Last Update : 01-August-2012, Wednesday

 
વીજદર ઘટાડવામાં જર્કની બેવડી નીતિ સામે CERCનો વિરોધ
જીઈબીનો વીજદરમાં યુનિટ દીઠ ૧૩ પૈસાનો ઘટાડો

ટોરન્ટને ૨૯ પૈસા ઘટાડવા આદેશ આપ્યો અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમની ચાર કંપનીએ સ્વેચ્છાએ ૧૩ પૈસા ઘટાડયા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ગુજરાત વીજ નિયમન પંચે ટોરન્ટને ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં થયેલા ઘટાડાને પરિણામે યુનિટદીઠ વીજદરમાં ૨૯ પૈસા ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. તેની સામે ગુજરાત વીજ ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર વીજ વિતરણ કંપનીઓને તેમની મેળે જ વીજદરમાં ઘટાડો કરવાની છૂટ આપી છે. યુનિટદીઠ દરમાં ૧૬ પૈસાના ઘટાડાની કરેલી જાહેરાત સામે માત્ર ૧૩ પૈસાનો જ ઘટાડો કર્યો છે.
ગુજરાત વીજ નિયમન પંચે ૨૦૧૨-૧૩ના વર્ષમાં વીજદરમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો માન્ય કરવાના નિર્ણયની જાહેરાત કરતી વેળાએ જુલાઈ, ઓગસ્ટ,સપ્ટેમ્બર મહિનાના વીજ બિલમાં વીસ પૈસા સુધીનો ઘટાડો આવવાની જાહેરાત કરીને પોતે આપેલા ખોટા વીજદર વધારાનો બચાવ કરવાની કોશિશ કરી હતી.
ગુજરાતના ૧.૨૧ કરોડ વીજ જોડાણ ધારકોને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં આપવામાં આવનારા વીજ બિલમાં ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટ દીઠ વીજદરમાં ૨૦ પૈસા સુધીની રાહત મળવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના અનુસંધાનમાં તેમણે ટોરન્ટ પાવરને ગત સપ્તાહમાં આદેશ કરીને વીજ દરમાં ૨૯ પૈસાનો ઘટાડો કરવા જણાવ્યું હતું. આ સ્થિતિમાં જીઈબીની કંપનીઓને ૧૯થી ૨૦ પૈસાનો યુનિટદીઠ ઘટાડો કરવાની ફરજ પાડવાને બદલ તેમણે યુનિટદીઠ જીઈબીએ કરેલા માત્ર ૧૩ પૈસાના ઘટાડાનો માન્ય રાખ્યો છે.
વાસ્તવમાં જર્કે જે રીતે ટોરન્ટને વીજદર ઘટાડવાની ફરજ પાડી તે જ રીતે જીયુવીએનએલની ચાર કંપનીઓને વીજદરમાં ઘટાડો કરવાની ફરજ પાડવી જોઈએ, એમ સીઈઆરસીના સિનિયર ડિરેક્ટર કે.કે. બજાજનું કહેવું છે. તેમનું કહેવું છે કે ટોરન્ટ પાવરમાં ગેસ આધારિત પાવર ૧૨૫૦ મેગાવોટ એટલે કે કુલ વીજ ઉત્પાદનના ૭૬ ટકા જેટલો છે. જ્યારે કોલસા આધારિત વીજ ઉત્પાદન ૪૦૦ મેગાવોટનું છે.
તેની સામે જીયુવીએનએલની ચાર વીજ કંપનીઓને ૪૨૨૦ મેગાવોટ વીજળી કોલસામાંથી પેદા કરી છે, જે તેના કુલ ઉત્પાદનના ૭૭ ટકા જેટલી છ. ૧૨૬૧ મેગાવોટ વીજળી તેણે ગેસ આધારિત વીજ મથકોના માધ્યમથી કરી છે. વીજ ઉત્પાદનને વધુ સંગીન બનાવવા માટે જીયુવીએલએલએ ફ્યુઅલ કોસ્ટ તરીકે રૃા. ૪૯૪.૨૬ કરોડ ખર્ચ્યા હતા. તેની સામ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ વીજળી મેળવવા રૃા. ૩૮૦.૫૬ કરોડનો ખર્ચ કર્યો છે. જીયુવીએનએલની કંપનીઓનો ટી એન્ડ ડી લોસ ૨૩.૧૩ ટકા જેટલો ઊંચો છે. તેથી તેના કુલ ૧૮૦૫૪ મિલિયન યુનિટના ઉત્પાદનમાંથી ૪૧૭૬ મિલિયન યુનિટનો ટી એન્ડ ડી લોસ છે.
કે.કે. બજાજે એવી માગણી કરી છે કે હવે પછી એપીપીપીએમાં થતાં ફેરફાર અને આધુનિકરણ અંગેની વિગતો સરકારે પોતે જ જાહેર કરવી જોઈએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved