Last Update : 01-August-2012, Wednesday

 

એ રાજા ચિત્રાન્દેને પ્રણામ !

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

વાહ! આ ચિત્તોડગઢ! જેના દર્શન માટે વર્ષોથી તલસાટ રહ્યો હતો. જેની અનેક કથાઓએ મને ઘેલું લગાડેલું એ ચિત્તોડગઢ. સાચ્ચે જ એ અનેકસેરી સુવર્ણહાર જ છે. એના પરિસર મઘ્યે ઊભા રહેતાં લાગે કે આ ભવ્ય મહેલોનો સંકુલ છે, આ સ્થાપત્ય-શિલ્પની એક વિશિષ્ટ નગરી છે. આ દંતકથાઓની તો તેથીય અધિકી સત્યકથાઓની નગરી છે. અહીંની હવામાં જ શૌર્ય-વીરત્વ-સ્વાર્પણની કથાઓ પમરી શકે. ભૂમિવિશેષ અને લોકવિશેષની અલગારી ગાથાઓથી ભરેલો ભૂતકાળ અને ભૂતકાળ રહીને પણ ભવિષ્યને સંકોરતો અને પડકારતો રહ્યો છે. હું ચારે તરફ દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ભાવવિભોર થઈ આખાય પંથકને નિહાળી રહ્યો છું. કવિ નેર્વાલની એક પંક્તિ વારંવાર આજુબાજુની ભવ્યતા જોતાં સ્મરણમાં આવે છે ઃ ્‌ૈસી ુૈનન ીિર્જાીિ ારીર્ ગીિિર્ ક ચહબૈીહા ગચઅજ... સમય! તું આ બઘું ફરી જન્માવી આપે તો કેવું ! આવા ભવ્ય ગઢની પરિકલ્પના જેના હૃદય-મનમાં પ્રથમવાર આવી હશે એ મૌર્યરાજા ચિત્રાન્દેને હું નતમસ્તકે પ્રણામ કરી રહું છું.
હવે પરિસરથી આગળ જઈ રહ્યા છીએ. પેલા અભેદ્ય અને ભેદભરમવાળા કિલ્લાને નિહાળવા. ભવ્યાતિભવ્યનાં દર્શન કરવાં હોય તો તેના આગોતરા અણસાર પણ મળવા જોઈએને! એ ભવ્ય કિલ્લા સુધી પહોંચવા સાત જેટલા વિશાળ દરવાજામાંથી પ્રવેશ કરવો પડે. દરેક દરવાજો તમે ભવ્યતા ભણી જઈ રહ્યા છો તેનો સંકેત આપતો રહે છે. દરેક દરવાજાને વળી તેને પોતાની નોખી નોખી વાર્તા. દુશ્મનને મૂળ કિલ્લા સુધી પહોંચતાં નાકે દમ આવી જાય એવો એકે એક દરવાજો. તોતંિગ-મજબૂત. દુશ્મનને - તેના સૈન્યને ભીતર પ્રવેશ કરવો હોય તો તેના દાંત ખાટા કરી નાખે તેવી તેની મજબૂતાઈ. પાંડવપોળ, ભૈરોપોળ, હનુમાનપોળ, ગણેશપોળ, જોડલાપોળ, લક્ષ્મણપોળ અને રામપોળ પસાર કરીએ એટલે આખાય ગઢનું ચારે તરફથી દર્શન થઈ રહે. ગઢનાં અનેક રહસ્યો વચ્ચે આપણે મુકાઈએ. સ્મૃતિપટમાં સંચિત અહીં બઘું પ્રત્યક્ષ થઈ રહે. મૂળનો આ ચિત્રકૂટ પછી તો સમયે સમયે વિવિધ કલાપ્રિય રાજાઓના હાથે વઘુને વઘુ વિભૂષિત થતો ગયો હશે. સમયે સમયે વીરત્વ ને સ્વાર્પણની ત્યાં નવી નવી ગાથાઓ જન્મી હશે અને કળાકૃતિઓ - શિલ્પોમાં તે અંકિત થતી રહી હશે. થાય છે કે ચિત્તોડગઢ માત્ર આંખથી જોવાની વસ્તુ નથી. માત્ર જોઈ નાખવા માટે પણ નથી. ચિત્તોડગઢને માણવા આપમી બધી ઈન્દ્રિયોને સતર્ક રાખવી પડે તેમ છે. આપણે જ્યારે ત્યાં કશુંક ‘જોતા’ હોઈએ છીએ ત્યારે તેમાં ભૂતકાળ બનીને ઊભેલું કોઈક ‘જીવન’ અને એની ‘કહાની’ તેમાં પડેલી હોય છે. આપણી ચેતનાએ એમાં અનિવાર્યપણે પ્રવેશ કરવો પડે છે. તો જ ચિત્તોડને માણી શકાય. એના ઘણા છેડા આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે તેનો પણ ત્યાં વિચાર કરવો પડે. અહીં શું શું જોયું એ મહત્વનું નથી પણ કેવું જોયું એ અગત્યનું છે.
અહીં ગઢના છેક ઉપરના ભાગે ઊભા રહીએ એટલે બઘું સિમસિમ ખૂલજા - જેવું નજર સામે આવે, અનેકશઃ આપણને નિમંત્રી રહે. નક્કી આપણે કરવાનું રહે કે કોઈ વારંવાર આપણને સાદ દઈને આકર્ષણ કરી રહ્યું છે! ખરું તો આખા આ પરિસરને અક્રમે, યથેચ્છ જોવો જોઈએ. એ સઘળાનું દર્શન પૂર્ણ થાય ત્યારે જ ચિત્તોડગઢની આખી એક જીવંત ભાત મનમાં ઊપસી રહે. અહીં આ કિલ્લા-મહેલોમાં દૂરથી સતત ઈશારો કર્યા કરતું શિલ્પ, કહો કે વિજયસ્તંભ આખાય પરિસરમાં બેનમૂન લાગ્યા કરે. તેની નજીક જઈને એ સ્તંભને નિહાળ્યો ત્યારે લાગ્યું કે તેમાં માત્ર તેના નિર્માણમાં નિમિત્ત બનેલ મહારાણા કુંભાની જ ખુશી છલકતી નહોતી, પણ પ્રજા સમસ્તનો આનંદ તેમાં પ્રકટ થતો હતો. સુલતાન મહમૂદ શાહ અને કુતુબુદ્દીન શાહ ઉપર વિજય પ્રાપ્ત કરીને મહારાણા કુંભાએ એ નજરાણું ‘વિજયસ્તંભ’ રૂપે પ્રજાના ચરણોમાં ધર્યું હતું. નવ માળનો બનેલો આ વિજયસ્તંભ દસ ફૂટ ઊંચા અને છેંતાળીસ ફૂટ ચોરસ પાયા પર બનેલો છે તેની ઊંચાઈ એકસો બાવીસ ફૂટની છે. તેનાં બધાં મળીને એકસો છપ્પન જેટલાં પગથિયાં છે. જોનારને પ્રથમ નજરે જ દિલ્હીના કુતુબ મિનારનું સ્મરણ થાય પણ અહીં ડમરું આકારમાં તેનું જે સ્થાપત્ય મળે છે, એ સ્થાપત્યમાં બહાર અને અંદર વિવિધ દેવ-દેવીઓની જે મૂર્તિઓ બારીકાઈથી કંડારાયેલી છે અને સ્થાપત્યની સાથે તેમાં જે રીતે ધર્મભાવનાને એકાકાર કરી આપી છે - એ સર્વ વિજયસ્તંભના મહાત્મ્યને વધારી આપે છે. સ્તંભ રાજસ્થાનની પણ એમ શાન બની રહે છે. આખાય રચના-વિધાનમાં ભારતીય સંસ્કૃતિનો - આસ્થાનો-પૌરાણિક કથા કલ્પનનો પણ તાર ખેંચાતો આવ્યો છે. ત્યાં રામાયણ - મહાભારતનો ધબકાર છે તો સર્વના કર્તાહર્તા શિવ પણ છે. વિષ્ણુના વિભિન્ન અવતારો પણ મોજૂદ છે. તત્કાલીન મેવાડ અને તેના જનજીવનનો તેમજ સમગ્ર સામાજિક પરિવેશનો કલારૂપે સંકેત થયો છે. સંગીત કળાના નિર્દેશો પણ મૂર્તિરૂપે જોવા મળે છે કહો કે વિજયસ્તંભ એ સમયની ‘કાળસંદૂક’ છે. કોણ હસે, કેવા હશે એ કળાકારો, કોની દ્રષ્ટિ એ સર્વ રચના પાછળ ઊભી હશે એવા પ્રશ્નો સહજ ભાવે આજે પણ જાગે તેવું તેનું ચિત્તહર શિલ્પ-સ્થાપત્ય છે જઈતાનું અને તેના પુત્રો નાપા, ભૂમિ, ચૂથી, બલરાજ, પોમા વગેરેનાં નામ એ પાછળ જોડાયેલાં છે. સ્તંભના પાંચમા માળે એની ગવાહી આપતું શિલ્પ પણ કંડારાયેલું છે. ઈ.સ. ૧૪૪૦થી આરંભાયેલ અને ઈ.સ. ૧૪૪૮માં પૂર્ણ થયેલ આ સ્તંભ આજે પણ અડીખમ ઊભો છે - તે હંમેશાં ચિત્તરી રાજપૂતોની વીરતા અને રોમાંસની, ત્યાગ અને ટેકની, રાજપૂતોની ઉમદા પરંપરાઓની, સત્ય અને સમર્પણની, તેમના ભવ્ય વારસાની સાથે સાથે ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્યની યાદ દેવરાવ્યા કરશે, સાથે મેવાડના જનજીવનની પણ તે ઝાંખી કરાવતો રહેશે.
લગભગ આવી જ ડમરું આકારની, કીર્તિ સ્તંભ તરીકે ઓળખાતી અન્ય સ્થાપત્યલીલા પણ દર્શનીય છે. કહેવાય છે કે દિગમ્બર જૈન ધર્મના બધેરવાલ મહાજન સાનાયના પુત્ર જીજાએ બારમા સૈકામાં તે બનાવડાવેલું જૈનધર્મના પ્રથમ તીર્થંકર રિષભદેવને તે સમર્પિત કરેલું છે. ચારેય તરફ ઊંચા કદની આદિનાથની મૂર્તિઓ, અને તે સિવાયના ભાગમાં જૈનધર્મને ઉજાગર કરી આપતાં શિલ્પો - મૂર્તિઓ નજરે પડે છે. આ સ્તંભની બાજુમાં જ મહાવીર સ્વામીનું મંદિર પણ આવેલું છે. સાત માળનો, પંચોતેર ફૂટ ઊંચો સ્તંભ અને તેની અડોઅડ જ જૈન દેરાસર - આ બંને એ સમયે જૈન પ્રજા અને જૈન ધર્મના પ્રભાવને પણ સૂચવે છે. એ પણ નોંધવું રહ્યું કે પ્રજા, તેના શ્રેષ્ઠીઓ પણ, ક્યારેક યશ અને કીર્તિ માટે આવા સ્તંભ-મંદિરોનું નિર્માણ કરવાતાં. ધાર્મિક સહિષ્ણુતા અને વિભિન્ન ધર્મ પાળતી પ્રજા વચ્ચેની એકરાગતા પણ તેમાં સૂચવાય છે.
(ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved