપ તેરા મસ્તાનાના નશામાં ડૂબીને જો આતે જાતે ખૂબસુરત આવારા સજકો પે આ બધા ગીતો સાંભળીને એના ઘડવેયાઓને કહી દેશો કે હમેં ઔર જીને કી ચાહત ના હોતી, અગર તુમ ના હોતે!
પણ બહુ ઓછા લોકોનું ઘ્યાન ગયું છે નજર સામે હોવા છતાં રાજેશ ખન્નાની એક લાજવાબી ખૂબી પર! અને એ હતી એની મ્યુઝિક જેટલી જ પાવરફુલ સુપર્બ સ્ટોરી સેન્સ. કહાનીનો કસબ!
* * *
એની પહેલી જ ફિલ્મ ‘આખરી ખત’ ૧૯૬૭માં ભારતની ઓફિશ્યલ ઓસ્કાર એન્ટ્રી હતી. મતલબ નોંધપાત્ર તો ખરી જ. ‘આરાધના’માં એણે ડબલ રોલ કરેલો ને ‘અમર પ્રેમ’ દેવદાસ- ચંદ્રમુખીની કહાની હતી. ‘સફર’ અને ‘આનંદ’માં એ અકાળે મૃત્યુ પામતો હતો તો ‘મેહબૂબા’ ટાગોરના ‘ક્ષુધિત પાષાણ’ (હંગ્રી સ્ટોન) પરથી પ્રેરિત હતી. ઈત્તેફાક ગીતો વિનાની (એ ય યશ ચોપરાની! મૂળ તો ‘લેમ્પ પોસ્ટ મર્ડર’ પર આધારિત) મર્ડર મિસ્ટ્રી હતી. અવતાર અને સૌતન જેવી સાવ અલગ કહાની ધરાવતી ફિલ્મો એક જ સપ્તાહના અંતરે રિલીઝ થઇ હતી. થોમસ હાર્ડીની મેયર ઓફ કાસ્ટરબ્રીજ પર આધારિત ‘દાગ’માં બે પત્ની ધરાવતા પતિની તો ખામોશીમાં માનસિક રોગના દર્દીની વાત હતી. ‘રેડ રોઝ’માં સેક્સ મેનીયાક સાયકોની તો ‘આપકી કસમ’માં શક્કી પતિની. દુશ્મન, કટી પતંગ, સચ્ચા જૂઠા, નમક હરામ, કુદરત, આવિષ્કાર, મેરે જીવનસાથી, પ્રેમનગર, હાથી મેરે સાથી, સ્વર્ગ, આ અબ લૌટ ચલે, અમરદીપ, બાબુ, જનતા હવાલદાર, ધરમ કાંટા, અનુરાગ, અનુરોધ, થોડી સી બેવફાઇ, રોટી, પ્રેમ બંધન, ધનવાન, આખિર ક્યોં, અલગ અલગ, દર્દ, અનોખા રિશ્તા, દિલ એ નાદાન, રાજા રાની, આવામ, નૌકરી... જેનું નામ લો એ જોઇ ના હોય તો એનો સીનોપ્સીસ વાંચો તો ય ખબર પડશે કે આ માણસની પાસે અવનવી વાર્તા સુંઘી લેવાની સોલ્લિડ સ્કીલ હશે.
ગુલશન નંદાની કેટલીક નવલકથા તો રાજેશ ખન્ના ખાતર જ લખાઇ હોય એમ લાગે! બરાબર સમજો, આપણે રોલ કે અભિનયના વૈવિઘ્યની વાત નથી કરતા. પણ રાજેશ ખન્નાની મોટા ભાગની ફિલ્મોમાં સળંગ સુરેખ નવી જ અને ઘટનાપ્રચુર, રસપ્રદ સ્ટોરીનો નક્કર પ્લોટ દેખાય! ઈન ફેક્ટ, એની ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટને કાગળ પર ઢાળી દો, એટલે બેસ્ટ સેલર સાહિત્યકૃતિ થઇ જાય! સામાજીક, આઘુનિક, રોમેન્ટિક, વાસ્તવિક! અમિતાભ-દેવ આનંદ ઈત્યાદિની નોન્સેન્સની હદની સ્ક્રિપ્ટ સેન્સ સાથે રાજેશની ફિલ્મોના વાર્તાતત્વની ક્વોલિટી કમ્પેર કરો એટલે ખ્યાલ આવશે! કાકાશ્રી વાંચવાના શોખીન ‘અભિજાત’- એલાઇટ ટેસ્ટવાળા હશે એ નક્કી!
અને રાજેશ ખન્નાની લાઇફ સ્ટોરી ય ક્યાં નબળી હતી! રાજેશ ખન્નાની ફિલ્મો અને જંિદગી વચ્ચે કોઇ ભેદ રેખા નહોતી.
* * *
બે આંગળી સાથે ત્રાંસી ડોક પણ નચાવીને પીવાની સાથે મન્ચંિગમાં થોડું ફિલ્મ સ્ટોકનું ફૂટેજ ખાવા ટેવાયેલા આ ‘અદા’કાર ઈન્સાનની લાઇફમાં તો માર્યા પછી પણ એક્સ લિવ ઈન પાર્ટનર તરીકે ફૂટી નીકળીને પ્રોપર્ટીમાં હિસ્સો માંગતી અનિતા અડવાણી જેવો કહાનીમેં ટિ્‌વસ્ટ ના આવ્યો? જીવતેજીવ યાદ ના કરતી પ્રજાના ટોળાએ આખરી સલામી ફુગાવા કરતા વઘુ ઉછળીને ના આપી? અંજુ મહેન્દ્રુ સાથેના સંબંધ તૂટ્યા પછી અંજુએ તો વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ગેરી સોબર્સ સાથે સગાઇ ડિકલેર નહોતી કરી? અડધી ઉંમરની ડિમ્પલ સાથે પરણીને પછી બાળકો ઉછેરવા માટે ફિલ્મો છોડાવવાની જીદને લીધે સેપરેશન. ટીના મુનીમ એવું કહેવાતું કે એક ટૂથબ્રશ બેઉ વાપરે એમ એ જમાનામાં લિવ ઈન રહેતી (રાજેશ ગુજરાતી છોકરીઓ પર વઘુ ફિદા હતો, કે ગુજરાતી છોકરીઓ એની અદાઓ પર વઘુ ફિદા હતી, એ રિસર્ચ તો થઇ શકે એમ નથી!) ટીનાના લગ્નના આગ્રહને ડિમ્પલ પાછી આવશે ને નાની દીકરીઓને પરિવાર મળશે એવી આશામાં ઠુકરાવનાર રાજેશે એના લીધે અમિતાભને મળેલી ‘દીવાર’ બાદ ટીનાને પણ અજાણતા જ ફાયદો કરાવી અબજપતિ અનિલ અંબાણીનો પ્રેમ કદાચ અપાવી દીધો ને ટીનાબહેન વઘુ સુખી થયા.
નિર્માતા તરીકે ‘જય શિવ શંકર’ લોન્ચ કરી ત્યારે ઓફિસમાં કામ માગંવા આવતો (અને રિજેક્ટ થયેલો) અક્ષય, અનેક સુંદરીઓ સાથેના છાપાળવી ભાષામાં ‘પ્રણયફાગ’ ખેલી અંતે ટિ્‌વન્કલને સિલેક્ટ કરીને જ પરણ્યો... જે અમિતાભને લીધે કાકાનો તાજ ગયો, એ જોડાયેલો એ જ પાર્ટી કોંગ્રેસમાં જોડાવાનું થયું... કિશોરકુમારને આજીવન ટોચ સુધી મૂકી આપનાર રાજેશને એક ફિલ્મમમાં અમિતાની દીકરી સાબિયા દ્વારા કાસ્ટંિગ કાઉચના આરોપોનો ય સામનો કરવાનું તળિયું જોવું પડ્યું...
લીવર પછી, હૃદય કદાચ વહેલું ખલાસ થઇ ગયું હશે. ‘ગુરૂ’શર્ટ પહેરવામાં મજા છે, પણ ઉતારવામાં સજા છે! સફળતા પછી સતત કામની દોડધામ અને ચમચામંડળની મેહફિલોને લીધે ધાર અને પબ્લીકનો પ્યાર બંને ગુમાવતા જતા રાજેશ ખન્નાને એક વાર ૠષીકેશ મુખરજીએ કહેલું.. ‘‘છેલ્લે એકલા બેસીને ગાતો અને આથમતો સૂરજ દરિયાકિનારે જોયો હતો? કારકિર્દી સંભાળવી હોય તો એ શરૂ કર!’’ હૃીશિદાનો ઈશારો હતો કે આજુબાજુના ઘોંઘાટને પડતો મૂકી તારી જાત માટે સમય કાઢ, જરા બ્રેક લે અને ઈગો નહિ, ઈમોસનને એક્સપ્લોર કર..
પણ ટોચ પર પહોંચ્યા વિના એની અસાલમતી અને એકલતાના પવનની તાણ ગ્રાઉન્ડ ફ્‌લોર પર અનુભવી શકાતી નથી. ફ્‌લોપ ફિલ્મો, ફ્‌લોપ મેરેજ. પડદા પરનો રોમેન્ટિક આઇકોન આખી જંિદગી અસલી રોમાન્સનો ચાન્સ ના પામી શક્યો. અસંખ્ય છોકરીઓ એના પર મરતી, આખી જંિદગી તો કોઇ એક પણ સાથે ના જ રહી!
પણ દાયકાઓથી વેરવિખેર સસરાને જમાઇ અક્ષયકુમારે છેલ્લે જરા બેઠાં કરેલાં. દીકરી ટિ્‌વન્કલ સાથે જ સેઇમ બર્થ ડે ધરાવતા પપ્પા ખન્ના યાને શ્વસુરને લાસ્ટ જન્મદિને પત્નીના બહાને ઘરથી એ પરદેશ લઇ ગયો. જેની સાથે પોતાને વઘુ ભલે છે એ સાસુ ડિમ્પલને મનાવી સમાધાન કરાવ્યું. ટેક્સના ચક્કરમાં થયેલું દેવું ઉતરાવ્યું હોવાની ય વાતો આવેલી. ‘આશીર્વાદ’ બંગલામાં રંગરોગાન કરાવ્યા. અને અંતિમ ક્ષણે રાજેશની મીંચાતી આંખ જોવા એકલા રહેતા આ માણસ સામે આખું કુટુંબ હાજર હતું! પત્ની, બંને દીકરી-જમાઇ, ગ્રાન્ડ ચિલ્ડ્રન. ઈસે કહેતે હૈ કહાની કા સરપ્રાઇઝ ક્લાઈમેક્સ!
મૌત આયેગી આયેગી એક દિન... જાન જાની હૈ જાયેગી એક દિન... ઐસી બાતોં સે ક્યા ગભરાના... યહાં કલ ક્યા હો કિસને જાના!
ઝંિગ થંિગ
રાજેશ ખન્નાની જોડાજોડ ક્રિકેટ કોમેન્ટેટર સુરેશ સરૈયા પણ લાઈફની મેચમાંથી આઉટ થઇ ગયા. ફેરવેલ.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved