Last Update : 01-August-2012, Wednesday

 

ટ્રાફિક પોલીસ અને મ્યુનિ.નું સંયુકત ઓપરેશન
પાંચકૂવાના ભરચક રોડ પરથી ફેરિયા-પાથરણાંવાળાને હટાવાયા

પ્રારંભમાં ટોળાંએ કાંકરીચાળો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે લાલ આંખ કરતા સ્થિતિ કાબુમાં આવી ગઈ

અમદાવાદ, મંગળવાર
શહેરના ભરચક પાંચકુવાથી ત્રણ દરવાજા વચ્ચેના રોડ પર ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના કાફલાએ સંયુકતપણે ત્રાટકીને એક હજારથી વધુ ફેરિયાઓ, પાથરણાંવાળા અને લારી ગલ્લાંવાળાને હટાવીને વાહનવ્યવહારની અવરજવર સરળતાથી થાય તે માટે રસ્તો ખૂલ્લો કરાવ્યો હતો. ફુટપાથની નીચે ફેરિયાઓની ત્રણ-ત્રણ લાઇનો થઇ જતી હોવાથી રોડ અત્યંત સાંકડો બની ગયો હતો. પ્રારંભમાં ટોળાંએ મુકાબલો કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે લાલ આંખ કરતા સ્થિતિ કાબુમાં આવી ગઇ હતી.
આ અંગે મધ્ય ઝોનના ડે. કમિશનર આઇ. કે. પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા પોલીસ અને મ્યુનિ.ના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. ઉપરાંત રોડ પર એક પીળા કલરનો પટ્ટો પણ મારી આપ્યો હતો કે ફેરિયાઓએ એની અંદર બેસીને કે ઉભા રહીને જ વેપાર કરવો પરંતુ ફેરિયાઓ ધીરે ધીરે રોડ પર આગળ વધવા માંડયા હતા.
દરમ્યાનમાં આજે ટ્રાફિકના ડીસીપી બે એસીપી અને અન્ય કાફલાએ મ્યુનિ.ના એસ્ટેટ વિભાગના ૨૫ જેટલા કર્મચારીઓ અને દબાણ ગાડીઓ સાથે ત્રાટકીને ફેરિયાઓને હટાવવાનું શરુ કર્યું હતું. પ્રારંભમાં ત્રાડપત્રીઓ અને સાયકલની દુકાનવાળાઓનો બે ગાડી ભરીને સામાન જપ્ત કરી લીધો હતો અને બાકીનાને તેમની જગ્યા પરથી હટાવવાનું ચાલુ કર્યું હતું. પ્રારંભમાં પાંચકુવા પાસે ફેરિયાઓએ મુકાબલો કરવા પ્રયાસો શરુ કર્યા હતાં. ટોળુ એકઠું થઇ ગયું હતું અને બે-પાંચ પત્થરો પણ ફેંકાયા હતા. પરંતુ પોલીસ બંદોબસ્ત સજ્જડ હોવાથી ગણતરીના સમયમાં જ પોલીસે સ્થિતિ પર કાબુ લઈ લીધો હતો અને બળપૂર્વક ટોળું વિખેરી નાખ્યું હતું.
બાદમાં ફેરિયાઓને હટાવવાની પ્રક્રિયા હાથ ધરાતા કેટલાંક તો તેમની જાતે જ તેમની જગ્યા છોડીને ભાગવા માંડયા હતાં. હવે પછી રોડ પર ટ્રાફિકને હાલાકી પડે તે રીતે દબાણ ના થઇ જાય તે માટે ટ્રાફિક પોલીસે મોનિટરીંગ અને પેટ્રોલીંગ કરવાનું નક્કી કર્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved