Last Update : 01-August-2012, Wednesday

 

આધુનિક માનવીનું અસ્તિત્વ ૪૪ હજાર વર્ષ પૂર્વે સર્જાયેલું

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ નાતાલ વિસ્તારના અવશેષો પરથી સંશોધન
કેપટાઉન, તા. ૩૧
આજ પર્યન્ત થયેલા પુરાતત્વીય સંશોધનના આધારે એવું માનવામાં આવતું હતું કે માનવ સંસ્કૃતિનો વિકાસ દક્ષિણ આફ્રીકામાં થયો હતો અને તે ૧૦,૦૦૦ વર્ષ પહેલા અથવા બહુજ પુરાતન ગણીએ તો ૨૦ કે ૨૨ હજાર વર્ષ પહેલાં આધુનિક માનવ અસ્તિત્વમાં આવ્યો હશે. પણ તાજેતરમાં થયેલા સંશોધન અનુસાર આધુનિક માનવ ઈતિહાસ ૪૪,૦૦૦ વર્ષ જુનો હોવાનું સિધ્ધ થયું છે.
બ્રિટન, દ.આફ્રિકા, ફ્રાંસ, ઈટાલી, નોર્વે અને અમેરિકાના વૈજ્ઞાાનિકોએ દક્ષિણ આફ્રિકાના પુરાતન સ્થળોનો અભ્યાસ કરીને એવું તારણ કાઢ્યું છે કે માનવી આધુનિક બન્યાનો સમય પૂર્વધારણા કરતા બે ગણો વધારે એટલે કે ૪૪,૦૦૦ વર્ષ જુનો છે. એટલું જ નહી પણ સંશોધકોની આ ટીમે ૪૪,૦૦૦ વર્ષ પૂર્વે આધુનિક બનેલો માનવી જે શસ્ત્રો એટલે કે તીર, કામઠા, ભાથા વગેરે વાપરતો તેના અવશેષો શોધી કાઢ્યા છે.
દક્ષિણ આફ્રીકામાં સરહદ નજીક આવેલી એક ગુફામાંથી આ અવશેષો મળી આવ્યા છે. ટીમના વરીષ્ઠ સંશોધક ડો. લ્યુસિન્ડા બેકવેલે આ સંદર્ભે માહિતી આપી હતી કે દક્ષિણ આફ્રિકાની સરહદે આવેલી આ ગુફામાંથી મળેલા પુરાવાઓના આધારે અમને એ બાબત સમજાઈ છે અને અમે સમજાવવા સક્ષમ બન્યા છીએ કે ત્યારની શિકારી માનવ સંસ્કૃતિ 'સાન' આજથી ૪૪,૦૦૦ વર્ષ પહેલાં વિકસી હતી. એટલું જ નહી પણ ત્યારે પણ માનવી તેના તિરને ઝેરી બનાવી યુધ્ધમાં કે શિકારમાં ઉપયોગ કરી શકતો હતો.
આ ટીમનું વડપણ ફ્રેન્ચ નેશનલ રીસર્ચ સેન્ટરના વડા ફ્રાંસેસ્કો ડી'એરીકોએ સંભાળ્યું હતું. તેમણે ગુફાના પડળોના ખોદકામ દરમ્યાન મળી આવેલા અવશેષોનું પૃથ્થકરણ કરીને એ બાબત પણ શોધી કાઢી છે કે આ લોકો તેમનાં તિરમાં અચુક પ્રહાર કરવા ઝેરનો પણ ઉપયોગ કરતા હતા.
આ વિસ્તાર દ.આફ્રિકાની સરહદે આવેલા ક્વાઝુલુ-નાતાલ વિસ્તારની પર્વતમાળામાં મળી આવેલી એક ગુફાના ખોદકામ દરમ્યાન આ અવશેષો મળી આવ્યા છે. તેના આધારે સંશોધકોએ એવું નક્કી કર્યું છે કે આ સાન જાતિના લોકો શણગાર માટે સમુદ્રી છીપલા શંખ વગેરેનો ઉપયોગ ઘરેણા તરીકે દેહશણગાર માટે કરતા હતા. તેમજ ગણત્રી માટે પ્રાણીઓના પડી રહેલા હાડકામાં કાપા કે ખાંચા પાડીને ગણના કરતા હતા. શાહમૃગના ઈંડાનો પણ તેઓ ઘરેણા તરીકે ઉપયોગ કરતા. તેઓ તીરના ફળા (આગળનો ધારદાર ભાગ) પર ઝેર લગાવતા તેમજ તેના પર અમુક નિશાની કરતા જેથી તીર કોનું છ ેતે નક્કી થઈ શકે અને કોનો શિકાર છે તે સાબીત કરી શકાય. તેઓ હાડકાને આગળથી ધારદાર બનાવી તેનો તીરના ફળા તરીકે ઉપયોગ કરતા હતા. તેઓ ફળા પર લગાવવા માટે જે ઝેર વાપરતા હતા તેમાં 'રીસીનોલેઈક' એસીડના તત્વો મળી આવ્યા છે. જેના પરથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે આ લોકો તીરના ફળા પર ઝેરનો ઉપયોગ કરતા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved