Last Update : 01-August-2012, Wednesday

 

પૂર્વ અને ઉત્તર ભારતનાં ૨૦ રાજ્યો સપડાયાં
દેશમાં ફરી અસાધારણ વીજ કટોકટી

સતત બીજે દિવસે વીજતંત્ર ખોરવાતાં ૭૦ કરોડ લોકો પરેશાન રાજ્યોએ વધારે પડતી વીજળી ખેંચતાં સર્જાયેલી પરિસ્થિતિ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૧
દેશમાં આજે ઉત્તર , પૂર્વ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રોને વીજળી પૂરી પાડતી ત્રણ ગ્રીડોમાં ખામી સર્જાતા દેશવાસીઓનો સળંગ બીજા દિવસે ગંભીર વીજ કટોકટીનો સામનો કરવો પડયો હતો. આ વીજ કટોકટી આજે વધુ ઘેરી બનતાં ૨૦ રાજ્યોમાં અંધારપટ છવાઇ ગયો હતો ૭૦ કરોડ લોેકો પ્રભાવિત થયા હતાં. વીજળી ગૂલ થતાં પશ્ચિમ બંગાળમાં ૨૦૦ અને ઝારખંડમાં ૬૫ ખાણિયાઓ કોલસાની ખાણમાં ફસાઇ ગયા હતાં. જો કે ભારે મહેનતનાં અંતે ૨૬૫ ખાણિયાઓને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દરમિયાન વીજ કટોકટી માટે ઉત્તર પ્રદેશને જવાબદાર ગણાવવામાં આવતા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તે કટોકટી માટે જવાબદાર નથી.
વીજ પુરવઠો ખોરવાઇ જતાં દિલ્હીમાં મેટ્રો ટ્રેનમાં સવારી કરતાં મુસાફરો ટનેલમાં ફસાઇ ગયા હતાં. પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીનાં જણાવ્યા અનુસાર કોલકાતામાં મેટ્રો રેલ સેવાને અસર થઇ ન હતી. પશ્ચિમ બંગાળ સરકારે બપોરે ૩ વાગ્યા પછી રજા જાહેર કરી દીધી હતી. ડીઝલ અન્જિન સિવાયની મોટા ભાગની તમામ ટ્રેનોની સેવાઓ ખોરવાઇ ગઇ હતી. દેશ જ્યારે દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે વીજળી સમસ્યા પેદા થવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે. ગઇકાલે ક્ષતિગસ્ત થયેલ અને ૧૫ કલાક પછી પુનઃ શરૃ કરી કરવામાં આવેલ નોર્થન ગ્રીડ આજે ફરીથી ક્ષતિગ્રષ્ત થઇ ગઇ હતી. બપોર પછી ઇસ્ટર્ન અને નોર્થ ઇસ્ટર્ન ટ્રાન્સમિશન લાઇનોમાં પણ ખામી સર્જાઇ હતી. પાવરગ્રીડ કોર્પોેરેશનનાં સીએમડી આર. એન. નાયકે જણાવ્યું હતું કે વધારે પડતી વીજળી ખેંચીને કેટલાક સેક્શન સંમસ્યાનું સર્જન કરી રહ્યા છે.
દેશમાં પાંચ ઇલેકટ્રિક ગ્રીડ છે. નોર્ધન, ઇસ્ટર્ન, નોર્થ ઇસ્ટર્ન, સધર્ન અને વેસ્ટર્ન. સધર્ન ગ્રીડ સિવાાય તમામ ગ્રીડ એકબીજા સાથે સંકળાયેલી છે. આ તમામ ગ્રીડનું સંચાલન સરકાર હસ્તકની કંપની પાવરગ્રીડ દ્વારા કરવામાં આવે છે. પાવરગ્રીડ દ્વારા ૯૫,૦૦૦ કિલોમીટર ઇલેકટ્રિક ટ્રાન્સમીશન લાઇનનું સંચાલન કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશને આ વીજ કટોકટી માટે જવાબદાર ગણવામાં આવી રહ્યુ છે કારણકે જ્યારે માયાવતી મુખ્યપ્રધાન હતાં ત્યારે તેઓ છત્તીસગઢ, ગુજરાત અને વેસ્ટર્ન ગ્રીડમાંથી વધારાનો વીજ પુરવઠો મેળવી લઇને વીજળીની અછત પૂર્ણ કરી લેતા હતાં. જેના કારણે નોર્ધન ગ્રીડ પર વધારે બોજ પડતો ન હતો અને તેમાં ખામી સર્જાતી ન હતી. પરંતુ આ વર્ષે મુખ્યપ્રધાન બનેલા અખિલેશ યાદવે આવી કોઇ વ્યવસ્થા કરી ન હોવાથી ઉત્તર પ્રદેશને નોર્ધન ગ્રીડમાંથી ૧૨૦૦ મેગાવોટ વીજળી લેવી પડે છે. પંજાબે પણ પોતે વધુ વીજળી લેતું હોવાનું ઇનકાર કર્યો હતો.
નબળા ચોમાસાને કારણે હાઇડ્રોઇલેકટ્રીક જનરેશનમાં ઘટાડો થતાં અને તાપમાન ઉંચુ રહેવાને કારણે વીજળીની વપરાશ વધારે થવાથી વર્તમાન વીજ કટોકટી સર્જાઇ છે. સોમવારે વીજ કટોકટીને કારણે ૩૦ કરોડ લોકો પ્રભાવિત થયા પછી આજે બીજા દિવસે પણ આ કટોકટી વધુ ગંભીર બનતા ૧૯ રાજ્યોનાં ૬૦ કરોડ લોકો પ્રભાવિત થયા હતાં. આજે વીજ પુરવઠો પૂરો પાડતી ત્રણ ગ્રીડ્સમાં ખામી સર્જાઇ હતી.
ઊર્જા પ્રધાન સુશીલકુમાર શિંદેએ સ્વીકાર કર્યો હતો કે કેટલાક રાજ્યો દ્વારા નિર્ધારત ક્વોટાથી વધારે વીજળી ખેંચવામાં આવતા આ કટોકટી સર્જાઇ છે. આજે પણ હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજ્સ્થાન દ્વારા તેમનાં નિર્ધારિત ક્વોટાથી વધુ વીજળી ખેંચી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ વખત એક સાથે ત્રણ ગ્રીડમાં ખામી સર્જાઇ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીનાં ઉર્જા પ્રધાન હારૃન યુસુફે ગઇકાલે જ જણાવી દીધુ હતું કે આ સમસ્યા માટે ઉત્તર પ્રદેશ સૌથી વધુ જવાબદાર છે.
આ વર્ષે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભીષણ ગરમી જોવા મળી હતી. આ ગરમી પછી ચોમાસુ નબળુ રહેતા વીજળીનું હાઇડ્રોઇલેકટ્રીક જનરેશન ધારણાથી ઓછુ જોવા મળ્યું હતું. ચોમાસુ નબળુ રહેવાથી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાનાં ખેડૂતો પાણીનાં પંપનો ઉપયોગ કરી રહ્યા હોવાથી વીજળીની વપરાશ વધુ થઇ રહી છે.

વીજ કટોકટીથી
અસરગ્રસ્ત રાજ્યો
દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, પંજાબ, કાશ્મીર, ઓડિશા, બિહાર, રાજસ્થાન, આસામ, ઝારખંડ, ઉત્તરાખંડ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, અરૃણાચલ પ્રદેશ, ચંદીગઢ, સિક્કીમ, હિમાચલ પ્રદેશ

* ૨૪ કલાકમાં બીજી વખત વીજળી સંક્ટ
* ૨૦ રાજ્યોનાં ૭૦ કરોડ લોકો પ્રભાવિત
* દાયકાની સૌથી મોટી વીજ કટોકટી
* ૩ ગ્રીડ એક સાથે ફેઇલ થવાની ઘટના પ્રથમ વખત જોવા મળી
* પૂર્વનાં ૩ રાજ્યોમાં વીજળી પુરવઠો શરૃ થયો
* દિલ્હીમાં મેટ્રો ટ્રેનનાં મુસાફરો ફસાયા
* પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ૨૬૫ ખાણિયાઓ ફસાયા

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved