Last Update : 01-August-2012, Wednesday

 

ઓછા વરસાદ અને ઊંચા ફુગાવાના ભયે
રિઝર્વ બેન્કે વ્યાજ દર યથાવત્ રાખતાં ઉદ્યોગો નિરાશ

ચાલુ વર્ષનો જીડીપી ૬.૫ ટકા જ રહેવા આગાહી સરકારના વધતા ખર્ચથી આર્થિક સ્થિરતા પર જોખમ

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. ૩૧
૨૦૧૨-૧૩ની નાણાં નીતિની ત્રિમાસિક સમીક્ષા કર્યા બાદ રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે કોઈ ફેરફાર કર્યો નથી. ચાલુ નાણાંકીય વર્ષમાં ફુગાવો વધવાની તથા આર્થિક વિકાસ દર ઘટવાની પણ રિઝર્વ બેન્કે ધારણાં મૂકી છે. મુખ્ય વ્યાજ દર ૮ ટકા અને કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) ૪.૭૫ ટકા યથાવત જાળવી રાખ્યા છે.
વર્તમાન સંજોગોમાં નીતિવિષયક દરોમાં કોઈપણ ઘટાડાથી સ્થિતિ વધુ ફુગાવાજન્ય બનશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર ડી. સુબ્બારાવે જણાવ્યું હતું. જો કે સ્ટેટયૂટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) ૧ ટકો ઘટાડી ૨૩ ટકા કરાયો છે. એસએલઆર એટલે બેન્કોએ સરકારી બોન્ડસમાં થાપણ તરીકે મૂકવાની રહેતી રકમ. એસએલઆરનો નવો દર ૧૧ ઓગસ્ટથી અમલી બનશે. રિઝર્વ બેન્કના ગવર્નર ડી. સુબ્બારાવે ૨૦૧૨માં વ્યાજદરમાં કપાતના સંકેત આપ્યા હતા, પરંતુ તેમણે વધુ વિગતવાર જણાવવાનું નકારી કાઢયું હતું.
મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કરવા ઉદ્યોગોનું દબાણ હોવા છતાં રિઝર્વ બેન્કે તે ૮ ટકા પર જાળવી રાખવાનું મુનાસિબ માન્યું છે. નાણાં નીતિની સમીક્ષામાં બેન્કે ફુગાવાને કાબૂમાં રાખી મધ્યમ ગાળે સ્થિર વિકાસનો માર્ગ હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
એસએલઆરમાં ઘટાડો ખાસ અસરકારક નહીં નિવડે કારણ કે બેન્કોનું એસએલઆર હોલ્ડીંગ આ અગાઉથી જ સરેરાશ ૩૦ ટકા આસપાસ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટેનો આર્થિક વિકાસ દર જે અગાઉ ૭.૩૦ ટકા રહેવાની ધારણાં મુકાઈ હતી તે વૈશ્વિક મંદીને પરિણામે ઘટાડીને ૬.૫૦ ટકા કરાઈ છે. આ ઉપરાંત નબળા ચોમાસા તથા પેટ્રોલિયમ પ્રોડકટસના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે વર્ષના અંતે ફુગાવો ૭ ટકા પર પહોંચી જવાની શકયતા વ્યકત કરી છે જે અગાઉ ૬.૫૦ ટકા રખાઈ હતી. આ અગાઉ ૧૬ જુનના રોજ કરેલી સમીક્ષા વખતે પણ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં કોઈ કપાત કરી નહોતી. યોગ્ય નીતિવિષયક પગલાંઓને અભાવે રાજકોષિય તથા કરન્ટ એકાઉન્ટ ખાધ ઘટાડવામાં નિષ્ફળતાથી તથા સરકારના વધતા ખર્ચથી બૃહદ આર્થિક સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે, એમ પણ ડી. સુબ્બારાવે જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved