Last Update : 01-August-2012, Wednesday

 

ઓલિમ્પિકસમાં ૧૭ મેડલ સાથે ટોચે રહેલા
ચીનની સફળતાનું રહસ્ય ઃ ખેલાડીઓને નાનપણથી પરિવારથી દૂર રાખી અપાતી ક્રુર તાલીમ

૪૦૦ મીટર મેડલીની વિજેતા યી શિવેનને ભણતા ઉઠાવી લેવાયેલી ઃ નામથી નહીં, નંબરથી ઓળખાતી
યી શિવેનને સ્ટિરોઈડ અપાતા જેથી આરોગ્યની પારવાર તકલીફો થઈ
બાળકોને તાલીમમાં મારવામાં પણ આવે છે

બૈજિંગ, તા. ૩૧
ઓલિમ્પિકમાં નવ સુવર્ણ, પાંચ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક મળીને કુલ ૧૭ પદકો સાથે ચીન ટોચના ક્રમે છે. ગઈકાલે સ્વિમિંગની ૪૦૦ મિટરની મેડલે ઇવેન્ટમાં વિજેતા બનનારી ચીનની ૧૬ વર્ષીય યે શિવેનની આવડતે દુનિયા આખીને વિચારતી કરી મુકી છે. શિવેનની આ તરણ કળા પાછળનું રહસ્ય સામ્યવાદી ચીનની રમતવીરો તૈયાર કરવાની અતિ કઠણ પદ્ધતિમાં છૂપાયેલું છે. શિવેનનાં રમતવીર તરીકે ચીનનું નામ ઉજળું કરવાની ક્ષમતા હોવાનું જણાતા તેને નાનપણમાં જ શાળામાંથી ઉપાડીને સીધી સખત તાલીમ આપતા કેમ્પમાં મુકી દેવાઈ હતી. આ કેમ્પમાં તેને કોઈ નામથી નહીં પણ 'સ્પોર્ટસ પર્સન્ટ ૧૩૭'થી ઓળખવામાં આવતી. સવારથી રાત સુધી તેને માત્ર દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું જ સ્વપ્ન દેખાડવામાં આવતું. જાણે કે રોબેટની જેમ તેને ગોલ્ડ મેળવવા માટે જ તૈયાર કરાઈ હતી અને સ્ટેરોઈડ અપાતા તેને અનેક ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડયો છે.
ચીને ૮૦ના સમયગાળામાં આવું 'ખેલાડીઓ'નું ઉત્પાદન કરવાનું શરૃ કર્યું. ચીનમાં શાળાના શિક્ષકોને પણ ખાસ તાકીદ કરવામાં આવે છે કે તેઓ તેમના વિદ્યાર્થીઓમાં એવા બાળકોને અળગા તારવે જેમનામાં સારા રમતવીર બનવાની ક્ષમતા હોય. આવા બાળકોને સરકારે બનાવેલા પ્રાદેશિક કોચ પાસે મોકલાય છે અને તેઓ ૩૦૦૦થી પણ વધુ શિબિરોમાંથી કોઇનાં તેમને તાલીમ આપવાનું શરૃ કરે છે.
શિવેનના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું. તેના અસામાન્ય લાંબા હાથ, લાંબા ફેફસા અને અસામાન્ય સ્નાયુઓના કારણે તેને પહેલા ટ્રેક પર અજમાવવાનું નક્કી થયું હતું. પરંતુ તે સ્વિમિંગ માટે શ્રેષ્ઠ હોવાનું જણાતાં તેણે એ જ દિશામાં આગળ વધવા માંડયું. ૧૧ વર્ષની વયે તેણે પહેલી મોટી જુનિયર ચેમ્પિયનશીપ જીતીને સોપો પાડી દીધો.
ચીનની આ રમતવીરો તૈયાર કરવાની પદ્ધતિ હંમેશા ચર્ચાનો મુદ્દો બની છે. દેશનું નામ ઉજળુ કરી શકશે તેવી આશાની કિરણવાળા બાળકોને તેમના માતા-પિતાથી દૂર કરીને આવી શિબિરોમાં સઘન તાલીમ અપાય છે. જેમાં ક્યારેક કોચે ઢોરમાર માર્યાના કિસ્સા પણ બને છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિએ આ દિશામાં થયેલી ફરીયાદોના કારણે તપાસ પણ હાથ ધરી છતાં સાત વર્ષ થયે સ્થિતિમાં કોઈ ફેરફાર થયાના સંકેતો નથી. ગયા જાન્યુઆરી માસમાં આવા તાલીમ લઈ રહેલા બાળકો કષ્ટના કારણે રડતા હોય તેવી તસવીરોએ ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી હતી. ચીન પણ આવા બાળકોને સતત યાદ કરાવતું રહે છે કે તેમને માત્ર 'ગોલ્ડ' લેવા માટે તૈયાર કરાઈ રહ્યા છે અને 'ગોલ્ડ'થી ઓછું કંઈ ખપે તેમ નથી. સાત વર્ષની વયથી જ યે કોઈ પુખ્તને પણ આંટી મારે તેવી તાલીમ લઈ રહી હતી. દરરોજ કલાકો સુધી તરવાનું અને તેમાં પણ આરામ માત્ર સ્વિમિંગપૂલની સફાઈ કરવાના સમયે જ મળે ! તેનું ભોજન અન્ય ચીની તરૃણો કરતાં ઘણું વધારે પોષણયુક્ત હતું. બીજી બાજુ સ્ટિરોઈડ અને ટેસ્ટોસ્ટેરોન સહિતની પ્રતિબંધિત દવાઓનું સેવન પણ હોવાના વિવાદો પણ સમયાંતરે સપાટી પર આવતા રહ્યાં છે. ૧૯૯૮માં સીડની એરપોર્ટ પર ચીની મહિલા સ્વીમર પાસેથી 'હુમનગ્રોથ હોર્મોન'ની ગોળીઓ મળી આવી હતી. ખેલાડીઓને નાનપણથી જ તેમના કોચ આવા માદક દ્રવ્યોના બંધાણી બનાવતા હોવાનું તથ્ય પણ એટલું જ જાણીતું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved