Last Update : 01-August-2012, Wednesday

 

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ
ગુજરાતમાં ઠેર ઠેર વરસાદથી દુષ્કાળનું સંકટ હળવું થયું

વલસાડમાં બે ઇંચ, અમદાવાદ અને ઇડરમાં અડધો ઇંચ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ

અમદાવાદ,મંગળવાર
રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે તથા તેને અડીને આવેલા ગુજરાતના ભાગ પર પ્રવર્તતુ અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન ચોમાસાના ભેજ સાથે ભળતાં ગુજરાતમાં ચોમાસાની મંદ પડેલી ગતિવિધિમાં જોર આવ્યું છે અને તેની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ પ્રમાણમાં અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં તથા કચ્છ-ભુજમાં હળવા પ્રમાણમાં વરસાદ પડયો હતો. લાંબો સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી ત્યારેજ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે. જોકે હજુ વધુ સારા વરસાદની રાહ જોવાઇ રહી છે.
સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસ્વીરમાં ગુજરાત પર નીમ્ન સ્તરે વાદળોનું ગઠન જોવા મળ્યું છ.મધ્ય પ્રદેશમાં વરસાદની ગતિવિધિ અતિશય તેજ છે. જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ માટે વાતાવરણ જામેલું છે. ત્રીજી ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે અને ઘણા બધાં સ્થળોએ મધ્યમથી ભારે પ્રમાણમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે.
ચોમાસાની મોસમમાં સમગ્ર જૂન અને જુલાઇ માસ દરમ્યાન નહીવત્ પ્રમાણમાં વરસેલા વરસાદના કારણે ગુજરાતની પ્રજા ચિંતિત બની ગઇ છે. ઓગસ્ટના પ્રારંભે વરસાદ સારા પ્રમાણમાં થાય તેવી આશા હવામાનખાતાએ વ્યક્ત કરી છે. જો કે ભારે પ્રમાણમાં વરસાદ થાય તેવું વાતાવરણ હજુ જામ્યું નથી. હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તેવી સ્થિતિ ઉદ્દભવી છે. આજે જુલાઇ માસના આખરી દિવસે વાતાવરણમાં પલટો આવતા વરસાદની આશા બંધાઇ હતી. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને વાદળો એક રસ થયા હતા. નીચે આવેલા વાદળોની વણઝાર ધીમે ધીમે હળવા પ્રમાણમાં વરસી હતી. ઘણા સમયના વિરામ બાદ ગઇ રાતે તેમજ આજે દિવસ દરમ્યાન પડેલા વરસાદે વાતાવરણમાં ઠંડક સર્જી હતી.
અમદાવાદ જિલ્લામાં લીંબડી થી બગોદરા અને બાવળા પંથકમાં હળવા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. સાણંદ, વિરમગામ અને સુરેન્દ્રનગર પંથકમાં પણ હળવા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદ શહેરમાં આજે સવારે ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધીમાં મધ્યમ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં ૯.૮ મિ.મિ. એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે દિવસ દરમ્યાન પડેલા વરસાદના પરિણામે વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી. ગાંધીનગરમાં ૭ મિ.મિ. એટલે કે પા ઇંચ જેટલો વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાતમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધોય હતો. જ્યારે કપરાડામં ૫ ઇંચ, પારડીમાં ૪ ઇંચ,ડાંગ-આહવા, વાંસદા અને વઘાઇમાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના માંગરોળમાં પણ ૩ ઇંચ વરસાદ થયો હતો. મહુવા, ઉમરપાડા, નવસારી, ચીખલી, નર્મદા જિલ્લામાં સાગબારા,ભરૃચ જિલ્લાના વાલીયા. પંચમહાલના ખાનપુર વગેરે સ્થળોએ પા ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં ઇડરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને બાકીના જિલ્લામાં ખેતરો ભીના થાય તેટલો હળવો વરસાદ થયો હતો. જે પા ઇંચ કે તેથી ઓછા પ્રમાણમાં હતો. ડીસામાં ૩.૩. મિ.મિ. વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં વડોદરામાં પા ઇંચથી વધુ વરસાદ થયો હતો. વલ્લભવિધાનગરમાં ૧ મિ.મિ.વરસાદ થયો હતો. જ્યારે કપડવંજ તાલુકામાં હળવો વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં વેરાવળ, દ્વારકા, અમરેલી, ભાવનગર અને રાજકોટ સુરેન્દ્રનગરમાં હળવા ઝાપટા પડયા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved