Last Update : 01-August-2012, Wednesday

 

ઉસ્માનપુરાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોંકાવનારો બનાવ
વોરંટ બજાવવા ગયેલી પોલીસને રૃમમાં પૂરીને તાળું મારી દીધું!

અગાઉ વોરંટ બજ્યાં ન હોવાથી ઘરમાં તપાસ કરવા પ્રવેશેલા પી.એસ.આઈ. સહિત ચારને પૂરી દીધાઃ એક યુવકની ધરપકડ

અમદાવાદ, મંગળવાર
ઠગાઈ કેસના આરોપીઓને વોરંટ બજાવવા ગયેલી પોલીસ ટુકડીને પૂરી દઈ ઘરના રૃમને તાળું મારી દેવાયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉસ્માનપુરાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સોમવારે સાંજે બનેલી ઘટનામાં નારણપુરા પોલીસે નિલેશ બંસલ નામના યુવકની ધરપકડ કરી છે. અદાલતે અગાઉ જારી કરેલા વોરંટ બજ્યા ન હોવાથી પી.એસ.આઈ. અને ટીમ આરોપીની હાજરી અંગે ઘરમાં તપાસ કરવા પહોંચી ત્યારે આરોપીઓના ભાઈએ પોલીસ ટીમને પૂરી દીધી હતી. ફરજમાં રૃકાવટ, હુમલો કરવો અને ગોંધી રાખવાના આરોપસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સોમવારે સાંજે ૭-૫૦ વાગ્યાના અરસામાં નારણપુરા પોલીસની એક ટીમ ઉસ્માનપુરાના શાંતિનગર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીના એક ઘરે પહોંચી હતી. અદાલત તરફથી આનંદ બંસલ અને દિલીપ બંસલના નામના જારી કરાયેલા વોરંટ બજાવવા પહોંચેલી પોલીસને કહેવાયું હતું કે- 'બન્ને ઘરે નથી.' છેલ્લા કેટલાય સમયથી આનંદ બંસલ સામેના સાતથી આઠ વોરંટ આવ્યા છતાં બજતા નહોતાં અને તમામ સમયે તે ઘરે હાજર ન હોવાનું કહેવાતું હતું. પોલીસે આરોપી ન હોવાથી વોરંટ દિવાલ ઉપર ચોંટાડવાની વાત કરી હતી. આ બાબતે આનંદ અને દિલીપ બંસલના ભાઈ નિલેશ બજરંગલાલ બંસલ (ઉ.વ. ૪૨)એ પોલીસ સાથે જીભાજોડી કરી હતી. આરોપીએ વોરંટ બતાવો તેમ કહી વોરંટ ઝૂંટવીને ફાડી નાંખ્યું હતું તેમ પણ પોલીસ કહે છે.
આરોપી ઘરમાં હાજર હોવાની શંકા જતાં પી.એસ.આઈ. બી.એસ. વણકર અને ત્રણ કર્મચારીઓ ઘરના એક રૃમમાં તપાસ કરવા ગયા હતા. પોલીસ ટુકડી અંદર જતાં જ નિલેશ બંસલે રૃમનો દરવાજો બંધ કરી બહારથી તાળું મારી દીધું હતું. હો-હા મચી જતાં ઘરના દરવાજા પાસે ઉભેલા એ.એસ.આઈ. તરસંગજી ઠાકોર અને ટીમ દોડી આવી હતી. પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. આથી, વધારાનો પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. આરોપીએ ચાવી આપતાં પી.એસ.આઈ. અને ટીમને બહાર કાઢવામાં આવી હતી. પી.આઈ. ડી.એમ. જાડેજા અને ટીમ આવતા પોલીસ ઉપર હુમલો કરી ફરજમાં રૃકાવટ કરવી અને ગોંધી રાખવાના આરોપસર નિલેશ બંસલની ધરપકડ કરવામાં આવી હતી.
નારણપુરા પોલીસે કહ્યું કે- વટવામાં ફેક્ટરી ધરાવતા પરિવારના બે ભાઈઓ આનંદ અને દિલીપ બંસલ સામે છેતરપિંડી કેસમાં અદાલત તરફથી આવતા વોરંટ બજાવવા પોલીસ નિયમીતપણે જતી હતી. પરંતુ, આનંદ અને દિલીપ બંસલ ઘરે નહીં હોવાનું કહી પોલીસને પાછી વળાવી દેવાતી હતી. આ શખ્સો ઘરે આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ પ્રકારે વારંવાર વોરંટ ન બજતાં ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગયેલી પોલીસ ટૂકડીને ઘરના રૃમમાં પૂરી દેવાઈ હતી. નિલેશ બંસલની ધરપકડ બાદ પોલીસ અદાલતમાં નિલેશે અદાલતમાં ફાડી નંખાયેલું વોરંટ પણ રજૂ કરનાર છે. આ કિસ્સાએ પોલીસ તંત્રમાં ચર્ચા જગાવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved