Last Update : 01-August-2012, Wednesday

 

ખાપ પંચાયતો છોકરીઓને જીન્સ પહેરવા પર પ્રતિબંધ કેમ લાદી રહી છે?
સેક્સી લૂકનો વિરોધ વીચહજમાં છે કે Genesમાં?

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી
- સંકુચિતતાને ધર્મના વાડા કે ભૂગોળના સિમાડા સાથે કોઈ સંબંધ નથી. એ આપણા જનીનમાં વણાયેલી છે.

પહેલાં મુઝફ્ફરપુર પછી સોનેપત પછી બર્દવાન અને હવે તો દરભંગા અને ભાગલપુર... એક પછી એક ખાપ પંચાયતો હવે દેવબંદની દારુલ ઉલુમની માફક ફતવાઓ ફેંકી રહી છે. પહેલાં સોનેપતથી શરૃઆત થઈ. અહીં કોલેજ જતી છોકરીઓને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો. બર્દવાન જિલ્લાની કેટલીક ખાપ પંચાયતો ય તેના ચાળે ચડી. એ પછી મુઝફ્ફરપુરની કેટલીક ખાપ પંચાયતો તો એથીય એક ડગલું આગળ વધી. તેમણે કોલેજ જતી છોકરીઓ માટે મોબાઈલ ઉપરાંત જીન્સ પહેરવા પર પણ પ્રતિબંધ લાગુ કરી દીધો અને પોતાનો લોકશાહીવાદી અભિગમ દર્શાવવા માટે આઠ-દસ જવાન છોકરીઓના મોંએ જ તેની જાહેરાત કરાવી. 'જીન્સ પહનને સે હમરા ઔરતપન બાઝારુ દિખતા હૈ. હમ ઉ કતઈ નઈ પહનેંગે. હમ ભારતીય પહનાવે મેં હી કોલેજ જાયેંગે' એવું કહેતી એ ગ્રામિણ છોકરીઓ દેશભરના માધ્યમોમાં ચમકી ગઈ.
બીજા દિવસે માધ્યમોએ 'નવી પેઢીએ જાતે જ જીન્સ તરછોડયું' એવા મતલબના હેડિંગ માર્યા પરંતુ ટીવી ચેનલો પર દેખાતા એ ચહેરાઓમાં ક્યાંય એ નિર્ણયનો હુંકાર કે જાતે લીધો હોવાનો આત્મવિશ્વાસ જણાતો ન હતો. સ્વાભાવિક રીતે જ, ખાપ પંચાયતોની મનસ્વી જોહુકમીનું જ એ પરિણામ હતું પરંતુ ચોરાના ઓટલા પર ચારપાઈ ઢાળીને હુક્કો ગગડાવતા ચૈનસિંહ નામના ખાપ પંચાયતના બુઝુર્ગ દોંગાઈથી કહી રહ્યા હતા, 'ઉ હમકા કા પૂછત હો? હમ કા જાને? ઉ તો બિટિયાલોગ કા ફૈંસલા હૈ. ઉન્હેં લગતા હૈ કે યે અચ્છા નહિ હૈ તો ના પહેને. હમ ઉન્હેં ઉ પહનને થોડી જબરજસ્તી કરેંગે?' જીન્સ 'ન પહેરવા દેવાની' જોહુકમીને એ દાદા ખંધી લૂચ્ચાઈથી 'પરાણે ન પહેરાવવા'ની આઝાદી સુધી સિફતભેર તાણી જતા હતા.
આ ખાપ પંચાયતો હવે માઝા મૂકી રહી છે. પહેલાં આંતરજ્ઞાાતિય લગ્નો, પછી મોબાઈલ, હવે જીન્સ અને આવતીકાલે ખબર નહિ, બીજા શાનો વારો આવશે? એક સમયે આપણે તાલિબાનોને તેમની સંકુચિતતા માટે ભાંડતા હતા.
જાતભાતના ફતવા બહાર પાડતા દેવબંદના ઉલેમાઓને હજુય આપણે ભાંડી લઈએ છીએ. વાસ્તવમાં સંકુચિતતાને ધર્મના વાડા કે ભૂગોળના સિમાડા સાથે કોઈ સંબંધ નથી. એ આપણા સૌના જનીન-Genesમાં વણાયેલી બાબત છે અને વખતોવખત બહાર આવતી રહે છે. તાલિબાનો પાસે પોતાનું ધાર્યુ કરાવવા માટે બંદૂક હતી અને દેવબંદીઓ પાસે ધાર્મિક આદેશ નામનું શસ્ત્ર હતું. પરંતુ બંદૂકને કદીક તોપથી જવાબ મળવાનો હતો અને કંઈક અંશે મળ્યો પણ ખરો. દેવબંદીઓના અવ્યવહારૃ અને અતાર્કિક ફતવાઓ હવે અનપઢ મુસ્લિમો ય નથી માનતા. પરંતુ આ ખાપ પંચાયતો પાસે સામાજિક બહિષ્કારનું જે શસ્ત્ર છે એ બંદૂક કે ધાર્મિક આદેશથી પણ વધારે જોખમી છે અને હવે એક પછી એક ખાપ પંચાયતો જે રીતે જોહુકમીપણાના ચાળે ચડી રહી છે એ તો વિશેષ ભયજનક છે. તેનો સામનો તોપથી કે મૂગી સમજણથી નહિ થઈ શકે. એ માટે બોલવું જ પડશે, બોલતાં જ રહેવું પડશે.
લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જેવા બંધારણિય અધિકારોના ધજિયા ઊડાવતું એક ઉદાહરણ. હરિયાણાના સોનેપત જિલ્લાના મોગરવા ગામની ખાપ પંચાયતે રજઃસ્વલા તરુણીઓને તેમના માટે નિયત કરેલી કોઠરીમાં ત્રણ દિવસ રાખવા આદેશ કર્યો હતો. એક પરિવારે ખાપ પંચાયતના આવા તરંગી અને વાહિયાત આદેશને ન માન્યો તો તેમનો એવો સજ્જડ બહિષ્કાર કરાયો કે આઠ મહિના પછી એ પરિવારે માફી માંગવી પડી. માફી આપવાની રીત પણ કેવી? પરિવારના બધા જ પુરુષ સભ્યો ઘરેથી જમીન સરસા ઢસડાતા ગામના ચોરા સુધી આવો અને પંચાયતના પગ ધોઈને એ પાણી માથે ચડાવો ત્યારે માફી મળે! દાદાગીરીની હદ તો ત્યારે થઈ, જ્યારે આ ઘટનાની તપાસ કરવા માટે ખુદ સોનેપત જિલ્લાના કલેક્ટર તપાસ માટે ત્યાં ગયા ત્યારે એ વિસ્તારના ધારાસભ્યએ પણ 'આવું કશું બન્યું જ નથી' એવું નિવેદન આપ્યું અને એ અસરગ્રસ્ત પરિવારે પણ એવું કહ્યું કે અમારો કોઈ બહિષ્કાર થયો નથી. કલેક્ટરે અખબારોમાં છપાયેલા તેમના જમીન પર ઢસડાતા ફોટા બતાવ્યા તો પરિવારના મુખિયાએ કહ્યું કે એ તો અમે સ્વેચ્છાએ પંચાયતદેવડી પ્રત્યેનો આદર વ્યક્ત કરવા કર્યું હતું!
ગાળને ય ઘીની નાળ ગણવા મજબૂર કરી દેતી આ સ્થિતિ પરસ્પર ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા આપણા સામાજિક તાણાવાણાનું પરિણામ છે. પંચતંત્રથી માંડીને દરેક બાળબોધ વાતોમાં સંપનો બહુ મહિમા ગવાયો છે પણ સામાજિક સંપ એ બેધારી તલવાર જેવો છે.
દરેક વખતે 'સંપ ત્યાં જંપ' નથી હોતો. ક્યારેક સંપ પોતાની મર્યાદા ચૂકીને જોહુકમીપણાના રવાડે ચડે ત્યારે અજંપ પણ આવી જાય છે. ક્રિકેટરોની ટીમ અને અંધારીઆલમની ગેંગ વચ્ચે દેખીતો ફરક છે. બેય એકસંપ છે પરંતુ એ સંપીલાપણાના હેતુ, લક્ષ્ય, શિસ્ત અને મૂલ્યોમાં ફરક છે. તાલિબાની ખાપ પંચાયતોનો સંપ વિધ્વંસાત્મક અને પ્રગતિશીલ માનસિકતા માટે નકારાત્મક હોવાથી તેનો વ્યાપક, બોલકો અને આક્રમક વિરોધ થવો જ રહ્યો. અન્યથા, ગણપતિની મૂર્તિને દૂધ પીવડાવવાના, ગણતરીના કલાકોમાં આખા દેશને વળગતા ચેપની માફક આ ચેપ પણ આખા ભારતને લાગી શકે. ગુજરાત જેવા પ્રગતિશીલ ગણાતા રાજ્યમાં પણ જ્ઞાાતિવાદનું શસ્ત્ર આજેય કેટલી તીક્ષ્ણ ધાર ધરાવે છે એ આજકાલ ગામેગામ યોજાઈ રહેલા જ્ઞાાતિ સંમેલનોને લીધે કોઈથી અજાણ્યું નથી અને આપણી તથાકથિત પ્રગતિશીલતાની પોલ ખોલવા માટે પૂરતું પણ છે. કાલે ઊઠીને આપણે ય જો આ અનપઢ, બેવકૂફ ખાપ પંચાયતોના રવાડે ચડયા તો ખાનાખરાબી થઈ જતા વાર લાગવાની નથી.
ખાપ પંચાયતોને જીન્સ ખૂંચે છે. તેમના મતે, જીન્સ પહેરવાથી છોકરીઓના નિતંબની ચુસ્તી પુરુષની આંખોમાં વિકાર પ્રેરે છે.
આ દલીલ હળાહળ ખોખલી છે કારણ કે જો એવું જ હોત તો સ્ત્રીઓને બુરખો પહેરાવતા દેશોમાં મહિલાઓ પર જાતિય અત્યાચારોનું પ્રમાણ શૂન્ય હોત, જે ખરેખર નથી. ખાપ પંચાયતો જીન્સને પાશ્ચાત્ય ગણાવીને હવે ભારતીય પરંપરાની અને પહેરવેશની દુહાઈ આપે છે પરંતુ આપણા ભારતીય પૂરાણોમાં શંકર જ્યારે ભીલડી પાછળ મોહી પડયા ત્યારે ભીલડીએ જીન્સ ન્હોતું પહેર્યું. સ્વયં સૃષ્ટિનિયંતા બ્રહ્મા તેમના જ બીજમાંથી જન્મેલી સંધ્યા માટે લોલૂપ થયા ત્યારે સંધ્યાએ ય ક્યાં જીન્સ પહેર્યું હતું? વિશ્વામિત્રનો તપોભંગ કરવા માટે મેનકા જીન્સ પહેરીને ન્હોતી આવતી.
ખરેખર તો જીન્સ એક એવો પહેરવેશ છે જે અમીર-ગરીબના બાહ્ય ભેદ મિટાવી શકે છે અને છોકરા-છોકરીઓમાં તેનું એકસરખું ચલણ જોતાં જીન્સ વડે (એટલિસ્ટ પહેરવેશ પૂરતો) લિંગભેદ પણ નાબુદ થઈ રહ્યો છે. કોલસાની ખાણોના કામદારો માટે લેવી સ્ટ્રોસ નામના જર્મને શોધેલો આ પહેરવેશ અમેરિકામાં ગરીબ મજૂરથી તવંગરના ક્રમમાં આગળ વધ્યું.
ભારતમાં નબીરાઓથી ગ્રામ્ય યુવાઓ તરફનો ક્રમ ચાલ્યો પરંતુ બેય સંજોગોમાં જીન્સે પહેરવેશ પૂરતો સમાજવાદ પ્રસરાવ્યો એ તો સ્વીકારવું જ પડે. વાસ્તવમાં, વિકાર કે કામલોલૂપતા એ આપણા જનીન-ય્ીહીજમાં રહેલી બાબત છે. જીન્સ જેવા એક મુદ્દલ પહેરવેશ સાથે તેને જોડવામાં નરી વૈચારિક સંકુચિતતા જ છે.
પણ વૈચારિક સંકુચિતતાને તો આપણે હકારાત્મક અભિગમ અને સ્વસ્થ મનોવૃત્તિથી દૂર કરી શકીએ.
- સિવાય કે, એ પણ આપણા જનીનમાં-ય્ીહીજમાં જ હોય.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved