Last Update : 01-August-2012, Wednesday

 

સૂફી સંતોની દરગાહોમાં ‘ભેદી આગ’ શી રીતે લાગે છે ?

- અજિત પોપટ

 

છેલ્લા થોડાક દિવસોમાં જમ્મુ કશ્મીરમાં સૂફી સંતોની ચચ્ચાર સમાધિઓ (દરગાહ) માં ભેદી રીતે આગ લાગી. પહેલી આગ ૨૫મી જૂને હજરત પીર દસ્તગીર સાહેબની દરગાહમાં લાગી હતી. ત્યારબાદ ગણતરીના દિવસોમાં પુલવામા જિલ્લામાં કોનીબાલ-અવંતિપુરામાં આવેલી હજરત સૈયદ સાહેબની દરગાહમાં આગ લાગી. એ વચ્ચેના સમયગાળામાં બીજી બે દરગાહ જલાવી દેવામાં આવી. આમાંની મોટા ભાગની દરગાહોમાં તો તમામ કોમ-જાતિના લોકો માથું ટેકવવા જતાં હતા. જેમ અજમેરની ખ્વાજા ગરીબનવાઝ કે દિલ્હીની હજરત નિઝામુદ્દીન અવલિયા (ઔલિયા)ની દરગાહમાં હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ બધી કોમ-જાતિના લોકો મુજરો (સલામ) કરવા જાય છે એ જ રીતે જમ્મુ કશ્મીરની સૂફી સંતોની દરગાહ સૌ કોઇ માટે આદર અને ઇબાદતનું સ્થાન રહી છે. કેટલાંક સમાધિ સ્થાન તો બસો અઢીસો વરસ જૂનાં છે. આવાં સમાધિ સ્થાનમાં રહસ્યમય રીતે આગ લગાડવામાં આવે અને એને જલાવી દઇને કોમી વૈમનસ્ય ફેલાવવામાં આવે છતાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના પેટનું પાણી સુદ્ધાં ન હાલે એ ખરેખર આઘાતજનક છે. પોતાને ‘સેક્યુલર’ કે ધર્મનિરપેક્ષ ગણાવતી દરેક વ્યક્તિ, રાજકીય પક્ષ કે ધાર્મિક સંસ્થાને એ વાતનો ખ્યાલ હોય જ કે સાચા સેક્યુલર તો આ સૂફી સંતો હતા.
મૂળ અરબી શબ્દ સૂફ પરથી સૂફી શબ્દ આવ્યો. સૂફ એટલે ઊન. ગોઠણ સુધી પહોંચતો ઊનનો ખિસ્સાં વગરનો ઝભ્ભો બારેમાસ પહેરીને ફરતા સાઘુ-ફકીરો સૂફી કહેવાયા. આ લોકો સર્વધર્મ સમભાવમાં માને છે અને હિન્દુ સંતો-ભક્તોની જેમ સંગીત દ્વારા પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરવામાં એમને કોઇ પરહેજ હોતો નથી. સાવ સાદું જીવન, મિતાહારી અને મિતભાષી આ સૂફી સંતો આપણા પ્રેમલક્ષણા ભક્તોની જેમ પોતાને માશુક અને અલ્લાહને આશિક ગણીને એનાં ગુણગાન ગાતાં રહે છે. સૂફી સંતોની રહેણીકરણી અને સંદેશ હિન્દુ સંતોના જીવન અને કવનની ખૂબ નિકટ છે. ઇસ્લામ એટલે શાંતિનો ધર્મ. અહીં તો આખી વ્યાખ્યા બદલાઇ જાય એ રીતે જિહાદીઓ પોતાના ઇસ્લામનો પ્રચાર આગજની, બોમ્બવિસ્ફોટ અને હંિસાથી કરી રહ્યા છે. હકીકતમાં અરબી ભાષામાં કાફિર એટલે સત્ય છૂપાવનારો અથવા ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત ન કરનારો. (હિન્દી-ઊર્દૂ શબ્દકોશ. સંપાદક-મુહમ્મદ મુસ્તફા ખાં ‘મદ્દાહ’ પૃષ્ઠ ૧૧૫) કોઇ ઊર્દૂ-ફારસી -અરબી કે પર્શિયન શબ્દકોશમાં કાફિરનો અર્થ એવો નથી આપ્યો કે મુસ્લિમ ન હોય તે બધા કાફિર.
સૂફી સંતોની સૌૈથી મોટી દેન એ છે કે દરેકને એની ઇચ્છા મુજબનો ધર્મ પાળવા દો. અમન (શાંતિ ) અને એખલાસ (ભાઇચારો) સૂફી સંતોનો સૌથી લાડકો ઉપદેશ રહ્યો છે. જિહાદીઓને કદાચ એ જ વાત નડે છે. બીજો કોઇ ધર્મ નહીં જોઇએ. ભાઇચારો નહી ંજોઇએ. જો કે સદ્‌ભાગ્ય છે આ દેશનું કે જમ્મુ કશ્મીરમાં હજુ લાખો લોકો એવા છે જે સૂફી સંતોના અનાદરને સાંખી લેવા તૈયાર નથી. એટલે જ સૂફી સંતોની દરગાહોમાં આગ લાગવાના બનાવથી લોકો નારાજ થયા અને કેટલાંક સ્થળોએ દંગલો પણ થયા. એ દંગલોની છેક બીબીસી અને એબીસી જેવી ન્યૂઝ ચેનલ્સે નોંધ લીધી. જિહાદીઓ અપપ્રચારમાં માને છે એટલે બહારના દેશોમાં એવો પ્રચાર કરાય છે કે જુઓ જુઓ, ભારતમાં સૂફી સંતોની સમાધિ જલાવી દેવામાં આવે છે, લધુમતી પર અત્યાચાર થાય છે. કમનસીબી એે છે કે પોતાને સેક્યુલર ગણાવતા કોઇ રાજકીય પક્ષ કે પોલિટિશિયને આ ભેદી આગના બનાવોમાં રસ લીધો નથી. દેશ-પરદેશમાં કરોડોની સંપત્તિ ધરાવતા અબ્દુલ્લા પરિવારના ડૉક્ટર ફારુખ કેન્દ્રમાં પ્રધાન છે અને એમનો પુત્ર ઓમર જમ્મુ કશ્મીરમાં મુખ્ય પ્રધાન છે. પરંતુ સૂફી સંતોની દરગાહો જલાવવાના મુદ્દે બાપ-પેટો બંને મોઢામાં મગ ભરીને બેઠાં છે.
થોડીક અતિશયોક્તિ સાથે એમ કહી શકાય કે કાઇદે આઝમ મુહમ્મદ અલી ઝીણાની જેમ આ બાપ-પેટાનો ધરમ સગવડિયો છે. વિદેશમાં ગ્રેજ્યુએટ થયેલા આ બાપ-બેટાને કશ્મીરના આર્થિક વિકાસ કે પ્રજાની સુખાકારીની જરાય ચંિતા હોય એવું લાગતું નથી. લોકોનેા સૂફી સંતો પ્રત્યેનો આદર છૂપો રહેતો નથી. હજરત સૈયદ સાહેબની દરગાહમાં આગ લાગી ત્યારે કશ્મીરી મહિલાઓએ છાતી કૂટીને આક્રંદ કર્યું હતું. આ મહિલાઓએ ફાયર બ્રિગેડ અને પોલીસનાં રીતસર છાજિયાં લીધાં હતાં. કેટલીક દરગાહોમાં તો દેશ-વિદેશના મહાનુભાવોએ શ્રદ્ધાથી આપેલાં અતિ કંિમતી ગાલીચા, ઝૂમ્મરોે અને બીજી અમૂલ્ય ચીજો સંઘરાયેલી હતી. આગમાં બઘું રાખ થઇ ગયું. એક કહેતાં એક પણ નેતાએ કે કશ્મીરી પ્રધાને આ સ્થળોની મુલાકાત લીધી નથી કે દરગાહને નવેસર બાંધી આપવાના આશ્વાસનના શબ્દોે પણ ઉચ્ચાર્યા નથી. આ બધાંની સેક્યુલારિટી સગવડિયા ધરમ જેવી છે. એમને અમન કે ભાઇચારાની વાતોમાં રસ નથી. અમન કે એખલાસ આવે તો લોકો આ નેતાજીઓની અસલિયત પહેચાની જાય અને એમને મતો મળતાં બંધ થઇ જાય.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved